Shivali - 25 books and stories free download online pdf in Gujarati

શિવાલી ભાગ 25 - છેલ્લો ભાગ

મહેલ ની બહાર ખુલ્લા મેદાનમાં બધા અઘોરી યજ્ઞ માટે ભેગા થઈ ગયા છે. પંડિતજી એ રાજકુમારીના શરીર ના અંતિમસંસ્કાર માટે બધી તૈયારી કરી દીધી હતી. ગુરુમાં પોતાના આસન પર બિરાજમાન થઈ ગયા હતા. ફકીરબાબા પણ પોતાની તૈયારીમાં હતાં.

શિવ હવે મહેલની અંદર જવાનો સમય થઈ ગયો છે ચાલ, અઘોરીબાબા એ કહ્યું. ને ધ્યાન રાખજે તારે રાજકુમારી ની આત્મા થી બચવાનું છે. ને પહેલા શિવાલી પાસે જવાનું છે. ને પછી શિવાલી ને લઈ ને તારે એ રૂમમાં જવાનું છે જ્યાં રાજકુમારી ચન્દ્રપ્રભા નું શરીર છે. કેમકે શિવાલી ને એ રૂમ ક્યાં છે તે ખબર હશે. એટલે એ તને ત્યાં ઝડપ થી લઈ જશે. આપણે સમય નું પણ ધ્યાન રાખવાનું છે.

જી બાબા. શિવ અને બીજા બધા મહેલના દરવાજા પાસે આવી ગયા.

શિવ હવે શાઉલની આત્મા ને બોલવાનો સમય થઈ ગયો છે તું હવે શાઉલ ની આત્મા ને બોલાવી લે, અઘોરી એ કહ્યું.

હા બાબા, શિવ શાઉલે કહેલું તે પ્રમાણે આંખો બંધ કરી ને મનમાં બોલવા લાગે છે.

શિવ, શાઉલ ની આત્મા એ શિવ ને બોલાવ્યો.

શિવે આંખો ખોલી તો સામે શાઉલ ની આત્મા હતી. એ ખૂબ ખુશ થઈ ગયો. તમે આવી ગયા?

હા તને કહ્યું હતું એટલે આવવું જ પડે, શાઉલે કહ્યું.

બાબા આ શાઉલ ની આત્મા છે, શિવે અઘોરીબાબા ને કહ્યું.

અઘોરી અને બીજા બધાએ શિવે કહ્યું તે દિશામાં જોયું પણ ગોની અને ઝુકીલા સીવાય કોઈ ને પણ શાઉલ ની આત્મા દેખાય નહિ. ક્યાં છે શિવ? પંડિતજી એ પૂછ્યું.

શિવ આ લોકો મને નહિ જોઈ શકે, શાઉલ કહ્યું.

પંડિતજી જ્યાં સુધી શાઉલ ના ઈચ્છે ત્યાં સુધી આપણે શાઉલ ની આત્મા ને નહિ જોઈ શકીએ, અઘોરી એ કહ્યું.

કઈ નહિ બાબા હવે શિવ ને અંદર મોકલવાની પ્રક્રિયા ચાલુ કરીએ? પંડિતજી એ પૂછ્યું.

હા પંડિતજી, પણ એ લોકો કઈ કરે તે પહેલા શાઉલ અને શિવ મહેલના દરવાજા ની અંદર ચાલ્યા ગયા.

અરે આ શુ થયું? શિવ કેવી રીતે અંદર ગયો? રાઘવભાઈ એ પૂછ્યું.

રાઘવભાઈ તમે ભૂલો નહિ કે શિવ ની સાથે શાઉલ ની આત્મા છે. હવે શિવ એકલો નથી. ને શાઉલ એક પવિત્ર આત્મા છે અને ઉચ્ચકોટી નો તંત્ર મંત્ર નો જાણકાર છે. ચાલો હવે આપણે આપણું કામ ચાલુ કરી દઈએ, પંડિતજી બોલ્યા.

