સાત સમંદર પાર ભાગ-૧રાતના દશ વાગ્યા હતા…રાત જાણે દરેકને પોતાના ખોળામાં પોઢાડીને શાંત કરી દેવા મથી રહી હતી…દિવસે થોડી ગરમી પરંતુ રાત્રે તો ઠંડક જ પથરાઈ જતી હતી…ભાગ્યેજ રોડ ઉપર કોઈની અવરજવર વર્તાઈ રહી હતી કારણ કે ટીવી ઉપર ગરમાગરમ ચૂંટણીના સમાચારે જાણે દરેકને પકડી રાખ્યા હતા…અને તેની કશ્મકશ દરેકને દઝાડી પણ રહી હતી…કેટલાક તોફાની ટોળા તો સરઘસ કાઢવા માટે આતુર બની રહ્યા હતા…હસમુખભાઈ પણ ટીવી ઉપર ચૂંટણીના પરિણામો જોવામાં મશગૂલ હતા…
સાત સમંદર પાર - ભાગ 1
સાત સમંદર પાર ભાગ-૧રાતના દશ વાગ્યા હતા…રાત જાણે દરેકને પોતાના ખોળામાં પોઢાડીને શાંત કરી દેવા મથી રહી હતી…દિવસે થોડી પરંતુ રાત્રે તો ઠંડક જ પથરાઈ જતી હતી…ભાગ્યેજ રોડ ઉપર કોઈની અવરજવર વર્તાઈ રહી હતી કારણ કે ટીવી ઉપર ગરમાગરમ ચૂંટણીના સમાચારે જાણે દરેકને પકડી રાખ્યા હતા…અને તેની કશ્મકશ દરેકને દઝાડી પણ રહી હતી…કેટલાક તોફાની ટોળા તો સરઘસ કાઢવા માટે આતુર બની રહ્યા હતા…હસમુખભાઈ પણ ટીવી ઉપર ચૂંટણીના પરિણામો જોવામાં મશગૂલ હતા…પરંતુ માયાબેનના મનમાં કંઈક અલગ જ ગડમથલ ચાલી રહી હતી…તે પોતાના પતિ હસમુખભાઈને પૂછી રહ્યા છે કે, "આપણી પિયુ હવે ત્રણ વર્ષ પૂરા કરીને ચોથામાં પ્રવેશી છે, આપણે હવે ...Read More
સાત સમંદર પાર - ભાગ 2
સમય વહેતો જાય છે. સમયની સાથે સાથે પ્રિયાંશી અને રાજન બંને ભાઇ-બહેન મોટા થતા જાય છે.પ્રિયાંશી બોલવામાં એકદમ મીઠી તેના નામ પ્રમાણે બધાને પ્રિય, એ જો ઘરમાં ન હોય તો ઘરમાં ગમે પણ નહિ, દીકરી વગર ઘર સૂનું સૂનું લાગે, ડાહી પણ એટલી જ, હવે તો મોટી થઇ ગઇ હતી એટલે મમ્મીને કામમાં પણ મદદ કરાવે, પપ્પા એક જ બૂમ પાડે અને " હા પપ્પા ", "બોલો પપ્પા " કહેતી હાજર થઇ જાય. નાના ભાઈ રાજનનું પણ એટલું જ ધ્યાન રાખે.પ્રિયાંશીને બહેનપણીઓ પણ એટલી જ...ધોરણ દશમાં પ્રિયાંશી 94% લાવી અને આખી સ્કૂલમાં અને સેન્ટરમાં ફર્સ્ટ આવી. માયાબેન અને હસમુખભાઈ ...Read More
સાત સમંદર પાર - ભાગ 3
હવે બાર સાયન્સની પરીક્ષા ચાલુ થઇ ગઇ હતી. પ્રિયાંશી શાંતિથી પરીક્ષા આપી રહી હતી. તેના પેપર્સ પણ બધા ખૂબ જતા હતા. આમ કરતાં કરતાં પરીક્ષા પૂર્ણ પણ થઇ ગઇ.વેકેશન પડે એટલે પ્રિયાંશીને મામાના ઘરે જવું હોય, ત્યાં તેના જેવી તેનાથી મોટી બે દીકરીઓ છે એકનું નામ મેઘા અને બીજીનું નામ નિશા એ બંનેને પણ પ્રિયાંશી સાથે ખૂબ ફાવે, એ બંનેના કરતાં પણ પ્રિયાંશી ખૂબ દેખાવડી હતી. મામા-મામીને પણ પ્રિયાંશી ખૂબ વ્હાલી...પ્રિયાંશીએ માયાબેનને કહીને મામા ને ફોન કરી દીધો કે મને આવી ને લઇ જાવ. મામા ગામડે રહેતાં હતાં ત્યાં તેમને કરિયાણાની નાની દુકાન હતી. પૈસે ટકે બહુ સુખી ન ...Read More
