Software Engineer ni safar - 7 books and stories free download online pdf in Gujarati

સોફ્ટવેર એન્જિનિઅર ની સફર - 7

સોફ્ટવેર એન્જિનિઅર ની સફર

(ભાગ-૭)

છેલ્લો ભાગ

શાહિદ રૂમ એ પહોંચી ને પણ હજી એ એનર્જી ને મહેસુસ કરી રહ્યો હતો. આજે સોની પણ થોડી સરમાઈ ગઈ હતી એટલે એને મેસેજ ન કર્યો. શાહિદ એ સામેથી મેસેજ કરી ને વાત કરવાની કોશિસ કરી. સોની "હા.. હમમમ... ઠીક.... ના... નથી..." એમજ ટૂંકાણ માં જવાબો આપવા લાગી.

ધીરેધીરે દિવસો વીતતા ગયા. સોની નો બર્થ ડે નજીક હતો. શાહિદ એના બર્થ ડે ને કંઈક સ્પેસિઅલ બનાવ વિચાર કરતો હતો. પણ શાહિદ ને અમુક કારણોસર સમય ન મળ્યો. સોની ના બર્થ ડે પર રાત્રે ૧૨:૦૦ કલાકે શાહિદ એ ફોન કર્યો. પણ સોની એ ફોન કટ કર્યો. શાહિદ એ વોટ્સઅપ માં એને વિશે કર્યું. સવાર થતા શાહિદ સોની ના ફોન ની રાહ જોવા લાગ્યો પણ સોની આજે એને પોણા ન કર્યો ને સીધી ઓફીસ એ ચાલી ગઈ. શાહિદ ના પૂછવા પર એને કહ્યું કે એ ને યાદ ન રહ્યું. શાહિદ ખુબ દુઃખી થયો કે એના જન્મદિવસ પર પણ એ એને સવારે મળી ન સક્યો કે રાત્રે વાત પણ ન કરી સક્યો.

દિવસ દરમિયાન ઓફીસ માં જ એને સોની ને વિશ કર્યું. પણ એ એક ફોર્માલિટી જેવું લાગ્યું. એમાં જે અંગત લાગમી હતી એ ન વર્તાઈ. પોતાની ટીમ સાથે શાહિદ સોની માટે કેક લેવા પહોંચ્યો. ઓફીસ માં એક રિવાજ હતો કે જન્મદિવસે ટીમમેટ કેક લાવે. શાહિદ ને મન તો ઘણું થતું કે સોની માટે એની ફેવરિટ મોન્જિનિસ ની કેક લાવે પણ ટીમ એ ડેનગીડમ્બસ માંથી લેવાનો વિચાર કર્યો. સાંજ પડી ઓફીસ ના ટેરેસ પર બધા ટીમમેટ ગોઠવાયા. કેક પર કેન્ડલ લગાવી ને રાખી. સોની આવી એના ચહેરા પર ખુશી દેખાઈ રહી હતી. હળવે થી એને કેન્ડલ ફૂંક મારી ને ઓળવી. બધા તાળીઓ ના ગલગાળાટ સાથે હેપી બર્થ ડે સોન્ગ સાથે વિશ કર્યું. કેક ખાઈ ને બધા છુટા પડ્યા ને પોતાના ઘર તરફ જવા રવાના થયા.

શાહિદ અને સોની પણ બસ માં બેસી રવાના થયા. શાહિદ સોની થી આજે નારાજ લાગતો હતો. સોની એ કહ્યું એ સાચે ભૂલી ગઈ પણ શાહિદ માનવા તૈયાર ન હતો. આજે એ વાત કર્યા વગર જ ક્રોસિંગ પર ઉતરી ગયો. સોની પણ ચિંતા માં આવી ગઈ એ શાહિદ ના બસ સ્ટેન્ડ પર ઉતરી ગઈ. શાહિદ એ એને જોઈ. મનમાં એ ખુશ થયો કે એ રોકાઈ તો ખરી. સોની નજીક આવી પણ શાહિદ એ એવું જ વર્તન કર્યું કે એ નારાજ છે. સોની બોલી

"હવે તો કંઈક બોલ શું થયું.."

"મારે વાત નથી કરવી તું જતી રે.. બીજી બસ હમણાં આવશે.."

"ના હું નઈ જાઉં. અને તે મને ગિફ્ટ પણ નથી આપી આજે..."

"મારી પાસે કોઈ ગિફ્ટ નથી તું જતી રે..."

આમ જ સંવાદો ચાલ્યા ને અંતે શાહિદ ના ફેસ પર સ્માઈલ આવી ગઈ. સોની સમજી ગઈ કે એ નાટક કરે છે. એટલે એ બોલી

"ઓકે તો હું જાઉં છું..."