બધા લોકો પોતપોતાની જગ્યા સંભાળી લીધી.

શુ થયું શાઉલ આમ કેમ જુઓ છો?

શિવ રાજકુમારી ચન્દ્રપ્રભા આટલા વર્ષો પછી પણ પોતાની શક્તિઓ ને જાળવી શકી છે. ને એટલે તેની શક્તિઓ થી આ બધું પહેલા જેવું જ થઈ ગયું છે.

હા શાઉલ એટલે તો અમે કઈ કરી શક્યા નહિ. બન્ને જણ શિવાલી ને શોધવા મંદિર તરફ જવા લાગ્યા.

શાઉલ અને શિવ નો મહેલમાં પ્રવેશ થયો એટલે રાજકુમારી ની આત્મા ને તરત ખબર પડી ગઈ કે કોઈ એ મહેલમાં પ્રવેશ કર્યો છે. એ તરતજ હરકતમાં આવી ગઈ અને કોણ આવ્યું છે તે શોધવા લાગી.

શિવ અને શાઉલ મંદિરમાં આવી ગયા ત્યાં શિવાલી મંદિરના દરવાજે માથું ટેકવી બેસેલી છે.

શિવાલી, શિવાલી શિવે તેને વિચારોમાં થી જગાડી.

શિવ ને જોઈ શિવાલી એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ.

શિવ તું અહીંયા? કેવી રીતે? ને એ ચોધાર આંસુ એ રડવા લાગી. શિવે તેને પોતાના આલિંગનમાં લઈ લીધી. ને તેના વાંસે હાથ ફેરવા લાગ્યો. તેણે શિવાલી ને રડવા દીધી. એ જાણતો હતો કે આટલા દિવસ એણે કેવી રીતે વિતાવ્યા હશે. તેની આંખમાં થી પણ આંસુ અનાધાર વહેવા લાગ્યા.

શાઉલ ની આત્મા આ બન્ને ના મિલન ને જોઈ ને ખુશ થઈ ગઈ.

શિવાલી હું તને લેવા આવ્યો છું.

શિવાલી શિવ ને જોવા લાગે છે ને બોલે છે સમરસેન હું તમને યાદ કરતી હતી.

શિવ તેની સામે જોઈ ને બોલ્યો ને હું પણ તમને યાદ કરતો હતો કનકસુંદરી.

ને બન્ને એકબીજા ને એક તૃપ્ત ને સંતોષકારક આલિંગન માં સમાવી લે છે.

તો સમરસેન તું પણ આવી ગયો મરવા માટે?

અચાનક આવેલા અવાજ થી બન્ને સજાગ થઈ ગયા. શિવતો રાજકુમારી ની આત્મા સામે જ જોઈ રહ્યો. હજુ પણ અવાજમાં એજ અક્કડ છે એણે વિચાર્યું.

મને ખબર હતી કે કનકસુંદરી જો અહીં છે તો તું પણ અહીં જરૂર આવીશ. ખૂબ તકલીફો વેઠી હતી તમારા લીધે મેં. હવે હું તમને બન્ને ને નહિ છોડું.

શિવાલી એકદમ ડરી ને શિવ ની પાછળ સંતાઈ ગઈ.

રાજકુમારી ચન્દ્રપ્રભા તું ત્યારે પણ તારા ઇરાદાઓમાં સફળ નહોતી થઈ અને આજે પણ તું તારા ઇરાદાઓ માં સફળ નહિ થાય.

સમરસેન ત્યારે મેં જ તમને બન્ને ને મૃત્યુ આપી ને અલગ કર્યા હતા ને આજે પણ હું તમને બન્ને ને ફરી થી અલગ કરી દઈશ. આજે કોઈ તમને મારા થી બચાવી શકે તેમ નથી.

