મહેકતી સુવાસ ભાગ -3

ઈશિતા એકદમ વિચારોમાં થી બહાર આવે છે તો સામેથી તેની દીકરી ઈરા ત્યાં બુમો પાડતી આવી રહી છે. ઈરા ઈશુને આમ સોફા પર બેઠેલી અને થોડી ચિંતા માં જુએ છે એટલે તે બાજુ માં આવી ને પુછે છ,મોમ તારી તબિયત તો સારી છે ને ??

એટલે ઈશુ વાત ટાળવા કહે છે બસ થોડી વીકનેસ લાગતી હતી એટલે સુતી છુ.

ઈરા તેની મમ્મી  કહે છે તે સાચુ માનીને કહે છે ઓકે તો મોમ તુ આરામ કર ગંગાબાઈને કહુ છુ તે તને અહી જમવા આપી જશે.

મોમ....bye...luv u ....tc .  કહીને ઈરા કોલેજ જવા નીકળી જાય છે. અને ઈશુ બેડ પર સુતા સુતા ફરી અતિતની યાદોમાં ખોવાઈ જાય છે.

               *.        *.         *.        *.        *.

હવે તો આદિત્ય અને ઈશિતા એકબીજાને પ્રેમથી આદિ અને ઈશુ કહીને જ બોલાવતા હતા. બંને ની દોસ્તી હવે પ્રેમમાં બદલાઈ ગઈ હતી.

બંને સાથે બેસી વાચતા. ઈશુ એન્ટરન્સ ની અને આદિત્ય પણ હવે આગળ માસ્ટર કરીને તેને હાર્ટ સ્પેશિયાલિસ્ટ બનવુ હતું તે માટે તેને બે વર્ષ માટે જો ઈન્ડિયા માં સેટ ના થાય તો ફોરેન જવુ પડે તેમ હતુ. તેથી તે સારી તૈયારી કરવા ઈચ્છતો હતો જેથી બહાર ભણવા ન જવુ પડે.

એકવાર ઈશુના મમ્મી બહાર ગયા હતા. તે ક્યાય પણ જાય લગભગ રાત્રે તો પાછા આવી જ જાય અથવા તો ઈશુને સાથે જ લઈ જાય.

પણ એક વખતે કોઈના મરણ ના બેસણામા ગયા હતા ત્યાં થોડું દુર જવાનું હતું . સાજે તેમને નીકળવાનુ થોડું લેટ થઈ ગયું હતું તો તેમણે રોકાવું પડ્યું. તેમણે ઈશુને લેન્ડ લાઈન પર ફોન કરી જણાવ્યું.

ઈશુ એકલુ રોકાવાનુ  હતું ઘરે એટલે તે આદિત્ય ના ઘરે ગઈ અને તેને કહ્યુ . આદિત્ય એ કહ્યું હૂ તારા ઘરે આવુ છુ આપણે સાથે વાચીએ પછી તને ઉઘ આવે એટલે હું અહીં આવીને સુઈ જઈશ.

ઈશુએ હા પાડી એટલે તે ત્યાં ગયો. આજે પહેલી વાર બંને એકબીજાને પ્રેમથી જમાડ્યુ. પછી બંને થોડી વાર વાચ્યું પણ  બંનેનુ આજે વાચવામા મન નહોતું લાગતું.

બંને બહાર આવેલી બાલ્કની માં આવેલા હિચકા મા જઈને બેઠા એકબીજાના હાથમાં હાથ પરોવીને, આંખો થી આંખો મીલાવીને. રાતની એ મધુર ચાદની ની શીતળતા માં બંને એ પહેલી વાર એકબીજાને આલિંગન આપી ચુંબન કર્યું.

પણ પછી અચાનક ઈશુ એ કહ્યુ, આદિ તુ મને છોડીને ક્યાય નહી જાય ને?  તુ બહાર ભણવા જશે તો મને ભુલી નહિ જાય ને બીજી કોઈ  સારી છોકરી મળી જાય તો?

આદિએ તેના મો પર હાથ રાખી ને તેને બોલતા બંધ કરી દીધી  અને કહ્યું , તુ હવે સર્વસ્વ છે. મારી દુનિયા છે. આમ પણ મારૂ આ દુનિયા માં તારા જેટલું કહી શકાય એવું કોઈ દિલની નજીક નથી. ભલે હુ  દુનિયા ના કોઈ  પણ છેડે જઈને આવુ મારા દિલ માં તારૂ સ્થાન ક્યારેય નહી બદલાય. આ આદિ હંમેશાં ઈશુ નો જ રહેશે.......!!!

પછી મોડે સુધી વાતો કરતા કરતા બંને એકબીજા ના ખભા પર માથું ઢાળી ને આખી રાત એમજ હિચકા પર સુઈ ગયા.

હવે આમ જ વર્ષ પુરૂ થવા આવ્યું હતુ .

                *       *.       *.      *.      *.

એક મહિનો જ બાકી છે આદિત્ય ની ઈન્ટશીપ પુરી થવામાં. અને તેને બીજા એક મહિના પછી ન્યુયોર્ક બે વર્ષ સ્ટડી માટે પણ જવાનું નક્કી થઈ ગયું છે. એ માટે તેને એક સ્કોલરશીપ મળી હતી ગવર્મેન્ટ તરફથી.

આદિત્ય  આજે સામેથી ઈશિતા ના મમ્મી પાસે જઈને તેમની પાસે ઈશિતા નો હાથ માગે છે. અને મેરેજ તે ભણવાનું પુરૂ કરીને  આવે એટલે કરશે એવું પણ કહે છે. ઈશિતા ના મમ્મી પણ દિકરી ની ખુશી જ ઈચ્છે છે એટલે તે રાજીખુશી થી આ સંબંધ માટે હા પાડી દે છે.

               *.      *.      *.       *.       *.

આજે આદિત્ય ને ન્યુયોર્ક માટે જવા નીકળે છે. ઈશુની મમ્મી તેને આશીર્વાદ આપે છે અને શુકન માં દહીં સાકર ખવડાવે છે. અને ઈશુ અને આદિ એકબીજાને ભેટી ને બહુ રડે છે કારણ કે હવે બે વર્ષ એકબીજા થી અલગ રહીને વિરહમાં વીતાવવાના હતા.

એક ખુશી પણ હતી કે બંને હવે ફરી મળશે ત્યારે આદિત્ય નુ હાર્ટ સ્પેશિયાલિસ્ટ બનવાનું સપનું પુરૂ થશે તે આર્થિક રીતે પણ સેટલ થઈ જશે અને બંનેના મેરેજ થશે એટલે બંને હંમેશાં માટે એક થઈ જશે....!!!

શુ આદિ ન્યુયોર્ક જઈને ઈશુને ભુલી જશે?? બંને ફરી મળશે કે હંમેશાં માટે જુદા થઈ જશે?? કેવી લાગી સ્ટોરી... તમારા પ્રતિભાવ જરૂર જણાવશો..

next part........... publish soon..............

              


***

Rate & Review

Rekha Patel 3 weeks ago

Shilpa S Ninama 1 month ago

Dhrmesh Kanpariya 2 months ago

Shreya 2 months ago

Asha Parmar 2 months ago