શાહિદ એ એટલું સાંભળતા જ એનો હાથ પકડ્યો અને એને ત્યાં જ રોકી. સોની પણ એની સામે જોઈ હસવા લાગી. શાહિદ એ એને સાથે ડિનર કરવા કહ્યું પણ સોની ના ઘરે એના પિતરાઈ ભાઈ-બહેનો એ કંઈક સરપ્રાઈઝ પ્લાન કર્યું છે એવું જણાવ્યું ને વારંવાર એમના ફોન પણ આવતા હતા. પછી શાહિદ એ એને કહ્યું કે આજે એ એને મુકવા આવશે જેથી એની સાથે સમય પસાર કરી શકે. સોની એ હા પાડી અને બંને ત્યાં થી રવાના થયા. રસ્તા માં એક આઈસ્ક્રીમ ની શોપ પર શાહિદ એ ગાડી રોકી. સોની પૂછવા લાગી કે એને કેમ રોકી પણ શાહિદ એ એને કહ્યું ડીનર ના કરે તો કઈ નહિ પણ આઈસ્ક્રીમ તો ખાવું જ પડશે.

શાહિદ અને સોની એ શોપ માં બેસી મિક્સ ફ્રુટ વાળું આઈસ્ક્રીમ ખાધું. અને બહુ બાહી વાતો કરી.

ત્યાંથી પછી શાહિદ એને મૂકી ને ઘરે આવ્યો. શાહિદ ને મનમાં અફસોસ હતો કે એ સોની ના બર્થ ડે પર કઈ ખાસ ન કરી સક્યો. પણ આવતા બર્થ ડે પર એ કોઈક સરપ્રાઈઝ પ્લાન જરૂર કરશે.

થોડા દિવસો આમ જ પસાર થયા. એક પ્રોજેક્ટ ના કારણે કંપની એ શાહિદ ને ઓનસાઇટ મોકલવાનું નક્કી કર્યું. એ દિવસે શાહિદ ને ઓફીસ લેટ સુધી રોકાવું પડ્યું. સોની ને મળી પણ ન સક્યો. શાહિદ ને ઓનસાઇટ જવાનું હોવાથી હવે રોજ મળતા એ પણ બંધ થવાનું હતું. અંદર થી શાહિદ દુઃખી હતો કે હવે તો સોની એને જોવા પણ નહિ મળે.

શાહિદ અલગ રૂટ માં અને સોની પણ અલગ રૂટ માં ઓફીસ જવા લાગ્યા. શાહિદ સોની ને જોઈ ન સકતો. બસ ફોન માં વાત થતી. થોડા દિવસો પછી શાહિદ એ વિચાર્યું કે એ સાંજે સોની ની ઓફીસ નજીક ના બસ સ્ટેન્ડ એ રાહ જોશે અને સાથે જશે. શાહિદ પોતાના લોકેસન થી ત્યાં આવતો અને એકાદ કલાક રાહ જોતો અને બંને જાણ સાથે જતા. અચાનક શાહિદ ની તબિયત ખરાબ થઇ ને એને ઓપેન્ડીક્સ નું ઓપરેશન કરાવવું પડ્યું.

હવે તો શાહિદ એના થી રેહવા પણ દૂર જતો રહ્યો. ઓપરેશન ના કારણે એ PG માં રહી સકે એમ ન હતો. સમય વીતતો ગયો. સોની ને શાહિદ ની ખુબ યાદ આવવા લાગી. એ શાહિદ ને જીદ કરવા લાગી કે એનું કામ પતાવી એ સોની ને મળવા અને મુકવા આવે.

શાહિદ ના ઓપરેશન ને બહુ સમય ન થયો હતો પણ સોની ની જીદ ના કારણે એ એને મળવા અને ઘર સુધી મુકવા ઘણીવાર જતો. શાહિદ ને તાજા ઓપરેશન ના કારણે પેટમાં પીળા અનુભવાતી પણ એ સોની માટે ના ન કહેતો.

એ પ્રોજેક્ટ પતાવી ને શાહિદ ફરીવાર ઓફીસ એ આવી ગયો. સોની એ જાણી ને ખુશ થઇ પણ શાહિદ હવે PG છોડી ને એના મમ્મી પપ્પા સાથે ઘરે રેહવા લાગ્યો. બંને ના ઘર અલગ હતા એટલે ઓફીસ જવા માટે અલગ રસ્તાઓ પર થી જ આવવું પડતું. સોની શાહિદ ને કેહવા લાગી

"શાહિદ હવે આપણાં એ દિવસો ક્યારેય પાછા નઈ આવે?.."