રાજકુમારી ચન્દ્રપ્રભા એમ જો દરવખતે સાચા લોકો હારી જતાં હોત તો હજુ સુધી આ શિવાલી જીવતી ના હોત. તું એને ક્યારનીય મારી ચુકી હોત. હંમેશા ખોટા લોકો નથી જીતતા.

શિવ ની વાત સાંભળી રાજકુમારી ની આત્મા ક્રોધિત થઈ જાય છે સમરસેન એમ કહી તેણે શિવ અને શિવાલી પર હુમલો કર્યો.

પણ એનો એ હુમલો નાકામ થઈ ગયો.

રાજકુમારી એ ફરી થી શિવ અને શિવાલી પર હુમલો કરતા મોટો પથ્થર ઉપર ઉઠાવી તે લોકો તરફ ફેંક્યો. પણ એ પથ્થર હવામાં જ લટકી રહ્યો ને પછી નીચે પડી ગયો.

હવે રાજકુમારી નો ક્રોધ વધવા લાગ્યો એ એક પછી એક વસ્તુ થી એ લોકો પર હુમલો કરવા લાગી પણ એને સફળતા મળી નહિ. એને સમજ નહોતી પડતી કે એ કેમ શિવ અને શિવાલી ને મારી નહોતી શકતી.

પણ એ નહોતી જાણતી કે શાઉલ ની આત્મા શિવ ની મદદ કરી રહી છે ને એના બધાજ હુમલા શાઉલે જ નકામા બનાવી દીધા હતા. રાજકુમારી શાઉલની આત્મા ને જોઈ શકતી નહોતી.

શિવ તું અને શિવાલી અહીં થી એ ઓરડા તરફ જાવ જ્યાં રાજકુમારી ચન્દ્રપ્રભાનું શરીર પડેલું છે. આપણે જેટલું જલ્દી બને તેટલું જલ્દી એ શરીર લઈ ને મહેલની બહાર જવાનું છે. પણ પહેલા રાજકુમારીનું ધ્યાન ભટકાવું પડશે નહીંતો એને જાણ થઈ જશે, શાઉલે કહ્યું.

શિવ કોની સાથે વાત કરી રહ્યો છે તે શિવાલી ને સમજ ના પડી. કોની સાથે વાત કરે છે શિવ? તેણે પૂછ્યું.

શિવે ઈશારા થી શાઉલ ને હા કહી ને શિવાલી નો હાથ પકડી દોડ્યો. શિવાલી હું શાઉલ ની આત્મા સાથે વાત કરતો હતો.

શાઉલ? પણ શિવ એ.......

શિવાલી શાઉલ ની આત્મા આપણી મદદ કરવા આવી છે. હું તેમને બોલાવી લાવ્યો છું. તું મને એ ઓરડામાં લઈ જા જ્યાં રાજકુમારી ચન્દ્રપ્રભા ને કેદ કરવામાં આવી હતી.

હા શિવ. બન્ને એ રૂમ તરફ ભાગે છે.

ક્યાં ભાગે છે સમરસેન? તું મારા થી બચી નહિ શકે. રાજકુમારીની આત્મા પણ એ લોકો ની પાછળ જાય છે.

પણ શિવ વધુ આગળ જઈ શકતો નથી રાજકુમારી એ બન્ને ને ત્યાં જ ઝકડી ને જમીન સાથે સ્થીર કરી દે છે.

પણ થોડી જ વારમાં એ બન્ને એ ઝકડમાં થી છૂટી જાય છે.

રાજકુમારી ની આત્મા સમજી જાય છે કે સમરસેન એકલો નથી કોઈ છે જે એની મદદ કરી રહ્યું છે. તે પોતાની શક્તિઓ થી જાણવા નો પ્રયત્ન કરે છે પણ એ જાણી શકતી નથી. ને ગુસ્સામાં એ આખા મહેલમાં આગ લગાવી દે છે.

