Mari addbhut safar - 2 books and stories free download online pdf in Gujarati

મારી અદ્ભૂત સફર 2



વાહ આઇસમાંથી બનાવેલા અદ્ભૂત નમૂનાઓ. જેમાં ઇગલ, બેર, અને પેગ્વીન..ને બીજા પણ ઘણા બધા નમૂનાઓ.

બાદ છે ઝુન્ગફ્રોચ પેનેરોમાં જેમાં 360 ડીગ્રી મા ઉભી તમે  સ્ક્રીન પર hd. માં બધા દ્રશ્યો જોઈ શકો છો, ઝુન્ગફ્રોચ ના ગ્લેશિયર ના.

પછી છે લિન્ટ ની ચોકલેટ બનાવવાની રીતનું પ્રદર્શન ને મસ્ત મીઠી ચોકલેટ શોપ. ત્યાર બાદ એક ફોટો શોપ જ્યા ટ્રેડિશનલ કપડાં પહેરીને ફોટા પડાવી શકાય. સ્કી માટે ની સગવડતા, તમે બરફ મા ખુલે આમ રમી શકો.

એક દિવસ તો ઓછો પડી જાય એવું છે ઝૂંફ્રોચ. મજબૂરી માં અમારે પાછું ફરવું પડે એમ જ હતું તો ટ્રેન પકડી અમે પાછા નીચે તરફ પ્રયાણ કર્યું.

મેં અહીં મારા પર્સનલ અનુભવો બહુ નથી લખ્યા પણ આ તો લખવો જ છે. અહીં સમયપાલન કેવું હોય એ જોઈ લો ટ્રેન સમયસર ચાલુ થઈ ગઈ ને મારા પતિદેવ રહી ગયા પાછળ. જોકે વિશ્વાસ તો ગીતા મા પર હંમેશા જ રહ્યો છે પણ તોય ડર હોય કે ચિંતા, પણ થોડી મુંઝવણ તો થઈ ,  પણ મહત્વ દૂર ગયા પછી જ સમજાય એ પણ સાચું છે. એમનું ખોવાવું યાદગાર બની ગયું કારણ કે મળી ગયા ન મળયા હોય તો શું થતું એવું વિચારવું જ નથી. કારણ કે પોઝિટિવિટી તો ઠસોઠસ ભરેલી છે.

Ddlj ફિલ્મ નું શૂટિંગ અહીં થયું હતું. મારે માટે છેલો સીન ઉલટો બન્યો. હું બસ મા ઉભી હોઉં ને એ દોડીને આવે... but its different experience...I don't know it's good or bad.....

ત્યાર બાદ અમે એક પાર્ક મા ગયા જ્યા ddlj નું શૂટિંગ થયું હતું, એ પાર્ક મા યશ ચોપરાનું એક પૂતળું રાખવામાં આવ્યું છે. જે આપણા માટે ગર્વની વાત ગણાય ભારતીય ફિલ્મો મા પરદેશો માંથી વધુ સ્વિત્ઝર્લેન્ડની દ્રશ્યો આવતા હશે.


એ પાછળની ટ્રેન માં આવી ગયા ને અમે નીકળ્યા અમારા તત્કાલના આસિયાના તરફ.

સવારે સ્વિત્ઝર્લેન્ડ છોડીને ચાલ્યા કાવ્યાત્મક શહેર તરફ એટલે કે પેરિસની વાટ પકડી.

સ્વિત્ઝર્લેન્ડની વાત આવે ને કાળા નાણા ની વાત ન આવે એ કેમ ચાલે. સ્વીઝ બેન્ક માં આખી દુનિયાના નાણાં રખાય છે. અહીં kyc ની જરૂર નથી તમે કોઈ પણ પ્રકારની ઓળખ વગર પૈસા મૂકી શકો. દુનિયાના દેશો ના પ્રેશર પછી હવે અહીં લોકર મા પૈસા મુકવા લાગ્યા એ પણ સ્વિસ કરન્સી મા કન્વર્ટ કરીને. સ્વિસ ને એટલે જ બ્લેક હેવન પણ કહેવામાં આવે છે. વર્લ્ડ વોર માં સ્વિસ પર કોઈ પણ દેશે હુમલો ન હતો કર્યો કારણ કે દુનિયાભર ના કાળા નાણાં અહીં જમા હતા એટલે કોઈ દેશ વિચારી જ ન શકતો સ્વિસ પર હુમલો કરવાનું.