"હા સોની આપણે મળીએ તો છીયે પણ એ દિવસો તો પાછા નઈ જ આવે.."

સોની થોડી ઉદાસ થઇ અને બંને હવે ખુબ ઓછું મળતા પણ એ મળવા ની કમી ને પુરી કરવા ફોન. પર વાતો કરી લેતા. એક દિવસ ફોન પર વાતો કરતા કરતા સોની ભાવુક બની..

"શાહિદ તું મારી આટલી નજીક છે. હું જાણું છું કે તારી સગાઇ થઇ છે, અને ટૂંક સમય માં તું લગ્ન કરી લઈશ.. પણ તું હંમેશા મારા સંપર્ક માં તો રહીશ ને..."

"હા સોની હું જાણું છું કે અઘરું હશે એ સમય જયારે મારા લગ્ન થઇ જશે. આપણું મળવું મુશ્કેલ હશે પણ હું હંમેશા સંપર્ક માં રહીશ અને હું ન આવી સકુ તો કોઈ બીજા ની મદદ થી પણ તારું કામ કરાવી આપીશ.."

"હું જાણું છું શાહિદ કે તું બીજા નો થવાનો છે. પણ તું હંમેશા મારા મનમાં રહીશ અને આપણે હંમેશા સારો મિત્રો બનીને જીવીશું..."

"હા સોની હું પુરી કોશિશ કરીશ.."

લગભગ એકાદ મહિના પછી ફરીવાર કંપની એ શાહિદ ને US મોકલવાનો પ્લાન કર્યો. શાહિદ ના લગ્ન નજીક હતા પણ શાહિદ ને ખબર હતી કે આ પ્રોજેક્ટ માટે બીજું કઈ જય સકે એમ નથી. શાહિદ એ જાવા માટે હા પાડી. સોની થોડી ખુશ હતી કે શાહિદ ને સારી તક મળી રહી છે. અને દુઃખી પણ કે એના લગ્ન ને ત્રણ મહિના બાકી છે અને એમાં પણ શાહિદ બે મહિના US જશે અને પછી આવી ને લગ્ન ની તૈયારી માં વ્યસ્ત. એની પાસે લગ્ન પેહલા ના સમય ને એ સોની સાથે પસાર નઈ કરી સકે.

શાહિદ નો વિઝા , ટિકિટ આવી ગયા. શાહિદ કામ માં એટલો વ્યસ્ત હતો કે એ સોની ને જતા પહેલા એકલા માં મળી સકે એમ પણ ન હતો. ઓફીસ થી એક કોલ આવ્યો કે ક્લાયન્ટ ના જરૂરી કાગળ સાથે લઇ જવાના છે. સોની એ દિવસે શનિવાર હતો પણ કામ વધારે હોવાથી ઓફીસ હતી. શાહિદ ને મોકો મળ્યો એને જતા પહેલા જોવાનો. શાહિદ ઓફીસ થી જરૂરી કાગળ લઇ ને Java ના ડેવલપમેન્ટ સેન્ટર એ પહોંચ્યો ત્યાં સોની સાથે બીજા એમ્પલોયી પણ હતા એટલે એને ફોર્મલ જ વાત કરી. પણ એ ખુશ હતો કે જતા પહેલા એ સોની ને જોઈ સક્યો.

શાહિદ નો જવાનો દિવસ આવ્યો. સોની સાથે ફોનપર વાત કરી કે એ રાત્રે નીકળશે અને બે મહિના પછી આવશે. સોની થોડી ઉદાસ લાગી રહી હતી. શાહિદ રાત્રે એરપોર્ટ પહોંચ્યો. બોર્ડિંગ પાસ લઇ એમિગ્રેશન કરાવી ને પોતાની ફ્લાઇટ ની રાહ જોઈ રહ્યો હતો. રાત ના ૩ વાગ્યા હતા. સોની પણ સુઈ ગઈ હશે એમ જાણી એને કોલ ન કર્યો. તે ફ્લાઇટ માં બેસી અબુ ધાબી અને ત્યાંથી કનેક્ટિંગ ફ્લાઇટ માં US પહોંચ્યો.

US પહોંચી ક્લાયન્ટ એ બુક કરેલ હોટેલ માં રોકાયો. લાંબી મુસાફરી થી થાકેલા શાહિદ એ ઘરે ફોન કરી ને ફ્રેશ થઇ ને સુઈ ગયો. ટાઈમ ઝોન ચેન્જ હોવાથી શાહિદ અને સોની અલગ સમય એ વાત કરતા. સાંજ ના ૮:૦૦ કલાકે સોની સાથે વાત થતી. શાહિદ ને સવારે ત્યાં એ સમયે ૯:૩૦ વાગતા.