મને ખબર છે સમરસેન તું એકલો નથી આવ્યો કોઈ છે તારી સાથે જે તારી મદદ કરી રહ્યું છે. પણ હું તેને પણ નહિ છોડું. હું બધું જ સળગાવી દઈશ. એક ભડવીર પુરુષ ક્યારેય તારી જેમ છુપાઈ ને હુમલો નથી કરતો.

રાજકુમારી ચન્દ્રપ્રભા એક સ્ત્રી ક્યારેય પોતાનું અપમાન અને પ્રેમ નથી ભૂલતી એ હું જાણું છું. ને બદલો લેવા માટે એ કોઈપણ હદ સુધી જઈ શકે છે. ને તું શુ સચ્ચાઈ ની વાત કરે છે તે ક્યારેય તારા જીવનમાં સારા કર્મો કર્યા હતા? શિવે કહ્યું.

સમરસેન મેં શુ કર્યું એ નહિ પણ હવે તું શુ કરીશ એ મહત્વનું છે સમજ્યો, રાજકુમારી બોલી.

ચારેબાજુ આગ વધવા લાગે છે.

શિવ આ આગ ને કાબુમાં લેવી અશક્ય છે. હું ધૂળ નું વાવાઝોડું લાવું છું તું અને શિવાલી મહેલના અંદરના ભાગમાં ચાલ્યા જાવ. ને હવે હું સામનો કરું છું રાજકુમારી ચન્દ્રપ્રભાનો તું અને શિવાલી તેનું શરીર લઈ મહેલની બહાર નીકળો, શાઉલ કહ્યું.

સારું, શિવ અને શિવાલી મહેલની અંદર તરફ દોડયા.

શાઉલે પોતાની શક્તિઓ થી ધૂળનું વાવાઝોડું શરૂ કર્યું. ચારેતરફ ધૂળ જ ધૂળ ફેલાઈ ગઈ. એમાં કંઈજ દેખાતું નહોતું. ધૂળ આગ પર પડવા લાગી એટલે એ ઓલાવા લાગી.

ધૂળ દૂર થતા રાજકુમારી સમરસેનને શોધવા લાગી પણ એ એને મળ્યો નહિ. એ ગુસ્સામાં ધૂવાપૂવા થતી ચારેતરફ શોધવા લાગી.

શિવ અને શિવાલી રાજકુમારીને જ્યાં કેદ કરી હતી ત્યાં પહોંચી ગયા. રાજકુમારીના શરીર નો ઢાંચો (હાડપીંજર) ત્યાં પડેલો હતો.

શિવાલી જલ્દી કર આપણે આ ઢાંચો મહેલની બહાર લઈ જવાનો છે. રાજકુમારી આવે એ પહેલા આપણે અહીં થી નીકળવું પડશે. આને કેવી રીતે લઈ જઈશું?

ઉભોરે શિવ, શિવાલી દોડી ને એક મોટું કપડું લઈ આવી. આમા લઈ જઈએ.

બન્ને એ મળી ને રાજકુમારીના શરીર નો ઢાંચો એ કપડામાં મુક્યો અને તેને સંભાળીને વાળી લીધો. શિવે બન્ને હાથો થી એને ઉઠાવી લીધો. શિવાલી તું મહેલના બધાજ રસ્તા થી વાકેફ છે?

હા શિવ આટલા સમયમાં મેં આ મહેલ ને જ સમજ્યો છે. હું દરેક જગ્યા ને સારી રીતે ઓળખું છું.

તો તું મને સૌથી નાના અને ઝડપ થી મહેલની બહાર જવાય તેવા રસ્તા થી મહેલના બહાર લઈ જા.

સારું શિવ તું મારી પાછળ આવ. બન્ને જણ ઉપર થી નીચે આવે છે તો સામે રાજકુમારી ની આત્મા આવી ગઈ. બન્ને જણ ડરી ગયા.

