Hum tumhare hain sanam - 25 books and stories free download online pdf in Gujarati

હમ તુમ્હારે હૈ સનમ - 25

હમ તુમ્હારે હૈ સનમ

(ભાગ-૨૫)

"અરમાન તમને ખબર છે ? અકબર સાથે તમારો સંબંધ શું છે?"

"હા , અક્રમ કહેતો હતો કે એ મારા અબ્બુના કાકા થતા હતા..."

એટલામાં જ જોરથી દરવાજો ખુલે છે. આયતના અમ્મી આવે છે. આયત ને આવતા જ જોરથી થપ્પડ મારે છે. અરમાન ઉભા ઉભા ગુસ્સે થાય છે. આયતના અમ્મી એને લઈને નીચે જાય છે ને બેડ પર પટકી દે છે.

"કમીની... મારી વાત કરી ને તું એને શું ઉશ્કેરતી હતી હે?"

"અમ્મી હું એને ઉશ્કેરતી ન હતી.. હું તો એને કહેતી હતી કે મારી અમ્મી નો કોઈ વાંક નથી..."

"તારી હિંમત કેમની થઇ મારી ને અકબરની વાત એની સામે કરવાની?"

"અમ્મી હું તો એને એ કહેતી હતી કે એના પિતા કોણ છે ...."

"કમીની તું નહીં સુધરે, તારા લગ્ન એની સાથે નઈ થાય..."

"અમ્મી હું ક્યાં કહું છું લગ્ન કરો... હું તો એને એ જ સમજાવતી હતી કે હવે આ લગ્ન શક્ય નથી... અમ્મી થોડી વાત બાકી છે કાલે એ જતો રહેશે ... કરી આવું?"

"હજી તારે શું કહેવાનું બાકી છે?"

"એ જ અમ્મી કે એ જેને અબ્બુ માને છે એ એના અબ્બુ નથી. અને આબિદ અલી ને મારી માં એ ખુબ પ્રેમ કર્યો છે. હવે એ પ્રેમ એ એક વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે..."

આટલું સાંભળી ને રુખશાના ફરીવાર એને થપ્પડ મારે છે.

"ના મારો અમ્મી હું સહેલી છું તમારી..."

"સહેલીવાળી... મારુ સૌથી મોટી દુશ્મન છે તું..."

"અમ્મી એ કાલે જતો રહેશે અને પછી વર્ષ બે વર્ષ સુધી નહીં આવે.. વાત અધૂરી છે. જો પુરી નઈ કરું તો ઘરે જઈને ખુબ તડપશે... તમને એ જોઈને ખુશી મળશે હેને અમ્મી..."

"આ બે વર્ષવાળો પ્લાન કોને ઘડ્યો?"

"સારા એ અમ્મી... એના કોઈ બાબા છે , એ કેહ છે કે જો મારા ને અરમાન ના લગ્ન થશે તો મારા અબ્બુ નહીં બચે... અને હું મારા અબ્બુ ને તો ન મારુ ને અરમાન માટે અમ્મી... કાલે જશે ને તો કહી ને મોકલીસ કે બે વર્ષ ન આવે... મારી કસમ આપીશ એટલે આવવાનો વિચાર આવશે તો પણ રોકાઈ જશે... એ નહીં આવે તો માસા આવશે... તમને હાથ જોડશે પગ પકડશે અને મનવવાની કોશિસ કરશે ... એ બહાને તમારી મુલાકાત પણ થઇ જશે..."

આયતના અમ્મી વધુ ક્રૂર થઇ ને મારવા જાય છે.

"ના મારો અમ્મી કહ્યું હતું ને સહેલી છું તમારી એ પણ પાક્કી, તમારા પ્રેમનું ધ્યાન રાખીશ... તમે જે અનુભવો છો, આબિદ માસા ને યાદ કરીને બેચેની અનુભવો છો બધું જ સમજુ છું હું અમ્મી.. હવે હું વાત પુરી કરી આવું..."

અરમાન નીચે એના નાની પાસે બેઠો હોય છે. નાની અચાનક જાગે છે.

"અરમાન તું અહીં આટલી રાત્રે?"

"નાનીમાં એક વાત પૂછું સાચો જવાબ આપશો? મારી કસમ છે તમને..."

"હા પૂછ બેટા..."