અહીં ગાયને માતા નથી કહેતા એટલે જ આટલી સાચવે છે. આપણે સંબંધો સાચવવામાં જ માન આપવાનું ભૂલી જઈએ છીએ. તમને રસ્તામાં ક્યાંય ગાય કે બીજા કોઈ પ્રાણીઓ જોવા ન મળે, દૂધ ના ઉત્પાદનમાં પણ સ્વિસ ઘણો આગળ છે. અહીં સફરજન ના ઝાડ જાણે લચી ગયા. ક્યારેક તો બગડી જાય. અહીં કોઈ ગામમાંથી પસાર થતા તમે હોર્ન ન મારી શકો એટલે જ તો અવાજ નું પ્રદુષણ પણ નહિવત ને હવાનું પણ અને પાણી પણ એકદમ શુદ્ધ ફિલ્ટર્ડ કર્યા વગર જ તમે પી શકો.

અહીંની ટનલ તો લાજવાબ શુ અદભુત પ્રયત્નો ને હિંમત. પર્વતોને ખોદીને બનાવેલા રસ્તાઓ ને લાઈટથી ઝગમગ થતા હોય.

યુરોપ માં કેરેવાન નું ચલણ વધુ એટલે કે હાલતું ચાલતું ઘર. જેમાં જીવન જરૂરિયાત ની બધી સગવડતા હોય ને કેરેવાન ના પાર્કિંગ પણ અલગ હોય. આપણે જેમ વન ભોજન કરીએ તેમ કેરેવાન ના પાર્કિંગ પણ જોવા મજેદાર હોય કાફલો જામેલો હોય. બધા પોતાની રીતે માણતા હોય છે.


અહીં સાઈકલનું ચલણ પણ વધુ સાઇકલ માટે પાથ પણ અલગ હોય છે પાર્કિંગ પણ હોય છે. લોકો પોતાના પ્રાઇવેટ વાહનમાં સાઇકલ લઈને પીકનીક જાય ને વાહન પાર્ક કરીને સાઇકલ દ્વારા બધે ઘૂમે છે. અહીં મહેનત કરનાર લોકો તમને મળી જ જશે.


આગળ એક બીજું સીટી આવ્યું બાઝલ કે જયાં ત્રણ દેશો મળે છે. જર્મની ને ફ્રાન્સ ને સ્વિસ. આ સ્વીઝ નું બીજા નં. નું સીટી છે. ત્યાં ત્રણ દેશો સાથે મળે છે. એક જ શહેર મા ત્રણ દેશો વાહ!



જેમ આગળ વધતા જઈએ છીએ તેમ કઈક નવું નવું જોવા જાણવા મળે છે, આપણા એક શહેર જેવડા કે મોહલ્લા જેવડા દેશો વિચારીને જ હસવું આવું જાય આપણી અમદાવાદની પોળો એના કરતા તો મોટી હોય. એવો જ એક દેશ રસ્તામાં આવ્યો લિંચીષ્ટિન... બહુ નાનો દેશ, જે 1866 મા સ્વતંત્ર થયો.



અહીં હજુ પણ રાજાશાહી ચાલુ છે, ઇકોનોમેકલી સ્વિત્ઝર્લેન્ડ સાથે જોડાયેલો એક રિચ દેશ છે. એક સર્વે વખતે અહીં 111 લોકો બેકાર હતા. વાઇન, પોસ્ટલ સ્ટેમ્પ અહીં શોધાયા હતા. અહીં કોઈ પણ જાતનો ટેક્સ નથી. દાત ના ચોખટા 4 માંથી એક દેશ એટલે કે લિંચીષ્ટન માં બનાવે છે અહીં 400 જણા ની મિલિટરી.  સંકટ વખતે સ્વીઝ સૈન્ય પૂરું પાડે છે,તેનું કેપિટલ વાડુંસ છે જે સૌથી નાની કેપિટલ સીટી ગણાય છે. વાડુંસ 5020 લોકોનું ગામડું છે. વાડુંસ માં પ્રિન્સ રહે છે. બેન્કિંગ સેકટર અહીં બહુ ફૂલ્યું ફાલ્યું છે.

ફ્રાન્સ
-----

અમે ફ્રાન્સ મા પ્રવેશી ચુક્યા છીએ. અહીંનું એક શહેર વચ્ચે આવ્યું, મોનેકો.....


