Twisted Love - 17 books and stories free download online pdf in Gujarati

ટ્વીસ્ટેડ લવ - (PART 17)

( પાછલા part માં જોયું કે kartik આશ્રમ જતો રહે છે ત્યાં તેને mahek નામ ની છોકરી તરફ attraction થાય છે બન્ને વચ્ચે થોડીક વાતચીત થાય છે હવે આગળ )


બીજા દિવસે સવારે હું વહેલા ઉઠીને બગીચામાં બેસીને મેડિટેશન કરતો હતો. આંખો તો બંધ જ હતી ત્યારે પાછો પેલો કાલ વાળો ઝાંઝરનો અવાજ આવા લાગ્યો ધીમે ધીમે તે મારાં જ નજીક આવતો હતો અને પછી બંધ થઈ ગયો એટલે મને સમજાઈ ગયું કે Mahek મારી સામે જ બેઠેલી હોવી જોઈએ.પણ હું કાંઈ પણ બોલ્યા વિના શાંતિ થી બેસી રહ્યો આંખો બંધ કરીને. મને એમ કે હમણે Mahek બોલશે પણ તે કાંઈ બોલી જ નહીં. મેં અડધો કલાક રાહ જોઇ, પછી મેં કંટાળીને આંખો ખોલી તો mahek જ બેઠી હતી સામે.એનો face એટલો નહોતો દેખાતો સવાર ના અંધારા માં પણ તે mahek હતી એ તો ખબર જ હતી.

me : સવાર ના પહોર માં મને જોવા વહેલી ઉઠી છો કે શું???

mahek :  હા યાર...પણ તું તો બોવ ધ્યાનમગન હતો.

me : બોલ ને કાંઈ કામ હતું તારે મારું તો મને જોવા ઉઠી.

Mahek : મને એકવાત નો સાચો જવાબ દેજે તો જ પૂછું??

me : ભલે... પૂછી લે..

Mahek : તું તારા મન ને શાંત કરવા આટલા બધા પ્રયત્ન કેમ કરે છે??

me : કારણકે મારું મન નાસમજ છે એને સાચા ખોટા ની સમજ નહીં પડતી એટલે બોવ જલ્દી થી અશાંત થઈ જાય છે.

Mahek : તારું breakup થઈ ગયું એટલે તું અહીંયા આવી ગયો છે તારા મન ને શાંત કરવા??

me : તને આવું કેમ લાગે છે???

Mahek : કારણકે તારા જેટલી ઉંમર નો અહીંયા એકેય છોકરો નથી અને તું મેડિટેશન ને લઈને આટલો serious હોય છે એટલે તારા મન માં ઘણા સવાલ હોવા જોઈએ. અને આજકાલ આ ઉંમર માં એક જ સવાલ હોય છે young generation ને અને એ છે કે એમનું breakup થઈ જાય પછી એ પોતાને Move on નહીં કરી શકતા એટલે તું અહીંયા આયો છો એવુ મને લાગે છે...

me : એ તો મારે તને પણ કહેવું જોઈએ...

mahek : તો મેં ક્યાં ના પાડી આ વાત થી.... મારું breakup થઈ ગયું છે એટલે હું આવી છું અહીંયા..
તું તારું બોલ....

me : તારા જેવી છોકરી જોડે કોણ breakup કરે યાર...

mahek : હવે તું તારું બોલ કારણકે મારાં વિશે હું તને કાય વધારે નહીં બોલવાની એટલે ખોટી આશા ના રાખ અને તુ કેમ અહીંયા આવ્યો એ બોલ.

પછી મેં એને મારી અને vaidehi ની બધી વાત કરી.

mahek : તો તને vaidehi જોડે તારું દિલ connect નથી થતું એમ જ છે ને??

me : હા યાર... એટલે હું આશ્રમ માં આવી ગયો થોડાક દિવસ માટે..

Mahek : બોવ complicated છે તારી વાત તો હવે તું શું કરીશ??

me : મને એક છોકરી ગમી ગઈ છે આશ્રમ માં જોઈએ એનાં જોડે કાયક મેળ પડે તો ગોઠવી નાખીશ મારું..

Mahek : વાહ...best wishes તને એ છોકરી હા પાડી દે એના માટે... ?