"માસીની અબ્બુ સાથે સગાઇ હતી તો પછી અમ્મી એ કેમ લગ્ન કરી લીધા..."

"એ જ તો એક ભૂલ થઇ તારી અમ્મી થી બેટા એ હમેશા એને યાદ કરી ને પછતાવો કરે છે... પણ આ સવાલ તું અત્યારે કેમ કરે છે..."

"નાની મારો ને આયત નો પ્રેમ આ ભૂલનો શિકાર બની ગયો છે. કોઈ માટે એ ચોવીસ વર્ષ વીતી ગયા અને કોઈ પર એ ચોવીસ વર્ષ ગુજરી ગયા... નાની મારા અમ્મીના પહેલા પતિ એ અમ્મી ને તલાક કેમ આપી હતી?"

"એ ના પૂછ બેટા એ કારણ તું સાંભળી નહીં શકે..."

"નાની પાંત્રીસ વર્ષ નો વ્યક્તિ જયારે પંદર વર્ષ ની છોકરી ને ભોળવી ને પોતાના વશમાં કરી લે એ મને સમજાતું નથી કે છોકરી નો વાંક... વાંક એ વ્યક્તિનો જ છે જે શાદીસુદા હોવા છતાં આવી હરકત કરે... માસી શું કામ ને કરાવે હવે તો અમારા લગ્ન.... એમનો વાંક નથી એની સજા એમને મળી છે..."

આટલું સાંભળતા જ નાની સ્તબ્ધ બને છે. અરમાન પણ આયત પાછળ ઉપર જાય છે. આયત એને આવતા જોઈ હશે છે.

"તમે અંતરાસ નો ટુચકો શીખી લીધો એમને..."

"મને આયત અધૂરી વાત પુરી કર..."

"બેસો સામે પહેલા આ વાત તો કરી લઉં.. પછી પુરી વાત કહીશ..."

"તમને શું લાગે છે અરમાન મારી સામે કોઈ છોકરાને અંતરાસ જાય તો હું શું કરું? ગળે વળગી જાઉં એની ? "

"આયત મેં તો તારા કહેવાથી જ એ કર્યું હતું..."

"અરમાન એ તો મેં તમારી ઈજ્જત રાખવા કહ્યું હતું. બાકી મને અંતરાસ જાય ને મને કોઈ મારો કઝીન પણ ગળે વળગે આ રીતે તો હું એનું ગળું કાપી નાખું..."

અરમાન આ સાંભળી ને પોતે ભૂલ કરી એવું અનુભવે છે.

"અરમાન આમાં તમારો વાંક નથી. તમે બહુ સારા છો, મને ક્યારેય ટચ પણ નથી કરી, જયારે પણ સાથે હોવ છો એક દુરી બનાવી ને બેસો છો પણ જેનું લોહી તમારામાં છે એની થોડી અસર તો આવવાની ને ..."

"તું....."

"ના ના અરમાન પેહલા સાંભળી લો પછી જવાબ આપજો... જયારે કોઈ વ્યક્તિના તલાક થાય ને એ પછી જે પણ બાળક જન્મે એ નવા પતિનું ગણાય પણ એમાં લોહી તો જુનાનું જ હોવાનું ... તમારા અમ્મીના તલાક થયા એના પંદર દિવસ પછી તમારા અમ્મી એ ચોથા દીકરા ને જન્મ આપ્યો હતો. ખબર છે એનું નામ શું હતું?"

"ના આ વાત તો ક્યારેય સાંભળી જ નથી..."

"અરમાન .... એ બાળક નું નામ અરમાન હતું.. જે મારી સામે બેઠો છે... એટલે જ કહેતી હતી કે અકબર ને હું કઈ કહું તો ચાલે પણ તમે કહેશો તો પાપ લાગે..."

અરમાન ના હોશ ઉડી ગયા એ જેને અબ્બુ સમજતો હતો એ એના અબ્બુ હતા જ નહીં. અરમાન સવાર થતા જ રાજકોટ પાછો આવી જાય છે. અરમાનની બેન ઝોયા દરવાજો ખોલે છે. અરમાન કોઈ સાથે વાત કર્યા વગર જ પોતાના રૂમમાં જતો રહે છે. એના અમ્મી પાછળ પાછળ જાય છે.