અહીંની અલગ પ્રિન્સિપાલિટી છે. અહીં બધા જ અબજોપતિઓ રહે છે, 2 સ્ક્વેર કિમિ. વિસ્તાર મા શહેર વસેલું છે. બધાની પોતાની, યાચ હોય છે. આ શહેર મા રાજાશાહી છે.

ફ્રાન્સની વાત કરીએ તો , 60 લાખ લોકો આ દેશમાં વિકલાંગ છે, અહીં મોટા ભાગના બિલ્ડીંગો ગોથીક આર્કિટેક્ચર માં બનેલા છે. સેફટી બોક્સ ની શોધ, દુનિયાનો પહેલો ડિપાર્ટમેન્ટલ સ્ટોર અહીં જ ખુલ્યો હતો. અહીંની વસ્તી 6 કરોડની છે મોટેભાગે રોમન કેથોલિકો વસે છે.

સમર ઓલિમ્પિક ગેમ 5 વખત ને વિન્ટર 3 વખત ખેલાઈ છે. ફિફા 2 ટાઈમ ઓર્ગેનાઈશ કર્યું છે. સૌથી વધુ નોબેલ સાહિત્ય માં ફ્રાન્સ ને વધુ મળ્યા, સૌથી વધુ દવા ફ્રાન્સ માં લેવામાં આવે છે. ફ્રાન્સ ત્રણ મહાસગરોથી ઘેરાયેલો છે.

અહીં રાજનીતિક રીતે ઘણી ઉથલ પુથલ થયેલી જોવા મળે છે. વિશ્વયુદ્ધ મા પણ ફ્રાંસે મહત્વનો ભાગ ભજવ્યો હતો.

નેપોલિયન ની મહત્વાકાંક્ષા ને  લીધે આ દેશે ઘણું સહન કર્યું છે ને ઘણું મેળવ્યું પણ છે.

સઁસ્કૃતિની ધરોહર આ દેશે બહુ સાચવી છે. અહીંનું કેપિટલ પેરિસ છે. અમે પેરિસ માં પ્રવેશ કર્યો ત્યાં જ એફિલ ટાવર દેખાયો. લોહ નો પર્વત ને માણસનું સાહસનું પ્રતીક એટલે એફિલ ટાવર.

પેરિસ
-----

વહેતુ કાવ્ય એટલે પેરિસ
સાહિત્યિક શહેર એટલે પેરિસ.
ગાતું ઝરણું એટલે પેરિસ,
સદીઓને સાચવતું શહેર એટલે પેરિસ,
ઇમારતોનું ઝૂમખું એટલે પેરિસ,
નદીકાંઠા નું સૌંદર્ય એટલે પેરિસ,
અંધકાર મા ઓર ઉજાસ ફેલાવતું શહેર એટલે પેરિસ,
રાત્રીનો ઝગમગાટ એટલે પેરિસ,
મોનાલીસા નું ગૂઢ હાસ્ય એટલે પેરિસ,
એફિલ જેવી ઉત્તમ ઉચ્ચતા એટલે પેરિસ,
ડાયનાને માથે શોભતા તાજ જેવું પેરિસ.
નશીલું ને જુમતું શહેર એટલે પેરિસ,
નેપોલિયન નું ગર્વ એટલે પેરિસ,
સાહિત્યની સમરાગ્નિ એટલે પેરિસ,
કતારબદ્ધ મહેલોને સાચવતું શહેર એટલે પેરિસ,
જગત આખાની કલા સાચવતું લુવ્ર મ્યુઝિયમ એટલે પેરિસ.
કાવ્યોનું ગેયતત્વ એટલે પેરિસ,
સૌંદર્ય નું પણ સૌંદર્ય એટલે પેરિસ,
એન્જેલોએ દોરેલું જીવંત ચિત્ર એટલે પેરિસ...


પેરિસ સીન નદીના કિનારે વસેલું શહેર છે. ફેશન આઇકોન ને ઝગમગાટવાળું શહેર ગણાય છે. નેપોલિયન ના ભત્રીજા એ આ શહેર વસાવ્યું છે. આ શહેરને બનતા 17 વરસ લાગ્યા. અને બનાવનાર હતા હૌસમેન નામના એન્જીનીયર. જેમણે નિયમબદ્ધ ને એક સરખું શહેર બનાવ્યું. ગલીઓથી માંડીને બાલ્કનીઓ પણ એકસરખી જ. તમને અહીં વસી જવાનું મન થઇ જાય એવું શહેર.
તમે ગમે ત્યાં જાઓ બધે જ સૌંદર્યત્મકતા જોઈ જ શકશો.

