Hum tumhare hain sanam - 26 books and stories free download online pdf in Gujarati

હમ તુમ્હારે હૈ સનમ - 26

હમ તુમ્હારે હૈ સનમ

(ભાગ-૨૬)

ચા ની કીટલી એ કપ્તાન અને એની ટિમ બેઠી હોય છે. બધા મેચની વાતો કરી રહ્યા હોય છે. અરમાન ત્યાંથી પસાર થાય છે. ટીમનો કોઈ ખેલાડી કપ્તાનને કહે છે.

"અરમાન જાય છે... પાછળ..."

કપ્તાન ઉભો થઇને અરમાનને બૂમ પાડીને રોકે છે.

"અરમાન તું કેમ હવે બહાર બેસવા નથી આવતો?"

"અરે કપ્તાન બસ એમ જ મન નથી લાગતું.."

"કાલે સવારે ૯:૩૦ વાગે મેચ છે. લીમડીની ટિમ આવાની છે..."

"હા તો તમે રમીલો.."

"કેમ? તું નહીં આવે?"

"ના કપ્તાન હવે હું ક્રિકેટ નહીં રમું..."

"પણ કેમ અરમાન ?"

"બસ હવે ફક્ત હું ભણવામાં ધ્યાન આપીશ કપ્તાન..."

આટલું કહીને અરમાન ત્યાંથી નીકળી જાય છે. અરમાન પોતાના ઘરે જતો હોય છે. રસ્તામાં ટપાલી મળે છે.

"અરમાન ઉભો રહે, તારી ચિઠ્ઠી આવી છે..."

"હા લાવ આપી દે..."

"મને પચાસ રૂપિયા તો આપતો જા..."

"આ એ ચિઠ્ઠી નથી રફીક જે તું વિચારે છે..."

"પણ સુગંધ તો એવી જ આવે છે..."

"તને સુગંધ આવતી હશે મને તો ગંધ આવે છે..."

અરમાન ત્યાંથી નીકળી ને ઘરે જાય છે. ટપાલી પણ વિચારે છે કે અરમાનની પ્રેમિકા બેવફા નીકળી હશે. અરમાન પોતાના રૂમમાં જતો રહે છે. નીચે અરમાનના પિતા આબિદ અલી અને અમ્મી અનિશા નાસ્તો કરતા હોય છે.

"તમે એને બેસાડી ને પૂછો ને કે આપણાં થી નારાજ કેમ છે? ના વાત કરે છે, ના ગુસ્સો. કઈ પણ કહો તો બસ હા... હમમમ. એમ જ જવાબ આપે છે. બસ આખો દિવસ અભ્યાસ જ કરે છે.."

"તો સારી વાત છે ને અનિશા... કે આપણો દીકરો ભણવા લાગ્યો છે..."

"આબિદ અલી મને ખબર નઈ પણ એવું લાગે છે કે એન ફક્ત આયત સાથે લગ્ન ન થવાનું દુઃખ નથી બીજું પણ કોઈ દુઃખ છે..."

"એની પરીક્ષા નજીક છે. પુરી થશે પછી પૂછી લઈશ..."

"મારી પરીક્ષા તો આખું જીવન પુરી જ ન થઇ.."

અનિશા આબિદ અલી પાસે થી ઉભી થઇ ને બીજા કામ કરવા લાગે છે. અરમાન અહીં સારાની આવેલી બીજી ચિઠ્ઠી ખોલી ને વાંચે છે.

"""

મારી જાન... અરમાન...

તમે નારાજ છો તો મને માફ કરો ,

અને જો મને પ્રેમ કરો છો તો વાત કરો...

કેટલા દિવસ થઇ ગયા તમારા જવાબની રાહ જોઈ પણ કોઈ ચિઠ્ઠી આવી જ નહીં એટલે આજે ફરીથી લખી રહી છું..

તમારી સાથે લગ્ન કરવા કેટલી ઉતાવળી થઇ રહી છું. કરી લો ને લગ્ન મારામાં શું ખરાબી છે. આયત ને મળવા તો કેટલીય વાર આવતા હતા પણ મને મળવા એકવાર નથી આવ્યા.

તમને આયત ની કસમ છે. પ્લીઝ એકવાર મળવા આવજો. મને મળી ને લાગે કે મારો પ્રેમ સાચો નથી તો પછી ક્યારેય ન આવતા.

