માર્ગે વયા જતાં રાજુનેય લાગતું હતું, જાણે એના પગમાં આજે જોવનાઈનું જોર હતું. એનાં અંગો પરસેવે રેબઝેબ હતાં, તોય એ ઝડપથી ચાલી રહ્યો હતો. આજે આંબલીવાળે જવા રાજુનું મન અધીરું હતું. ત્યાં એની કોઈ રાહ જોતું બેઠું હતું. એ કોણ હતું, એની તો ખુદ રાજુનેય ખબર નહોતી, પણ એટલું તો ચોક્કસ હતું કે એને આ વાત સાથે થોડીક લેવડદેવડ જરૂર હતી. ચાર-પાંચ મહિના પહેલાં, પોતાના ખેતરમાંથી ઘઉંનો પાક લેવાઈ જતાં રાજુ ત્યાં હળ ખેડી રહ્યો હતો. ચારે બાજુ ઘઉંના મોલમાંથી છૂટાં થયેલાં ખેતરો કોઈ ખીલેલા બાગ જેવાં લાગતાં હતાં. ઉનાળાનું આગમન થઈ રહ્યું હતું, એટલે ઠંડો પણ મંદ પવન આવીને ક્યારેક મનને તરબતર કરી જતો.

1

તરસ. - 1

તરસ - કિસ્મત પાલનપુરી[ ભાગ 1 ] માર્ગે વયા જતાં રાજુનેય લાગતું હતું, જાણે એના આજે જોવનાઈનું જોર હતું. એનાં અંગો પરસેવે રેબઝેબ હતાં, તોય એ ઝડપથી ચાલી રહ્યો હતો. આજે આંબલીવાળે જવા રાજુનું મન અધીરું હતું. ત્યાં એની કોઈ રાહ જોતું બેઠું હતું. એ કોણ હતું, એની તો ખુદ રાજુનેય ખબર નહોતી, પણ એટલું તો ચોક્કસ હતું કે એને આ વાત સાથે થોડીક લેવડદેવડ જરૂર હતી. ચાર-પાંચ મહિના પહેલાં, પોતાના ખેતરમાંથી ઘઉંનો પાક લેવાઈ જતાં રાજુ ત્યાં હળ ખેડી રહ્યો હતો. ચારે બાજુ ઘઉંના મોલમાંથી છૂટાં થયેલાં ખેતરો કોઈ ખીલેલા ...Read More