"અમ્મી મને નીંદર આવી છે... તમે નીચે જાઓ..."

"બેટા જમવાનું...?"

"મને ભૂખ નથી અમ્મી..."

"બેટા આમ ઉદાસ કેમ છે કોઈ સાથે ઝગડો થયો છે?"

"ના અમ્મી..."

"તો માસી કઈ બોલ્યા છે?"

"ના અમ્મી... એમ સમજો કે જૂનાગઢ થી આવતા આવતા મારા ચહેરા ની ચમક ખોવાઈ ગઈ એટલે ઉદાસ દેખાઉં છું.."

આયત અને સારા અહીં મૌલવી સાબ પાસેથી ગસ્ત પર જઈને આવે છે.

"સારા અરમાન આજે ગયો... હવે બે વર્ષ સુધી નહીં આવે..."

"પણ કેમ?"

"મેં કસમ આપી ને મોકલ્યો છે. તને એનું સરનામું આપું?"

"મારે શું કરવું છે એનું સરનામું...?"

"એક ટુચકો છે. જયારે અંતરાસ જાય ને ગળે મળવાવાળું સાથે ન હોય તો એને ચિઠ્ઠી લખી દો, જો જવાબ આવે તો ક્યારેય અંતરાસ નહીં જાય..."

આ સાંભળી સારા સરમાઈ ને આગળ ચાલી ગઈ. આયત એને જોરથી કહ્યું

"મારી ડાયરીના પહેલા પાને છે એનું સરનામું... ચોરી કરી લેજે..."

સારા પોતાના ઘરે જઈને એક ચિઠ્ઠી લખે છે.

"""

પ્યારા અરમાન,

મેં તમને કસમ આપી હતી કે ના જતા પણ તમે ચાલ્યા ગયા મને એ ન ગમ્યું. હું તમને યાદ કરી ને કેટલી સરમાઉં છું.

હવે સમય કાઢી જલ્દી મને મળવા આવજો.

અબ્બુ ના બાબા એ કહ્યું છે કે તમારી પાસે સમય ઓછો છે તમારે બીજા લગ્ન જલ્દી કરવા પડશે. તમે તો હજી છોકરી પણ નથી શોધી. જો તમને વાંધો ન હોય તો હું છું ને તમારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી.

આ ચિઠ્ઠીનો જવાબ જરૂર આપજો

તમારી પ્રિય,

સારા...

"""

આયત અહીં પોતાના બધા લેટર ને અરમાન યાદો ને એક પીટારામાં બંધ કરી ને ચાવી ક્યાંક દૂર ફેંકી દે છે. જાણે એને બધું જ ગુમાવી દીધું હોય એમ ખુબ રડે છે.

અક્રમ રાજકોટ પહોંચે છે.

"આવી ગયો અક્રમ... કેમ છે સુલેમાન ને?"

"સારું છે. હાથમાં થોડી હલન ચલન છે બાકી પગ તો હજી કામ નથી કરતા.. ઘરે મૂકી ને આવ્યો આજે..."

"આયત કેવી છે?"

"સારી છે... અરમાન ક્યાં છે?"

"ઉપર છે. ત્રણ દિવસથી સતત ભણવામાં લાગ્યો છે. "

"આયત પણ ત્રણ દિવસ થી ભણી રહી છે.... "

"આવો બદલાવ અચાનક આવ્યો કેવી રીતે...?"

"સારું છે ને માસી... લગ્ન તો હવે થશે નહીં તો ભણવામાં મન લગાવે એ સારી વાત છે..."

"કેમ નહીં થાય.. હું રુખશાના નો કાન ખેંચી ને મનાવીશ..."

"એ નહીં કરી શકો તમે માસી... એ તમને દુશ્મન સમજે છે..."

અક્રમ અરમાન પાસે આવે છે. અરમાન બુક્સ લઈને બેઠો હોય છે.

"લે આ તારી ચિઠ્ઠી આવી છે..."

"આ મારી નથી..."

"પણ નામ તો તારું લખ્યું છે..."

"હા નામ તો લખ્યું છે પણ આ આયત ના અક્ષર નથી... કોઈ બીજા એ જ મોકલી છે..."

"તો પેલા ટપાલી એ મારી પાસે પચાસ રૂપિયા કેમ લીધા?"