હું તમારી રાહ જોઇશ...

તમારી સારા...

જવાબ લખવા ચિઠ્ઠી પર કસબા , જૂનાગઢ અને મારુ નામ લખી દેજો. મેં ટપાલી ને વાત કરી છે. એ ચિઠ્ઠી મને જ મળી જશે...

"""

અરમાન ચિઠ્ઠી વાંચીને બાજુમાં મૂકે છે. આબિદ અલી એના રૂમમાં આવે છે.

"બેટા શું વાત છે, જોરદાર તૈયારું ચાલી રહી છે. આજકાલ ના ક્રિકેટ ના ગુસ્સો બસ ભણવામાં જ ધ્યાન..."

"શું અબ્બુ આ સારી આદત નથી?"

"સારી આદત છે બેટા, અક્રમ કહેતો હતો કે આયત પણ જોરદાર મહેનત કરી રહી છે. આતો એક રેસ થઇ ગઈ કે કોણ વધુ ટકા લાવશે... પણ બેટા અમે તારા ગુસ્સાથી તારી નાદાન હરકતો થી ટેવાઇ ગયા છીયે. તું કઈ કાંડ ન કરે તો અમને લાગે કે કંઇક ગળબળ છે... "

અરમાન કઈ બોલ્યા વગર એના અબ્બુ સામે જોઈ રહે છે. એની આંખોમાં પાણી આવી જાય છે.

"બેટા તું ચિંતા ન કર લગ્નમાં વહેલું મોડું થાય પણ આયત તને મળશે જ તું રડે છે કેમ..."

"અબ્બુ આયત સાથે લગ્ન ન થવાનું દુઃખ નથી..."

"તો શું વાત છે બેટા..."

"અબ્બુ હું જે પૂછીશ એનો સાચો જવાબ આપશો ?"

"હા બેટા પૂછ..."

અરમાન પોતાની જગ્યા એથી ઉભો થઇ એના અબ્બુ પાસે આવીને કહે છે.

"મારા માથે હાથ મૂકી ને કસમ ખાઈ ને કહો સાચું કહેશો..."

"હા બેટા સાચું કહીશ..."

"તમે મારા અબ્બુ નથી ને?"

આબિદ અલી આ સાંભળી ને ખુરશી પરથી ઉભા થઇ જાય છે. અરમાન સામે આંખો નથી મિલાવી શકતા. અરમાન એમના ખભાપર હાથ મુક્ત કહે છે.

"હું મારા અમ્મી ના પહેલા પતિ અકબરનો દીકરો છું ને... "

આબિદ અલી વધુ આશ્ચર્ય પામે છે.

"અબ્બુ મને સારું લગાડવા ખોટું ન બોલતા પ્લીઝ..."

આ સાંભળી આબિદ અલી પણ રડી પડે છે. અરમાન અને આબિદ અલી એકબીજા ને ભેટીને ખુબ રડે છે. થોડા સમય બાદ આબિદ અલી નીચે આવે છે. અનિશા એમને જોઈને કહે છે.

"શું થયું કઈ ખબર પડી..."

"ના બસ એ વાંચવા બેઠો છે..."

"તમારી આંખો પરથી તો લાગે છે કે તમે રડી ને આવ્યા છો.."

"ના એ તો મેં એને એક જોક્સ કહ્યો અને અમે બંને ખુબ હસ્યાં એટલે આંખમાં પાણી આવી ગયું..."

"સાફ સાફ વાત કહો શું થયું..."

"થયું કઈ નથી બસ એ જાણવા મળ્યું કે આયત ને પામવા સિવાયની પણ કોઈ વાત છે. જેને એને બદલી નાખ્યો છે..."

"વાત શું છે?"

"ખુદા એ એને જણાવી દીધું કે એને જન્મ આપનાર માં તો તું છે પણ પિતા હું નથી... બસ ખુદા જ એને હિંમત આપે... આ વાત ને સહન કરવાની..."

"તમે એને કહ્યું ?"

"એને મારા માથા પર હાથ મૂકીને કસમ આપી ને પૂછ્યું મને અનિશા... હું શું કરતો..."