બંને ક્યારેક Skype તો ક્યારેક વોટ્સઅપ કોલ કરતા. શાહિદ ત્યાંની જગ્યાઓ , કામ વિશે સોની ને જનવતો અને ક્યારેક બંને સાથે વિતાવેલા સમય ને યાદ કરી લેતા. ક્યારેક સોની શાહિદ હવે પહેલા ની જેમ નહિ મળી સકે કે વાત કરી સકે એવી ચિંતા વ્યક્ત કરી દેતી. આમ જ બે મહિના પસાર થઇ ગયા. શાહિદ US થી રીટર્ન આવ્યો. એ સોની માટે એક નાનકડી ગિફ્ટ લાવ્યો હતો.

સોની ને આવી ને મળ્યો. બંને એ આખો દિવસ સાથે જ પસાર કર્યો અને શાહિદ એ પેન્ડલ ચેન જે એ સોની માટે લાવ્યો હતો એ એને આપ્યું. સોની ને એ ખુબ જ ગમ્યું. પછી થોડા જ દિવસ માં શાહિદ કંપની માંથી લિવ લઈને લગ્ન માટે રજા પર ઉતાર્યો. સોની ને એ દરેક વાત જણાવતો પણ હવે મળવાનો કોઈ મોકો ન મળતો. એ દિવસો દરમિયાન શાહિદ સોની સાથે એક બે વાર શોપિંગ કરવા ગયો જેથી એ એને મળી સકે.

લગ્ન ના એક અઠવાડિયા પહેલા શાહિદ ને થયું કે એ સોની સાથે થોડી અનમોલ પળ માણી લે એટલે એ સોની ને ડીનર માટે કહ્યું. સોની એ પેહલા તો ના પાડી કે તારે ખુબ કામ હશે પણ શાહિદ ની જીદ માટે એ માની ગઈ.

શાહિદ સોની ને લઇ ને એ દિવસે કેન્ડલ લાઈટ ડીનર વળી જગ્યા એ પહોંચ્યો. સોની આ સરપ્રાઈઝ મેળવી ખુબ ખુશ થઇ. ડીનર કરતા કરતા પોતે સાથે વિતાવેલા એ બે વર્ષ ને વાગોળ્યા. બંને ની આંખો ભીની થઇ ગઈ હતી.

"શાહિદ જો હવે હું તારી હંમેશા મિત્ર બની ને રહીશ. તારે તારી પત્ની ને જ વધુ સમય આપવાનો. એને ક્યારેય પ્રોબ્લેમ થાય તો તું વાત ન કરતો. પણ તું ખુશ રહીશ એમાં જ મારી ખુશી છે..."

"હા સોની હું જેમ તું કઇશ એમ જ કરીશ પણ તને જયારે પણ મારી જરૂર પડે તું મને હંમેશા જણાવજે.."

બને એક બીજા સાથે મન ભરી ને વાતો કરી ત્યાં થી સોની ના ઘરે પહોંચ્યા. સોની ને મૂકી શાહિદ થોડો ભાવુક બન્યો અને ત્યાં થી સોની સામે રડી ન સકે એટલે ઝડપ થી નીકળી ગયો. રસ્તા માં એની આંખ માંથી અશ્રુધારા વહેવા લાગી. એ પોતાને જાતે જ શાંત કરી ને પછી ઘરે ગયો.

શાહિદ ના લગ્ન નો દિવસ આવ્યો. સોની પોતાના રૂમ પર હતી. કહું ઉદાસ અને શાહિદ સાથે વિતાવેલી યાદો ને યાદ કરી ખુબ રડી. પણ સોની જાણતી જ હતી કે શાહિદ પહેલે થી જ બીજા નો હતો. એને પોતાની જાત ને જેમ તેમ કરી ને મનાવી. જાતે જ શાંત થઇ.

ખુબ હિંમત કરી ને એ શાહિદ ના લગ્ન માં પહોંચી , શાહિદ ને લગ્ન ના વસ્ત્રો માં જોઈ એ ખુશ હતી અને અંદર થી થોડી દુઃખી પણ કે એને શાહિદ જીવન માં હમસફર તરીકે ન મળ્યો. શાહિદ ને એ સ્ટેજ પર અભિનંદન આપવા પોતાની ટીમ સાથે પહોંચી. શાહિદ પણ સોની નો ચહેરો જ જોઈ રહ્યો. પણ એની પાસે શબ્દો ન હતા.