અમે લીધેલા કેટલાક દાર્શનિક સ્થળો વિશે કહું તો પ્રથમ હતું.

આર્ક ઓફ ટ્રાયમ્ફ
------------

વિશ્વયુદ્ધ માં માર્યા ગયેલા શહીદો ની અહીં કબર છે. ને ઉપર આપણા લાલ દરવાજા જેવો ગેટ છે. આ ગેટ શહેર ની વચ્ચોવચ છે. અહીં 12 રસ્તા ભેગા થાય છે એટલે અકસ્માતનો ભય વધુ રહે છે. અહીં અકસ્માત થાય તો કોઈ પ્રકારનો વીમો પણ મળતો નથી. છે ને અદભુત તમે વાહનોનો મેળો જોઈ લો ખબર જ ન પડે કયું વાહન ક્યાંથી આવે છે ને ક્યાં જશે. ગેટ પર સુંદર કલાકૃતિઓ કંડારેલી છે. નયનરમ્ય દ્રશ્ય ને ટ્રાફિકથી ખીચોખીચ વિસ્તાર જોઈ લો.

પછી અમે ગયા પેરિસની સાન સમાં આઇફિલ ટાવર ને જોવા જાણવા ને માણવા..

એફિલ ટાવર.
---------
ફ્રાન્સ ની ક્રાંતિ ના ઉત્સવ વખતે આ ટાવરનું નિર્માણ કરાયું હતું. એ વખતે એવું નક્કી થયું હતું કે ઉત્સવ બાદ આ ટાવર તોડી પાડવો. આ ટાવર બનાવનાર કંપની ના મુખ્ય એન્જીનીયરના નામ પરથી ટાવરને નામ અપાયું.

એફિલ ટાવર 1000 ફૂટ ઊંચો છે. 1600 જેયલા પગથિયાં ને લિફ્ટ ની પણ સુવિધા છે. તેને ત્રણ માળ છે. બીજા ને ત્રીજા માળથી તમે પેરિસનું વિહંગાવલોકન કરી શકો છો. જ્યારે એને તોડવાનો સમય આવ્યો ત્યારે એ બધાને એટલો પ્રિય બની ગયો હતો કે તોડવાનો નિર્ણય મોકૂફ રાખવો પડ્યો.

વર્ષના 60 લાખ લોકો અહીં આવે છે. રાત્રે દર કલાકે પાંચ મિનિટ માટે રોશનીથી ઝગમગે છે. ને અદભુત સૌંદર્ય વિખેરે છે. અદભુત માનવ કલાકારી. ઉપરથી જાજરમાન પેરિસ શહેર જોઈને રોમાંચક અનુભવ થયો, સુંદર શીતળ પવન ને કલાત્મક શહેર નો સમન્વય અહીંથી માણી શકાય છે.

લુવ્ર મ્યુઝિયમ.
----------
આ શહેરનું બીજું આકર્ષણ છે આ મ્યુઝિયમ કે જયા વિન્સી નું ચર્ચાત્મક પેન્ટિંગ મોનાલીસા રાખવામાં આવ્યું છે. જો કે અમને એને જોવાનો લાભ ન મળ્યો પણ બહારથી મ્યુઝિયમ ખૂબ સુંદર હતું એટલે એની અંદરની ભવ્યતાની કલ્પના કરી શકાતી હતી. 17 કિમિ લાંબા આ મ્યુઝિયમ મા દેશ દુનિયાની ઘણી કૃતિઓ રાખવામાં આવી છે. તમે એક કૃતિ સામે 4 સેકન્ડ ઉભા રહો તો પણ બધી કૃતિ જોતા તમને 9 મહિના લાગે એ પરથી એની વિશાળતા જાણી શકાય છે. વિશ્વ મા સૌથી વધુ જોવાતું મ્યુઝિયમ આ છે.

અમે જહાજ મા બેસીને શહેર ને નિહાળ્યું જેમાં અનેક ઇમારતો ને કલાકૃતિઓ હતી. જેવી કે, સેન્ટ ચેપલ ચર્ચ, નોટ્રે ડેમ દે પેરિસ, વગેરે તો અનેક ને નદી પર બનાવેલા બ્રિજ પણ કલા સંગ્રહી ને બેઠેલા છે. દાર્શનિક કારીગરી જોઈ મન ખુશ થઈ જાય.