સાત સમંદર પાર - ભાગ 4
પ્રિયાંશીના ક્લાસમાં મિલાપ નામનો એક છોકરો ભણતો હતો. પોણા છ ફૂટ ઉંચો અને દેખાવમાં એકદમ રૂપાળો, બોડીમાં પણ હેલ્ધી હેન્ડસમ હતો. તેને પ્રિયાંશી ખૂબ ગમતી હતી. ઘણી બધી છોકરીઓ તેની પાછળ હતી. પણ તેને તો બસ પ્રિયાંશીમાં જ રસ હતો. તેને પ્રિયાંશીને કહેવું હતું કે એ તેને ખૂબ પસંદ કરે છે પણ કંઇ મેળ પડતો નહોતો. બસ તે મનમાં ને મનમાં વિચાર્યા કરતો હતો કે મારા દિલની વાત પ્રિયાંશીને કઈ રીતે જણાવું...?એક દિવસ પ્રિયાંશીને કોલેજમાં ખૂબ મોડું થઇ ગયુ તો તે દરરોજ જે બસમાં જતી હતી તે બસ આજે તે ચૂકી ગઈ હતી. બીજી બસ આવે તેની રાહ જોતી ...Read More
સાત સમંદર પાર - ભાગ 5
માછલી જેમ પાણી વગર તરફડે તેમ પ્રિયાંશીને મેળવવા માટે તરફડી રહેલો મિલાપ અવારનવાર પ્રયત્ન કરતો રહ્યો કે પ્રિયાંશી પોતાની ઢળે પરંતુ પ્રિયાંશીના જીવનનો ગોલ કંઈક અલગ જ હતો...સમય પસાર થયે જતો હતો, હવે પ્રિયાંશીની અને મિલાપની બંનેની ફાઈનલ એક્ઝામ નજીક આવી રહી હતી તેથી બંને જણાં તેની તૈયારીમાં પડી ગયા હતા...પ્રિયાંશીના ઘરમાં પ્રિયાંશીનો વાંચવાનો રૂમ અલગ જ હતો. બસ,પ્રિયાંશી અને તેની હાથમાં પણ ન સમાય તેવી જાડી જાડી ચોપડીઓ... તેને તો જાણે બીજું કંઈ જ સૂઝતું નહોતું...પ્રિયાંશી પોતાના ભાઈ રાજનને પણ અપાર પ્રેમ કરતી હતી રાજન પણ પોતાની બેનનો પડ્યો બોલ ઝીલી લેતો હતો તે પણ પોતાની બેન પ્રિયાંશીને ...Read More
સાત સમંદર પાર - ભાગ 6
હ્રદય અને મન જાણે પ્રિયાંશીને પોતાની બનાવી બેઠાં હતાં..હવે આ વાત પોતાને અતિપ્રિય પ્રિયાંશીને જણાવવી કઈ રીતે તે મિલાપ ને મનમાં વિચારી રહ્યો હતો...અને એટલી વારમાં તો પ્રિયાંશીનું સ્ટેન્ડ આવી ગયું અને તે ઉતરવા માટે ઉભી પણ થઈ ગઈ.મિલાપ પણ તેની પાછળ પાછળ બસમાંથી નીચે ઉતરવા માટે ઉભો થઈ ગયો...તે નિરાશ થઈ ગયો તેને ખૂબ દુઃખ થયું કે તે પોતાના મનની વાત પ્રિયાંશીને જણાવી શક્યો નહિ, પરંતુ હવે શું થાય, એક સુંદર તક તેના હાથમાંથી સરકી ચૂકી હતી..પ્રિયાંશી બસમાંથી નીચે ઉતરી ત્યારે તેનો ભાઈ તેની રાહ જોતો નીચે જ ઉભો હતો. જે તેને એક્ટિવા લઈને લેવા માટે આવ્યો હતો.પ્રિયાંશીના ...Read More
સાત સમંદર પાર - ભાગ 7