સમરસેન તને શુ લાગ્યું? તું આસાની થી અહીં થી જઈ શકીશ. હું તને અહીં થી બહાર નહિ જવા દઉં.

શિવ અને શિવાલી બન્ને બે ડગલાં પાછળ ખસી ગયા. હવે બન્ને માટે કોઈ બચવાનો રસ્તો રહ્યો નહોતો. એટલે શિવાલી શિવ ની આગળ આવી ગઈ એ જાણતી હતી કે રાજકુમારી ની કોઈ યોજનાની કે હુમલાની તેની પર અસર થતી નથી.

કનકસુંદરી તને શુ લાગે છે તું બચી શકીશ? રાજકુમારી બોલી.

રાજકુમારી ચન્દ્રપ્રભા મને નથી ખબર કે હું બચી શકીશ કે નહિ પણ હા શિવ ને જરૂર બચાવી લઈશ, શિવાલી બોલી.

કનકસુંદરી તું ત્યારે પણ કમજોર હતી અને આજે પણ કમજોર છે. તારી પાસે કોઈ તાકાત નથી કે તું સમરસેન ને કે તારી જાત ને બચાવી શકે.

રાજકુમારી ચન્દ્રપ્રભા હું ત્યારે કમજોર હતી કેમકે તને સારી રીતે ઓળખતી નહોતી. પણ અત્યારે હું તને સારી રીતે ઓળખી ગઈ છું. તું એક પાપી આત્મા છે. જે જીવી ત્યાં સુધી પોતાના લોકો ને હેરાન પરેશાન કરતી રહી અને મર્યા પછી પણ લોકો ને પરેશાન કરતી રહી. તે ક્યારેય બીજાના વિશે વિચાર્યું નહિ. તું હંમેશા બીજાનું પડાવી લેવામાં જ વ્યસ્ત રહી. તે એવું કોઈ કામ ના કર્યું કે લોકો તને યાદ કરે. તું તો શાઉલના પ્રેમ ને પણ ના સમજી શકી. જો તું એને સમજી શકી હોત તો આજે તું આમ આત્મા બની ભટકતી ના હોત. તું એક સારી દીકરી, સારી પ્રેમિકા અને એક સારી રાજકુમારી બની શકી હોત અને લોકોના હ્રદયમાં રાજ કરતી હોત.

કનકસુંદરી સંભાળી ને હું તને છોડીશ નહિ, રાજકુમારી બોલી.

મને ખબર છે રાજકુમારી કે તું મને છોડીશ નહિ. પણ ક્યાં સુધી તું અમને આમ મારતી રહીશ? અમે ફરી જન્મ લઈશું અને ફરી એકબીજા ને શોધી લઈશું. પણ તારું શુ? તું તો હજુ પણ ત્યાંજ છે એ પણ એક આત્મા રૂપે. તારી પાસે તો તારું શરીર પણ નથી. કે પોતાનું કહેવાય એવું પણ કોઈ નથી. તું એકલી અટૂલી છે.

શિવાલી ની વાતો સાંભળી રાજકુમારી થોડી નરમ પડી ગઈ. એ વિચારવા લાગી કે કનકસુંદરી સાચું કહે છે. બધા ને દુઃખી કરી તેને શુ મળ્યું? એક એવી કેદ જે હજુ સુધી તે ભોગવી રહી છે. તે હજુ ત્યાં જ છે જ્યાં હતી ને બીજા લોકો તેના થી આગળ વધી ગયા. તેણે ક્યારેય કોઈ ને કઈ પણ સુખ ના આપ્યું. ને શાઉલ..... તેની આંખમાં પાણી આવી ગયું. કેટલો પ્રેમ કરતો હતો મને. એને પણ મેં દગો કર્યો.

આજ સમયે શાઉલ ની આત્મા શિવ પાસે આવી અને તેણે તેમને ત્યાં થી જવા માટે કહ્યું. એટલે શિવ અને શિવાલી ત્યાં થી મહેલની બહાર જવાના રસ્તા તરફ ભાગ્યા.