અનિશા અને આબિદ અલી પણ નીચે બેસી ને ખુબ રડે છે. સાંજે અક્રમ કોલેજથી આવીને પોતાના રૂમમાં જાય છે. અરમાન એક ચિઠ્ઠી લખી રહ્યો હોય છે.

"શું ભાઈ અરમાન.. આવી ગઈ પરીક્ષાની હોલ ટિકિટ..."

"ના પચીસ તારીખે આવશે..."

"આ શું લખે છે?"

"સારા ને ચિઠ્ઠી લખું છું.."

"કેમ સારા ને?"

"એની ચિઠ્ઠી આવી હતી. એને અંતરાસ પાછો જ નથી વળતો. એટલે મળવા જવું પડશે..."

"તું એને મળવા જઈશ..."

"હા જઈશ..."

"મને આટલો ખરાબ વ્યક્તિ તું નથી લાગતો..."

"હું ખરાબ ન હોવું પણ મારુ લોહી તો ખરાબ હોઈ શકે ને..."

"એનો શું મતલબ?"

"અક્રમ તું એક્ટિંગ ન કર... "

"હું સમજ્યો નઈ તું શું કેહવા માંગે છે..."

"અક્રમ તમે બધા જ મને કહેતા રહ્યા કે કોઈ વાત ન છુપાવતા અને મારાથી બધા એ વાત છુપાવી એ પણ આટલી મોટી..."

"અરમાન સીધે સીધુ કે... મેં શું છુપાવ્યું તારાથી?"

"ચાલ મને તું એ કે અક્રમ જો હું આબિદ અલી ની જેમ સારો છું તો અકબરની જેમ ખરાબ હરકતો કેમ કરું છું..."

"જો હું આયતને ક્યારેય ટચ પણ નથી કરતો એની ઈજ્જત કરું છું તો સારાને ગળે કેમ મળું છું... છે ને લોહીમાં ખરાબી... અક્રમ તું વાત વિચાર હું ચિઠ્ઠી પોસ્ટ કરીને આવું..."

અક્રમ પણ એની આ વાતથી અચંબિત થઇ ગયો. બીજા દિવસે સવારે આયત છત પર વાંચવા બેઠી હોય છે. થોડીવાર બુક મૂકી ને આમ તેમ નજર દોડાવી રહી હોય છે. એટલામાં એની નજર ચોકમાં પડે છે. ટપાલી સારા ને એક ચિઠ્ઠી આપતો હોય છે. સારા એ ટપાલી ને ચિઠ્ઠી લઈને પૈસા આપે છે. એ ઉપર જુવે છે તો સારા ને આયત એક સ્માઈલ આપે છે. સારા ચિઠ્ઠી બુકમાં મૂકી ને ઘરે જાય છે. ઘરે જઈને પોતાના રૂમનો દરવાજો બંધ કરીને એ ચિઠ્ઠી વાંચે છે.

અહીં અરમાન એના અમ્મી સાથે જૂનાગઢ આવવા નીકળે છે. અરમાન એના અમ્મી સાથે બાજુની જ સીટમાં બેઠો હોય છે.

"બેટા તું સાચે આજે આયત ની ઘરે નહીં આવે?"

"હા અમ્મી નહીં આવું.."

"તું એને મળ્યા વગર આવી જઈશ..."

"હા અમ્મી એક મહિનો થઇ ગયો એને મળે... હવે આમ જ વર્ષો નીકળી જશે. પછી તો કોઈ એના ગામ બાજુ જઈને આવશે તો પૂછી લઈશ કેવી છે એ? કેવી દેખાય છે..."

"શું મતલબ.. લગ્ન નહીં કરે?"

"ના અમ્મી અમારા લગ્ન હવે શક્ય નથી. વર્ષો પહેલા થયેલી ભૂલની સજા આપી છે ખુદા એ. માસી ની સજા આયત ને મળશે અને તમારી સજા મને..."

અરમાન ના અમ્મી આ સાંભળી સ્તબ્ધ થાય છે. બંને જૂનાગઢ પહોંચે છે. અરમાન એના અમ્મી ને આયતના ઘર સુધી મૂકી જાય છે. પણ એ અંદર જતો નથી ના કોઈને મળે છે. ત્યાંથી એ નજીકમાં એક સુમસાન જગ્યા એ જાય છે. સારા પોતાના ઘરેથી નીકળે છે. એના અમ્મી પૂછે છે તો કહે છે કે આયત ને મળવા જાય છે. સારા પણ અરમાન જ્યાં હોય છે ત્યાં પહોંચે છે.

