અફસોસ

(167)
  • 27.8k
  • 25
  • 18.8k

*અફ્સોસ* વાર્તા... ભાગ :-૧ અનવી પંદર વર્ષની હતી અને મયંક દશ વર્ષનો હતો અને એક દિવસ અનવીના પપ્પા, મમ્મી એક કુંટુંબીજનના બેસણામાં મહેસાણા જતા હતા ગાડી લઈને બાળકોને રામુ કાકાના હવાલે મુકીને અને નંદાસણ પાસે એક ધસમસતી બસે એવી ટક્કર મારી કે ગાડી પલટી ખાઈને રોડ પર ફંગોળાઈ બુમાબુમ અને ચીસો અને અવાજો ઉઠવા લાગ્યાં. બીજા વાહનો પર જતા આવતા લોકો અને આસપાસના લોકો દોડી આવ્યા પણ બંન્ને ત્યાં જ લોહી લુહાણ થઈ ગયા હોવાથી બચી શકાય નહીં. અનવીના પપ્પા અનાથાશ્રમમાં મોટા થયેલા અને સારા ભણતરને કારણે ગવર્નમેન્ટ જોબ હતી અને સરકાર તરફથી એક ક્વાર્ટર રહેવા મળ્યું હતું. અનવીની મમ્મી

Full Novel

1

અફસોસ - ૧

*અફ્સોસ* વાર્તા... ભાગ :-૧ અનવી પંદર વર્ષની હતી અને મયંક દશ વર્ષનો હતો અને દિવસ અનવીના પપ્પા, મમ્મી એક કુંટુંબીજનના બેસણામાં મહેસાણા જતા હતા ગાડી લઈને બાળકોને રામુ કાકાના હવાલે મુકીને અને નંદાસણ પાસે એક ધસમસતી બસે એવી ટક્કર મારી કે ગાડી પલટી ખાઈને રોડ પર ફંગોળાઈ બુમાબુમ અને ચીસો અને અવાજો ઉઠવા લાગ્યાં. બીજા વાહનો પર જતા આવતા લોકો અને આસપાસના લોકો દોડી આવ્યા પણ બંન્ને ત્યાં જ લોહી લુહાણ થઈ ગયા હોવાથી બચી શકાય નહીં. અનવીના પપ્પા અનાથાશ્રમમાં મોટા થયેલા અને સારા ભણતરને કારણે ગવર્નમેન્ટ જોબ હતી અને સરકાર તરફથી એક ક્વાર્ટર રહેવા મળ્યું હતું. અનવીની મમ્મી ...Read More

2

અફસોસ - ૨

મયંક કહે," હવે હું ઘર સંભાળીશ પણ અનવી કહે ના હમણાં નહીં હજુ વાર છે. " આમ કરતા મયંકની ઓફિસમાં કામ કરતી કાજલ સાથે પ્રેમ થતા એણે ઘરે મોટી બહેનને કહ્યું તો અનવી એ ભાઈની ખુશી માટે હા કહી અને બન્નેના લગ્ન કરાવી આપ્યા. લગ્નના બીજા જ દિવસથી મયંકમા ફેરફાર આવી ગયો હતો. હવે ત્રણ જણા કમાતા થયા. રોજ બરોજ અનવીને હડધૂત કરવામાં આવતી. મયંકના લગ્નને એક વર્ષ થયુ અને અનવી એ નોકરીમાંથી રાજીનામું આપ્યું.અનવી પૂજા કરીને બહાર આવી.. એને આવેલી જોઈને રામુ કાકા ડાઈનિગ ટેબલ પર નાસ્તાની વાનગીઓ ગોઠવવા લાગ્યા.આ જોઈને અનવી ને જરા હસવું આવી ગયુ.. થોડીવારમા રામુ કાકા ...Read More

3

અફસોસ - ૩

એક રવીવારે તે ઘરે હતી ત્યારે તેને એમ લાગ્યું કે, ઘરમાં કઈંક તૈયારીઓ ચાલી રહી છે. મયંક અને કશાકમાં વ્યસ્ત છે. બપોરે જમવા બેઠી તો લાગ્યું કે, કાજલ રામુ કાકાને કઈંક સૂચનાઓ આપી રહી છે..રામુ કાકા રોટલી આપવા આવ્યા એટલે તેને પૂછ્યુ : ‘’શું વાત છે?’’કંઇ નહીં.. બેટા આ તો મયંક બાબા અને કાજલ વહું બહારગામ જવાના છે. એટલે જરૂરી સૂચનાઓ આપતા હતા..’’‘’બહારગામ જવાના છે? ક્યારે? ??અને ક્યાં???ત્યાં તો કાજલ એના રૂમમાંથી ડાઇનિંગ ટેબલ પર જમવા માટે આવી.. અનવીએ પુછ્યું કાજલ ક્યાં જવાના છો? ‘’મોટી બહેન અમે યુરોપ ની ટૂર પર જઇ રહ્યા છીયે..""હેં.. ક્યારે?’’ અને કોની સાથે??? અને કોણ કોણ જાવ ...Read More

4

અફસોસ - ૪

થોડીવારમાં નીલા આવી તો અનવી એને પોતાના રૂમમાં લઈ ગઈ અને ચર્ચા કરી કે તારો વર વકીલ છે તો આ કામ દશ દિવસમાં પતાવી આપ. નીલા અને એના વરે એમના ગ્રુપના એક મિત્રને આ મકાન બતાવી અનવી જોડે મિટીંગ કરી ૩ દિવસમાં દોડાદોડી કરી મકાન વેચાવી આપ્યું. અનવી એ નીલા ને કહ્યું કે હવે બીજુ એક કામ કરો મને વડોદરામાં એક સારો ફર્નિચર સાથેનો નાનો અને સસ્તો ફ્લેટ લઈ આપો એટલે હું આ મકાન ખાલી કરી જતી રહું. નીલાની બહેન વડોદરા જ હતી એને વાત કરી અને વાઘોડિયા રોડ પર એક ફ્લેટમાં બીજે માળ ઓછી કિંમતે ફ્લેટ મળી ગયો અને અનવીના નામે ...Read More