હજુ પણ રાજકુમારી પોતાના ભૂતકાળમાં ખોવાયેલી હતી. શાઉલ તેના મનને પામી ગયો અને રાજકુમારીની સામે પ્રગટ થઈ ગયો. શુ વિચારો છો રાજકુમારીજી? શાઉલે પૂછ્યું.

અવાજ સાંભળી રાજકુમારી ચન્દ્રપ્રભા સભાન થઈ ગઈ. તેની સામે શાઉલની આત્મા ઉભી હતી. શાઉલ?

હા રાજકુમારી હું શાઉલ. શુ મળ્યું તે વિચારતા હતા તમે?

હજુ રાજકુમારી શાઉલ ની સામે જ જોઈ રહી હતી.

બોલો રાજકુમારી કનકસુંદરી ની વાતો એ તમને હચમચાવી નાંખ્યા? કે પછી તમે જ તમારો ક્રૂર ભૂતકાળ યાદ કરી ને ડરી ગયા? બોલો?

શાઉલ તમે અહીં એ પણ આ રીતે? રાજકુમારી એ પૂછ્યું.

હા રાજકુમારી હું આ રીતે. મેં જે ગુનો કર્યો હતો તેની સજા મારે પણ તો ભોગવવાની હતી ને?

ગુનો કયો ગુનો? રાજકુમારી એકદમ બેબાકળી બની ગઈ.

તમને પ્રેમ કરવાનો ગુનો. તમને કેદ કરવાનો ગુનો. તમને રડાવ્યા નો ગુનો. તમને.........

બસ શાઉલ બસ. મને ખબર છે તમે કોઈ ગુનો નથી કર્યો. ગુનો તો મેં કર્યો છે, તમને દગો કરી ને, તમારી સાથે ચાલાકી કરીને, તમારા પ્રેમ ને ઠોકર મારી ને, પોતાના લોકો ને પરેશાન કરી ને અને અને આવા કેટલાય ગુના જે હું ગણાવી પણ નથી શકતી. મેં મારા જીવન માં કોઈ કામ સારું નથી કર્યું ને એટલે આજે પણ આમ તરફડયા કરું છું. ગુસ્સામાં ફર્યા કરું છું. આટલા વર્ષો પછી પણ આત્મા બની ને ભટક્યા કરું છું.

આ સમયે શિવ અને શિવાલી રાજકુમારી ચન્દ્રપ્રભાના શરીર સાથે મહેલની બહાર પહોંચી ગયા. બન્ને ને સાથે જોઈ ને બધા ખુશ થઈ ગયા. શિવાલી દોડી ને રમાબેન ને વળગી પડી. શિવ રાજકુમારીના શરીર ને લઈને પંડિતજી પાસે ગયો.

શિવ આ શરીર ને આ ચિતા પર સુવાડી દે, પંડિતજી બોલ્યા. પછી બન્ને જણે રાજકુમારીના શરીર ને ચિતા પર સુવાડી દીધું ને તેની પર લાકડા મૂકી દીધા.

આ પછી બધા જ લોકો પોત પોતાના કામમાં લાગી ગયા. જોર જોર થી મંત્રો ઉચ્ચાર ચાલુ થઈ ગયો. અઘોરીબાબા ની બધી શક્તિઓ પાછી આવી ગઈ હતી. એમને ભૈરવદેવ ની પૂજા અર્ચના ચાલુ કરી દીધી. આખું વાતાવરણ મંત્રો ઉચ્ચાર થી ગુંજવા લાગ્યું.

મંત્રોના અવાજો સાંભળી રાજકુમારી ચન્દ્રપ્રભા ચોંકી ગઈ.

શાઉલ આ.......

રાજકુમારી આ તમારા આત્માના મોક્ષ માટે ની તૈયારીઓ છે. જો તમે તમારી જીદ છોડી દો તો આપણે બન્ને મોક્ષ પામી શકીશું.

