કવિની કથા

(0)
  • 6
  • 0
  • 904

પ્રસ્તાવનારવીન્દ્રનાથ ટાગોરની આ પહેલામાં પહેલી કવિતા છે. જ્યારે તેમની ઉંમર સોળ - સત્તર વર્ષ હશે. આ કાવ્ય ચાર સર્ગમાં વિભાજીત છે. કબિ-કાહિની કાવ્યનો ગુજરાતી અનુવાદ એટલે ‘કવિની કથા’ અહીં આપેલો છે.પ્રથમ સર્ગ​[ કવિનું બાળપણ અને પ્રકૃતિની ગોદ ]સાંભળ ઓ કલ્પના કન્યા, હતો કોઈ એક કવિએકાંત કુટિરની છાયામાં. બાળપણથી જતારા અમૃત-પાનમાં (તારા વિચારોમાં) તે મગ્ન હતો.​તારી વીણાનો મધુર ધ્વનિ એ ઊંઘતાં-ઊંઘતાં પણસાંભળતો, અને જોતો કેટલાય સુખના સપનાં.એકલો, પોતાના જ મનમાં, એ સરલ બાળકતારા જ કમળ-વનમાં રમતો ફરતો,​મનના કેટકેટલાય ગીતો એ હર્ષભેર ગાતો,અને વનના કેટકેટલાય ફૂલોની માળા ગૂંથતો.​એકલો, પોતાના જ મનમાં, ઉપવને ઉપવને,જ્યાં ત્યાં એ બાળક ભમ્યા કરતો;એકલો, પોતાના જ મનમાં, એ

1

કવિની કથા - 1

પ્રસ્તાવનારવીન્દ્રનાથ ટાગોરની આ પહેલામાં પહેલી કવિતા છે. જ્યારે તેમની ઉંમર સોળ - સત્તર વર્ષ હશે. આ કાવ્ય ચાર સર્ગમાં છે. કબિ-કાહિની કાવ્યનો ગુજરાતી અનુવાદ એટલે ‘કવિની કથા’ અહીં આપેલો છે.પ્રથમ સર્ગ​[ કવિનું બાળપણ અને પ્રકૃતિની ગોદ ]સાંભળ ઓ કલ્પના કન્યા, હતો કોઈ એક કવિએકાંત કુટિરની છાયામાં. બાળપણથી જતારા અમૃત-પાનમાં (તારા વિચારોમાં) તે મગ્ન હતો.​તારી વીણાનો મધુર ધ્વનિ એ ઊંઘતાં-ઊંઘતાં પણસાંભળતો, અને જોતો કેટલાય સુખના સપનાં.એકલો, પોતાના જ મનમાં, એ સરલ બાળકતારા જ કમળ-વનમાં રમતો ફરતો,​મનના કેટકેટલાય ગીતો એ હર્ષભેર ગાતો,અને વનના કેટકેટલાય ફૂલોની માળા ગૂંથતો.​એકલો, પોતાના જ મનમાં, ઉપવને ઉપવને,જ્યાં ત્યાં એ બાળક ભમ્યા કરતો;એકલો, પોતાના જ મનમાં, એ ...Read More

2

કવિની કથા - 2

​આ સર્ગમાં કવિ પ્રકૃતિની સેવાથી સંતુષ્ટ ન થતાં હૃદયની શૂન્યતા અનુભવે છે. ત્યારે તેમને વનની એક સરલ કન્યા 'નલિની' છે, જેમના પ્રેમમાં કવિને ક્ષણિક પરમ સુખ મળે છે. પરંતુ કવિનું અફાટ સમુદ્ર જેવું હૃદય એક વનકન્યાના સીમિત પ્રેમથી પણ પૂરાતું નથી અને તેઓ ફરી સફરે નીકળી પડે છે. અંતમાં નલિનીનું વિરહ ગીત હૃદય સ્પર્શી જાય તેવું છે.દ્વિતીય સર્ગ​[ કવિની વ્યાકુળતા અને હૃદયની શૂન્યતા ]​"આટલો સમય, હે પ્રકૃતિ! મેં તારી સેવા કરી,તોય કેમ, હે દેવી! મારું આ હૃદય ભરાયું નહીં?હજીય છાતીની ભીતર એક દારુણ શૂન્યતા છે,શું એ શૂન્યતા આ જન્મે હવે ક્યારેય નહીં ભરાય?​મનના મંદિરની અંદર જાણે કોઈ મૂર્તિ જ ...Read More