દિવસો પસાર થયા લગ્ન બાદ શાહિદ પણ ઓફીસ આવવા લાગ્યો. સોની સાથે ક્યારેક મુલાકાત થઇ જતી ને બંને નોર્મલ વાતો કરી લેતા. પણ હવે શાહિદ અને સોની સમજી ગયા હતા કે બંને સારા મિત્રો રહે એમાં જ બંને ની ભલાઈ છે. શાહિદ ને સોની ની ચિંતા થતી પણ સોની કહેતી હવે હું નોર્મલ છું તું હવે મારી ચિંતા કરવાનું રેહવા દે અને જીવન માં આગળ વધ.

શાહિદ એ આ દિવસો દરમિયાન પોતાની અને સોની ની વાતો એની પત્ની ને જણાવી. પેહલા તો એ થોડી ગુસ્સે થઇ પણ પછી શાહિદ એ એના પર મુકેલા વિશ્વાસ ને એ સમજી ગઈ અને એને શાહિદ ને કહ્યું કે સોની ને તમારી જરૂર પડે ત્યારે જજો એને કઈ જ વાંધો નથી. અને એ પણ બંને ની સાથે આવશે જો વાંધો ન હોય. શાહિદ આ જાણી ને ખુશ થયો ને એની પત્ની નું માન એના મનમાં વધી ગયું.

સોની ને પણ એક સિંગાપુર રેહતા છોકરો મળી ગયો. એના પણ લગ્ન નક્કી થઇ ગયા. સોની ના લગ્ન ની શોપિંગ કરવા શાહિદ અને એની પત્ની ક્યારેક સાથે જતા. સોની પણ ખુશ હતી કે શાહિદ ને સમજદાર પત્ની મળી.

સોની લગ્ન કરી ને સિંગાપુર શિફ્ટ થઇ ગઈ. હવે ક્યારેક સોની શાહિદ અને તેની પત્ની સાથે ફોન પર વાત કરી લેતા. સોની એ પણ સમય જતા એના પતિ ને એના મિત્ર શાહિદ વિશે જણાવ્યું. સોની નો પતિ પણ સમજદાર અને બ્રોડમાંઈન્ડેડ

હતો એટલે એને સોની ની વાત સારી રીતે સમજી.

સોની એના પતિ અને શાહિદ અને એની પત્ની હવે સારા મિત્રો બની ગયા. શાહિદ ની ઘરે એક દીકરી નો જન્મ થયો અને જાણે એ દીકરી માં એને એક સોની જેવી જ એંજલ દેખાઈ. એક - બે વર્ષ માં સોની ઇન્ડિયા આવે તો શાહિદ એની પત્ની અને એની નાની દીકરી ને મળી લે છે. અને ક્યારેક શાહિદ પણ એની પત્ની અને દીકરી સાથે સોની ને મળવા સિંગાપુર જય આવે છે...

અસ્તુ...

***

સાર:

જીવન માં મિત્રતા થી મોટો કોઈ સંબંધ નથી. જીવન માં તમે કોઈ ને ચાહો એનો મતલબ એ નહિ કે એ તમને જીવનસાથી તરીકે મલે જ. તમે જે વ્યક્તિ ને જીવન માં મહત્વ આપ્યું એના સંપર્ક માં રેહવું જ મોટી વાત હોય છે. આજ ના યુવાધન પ્રેમ ને પામવું એટલે એ વ્યક્તિ સાથે લગ્ન કરવા એમ જ માને છે. પણ શાહિદ અને સોની ના આ પાત્રો દ્વારા અહીં પ્રેમ ને કેવી રીતે એક ગાઢ મૈત્રી માં પરિવર્તિત કરવું એ દર્શાવ્યું.

આભાર:

આપ સૌ વાચક મિત્રો અને પ્રતિલિપિ નો હું ખુબ આભારી છું કે મને અહીં મારી વાત રજુ કરવાનો મોકો મળ્યો. હું મારા વિચારો આપ સમક્ષ રજુ કરી સક્યો. અને દરેક વાચક મિત્રો એ ખુબ જ સારો પ્રતિસાદ આપ્યો એ માટે હું આપ સૌ નો ખુબ જ આભારી છું.

આપના મંતવ્યો મને મારા મેલ

iajuneja@gmail.com

દ્વારા મોકલી આપશો એવી લાગણી ની ભીનાશ. નવી સ્ટોરી લખવા તમારા ધ્યાન માં કોઈ વિષય હોય તો પણ આપ મને જણાવી શકો.

ફરી એકવાર ખુબ ખૂબ આભાર....

આપનો પ્રિય,

ઈરફાન જુણેજા