શાઉલ તમારે મોક્ષ ની શુ જરૂર તમે તો એક પવિત્ર આત્મા છો.

રાજકુમારી તમારા પ્રત્યેના પ્રેમ ને કારણે હું ક્યારેય તમને ભૂલી ના શક્યો. તમને કેદ કર્યા પછી હું ચેન થી જીવી ના શક્યો. ને એજ પરિસ્થિતિમાં મૃત્યુ ને ભેટ્યો. હું જાણતો હતો કે તમને પણ મોક્ષ નહિ મળ્યો હોય એટલે હું પણ તમારા મોક્ષ ની પ્રતીક્ષામાં આત્મા બની ભટકવા લાગ્યો. ને આજે આ મોકો આપણ ને સમરસેન અને કનકસુંદરી એ આપ્યો. ચાલો રાજકુમારી આ બંધનમાં થી મુક્ત થઈ જઈએ. ને ફરી એક નવી શરૂઆત કરીએ. આપણે પણ ફરી એક થઈ જઈએ. ફરી એકબીજા ને સમર્પિત થઈ જઈએ.

હા શાઉલ મને પણ આ જીવન થી મુક્તિ જોઈએ છે. મેં મારા અહમ અને ગુસ્સા માં ઘણું બધું ખોવી દીધું છે. હું પણ મારી ભૂલો ને સુધારી એક નવી શરૂઆત કરવા માંગુ છું તમારા સાથે. તમે મને સાથ આપશો?

તમારા સાથ માટે તો મેં આટલી રાહ જોઈ છે રાજકુમારી ચાલો નવી શરૂઆત કરીએ. બન્ને જણ મહેલના દરવાજા તરફ પ્રયાણ કરે છે.

મહેલની બહાર નું વાતાવરણ શુદ્ધ મંત્રો ઉચ્ચાર થી ગુંજી રહ્યું છે. માનો કે જાણે ચારેતરફ ભક્તિમય ઉજાશ ના ફેલાયો હોય.

શાઉલ અને રાજકુમારી ની આત્મા મહેલ ની બહાર આવે છે. ને બન્ને શિવ અને શિવાલી તરફ જાય છે.

સમરસેન કનકસુંદરી હું તમારી અપરાધી છું. મને મારી ભૂલ સમજાય ગઈ છે. તમે બન્ને મને માફ કરી દો, રાજકુમારી ચન્દ્રપ્રભા બોલી.

શિવ અને શિવાલી એકબીજાની સામે જોવા લાગ્યા.

રાજકુમારી ચન્દ્રપ્રભા અમેં તમને માફ કરીએ છીએ.

શિવ તારો ખૂબ ખૂબ આભાર. આજે તારા કારણે હું રાજકુમારી ચન્દ્રપ્રભા ને પામી શક્યો અને આ જન્મના ઋણ થી મુક્ત થઈ શક્યો, શાઉલે કહ્યું.

ના શાઉલ મદદ તો તમે અમારી કરી છે. અમે તો માત્ર નિમિત્ત બની ગયા, શિવ બોલ્યો.

ને ત્યાં પંડિતજી એ પૂજા પુરી કરી ને વિધિવત રાજકુમારી ની ચિતા ને આગ ચાંપી. ને ચિતા ભડભડ બળવા લાગી.

ને એજ સમયે રાજકુમારી ચન્દ્રપ્રભા અને શાઉલ ની આત્મા ઉપર આકાશમાં અદ્રશ્ય થઈ ગઈ. ને એજ સમયે મહેલ ની બધી રોનક જતી રહી અને ફરી પાછો એ મહેલ ખંડેર બની ગયો.