બસ, પ્રિયાંશી તેના દિલમાં વસી ગઈ હતી... જાણે તેને જોઈને મિલાપના દિલમાં ઘંટડી વાગતી હતી... તેની ધડકન તેજ થઈ હતી...તેને કંઈક અલગ જ ખુશીનો અહેસાસ થતો હતો...હવે તેણે મનથી નક્કી કરી લીધું હતું કે, ગમે તે થાય લગ્ન કરીશ તો પ્રિયાંશી સાથે જ... તે વિચારતો હતો કે ઈશ્વરે તેને મારા માટે જ બનાવી છે...તે ઈશ્વરને પ્રાર્થના કરતો હતો કે, "હે ઈશ્વર મને મદદ કરજે, તું મારી સાથે રહેજે, મારાથી પ્રિયાંશી સાથે વાત કરવામાં કંઈ ભૂલ ન થઈ જાય તેનું તું ધ્યાન રાખજે.."અને તેની ગાડી સો ની સ્પીડે આગળ વધી રહી હતી...જેટલી સ્પિડ તેની ગાડી પકડી રહી હતી તેટલી જ ...Read More
સાત સમંદર પાર - ભાગ 8
મિલાપે પ્રિયાંશીની સામે જોયું અને તેની આંખોમાં આંખો પરોવીને તે બોલ્યો કે, "ઓકે, તું જ્યારે કહીશ ત્યારે આપણે લગ્ન બસ..પણ, એકવાર તું મને 'હા' તો પાડી દે...તું 'હા' પાડે એટલે બસ મારા મનને શાંતિ. "હવે શું કરવું.. પ્રિયાંશી મનમાં ને મનમાં વિચારી રહી હતી.. "મમ્મી પપ્પાને મિલાપની આ વાત જણાવવી કે પછી કોઈ પણ રીતે મિલાપને ના પાડી દેવી..?"એટલામાં મિલાપ તેના મનની વાતને કળી જતો હોય તેમ બોલ્યો, "તારે ના તો પાડવાની જ નથી.. અને જો તું ના પાડીશ તો તેનું પરિણામ ખૂબ ખરાબ આવશે.."પ્રિયાંશી પણ મિલાપના મનને જાણે વાંચી રહી હતી..મિલાપના દિલમાં સતત ધસી રહેલા પ્રેમના મીઠાં તરંગોને ...Read More
સાત સમંદર પાર - ભાગ 9
હસમુખભાઈની તબિયત હવે કથડતી જતી હતી. પ્રિયાંશી તેમને રોજ 'ના' પાડતી હતી કે, "પપ્પા, હવે નોકરી છોડી દો. બસ,આ પૂરી થઈ જાય પછી હું કોઈ સારી હોસ્પિટલ જોઈન્ટ કરી લઉં છું તમે જરા પણ ચિંતા ન કરશો. હું તમારી દીકરી નહિ પણ દિકરો જ છું."અને હસમુખભાઈની આંખમાં પાણી આવી જતું તેમને થતું કે દીકરીને કેમ પારકા ઘરે મોકલવી પડતી હશે ? આવી સરસ ડાહી ખુદથી પણ વધારે વ્હાલી દીકરીને કેમ કરી સાસરે મોકલવી ? પારકાને હાથ તેને કેમ કરીને સોંપવી ?અને તેમની આંખો ભરાઈ જતી હતી...પ્રિયાંશી અને મિલાપ બંને હવે એક્ઝામની તૈયારીમાં પડી ગયા હતા..બંને ખૂબજ મહેનત કરતાં હતાં ...Read More
સાત સમંદર પાર - ભાગ 10
મિલાપે પ્રેમથી પ્રિયાંશીના બંને હાથ પકડી લીધાં અને તેને ચૂમી લીધાં અને તેની આંખોમાં આંખો પરોવીને તે પ્રિયાંશીને કહેવા કે, "પિયુ એક વાત કહું તને, હું યુ એસ એ જતાં પહેલાં તારી સાથે એંગેજમેન્ટ કરી લેવા ઈચ્છું છું. તો હું તારા મમ્મી-પપ્પાને આવીને મળી શકું છું..?"પ્રિયાંશીએ મિલાપને સમજાવ્યું કે, "મારા મમ્મી-પપ્પાને પછી મળવા આવજે, પહેલાં તારા મમ્મી-પપ્પાને તો કન્વિન્સ કરી લે. (મિલાપને પ્રિયાંશીની વાત યોગ્ય લાગી. તેથી તેણે પહેલા પોતાના મમ્મી પપ્પાને આ વાત કરવાનું નક્કી કર્યું.)મિલાપના પપ્પાનું નામ મિહિરભાઈ હતું. મિહિરભાઈ એટલે એક ખડ્ડુસ બિઝનેસમેન.. જે સ્વભાવે થોડા ગુસ્સાવાળા અને પોતાના મોભા પ્રમાણે રહેવા વાળા હતા. મિલાપની પ્રિયાંશી ...Read More