વાત તો સાચી હતી મને mahek ગમવા લાગી હતી કારણકે આજકાલ આશ્રમ માં હું ધ્યાન ની જગ્યા એ mahek જોડે વાતો કરતો હતો.સવાર ના 4 વાગ્યાં થી લઈને રાત સુધી mahek અને હું ભેગા જ હોઈએ.

mahek ને મેં હજુ સુધી propose નહોતું કર્યું એનું કારણ હતું vaidehi. Vaidehi જોડે મને love નહોતો પણ હું છતાંય એને cheat કરવા નહોતો માંગતો.

અને રહી વાત mahek ની તો એને હજુ મને એનાં વિશે કાંઈજ નહોતું કહ્યું કે તે ક્યાંથી આવે છે, એનું breakup કેવી રીતે થયું.મને ખબર હતી તો ફક્ત એનાં નામ ની બસ બીજું મને કાય ખબર હતી તો એ હતી કે હવે હું એને serious love કરવા લાગ્યો છું but,એ મને love કરે છે કે નહીં એવો ક્યારેય ઉલ્લેખ નહીં કર્યો.

mahek જોડે દિવસો પાણી ની જેમ વહેવા લાગ્યા અને છેલ્લે મારું vacation પતવા આવ્યું એટલે મારો જવાનો time હતો.

me : Mahek મારે તને કંઈક કહેવું છે.

mahek : તારે જે કહેવાનું છે એ તારી આંખો જ કહી દે છે... પણ અફસોસ કે અત્યારે એ possible જ નથી... પછી ક્યારે મળીશું એ નક્કી નથી...એટલે બીજી છોકરી ગોતી લેજે... મારી રાહ ના જોતો... 

me : આવું કેમ બોલે છે તું??

mahek : કેટલી વાર મેં તને કીધુ કે મારી પાસેથી વધારે જાણવાની આશા ના રાખ... હજુય બોલું છું મને ભૂલી જવામાં જ તારા માટે સારુ છે...

me : plzzz આવું ના બોલીશ તું...

મેં એને ઘણું સમજાવ્યું પણ એ ના માની કાંઈ પણ બોલવા અને છેલ્લે મારો ફોન નંબર લીધો એને but પોતાનો ફોન નંબર ના આપ્યો મને.અને હું નીકળું આશ્રમ છોડીને એની પહેલા જ એ નીકળી ગઈ.

life માં પહેલી વાર આટલુ ભારે દિલ થઈ ગયું મારું.આટલો બધો નજીક આવી ગયો હતો એનાં દિલ ની અને અચાનક સાવ કાઢી મુક્યો.આશ્રમમાં હું મારી પ્રોબ્લેમ solve કરવા આવેલો but આ તો પ્રોબ્લેમ્સ હતી એનાં કરતા પણ બોવ વધી ગઈ. 

sem 3 start થઈ ગયું હતું અને પહેલા જ દિવસે હું અને Jaani બેઠા હતા અમારી બેઠકે ત્યાં જ clg બસ આવી.Harsh આવ્યો અને પછી vaidehi આવતી દેખાઈ મને. પહેલે તો લાગ્યું કે ગુસ્સે હશે મારાથી પણ એ તો આવીને મને એકદમ tight hug કરી લીધી.અને રોવા માંડી.

vaidehi : I'm sorry kartik.... બીજી વાર આવું હું ક્યારેય નહીં કરું...

me : કાંઈ વાંધો નહીં યાર... Its okey... મારે આશ્રમ માં જવાની જલ્દી હતી એટલે મેં આવું કર્યું અને તને ના ગમ્યું એટલે તને ગુસ્સો આવી ગયો... મેં મારું કામ કર્યું તે તારું કામ કર્યું.

Harsh : તને ખબર છે vaidehi તારા લીધે કેટલી રડી હતી..

Jaani : મેં તો કેટલું કીધેલું કે kartik ના જાતો આશ્રમ માં vaidehi બિચારી એકલી પડી જશે પણ ના માન્યો મારું..

vaidehi : હવે ના જતો ક્યાય એકલો... હવે તો હું પણ ભેગી આવીશ આશ્રમ માં જયારે તું જઈશ ને ત્યારે....