"એને લાગ્યું હશે કે આ મારો લેટર હશે.. જોવાથી એવો જ દેખાય છે અને સુગંધ પણ આવે છે..."

"તો આ કોને મોકલ્યો છે..."

"તું બેસ અક્રમ એને અહીં મૂકી દે.."

"હા બોલ બેઠો હવે તો કહે..."

"મને એ કે કોઈ ને અંતરાસ જાય એટલે કે પાણી કે કઈ ખાતા - પિતા શ્વાસ રૂંધાઇ જાય તો તું શું કરે?"

"એની તો કોઈ દવા નથી..."

"કોઈ ટુચકો?"

"હાથ ની મુઠ્ઠીવાળી ને પીઠમાં જોરથી મારવાની..."

"બીજો કોઈ?"

"ના બીજું તો કઈ નથી..."

"ગળે વળગી જવાય એવો કોઈ ટુચકો છે?"

"ના એવો તો કોઈ નથી..."

"મારે એને એ જ સમય એ થપ્પડ મારી દેવી જોઈતી તી..."

"કોને ? તું સીધી સીધી વાત કર..."

"મને વાત કરતા પણ પોતાની જાત પર ગુસ્સો આવે છે. એમ થાય છે કે ઢાંકળીમાં પાણી લઈને ડૂબી મરું..."

"થયું છે શું એ તો કે..."

"આ ચિઠ્ઠી ખોલ અને વાંચ..."

અક્રમ ચિઠ્ઠી વાંચે છે. વાંચી ને અરમાન ને કહે છે.

" તે મને આ વાત તો જણાવી જ નહીં...."

"આવી ખરાબ વાત હું કેવી રીતે કહું તને..."

"પણ સારા તો આયતની સારી ફ્રેન્ડ છે.. એની સગી બેન જેવી છે..."

"અક્રમ જે માની કોખે જન્મ લે એ જ સગી બાકી કોઈ સગી ન હોય..."

"આ ચિઠ્ઠીનું શું કરવું છે..?"

"સંભાળીને રાખીશ... આ ચિઠ્ઠી જોઇશ તો મને મારી ભૂલનો એહસાસ થશે..."

સાંજે અરમાન કપ્તાન સાથે ચા ની કેટલી એ બેઠો હોય છે. અરમાન કપ્તાન પાસેથી સિગરેટ લઈને પીવે છે.

"અરમાન આજે સિગરેટ.. કેમ?"

"કઈ નઈ બસ ઈચ્છા થઇ..."

"શું વાત છે... તું ઉદાસ છે..."

"હવે આયત સાથે મારા લગ્ન નહીં થાય..."

"પણ કેમ? એને ના પાડી?"

"હા એ ને ના પાડી..."

"હું નથી માનતો અરમાન..."

"કપ્તાન મારા અબ્બુની એના અમ્મી પર ઉધારી છે..."

"હા તો ચૂકવી દઈશું..."

"કપ્તાન એ પૈસા ની લેવળ દેવળ નથી.. ના એ ક્યારેય ચૂકવી શકાય એમ છે.. બસ એમ સમજ કે હું એ બોજના તળિયે દબાઈ ને મરી ગયો.."

આયત એના અબ્બુ પાસે ઘરે બેઠી છે. એના અબ્બુ કે છે કે તું અહીં થી ચાલી જા. ઇસરામાં સમજાવવાની કોશિસ કરે છે. એ બોલી નથી શકતા.

"ના અબ્બુ હું તમને મૂકી ને ક્યાંય નહીં જાઉં... આખરે એ અકબરનો છોકરો તો આજે ચાલ્યો ગયો. અમ્મી તમારા માટે દુઆ કરે છે. જલ્દી સાજા થઇ જશો તમે... અને મેં સાંભળ્યું છે કે હવે તો એ ભણવામાં ખુબ ધ્યાન આપે છે. હોશિયાર તો એ હતો જ. હવે કંઇક બની ને બતાવશે..."

આયત આટલું કહી ને બહાર આવે છે. આયત ના અમ્મી હાથમાં મેકઅપ નો નાનો અરીસો લઈને મેકઅપ કરે છે. આયત એમને જોઈને આંખો માં દુઃખ અને ચહેરા પર સ્મિત દેખાળી ને ઉપર પોતાના રૂમમાં ચાલી જાય છે.

(ક્રમશ:...)