બધી જ વિધિ ખૂબ જ ચીવટ અને નીતિનિયમો પ્રમાણે પૂર્ણ થઈ ગઈ. ને ત્યાં થી અઘોરીબાબા અને તેમના સાથીઓ શિવ અને તેના પરિવારનો આભાર માની ચાલી નીકળ્યા.

ને બાકી બધા હવેલી પર આવી ગયા. બધા ખૂબ ખુશ હતા. બધાએ સાથે બેસી ને શિવ અને શિવાલીના લગ્ન જલ્દી કરવાનું નક્કી કરી દીધું.

ગોની અને ઝુકીલા, શિવ અને શિવાલી ના લગ્ન માટે ત્યાં રોકાય ગયા.

શુ વિચારે છે શિવ? શિવાલી એ પૂછ્યું.

શિવ વિચારો માં થી બહાર આવ્યો. શિવાલી માણસ પણ કેવો વૈચારિક હોય છે. સમજ્યા જાણ્યા વગર કંઈ પણ વિચારી લે છે?

એટલે?

શિવાલી જ્યારે રાજકુમારી એ તને કેદ કરી હતી ત્યારે તને છોડાવવા માટે અમે કેટ કેટલી તૈયારીઓ કરી. એવું વિચારી ને કે રાજકુમારી ચન્દ્રપ્રભા એક ક્રૂર, ગુસ્સાવાળી અને અભિમાની આત્મા છે. એ તને આસાની થી નહીં છોડે. પણ એવું કંઈ જ ના બન્યું. અમારી બધી તૈયારીઓ એમના એમ રહી ગઈ. ને રાજકુમારી એ ખૂબ સરળતા થી તને છોડી દીધી.

હા, શિવ તારી વાત સાચી છે. પણ કદાચ આપણે ભૂલી ગયા હતા કે એ પણ એક માણસ છે પછી ભલે તે આત્મા હોય. તેનું પણ પોતાનું પણ એક અસ્તિત્વ હોય છે. આપણે પણ આપણા જીવનમાં આવી જ ભૂલો કરી ને બીજા ને દોષી માની લઈએ છીએ. બીજા ને તેના વર્તન માટે સમજવાનો કે સમજવાનો મોકો આપતા નથી.

હા શિવાલી તારી વાત સાચી છે. આપણે પણ આવી જ ભૂલ કરી. પણ શાઉલ ના પ્રેમે રાજકુમારી ચન્દ્રપ્રભા ને મનાવી લીધી.

હા, શિવ આજ પ્રેમ છે.

શિવ અને શિવાલી પોતાના પાછલા અને વર્તમાનના જન્મ ને યાદ કરી રોમાંચિત થવા લાગ્યા. ને ભગવાન નો આભાર માનવા લાગ્યા.

( વ્હાલા વાચકમિત્રો આજે આ શિવાલી નો અંતિમ ભાગ છે. હું તમારા સહુ ની ખૂબ ખૂબ આભારી છું કે તમે બધા એ શિવાલી ને ખૂબ પ્રેમ આપ્યો. આપનો કિંમતી સમય આપી તમારા અભિપ્રાયો આપ્યા. આ 25 ભાગની મારી, તમારી અને શિવાલી ની સહિયારી યાત્રા મારા અને શિવાલી માટે ખૂબ જ સરસ રહી. તમારા પ્રેમ અને વાંચન ના લીધે હું આ ધારાવાહિક વાર્તા પુરી કરી શકી છું. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જો તમે બધા મને આ અંતિમ ભાગ પછી તમારો કિંમતી અભિપ્રાય આપશો તો મને ભવિષ્યમાં આવું કંઈક લખવાની પ્રેરણા મળશે. જે લોકો એ આજ સુધી અભિપ્રાય નથી આપ્યા એ લોકો પણ જો જતાં જતાં પોતાનો કિંમતી અભિપ્રાય આપશે તો હું તેમની આભારી રહીશ. Thank you very much. बहोत बहोत धन्यवाद आप सबका।)

??? સમાપ્ત. ???