કાશ તે આ વખતે જ ભેગી આવી હોત તો mahek જોડે આટલો serious ના થઈ જાત એવુ મારું મન બોલતું હતું.

Jaani : પહેલે તો તું જરાક દૂર ખસ kartik થી હમણે બધા અહીંયા થી clg staff નીકળશે...

vaidehi : ભલે kartik હું જાવ છું lecture માં પછી મળીએ... ઘણી વાતો કરવી છે મારે તારી જોડે જાન...

પછી મારાં ગાલ માં હળવી kiss કરીને ચાલી ગઈ.

પણ હજુ મારાં દોસ્ત ત્યાં એમ જ બેઠા હતા મારાં સામું જોઈને.

Jaani : તારી રાસલીલા પતી ગઈ હવે??

Harsh : તો અમે હવે કામ ની વાત કરીએ...

me : બોલોને યાર શું કામ ની વાત છે..

Harsh : તું આશ્રમ માં શું કરીને આયો છો??

Jaani : સાચું બોલજે...

me : તમને આવું કેમ લાગે છે કે હું કંઈક કરીને આવ્યો આશ્રમ માં..

Harsh : તારો face જો દેવદાસ જેવો થઈ ગયો છે.

Jaani : અને તું પાછો ક્યાંય પણ કાંડ કર્યા વગર શાંતિથી પાછો આવતો રે એ વાત અમને માનવા માં જ ના આવે.

me : તો અત્યારે આપણે આખો lecture બંક મારવો પડશે જો તમારે વાત સાંભળવી હોય તો.

Jaani : No problem.. બોલવા માંડ તું બધું પેલેથી...

મેં આ બન્ને ને મારી અને mahek ની બધી વાત કરી.

Jaani : તને છોકરીઓ કેમ સામેથી બોલાવે છે મને તો એ જ નહીં સમજાતું..

Harsh : પાછુ આટલો બધો attach થઈ ગયો તું એનાં જોડે છતાંય તને એના નામ સિવાય કશુંજ ખબર નથી એ તો તે ગજબ કર્યું.

me : કાંઈ વાંધો નહીં યાર.... મહાદેવ પાસે બધાનો plan હોય છે કંઈક કરશે તે મારાં માટે...

Jaani : plan તો તારા જ હોય છે માથે તું મહાદેવ ના નામ નો સિક્કો મારી નાખે છે.

આખો lecture નીચે બેસીને વાતો કરીને જ પતાવી નાખ્યો.થોડાક દિવસ માં જેમ હતું તેમ જ પાછુ regular ચાલવા લાગ્યું,મારાં માટે નહીં but બીજા બધા માટે.

કારણકે મારાં મન ને હજુ vaidehi થી શાંતિ નહોતી મળી ત્યાં જ એને 24 કલાક વિચારવા માટે mahek માં અટવાયેલું પડ્યું હતું.

Sem 3 માં મારાં અમુક નવા ફ્રેન્ડ્સ બન્યા.જેના લીધે મારી clg life માં તકલીફ વધવાની હતી.તે લોકો મારાં જ class ના હતા.

Naitik, Nisarg, Dhruv  આ ત્રણ new frnds મારી life માં એવું વાવાઝોડું લઇ આવવાના હતા જેને અત્યારે ના કહી શકાય. તે લોકો problem તો નહોતા but, જે problem ઉભી થવાની હતી એનાં માટે જવાબદાર હતા.

હવે એ લોકોનું story માં character શું છે?? કેવી problem ઉભી થાય છે?? Mahek નું શું secret છે??

કાંઈ વાંધો નહીં વધારે ના વિચારશો બધું ખબર પડી જશે.પરંતુ વાર લાગશે, તો  મળીએ next part માં તમારા થોડાક જવાબો સાથે....


JUST KEEP CALM AND SAY RAM


(ક્રમશઃ )


__________________________________

dear વાંચકો,
   twisted Love મારી પહેલી શુરુઆત છે. તમારા સૂચનો અને મંતવ્ય always આવકાર્ય છે. તમે તમારા અમૂલ્ય પ્રતિભાવ comment section માં or instagram માં dm થકી આપી શકો છો.

on Instagram: cauz.iamkartik