"અરમાન હું આવી ગઈ..."

"હા આવ સારા બેસ.."

"મને વિશ્વાસ નથી થતો કે તમે આવ્યા..."

"હા સારા આજે હું ફકત તને જ મળવા આવ્યો છું..."

"સારું તો એ કહો કે તમને મારી ચિઠ્ઠી જોઈને નવાઈ તો લાગી હશે નહીં..."

"ના ના મને ખબર હતી કે તું ચિઠ્ઠી લખીશ..."

"તમે તો બહુ પાક્કા છો..."

"સારા મને એ કે તું મને ખુબ પ્રેમ કરે છે?"

"હા અરમાન ખુબ જ..."

"હું પણ તને ખુબ પ્રેમ કરું છું. પણ તને ખબર છે ખુબ પ્રેમ એટલે શું?"

"ના ..."

"મને પણ નહોતી ખબર પણ એક દિવસ આયત એ કહ્યું કે ખુબ જ , અનહદ પ્રેમ એટલે કે એટલો પ્રેમ જેની સામે જીવન એક પળ સમાન હોય.... ના સમજી ને? હું પણ નહોતો સમજ્યો પણ પછી આયત એ કહ્યું તમે મને ઝેર નો ગ્લાસ આપશો તો પણ હું શરબત સમજી ને પી જઈશ એને પ્રેમ કહેવાય... તું મારા માટે ઝેર પી શકે?"

"હા પી જાઉં... "

"ખોટી વાત.. તું ના પી શકે સારા..."

"પી જાઉં... વિશ્વાસ નથી..."

"ના..."

"તો અજમાવવી છે?"

"હા...."

અરમાન સારા ને હાથ પકડી ને કુવા પાસે લઇ જાય છે. આંખના ઇસરા સાથે કહે છે.

"કૂદી જા..."

"કૂદી જાઉં અરમાન...?"

"હા..."

"તમે મને મારવા લાવ્યા છો અહીં?"

અરમાન એને હાથ પકડી ને પાછી જ્યાં બેઠા હતા ને ત્યાં જ લઇ જાય છે.

"સારા.. આ ફર્ક છે તારી ને આયતમાં.. જો આયત હોત ને તો આવો જવાબ ન આપેત... તને ખબર છે હું તને કેમ પ્રેમ કરું છું?"

"કેમ?"

"કેમ કે આયત તને ખુબ પ્રેમ કરે છે. આયત જે વસ્તુ કે વ્યક્તિ ને પ્રેમ કરે એને હું પણ અનહદ પ્રેમ કરીશ... અને રહી વાત એ ટુચકા ની તારી જગ્યા એ આયત હોત ને તો એ ક્યારેય મને ગળે ન લગાવેત... એ બીજી સો કોશિસ કરેત મારો શ્વાસ પાછો વાળવા પણ આવું તો ન જ કરેત.... મેં તને ગળે લગાવી એ એ સમજી ને કે હું મારી બબલી ને ગળે લગાવું છું. બબલી મારી નાની બેન ઝોયા નું નીક નેઈમ છે.... જયારે તમે કોઈને અનહદ પ્રેમ કરો ને ત્યારે ગમે તેટલી છોકરી ઝપ્પી આપે ને એ પ્રેમમાં કોઈ અસર ન થાય સારા..."

સારા ને પોતાની ભૂલનો એહસાસ થયો અને એ રડવા લાગી.

"અરમાન હવે હું જાઉં છું..."

સારા જવા લાગે છે.

"ઉભી રે સારા... ઝપ્પી નઈ આપે..."

સારા ને આ સાંભળી પોતાની ભૂલ સમજાઈ અને એ કઈ બોલ્યા વગર દોડતા પોતાના ઘરે ચાલી ગઈ.

અનિશા જી આયતના અબ્બુ પાસે બેઠા છે. આયત પણ ત્યાં જ છે. રુખશાના પણ ત્યાં જ ઉભી છે. સુલેમાન બોલી નથી શકતા પણ એ રડી ને પોતાની ચિંતા વ્યક્ત કરે છે.

"તમે ચિંતા ન કરો સુલેમાન બધું સારું થઇ જશે..."

