મુક્તિના સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી

(6)
  • 11.7k
  • 2
  • 3.8k

પ્રશ્ન: મુક્તિ અથવા તો મોક્ષ કોને કહે છે? મુક્તિનો અર્થ થાય છે સ્વતંત્રતા. મુક્તિ એટલે એ સ્વતંત્રતા કે જેની તીવ્ર ઈચ્છા દરેક જીવાત્મા કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો દરેક પ્રકારના દુઃખ, પીડા અને બંધનોમાંથી મુક્ત થવાથી મળતી સંપૂર્ણ સ્વતંત્રતા એટલે “મુક્તિ.” પ્રશ્ન: મુક્તિ મળ્યાં પછી જીવાત્મા કોને પ્રાપ્ત થાય છે અને ક્યાં રહે છે? મુક્તિ મળ્યાં પછી જીવાત્મા પરમ આનંદનો અનુભવ કરે છે અને ઈશ્વરના સાનિધ્યમાં રહે છે. જીવાત્મા માટે આનાથી અધિક સુખદાયક અને સંતોષકારક અવસ્થા બીજી કોઈ ન હોઈ શકે. ઘણાં લોકો એવું માને છે કે મુક્તિ એ નિંદ્રા જેવી અથવા તો સુષુપ્ત અવસ્થા છે. પણ વાસ્તવમાં મુક્તિ

Full Novel

1

મુક્તિના સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી - ભાગ ૧

પ્રશ્ન: મુક્તિ અથવા તો મોક્ષ કોને કહે છે? મુક્તિનો અર્થ થાય છે સ્વતંત્રતા. મુક્તિ એટલે એ સ્વતંત્રતા કે જેની ઈચ્છા દરેક જીવાત્મા કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો દરેક પ્રકારના દુઃખ, પીડા અને બંધનોમાંથી મુક્ત થવાથી મળતી સંપૂર્ણ સ્વતંત્રતા એટલે “મુક્તિ.” પ્રશ્ન: મુક્તિ મળ્યાં પછી જીવાત્મા કોને પ્રાપ્ત થાય છે અને ક્યાં રહે છે? મુક્તિ મળ્યાં પછી જીવાત્મા પરમ આનંદનો અનુભવ કરે છે અને ઈશ્વરના સાનિધ્યમાં રહે છે. જીવાત્મા માટે આનાથી અધિક સુખદાયક અને સંતોષકારક અવસ્થા બીજી કોઈ ન હોઈ શકે. ઘણાં લોકો એવું માને છે કે મુક્તિ એ નિંદ્રા જેવી અથવા તો સુષુપ્ત અવસ્થા છે. પણ વાસ્તવમાં મુક્તિ ...Read More

2

મુક્તિના સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી - ભાગ ૨

પ્રશ્ન: જીવાત્મા મુક્તિ અવસ્થામાં કેટલા સમય સુધી રહે છે? મુક્તિ અવસ્થાનો સમયગાળો મનુષ્યના આયુષ્યની સરખામણીમાં ખુબ જ વધારે હોય મુણ્ડક ઉપનિષદ પ્રમાણે, મુક્તિનો સમયગાળો ૩૬,૦૦૦ શ્રુષ્ટિ સર્જનના ચક્ર બરાબર હોય છે. અને શ્રુષ્ટિ સર્જનનું એક ચક્ર એટલે ૪૩.૨ x ૨૦૦૦ લાખ વર્ષ. જયારે ગ્રંથો એવું કહે છે કે મુક્તિ અનંતકાળ સુધી છે, ત્યારે તેઓ એ સૂચવે છે કે જ્યાં સુધી મુક્તિનો આ સમયગાળો પૂર્ણ થતો નથી ત્યાં સુધી જીવાત્મા જન્મ અને મૃત્યુ ચક્રના બંધનમાં આવતી નથી. પ્રશ્ન: મુક્તિ કાયમી હોતી નથી તેનું પ્રમાણ વેદોંમાંથી મળશે? ઋગ્વેદ ૧.૨૪.૧-૨: પ્રશ્ન: કોણ અતિ શુદ્ધ છે? આ શ્રુષ્ટિમાં કોણ સૌથી વધુ તેજસ્વી છે? ...Read More

3

મુક્તિના સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી - ભાગ ૩

પ્રશ્ન: મને એ સમજાય ગયું કે અજ્ઞાનતા દુર કરવાથી જ મુક્તિ મળે છે. શું આ કારણે મોક્ષ મેળવવા માટે કોઈ દુર એકાંત સ્થાને જઈને ધ્યાન કરવું જોઈએ? વૈદિક જ્ઞાનનો અર્થ એ નથી કે અમુક મંત્રોને યાદ રાખવા અને કેટલાંક વૈદિક સિદ્ધાંતો સમજી લેવા. વૈદિક જ્ઞાનના માળખામાં જ્ઞાન, કર્મ અને મનનનો સમાવેશ થાય છે. આથી જ્યાં સુધી જ્ઞાન પ્રમાણે કર્મ કરવામાં ન આવે ત્યાં સધી મુક્તિ મળવી શક્ય નથી ઉદાહરણ તરીકે, સાયકલની રુપરેખા જોતા રહેવાથી કે તેના પર લખાયેલી કોઈ પુસ્તક વાંચી સાઈકલનું જ્ઞાન મેળવી લેવાથી આપણને સાઈકલ ચલાવતા આવડવાની નથી. એ જ્ઞાન પ્રમાણે જ્યાં સુધી આપણે પોતે સાઈકલ ચલાવવાનો ...Read More

4

મુક્તિના સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી - ભાગ 4

પ્રશ્ન: ષષ્ટ સંપતિ શું છે? શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, સમાધાન, અને શ્રદ્ધા આ છ ગુણો ષષ્ટ સંપતિ કહેવાય છે. અને વૈરાગ્ય પછી વ્યક્તિએ આ ૬ ગુણોને આધાર બનાવી કર્મો કરવા જોઈએ. વાસ્તવમાં જે વ્યક્તિ પાસે આ ૬ રત્નો છે તેના જેવો ધનવાન વ્યક્તિ બીજો કોઈ નથી. જે વ્યક્તિ પાસે આ ૬ રત્નો નથી તેના જેવો દુર્ભાગ્યશાળી બીજો કોઈ નથી. આથી મુક્તિની ઈચ્છા રાખનારી જીવાત્માઓ આ ૬ ગુણો ગ્રહણ કરવા જોઈએ. શમ – જીવાત્મા અને બુદ્ધિને અધર્મથી (મુક્તિ તરફ ન લઇ જતા કર્મો) સતત દુર રાખવાની વૃત્તિનું નિર્માણ. દમ – ઇન્દ્રિયો અને અંગો દ્વારા પાપકર્મોનો (મુક્તિ તરફ ન લઇ જતા ...Read More