વાર્તા "જડીબુટ્ટી" જીવન આધારિત ઘટનાઓથી પ્રેરિત છે, જેમાં વાસ્તવિકતાની કઠણાઈઓને દર્શાવવામાં આવી છે. આકાશ નામના બાળકનું જીવન અને તેના મિત્ર જેકોબની રમતગમતના પ્રસંગો પર આધારિત છે. આકાશ અને જેકોબ બન્નેના ઘરોની આસપાસ રમતા હોય છે, જ્યાં તેઓ મજા કરે છે. વાર્તા એક નાની પરંતુ ઊંડા અર્થ ધરાવતી છે, જે વાસ્તવિકતાને અને બાળપણની ખૂણાની મીઠાસને ઉજાગર કરે છે. જડીબુટ્ટી by Tarulata Mehta in Gujarati Short Stories 19 601 Downloads 2.8k Views Writen by Tarulata Mehta Category Short Stories Read Full Story Download on Mobile Description જડીબુટ્ટી આકાશ -- આ ...કા..શ ..આ.....શ .. પડઘા અવકાશમાં વાદળોની કોરે દડૂક દડૂક દેડકાની જેમ કૂદતા ભમ દઈ ખીણમાં ભુસ્કો મારી અલોપ થઈ જાય છે. આકાશ ચારેબાજુ એના ગોઠિયાને શોધે છે. એ અડપલો જેકોબ જ બૂમો પાડી સંતાઈ જાય ! પડોશમાં રહેતો જેકોબ એનો બડી .સ્કૂલેથી આવી બન્ને ફ્રેન્ડસ જેકોબના યાર્ડમાં રમવા ઉપડી જાય. પણ આજે ને ગઈકાલે કે ઘણા દિવસોથી હવે જેકોબ તેને બોલાવતો નથી. ક્યાંથી બોલાવે નીચેથી જેકોબની બૂમો આવે તેજ ઘડીએ મમ્મીનો સાદ સાંભળી તેને રૂમમાં દોડી જવું પડે ! શાંત રસ્તા પર નજર દોડાવી નિરાશ થયેલો આકાશ બાલ્કનીમાંથી જબરદસ્ત મોટાં,વાદળાને અડતાં ઊંચાં વુક્ષોને જોયા કરે છે. એની નજર સૌ પહેલાં જમીન પર સસલાંની જેમ ફૂ દકા મારતી ઝાડનાં થડમાં સંતાકુકડી કરતી દોડે છે,અને પછી જાણે ચારપગે હરણાંની જેમ ઠેકડા મારતી પર્વતોના ઢોળાવે લીલું ઘાસ ચરવા લાગે છે, ઘડીકમાં ઝાડના થડે વાંદરાની જેમ ચઢી ડાળીઓમાં હુપાહુપ કરવા લાગી.એ પોતે જંગલબુકનો છોકરો થઈ ગયો.એ એક ઝાડ પરથી બીજા ઝાડ પર કોઈ અજાણ્યા પ્રદેશે ઉડવા લાગ્યો.દિવસ છુ થઈ ગયો,રાતના તારોઓએ એને અવકાશમાં માર્ગ કરી આપ્યો ત્યાં એના એક પગમાં ભીનું લીસું કૈક અડ્યું,આકાશનો બીજો પગ દૂ...ર અજાણ્યા દેશે પહોચી ગયો હતો. નાનકડું કાળુંધોળું એનુ વહાલું ડોગી મોલી એના પગને ચાટતું હતું, એને આકાશ,આશુ,બેટા ....કહી એની મમ્મી બોલાવી રહી છે,મમ્મીનો અવાજ જાણે ઊંડી ખીણમાંથી આવતો હોય તેટલો ધીમો હતો, ક્યારની બોલવું છુ બેટા એની મમ્મી હાડપિજર હોય તેમ એના બેડ પાસે વોકર લઈ ઊભી હતી. આકાશ બાલ્કનીમાંથી દોડીને મમ્મીની પાછળ ઉભો રહી, ટેકો આપવા લાગ્યો. More Likes This એક કપ કૉફી - 2 by Piyusha Gondaliya અંતરના દર્પણથી - ભાગ 1 by Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 by S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ by Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 by Dhamak પાંચ પૈસા - ભાગ 1 by Dhamak અવળી by Dhamak More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories