Sat samandar Par - 9 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | સાત સમંદર પાર - ભાગ 9

Featured Books
Categories
Share

સાત સમંદર પાર - ભાગ 9

હસમુખભાઈની તબિયત હવે કથડતી જતી હતી. પ્રિયાંશી તેમને રોજ 'ના' પાડતી હતી કે, "પપ્પા, હવે નોકરી છોડી દો. બસ,આ એક્ઝામ પૂરી થઈ જાય પછી હું કોઈ સારી હોસ્પિટલ જોઈન્ટ કરી લઉં છું તમે જરા પણ ચિંતા ન કરશો. હું તમારી દીકરી નહિ પણ દિકરો જ છું."અને હસમુખભાઈની આંખમાં પાણી આવી જતું તેમને થતું કે દીકરીને કેમ પારકા ઘરે મોકલવી પડતી હશે ? આવી સરસ ડાહી ખુદથી પણ વધારે વ્હાલી દીકરીને કેમ કરી સાસરે મોકલવી ? પારકાને હાથ તેને કેમ કરીને સોંપવી ?અને તેમની આંખો ભરાઈ જતી હતી...પ્રિયાંશી અને મિલાપ બંને હવે એક્ઝામની તૈયારીમાં પડી ગયા હતા.. બંને ખૂબજ મહેનત કરતાં હતાં બંનેને એક બીજા કરતાં વધારે સારું રિઝલ્ટ લાવવું હતું..થોડા દિવસ પછી મિલાપ અને પ્રિયાંશીની ફાઈનલ એક્ઝામ શરૂ થઈ ગઈ અને એક પછી એક એમ સારી રીતે પૂર્ણ પણ થઈ ગઈ...હવે પ્રિયાંશી ફ્રી થઈ ગઈ હતી તેથી તેણે પોતાના ગામમાં જ એક ડૉક્ટરના ક્લિનિકમાં થોડા સમય માટે સેવા આપવાનું નક્કી કર્યું. જે તેમના ફેમીલી ડૉક્ટર પણ હતા.ડૉ.અમીત શાહની પ્રેક્ટિસ સારી એવી ચાલતી હતી. પ્રિયાંશી તેમને મળવા માટે ગઈ. આટલી બધી હોંશિયાર ડૉક્ટર છોકરી આસિસ્ટન્ટ તરીકે મળતી હોય તો કયા ડૉક્ટર ના પાડે  ?ડૉ.અમીત શાહે પ્રિયાંશીને તરત જ "હા" પાડી દીધી અને સાથે જેટલા ટાઈમ તે આવે તેટલા ટાઈમનો ચાર્જ પણ લઈ લેવા માટે પ્રિયાંશીને તેમણે ફોર્સ કર્યો..કારણ કે તેમને  પ્રિયાંશીના ઘરની પરિસ્થિતિની જાણ હતી. પ્રિયાંશી રેગ્યુલર ક્લિનિક ઉપર જવા લાગી. થોડા સમય બાદ તેનું તેમજ મિલાપનું રિઝલ્ટ પણ આવી ગયું હતું. મિલાપને ફર્સ્ટક્લાસ આવ્યો અને પ્રિયાંશી તેનાથી પણ આગળ નીકળી ગઈ હતી. પ્રિયાંશીને ફર્સ્ટક્લાસ વીથ ડિસ્ટીન્કસન રિઝલ્ટ આવ્યું હતું. આજે માયાબેન તેમજ હસમુખભાઈનું સ્વપ્ન સાકાર થયું હતું. પ્રિયાંશી હવે ડૉક્ટર બની ગઈ હતી. તે બંનેના આનંદનો કોઈ પાર નહોતો. આ બાજુ અંજુબેન અને મિહિરભાઈ પણ દિકરો ડૉક્ટર થઈ ગયો તેથી ખૂબ ખુશ હતા. મિહિરભાઈ પોતાના દિકરા મિલાપને આગળ સ્ટડી કરવા માટે યુ એસ એ મોકલવા ઈચ્છતા હતા તેથી મિહિરભાઇએ મિલાપને તેની તૈયારી શરૂ કરી દેવા માટે કહ્યું. મિલાપ પોતાની પ્રિયાંશીને છોડીને યુ એસ એ જવા માટે બિલકુલ તૈયાર નહોતો..તેણે પોતાની પ્રિયાંશીને પોતાની સાથે યુ એસ એ આવવા માટે ઘણી બધી રિક્વેસ્ટ કરી પરંતુ પ્રિયાંશી એક ની બે ન થઈ તે ન જ થઈ..તે પોતાના મમ્મી-પપ્પાને અહીં ઈન્ડિયામાં એકલા છોડીને યુ એસ એ જવા માટે બિલકુલ તૈયાર નહોતી..