"હા ... થઇ જશે... મેં સાંભળ્યું છે અહીં એક બાબા છે જે શરીર અને આત્મા બન્ને ની દવા કરે છે..." રુખશાના બોલી.

"તો રાહ શેની જોવે છે... લઇ જા ને..."

"હા બસ બે દિવસ પછી લઇ જઈશ..."

"તારા જેવી સ્ત્રી મેં જોઈ નથી રુખશાના..."

"આયત જા તો બેટા ચા લઈને આવ..." રુખશાના આયત ને બહાર મોકલે છે.

"અરમાન ને કોને કહ્યું રુખશાના કે આબિદ અલી એના પિતા નથી?"

"સુલેમાન ની કસમ ને નથી કહ્યું..."

"અત્યાર સુધી આ વાત થી એ અજાણ હતો પણ કોઈકે મારા દીકરા ના દિલ પર ઘા માર્યો..."

"આપા.. એ વાત ન કરો આ વાત તો ઘણા ને ખબર છે..."

"તારી હિંમત કેમ થઇ મારા દીકરા ને આવું કહેવાની..."

"મેં નથી કહ્યું , આ ચા લેવા ગઈ ને એને કહ્યું છે..."

"તું ખોટું ન બોલ રુખશાના..."

"ખોટું શું બોલવાની, અરમાન એ એના બાપ જેવો જ છે... મને ને જોઈને પણ નફરત થાય છે..."

"બસ કરો માસી આ વાત ને અહીં જ પુરી કરો. મને અરમાન વિષે ખરાબ નથી સાંભળવું. મને દુઃખ થાય છે... લો ચા પીવો" આયત ચા લઈને આવી ને બોલી.

"મને એ કે બેટા તે એને કેમ કહ્યું?"

"શું કરતી માસી... એ બિચારો તો જાણતો પણ ન હતો કે એનો વાંક શું છે... મેં તો બસ એને એનો વાંક કીધો.."

અનિશા રુખશાના નો હાથ પકડી ને બીજા રૂમમાં લઇ જાય છે. એના પગ પકડે છે.

"રુખશાના મારી ભૂલ થઇ ગઈ , એની સજા મારા દીકરા ને ન આપ..."

"ચામડી પર કરચલી પડી , રંગ ઉડી ગયો જવાની જતી રહી એટલે ભૂલ સમજાઈ તમને નહીં..."

"રુખશાના તને અરમાન નું દુઃખ ન દેખાય તો આયત સામે તો જો... કેવી સુકાઈ ગઈ છે... બાળકો ને સજા ન આપ..."

"સુકાઈ જવું હોય તો સુકાઈ જાય કોને કહ્યું હતું અકબરના છોકરા સાથે ઇશ્ક લડાવવાનું..."

"રુખશાના તને જરાય દયા નથી આવતી કેવી માં છે તું..."

"અચ્છા દયા ની વાત તમે કરો છો? પહેલા પતિ ના ચાર બાળકો મૂકી ને બીજા લગ્ન કરી લીધા... અને એ પણ મારા મંગેતર સાથે... ત્યારે તમને દયા ન આવી?"

"ચુપ થા રુખશાના ...." એક થપ્પડ મારતા અનિશા બોલ્યા...

"હું રોજ આવી થપ્પડ આયત ને મારુ છું... એ બિચારી નો વાંક નથી પણ હું પણ એવી જ બિચારી છું... તમે મારા પર પણ દયા નહોતી કરી..."

"તું શું કરવા માંગે છે?"

"કઈ નહીં. મારા જીવતા તો હું અરમાન ને આયત ના નિકાહ નહીં જ થવા દઉં... જો અરમાન આબિદ અલી નો દીકરો હોત તો હું પળમાં હા કહી દેત પણ એ અકબર ના ગંદા લોહીમાં હું મારુ લોહી નહીં ભળવા દઉં...."

અનિશા ને પણ પોતે કરેલી ભૂલ સમજાય છે. એ બીજા રૂમમાં જઈને ખુબ રડે છે. આયત આ બધું જોઈ રહી હોય છે. સાંભળી રહી હોય છે. અનિશા જી કઈ બોલ્યા વગર નીચી નજર કરી ને ત્યાંથી નીકળી જાય છે.

(ક્રમશ:...)