આ સિવાય પેરિસ માં મેડેલીન ચર્ચ, કોન્કોર્ડ ફાઉન્ટન, ને આગળ એક મોટો પિલર છે જે નેપોલિયને બનાવેલો છે. જે દેશો એને જીત્યા હોય એના શસ્ત્રો જપ્ત કરી લેતો એ બધા પીગળીને આ પિલર બનાવેલો છે, ઓપેરા હાઉસ પણ એટલું જ સુંદર. બહાર એના ચોક પર તમને કપલ ડાન્સ કરતા લોકો જોવાનો મોકો મળી જાય.

એવા તો કેટલાય સ્થળો છે અહીં સમય ઓછો પડે પણ સ્થળો નહિ. અદભુત, અવર્ણીય, અવિશ્વસનીય શહેર..

અમારું યુરોપનું છેલ્લું ડેસ્ટિનેશન એટલે ડિઝનીલેન્ડ.

ડિઝનીલેન્ડ
--------
અદભુત રાઈડો, કાર્ટૂન કેરેક્ટરો, સુંદર ઉભા કરેલા મહેલો, ખૂબ જ સુંદર તમને ફરી બાળપણ યાદ આવી જાય. મારા ફેવરિટ કાર્ટૂન કેરેક્ટરોની દુનિયા મેં નિહાળી, જાને સ્વપ્ન હકીકત બનીને સામે આવ્યું હોય એવું લાગે. આખી કાલ્પનિક દુનિયા વાસ્તવિક બનાવી દીધી. તમને બાળક બનવાની ઈચ્છા થઈ આવે.

હું એક સ્ટાર વોર ની રાઈડ મા બેઠી. બેસતા તો બેસાઈ ગયું પણ પછી દયાભાભી ની જેમ થયું કે હે મા! માતાજી આ વહેલી પુરી થાય તો બે દીવા માંડીશ. હાશ પુરી તો થઈ ને હું હેમ ખેમ હતી.

યુરોપિયન પ્રજા બહુ સાહસી હોય છે. ડર જેવી વસ્તુ તેમનામાં ઓછી હોય. આપણે લાગણીશીલ રહયા એટલે ડર વધુ લાગે.

ડિઝનીલેન્ડ ને દિલમાં વસાવી અમે એટપોર્ટ તરફ બસ હંકાવી.

ગ્રુપની વાત કરું તો બધા બહુ સરસ ને લાગણીશીલ હતા. એમાંય ગુજરાતીઓ હોય પછી તો વાત જ શી? જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત.... ખરેખર ગ્રૂપ મા ક્યારેય એવું નથી લાગ્યું કે ગુજરાત સાથે નથી.

એક જ સફરના બધા હમસાથી બની ગયા,
અજનબી બધા હવે સંબંધી બની ગયા,

વડીલો બધા યંગ બાય હાર્ટ બની ગયા,
બચ્ચા બધા સર્જીકલ સ્ટ્રાઈક બની ગયા,

વેટિકન જોઈ ઘડીભર ધાર્મિક બની ગયા,
બરફાચ્છાદિત સ્વિસ જોઈ ઘડીક રોમેન્ટિક બની ગયા,

સમય સાથે ઘડીયાળ મેળવી યુરોપિયન બની ગયા,
વિદાયની વાત આવી તો પાકા ભારતીય બની ગયા..

મારી આ સફર બહુ સુંદર, અદભુત, રોમાંચક રહી. બીજા દેશને માણવાનો,  જાણવાનો મોકો મળ્યો એ મારા અહોભાગ્ય. હું સરખામણી કરવા નથી માંગતી કે અહીં શુ સારું કે ખરાબ છે ને ત્યાં શુ સારું હતું. બસ એ યાદોને દિલ ના કચકડામાં સંગ્રહી રાખવા માગું છું. મને ઘણું શીખવા, સમજવા, ઓળખવા મળ્યું જે હું જીવનમાં ઉતારવાના પ્રયત્નો કરીશ. પોતાની ધરતી પર આવીને શ્વાસ લીધો ત્યારે ખાસ અનુભવ થયો કારણ કે અનુભવોનું ભાથું સાથે લઈને આવી હતી. દુનિયાનો છેડો ઘર એ પણ પૂર્ણ સત્ય છે જે તમે છોડો પછી સમજાય.

પરમાત્માનો ખૂબ ખૂબ આભાર તેમને મને આવો અનુભવ આપ્યો.........