મિલાપે તેને ઘણું પ્રલોભન આપ્યું કે, "યુ એસ એ માં મેડિકલ લાઈનમાં ધૂમ કમાણી છે તું ત્યાં ખૂબ પૈસા કમાઈ શકીશ અને તારા મમ્મી પપ્પાને આરામથી અહીંયા ઢગલો પૈસા મોકલી શકીશ અને તે પૈસાને કારણે તેઓ અહીંયા ખુશીની જિંદગી જીવી શકશે.. તું અહીંયા ગમે તેટલી મહેનત કરીશ તો પણ એટલા પૈસા તો નહીં જ કમાઈ શકે..વળી તેમની ઈચ્છા હોય તો તું તેમને આપણી સાથે રહેવા માટે ત્યાં પણ બોલાવી શકે છે અને તેનાથી તો તારા નાના ભાઈ રાજનનું પણ ભવિષ્ય સુધરી જશે...આ બધી વાતો તું સમજતી કેમ નથી..? હું તને અહિંયા એકલી છોડીને યુ એસ એ જવા નથી ઈચ્છતો.."યુ એસ એ જવા માટેના પ્રલોભનની વાતો સાંભળીને પ્રિયાંશી થોડી ગુસ્સે થઈ ગઈ હતી.."કોણ કહે છે કે ત્યાં જઈને જ ઢગલો પૈસા કમાવા મળે છે અને અહીં નથી મળતાં... તમારામાં પૈસા કમાવાની અને સાચી દિશામાં મહેનત કરવાની આવડત હોય તો અહિયાં પણ સારા એવા પૈસા કમાવા મળી જ જાય છે..ત્યાંથી હું પૈસા મોકલીશ તો જ મારા મમ્મી પપ્પાને ખુશી મળશે તેવું કોણે કહ્યું..મારા મમ્મી પપ્પાને મારા પૈસા નહીં પણ મારી હાજરી જોઈએ છે...તેમની સતત ઈચ્છા હોય છે કે તેમના દિકરા દિકરી તેમની સાથે રહે.. અને તે જ તેમની ખરી દોલત છે.. જીવનમાં પૈસો જ બધું નથી હોતો..એ સિવાય પણ લાઈફમાં ઘણું બધું હોય છે જે માણસ માટે જરૂરી હોય છે...મારા મમ્મી પપ્પા મને ખૂબ ચાહે છે અને હું પણ તેમને ખૂબ જ ચાહું છું તેમને આમ એકલા મૂકીને યુ એસ એ જવું મને જરા પણ યોગ્ય લાગતું નથી...ત્યાં પૈસો હશે પરંતુ પ્રેમ નથી..એકબીજાની સાથે વાત કરવા માટે કોઈની પાસે સમય નથી..લોકો એકબીજાની સાથે પોતાની વાત કરવા માટે તડપી ઉઠે છે...ત્યાં ભૌતિક સુખ સંપત્તિ હશે...પરંતુ સમૃદ્ધ તો હું આપણાં દેશને જ ગણું છું...હું મારા મમ્મી પપ્પાને છોડીને યુ એસ એ નહીં આવી શકું...તારે મને છોડવી હોય તો તું છોડી શકે છે..આઈ હેવ નો પ્રોબ્લેમ..."પ્રિયાંશીના ધારદાર શબ્દો સાંભળીને મિલાપ સમજી ગયો હતો કે આ કોઈ પણ સંજોગોમાં યુ એસ એ આવવા માટે તૈયાર નહીં થાય હવે આને વતાવવી ઠીક નથી..હવે કરવું શું એ વિચારે તે દ્વિધામાં પડી ગયો હતો...હવે શું કરવું તે તેને માટે એક સળગતો પ્રશ્ન બની ગયો હતો..તેણે પોતાના ડેડને સમજાવવાની કોશિશ કરી કે પોતે યુ એસ એ જવા નથી ઈચ્છતો પરંતુ તે નાકામિયાબ રહ્યો..કારણ કે મિહિરભાઈ તેનું કહ્યું માનવા માટે બિલકુલ તૈયાર નહોતા. હવે તેને પ્રિયાંશીને અહીંયા મૂકીને જવાનું હતું તેથી તેને ટેન્શન થઈ ગયું હતું કે પ્રિયાંશીના મમ્મી-પપ્પા તેની સગાઈ બીજા કોઈ છોકરા સાથે કરી દેશે તો..?અને માટે તે પ્રિયાંશી સાથે સગાઈ કરીને જવા ઈચ્છતો હતો..પરંતુ પોતાને પ્રિયાંશી ગમે છે અને તેની સાથે તે સગાઈ કરવા ઈચ્છે છે તે વાત તો હજી તેને પોતાના ઘરમાં પણ કરવાની બાકી હતી...અત્યારે ઘરમાં યુ એસ એ જવાની વાત ચાલે છે તેમાં વચ્ચે આ વાત કઈ રીતે લાવવી તે પણ મિલાપ માટે મૂંઝવણ ભર્યો પ્રશ્ન હતો...શું કરવું તે મિલાપને કંઈ સમજણ પડતી નહોતી !પ્રિયાંશીને શહેરની બે સારી હોસ્પિટલમાંથી જોબની ઓફર આવી હતી. કઈ હોસ્પિટલમાં જોઈનીંગ લેવું તે તેણે નક્કી કરવાનું હતું... શહેરની સૌથી બેસ્ટ હોસ્પિટલ અપોલોમાં પ્રિયાંશીએ જોઈનીંગ લઈ લીધું હતું અને હવે તેણે પોતાના પિતા હસમુખભાઈને નોકરી પણ છોડાવી દીધી હતી.મમ્મી-પપ્પા બંને દીકરી પ્રિયાંશીથી ખૂબ ખુશ હતાં.. પરંતુ દિકરી જેમ જેમ મોટી થતી જાય તેમ તેમ મા બાપની ચિંતા વધતી જતી હોય છે..હવે હસમુખભાઈ તેમજ માયાબેનને પ્રિયાંશી માટે લાયક છોકરો શોધવાની ચિંતા સતાવવા લાગી હતી. સાંજે પ્રિયાંશી જોબ ઉપરથી આવે એટલે નાહી-ધોઈને ફ્રેશ થઈ જાય પછી ઘરના ચારેય સભ્યો સાથે જ જમવા બેસતાં..ઘરમાં એકદમ શાંત અને સુમધુર વાતાવરણ રહેતું..માયાબેન પ્રિયાંશીના મનની વાત જાણવા ઈચ્છતા હતા તેથી તેમણે એકદિવસ ધીમે રહીને વાત કાઢી કે, "પિયુ બેટા, તને કોઈ છોકરો ગમે છે ? તારા માટે અમારે હવે કોઈ ડૉક્ટર છોકરો શોધવો પડશેને બેટા?રાજને પ્રિયાંશીને ચીડવતાં કહ્યું કે, " ચાલશે હવે, જેવો હશે તેવો, આને વળી શું ? લૂલો-લંગડો ગમે તે ચાલે." અને પછી ખડખડાટ હસ્યો. માયાબેન કંઈ બોલે તે પહેલાં પ્રિયાંશી બરાબર ગરમ થઈ અને બોલી, લૂલી-લંગડી જોડે તું લગ્ન કરજે. બંને ભાઈ-બહેનનો મીઠો ઝઘડો એકાદ બે મિનિટ ચાલતો અને પૂર્ણ થઈ જતો. માયાબેન ખૂબ ચીડાતા અને બોલતાં, "બંને મોટા થયા તોય સુધર્યા નહિ. હજી નાના ને નાના જ રહ્યા.."મિલાપનું યુ એસ એ જવાનું હવે ફીક્સ હતું... તે પ્રિયાંશીને મળવા માટે તેની હોસ્પિટલમાં ગયો તે દિવસે પ્રિયાંશી થોડી વહેલી જ હોસ્પિટલમાંથી રજા લઈને નીકળી ગઈ હતી. બંને સાથે જ ઘરે જવા માટે નિકળ્યાં રસ્તામાં મિલાપ તેને એક રેસ્ટોરન્ટમાં લઈ ગયો. તેનું મન ભરાઈ ગયું હતું તેને પ્રિયાંશીને ઘણી બધી વાતો કરવી હતી. બંને રેસ્ટોરન્ટના ફેમીલી રૂમમાં જઈને બેઠાં. જેથી કોઈ ઓળખીતું જોઈ પણ ન જાય અને કોઈ ડિસ્ટર્બ પણ ન કરે.ઘણાં સમય પછી બંને શાંતિથી મળ્યાં હતાં. પ્રિયાંશી રોજ લાગે છે તેમ એકદમ જાણે પરી જેવી જ ખૂબ જ સુંદર અને સરળ લાગી રહી હતી. તેણે આજે મિલાપનો ફેવરીટ પીંક કલર પહેર્યો હતો. મિલાપ તેને કહેતો કે તું પીંક કલરમાં બિલકુલ પરી જેવી લાગે છે. અને પ્રિયાંશી, "ચલ જૂઠા" કહીને તેની વાત કાપી કાઢતી હતી.. આજે મિલાપની નજર તેના ચહેરા ઉપરથી ખસતી નહોતી..મિલાપ જે રીતે એકીટશે તેને તાકી તાકીને જોઈ રહ્યો હતો..પ્રિયાંશીએ કોમેન્ટ પણ કરી કે, "પાગલ, ખાઈ જઈશ કે શું મને ?" બંને લગોલગ અડીને બેઠાં હતાં. (ઘણાં સમયથી મિલાપ જે ક્ષણની રાહ જોઈ રહ્યો હતો તે ક્ષણ આજે તેને સાંપડી હતી..)મિલાપે પ્રેમથી જવાબ આપ્યો, "આજે તો, તને ખાઈ જ જવી છે." અને તેણે પ્રિયાંશીને પોતાની બાહોપાશમાં જકડી લીધી અને ગાલ ઉપર એક બચકું પણ ભરી લીધું. પ્રિયાંશી "ના" પાડે તે પહેલાં તો મિલાપે તેની ઉપર ચુંબનોનો વરસાદ વરસાવી દીધો હતો.. "બસ બસ, હવે બસ કર મિલાપ" પ્રિયાંશી બોલી ઉઠી.. તેને હવે ગભરામણ થવા લાગી હતી.. અને ઘરે પણ જવાનું મોડું થતું હતું...તેણે પ્રિયાંશીને જમવા માટે ખૂબ ફોર્સ કર્યો પણ પ્રિયાંશીએ "ના" પાડી કારણ કે ઘરે બધા તેની રાહ જોઈને બેઠાં હતાં. મિલાપ આજે ખૂબ ડિસ્ટર્બ લાગતો હતો. મિલાપે પ્રિયાંશીને કહ્યું કે," પપ્પાની ઈચ્છા મને યુ એસ એ મોકલવાની છે પરંતુ તને છોડીને હું ક્યાંય પણ જવા નથી માંગતો, હું અહીંયા જ આગળ એમ. ડી. કરી લઉં તો ન ચાલે ? પછી આપણે બન્ને સાથે મળી અહીં જ એક ક્લિનીક ખોલી દઈશું. " પ્રિયાંશીએ મિલાપને ખૂબ સમજાવ્યો, "એવું નહિ વિચાર, તારા પપ્પાની ઈચ્છા છે તો તું ત્યાં જઈને જ આગળની સ્ટડી પૂરી કર. અને હું ક્યાં ભાગી જવાની છું. હું તારી રાહ જોઈશ તું ડીગ્રી લઈને જલદી પરત આવી જજે પછી આપણે બંને મમ્મી પપ્પાની મંજૂરી લઈને લગ્ન કરી લઈશું અને અહીં જ આપણાં આ ગામમાં જ એક સરસ મજાની હોસ્પિટલ બનાવીશું અને શાંતિની જિંદગી પસાર કરીશું.."પ્રિયાંશીની વાત સાંભળીને મિલાપના દિલને થોડી રાહત થઈ મનમાં જે ખળભળાટ ચાલતો હતો તે શાંત પડી ગયો. પરંતુ હજી તેનું કનફ્યુઝન દૂર થતું નહોતું..તેણે પ્રેમથી પ્રિયાંશીના બંને હાથ પકડી લીધાં અને તેને ચૂમી લીધાં અને તેની આંખોમાં આંખો પરોવીને તે પ્રિયાંશીને કહેવા લાગ્યો કે, "પણ પિયુ એક વાત કહું તને, હું યુ એસ એ જતાં પહેલાં તારી સાથે એંગેજમેન્ટ કરી લેવા ઈચ્છું છું. તો હું તારા મમ્મી-પપ્પાને આવીને મળી શકું છું..?"પ્રિયાંશીએ મિલાપને સમજાવ્યું કે, "મારા મમ્મી-પપ્પાને પછી મળવા આવજે, પહેલાં તારા મમ્મી-પપ્પાને તો કન્વિન્સ કરી લે. (મિલાપને પ્રિયાંશીની વાત યોગ્ય લાગી.હવે તેણે પોતાના મમ્મી-પપ્પાને સમજાવવા શું કરવું તે વિચારતો હતો. કારણકે પપ્પા થોડા સ્ટ્રીક્ટ પણ છે અને ગુસ્સા વાળા પણ છે તેથી તેણે પહેલા મમ્મીને આ વાત કરવાનું નક્કી કર્યું.)મિલાપના પપ્પાનું નામ મિહિરભાઈ હતું. મિહિરભાઈ એટલે એક ખડ્ડુસ બિઝનેસમેન.. જે સ્વભાવે થોડા ગુસ્સાવાળા અને પોતાના મોભા પ્રમાણે રહેવા વાળા હતા. મિલાપની પ્રિયાંશી સાથેના લગ્નની વાત સાંભળીને તેમને જરા પણ રૂચી નહિ. તેમણે ચોખ્ખી "ના" પાડી દીધી કે લગ્ન તો આપણી બરાબરીમાં જ થશે... અને આ રીતે આપણે લગ્ન કરવાના નથી..વધુ આગળના ભાગમાં...~ જસ્મીના શાહ 'સુમન'    દહેગામ    4/4/26