યારા અ ગર્લ - 11બધા શાંતિ થી ચાલતા હતા. પણ ગ્લોવર અને ઉકારીઓ એકબીજા ની અવગણના કરી ચાલી રહ્યા હતા.

ભોફીન આ ગ્લોવર અને ઉકારીઓ એકબીજા ને જાણે છે? યારા એ પૂછ્યું.

ભોફીને યારા સામે જોતા કહ્યું, હા જાણે છે. સારી રીતે જાણે છે.

એટલે મને લાગતું હતું કે કઈક ગડબડ છે, યારા બોલી.

ગડબડ? કેવી ગડબડ યારા? અકીલે પૂછ્યું.

અકીલ તું યાદ કર જ્યારે ઉકારીઓ અને ગ્લોવર એકબીજા સાથે લડતા હતા ત્યારે એ બન્ને માત્ર વાદવિવાદ જ કરી રહ્યા હતા. બન્ને માં થી કોઈ એ પણ એકબીજા ને નુકસાન નહોતું પહોચાડ્યું. હાલાકી બન્ને એકબીજા પર ગુસ્સો કરી રહ્યા હતા પણ છતાં એકબીજા ને બચાવી રહ્યા હતા. બન્ને માં થી કોઈ નો પણ ઈરાદો એકબીજા ને નુકશાન પહોંચાડવા નો નહોતો, યારા એ કહ્યું.

હા યારા તું સાચું કહે છે. મને પણ એવું લાગ્યું કે બન્ને એકબીજા ને સાચવી રહ્યા છે. ભોફીન એવું કેમ? વેલીને પૂછ્યું.

વેલીન એવું એટલા માટે કે ગ્લોવર અને ઉકારીઓ બન્ને મિત્રો છે, ભોફીને વેલીનના પ્રશ્ન નો જવાબ આપ્યો.

મિત્રો? મિત્રો કેવી રીતે? અકીલે આશ્ચર્ય સાથે પૂછ્યું.

હા, મિત્રો. બન્ને એક જમાનામાં ખૂબ સારા મિત્રો હતા, ભોફીને કહ્યું.

એક જમાનામાં મતલબ? યારા એ પૂછ્યું.

યારા ગ્લોવર જેમ વોસીરો ના રાજકુમારનો બોડીગાર્ડ હતો તેમ ઉકારીઓ વોસીરો ના રાજા નો વફાદાર યોધ્ધા છે. ઉકારીઓ રાજા ના હુકમ ને માનનારો અને તેના કહ્યા પ્રમાણે કામ કરનારો એક બહાદુર યોધ્ધા છે. ઉકારીઓ અને તેના સાથીઓ વોસીરો ની રક્ષા કરવાનું કામ કરે છે. તેઓ જંગલમાં કોઈ પણ જગ્યાએ આસાની થી આવનજાવન કરી શકે છે. ને અહીં કઈ પણ અજુગતી વાત બને તો તરત જ રાજા ને જાણ કરે છે. 

ગ્લોવર અને ઉકારીઓ બન્ને એક જ પરિવાર માટે કામ કરતા હતા. ઘણીવાર એકબીજા ની મદદ ની પણ જરૂર રહેતી ને આ જરૂરીયાતે તેમને મિત્રો બનાવી દીધા. પણ જ્યારે ઓરેટોન અને કેટરીયલ ની હત્યા ની ઘટના બની એ પછી વોસીરોમાં ઘણા બધા સબંધોના સમીકરણો બદલાય ગયા. વોસીરો માં બે ભાગ પડી ગયા. જેમાં એક ભાગના લોકો એવું માનતા હતા કે ગ્લોવરે આ હત્યાઓ કરી છે. જ્યારે બીજા ભાગના લોકો એવું માનતા કે આ હત્યા થી ગ્લોવર ને કોઈ લાભ થવાનો નહોતો. તો એ શા માટે આ હત્યાઓ કરે? એટલે આ હત્યાઓ પાછળ કોઈ બીજું જ કારણ છે જે લોકો નથી જાણતા. ને ગ્લોવર એક વફાદાર અને ચોખ્ખો માણસ છે.

ને આ બે સમીકરણો ને લીધે વોસીરોમાં દોસ્તીના સબંધો પણ બદલાય ગયા. ઉકારીઓ ને રાજા મોરોટોસની વાતમાં વિશ્વાસ છે કે ગ્લોવર જ હત્યારો છે. રાજા મોરોટોસ પોતાના એકના એક આવનાર વારસદાર ને શા માટે મારી નાંખે? પણ એનું મન એ વાત માનતું નહોતું કે ગ્લોવર આવું કરે. એટલે આજ સુધી ખબર હોવા છતાં ઉકારીઓ એ ક્યારેય ગ્લોવરને નુકશાન પહોચાડ્યું નહોતું. પણ હા ગ્લોવર અને ઉકારીઓની મિત્રતા પહેલાં જેવી ના રહી.

ને ત્યાર પછી આ બન્ને ફરી ક્યારેય મળ્યા નહોતા. ને આજે તમારા લોકો ના લીધે આ બન્ને દોસ્તો પાછા મળી ગયા. ને મને લાગે છે કે યારા ની એક્ટિંગે ઉકારીઓને કન્ફ્યુઝ કરી દીધો. ને એટલે એ સચ્ચાઈ જાણવા આપણી સાથે આવ્યો છે.

સચ્ચાઈ? કઈ સચ્ચાઈ? વેલીને પૂછ્યું.

ગ્લોવર ની સચ્ચાઈ. ભલે ઉકારીઓ ને ગ્લોવર પર ભરોસો નથી એવું બતાવે પણ એ અંદર થી એવું માનતો હશે કે ગ્લોવર નિર્દોષ છે. ને એટલે જ સચ્ચાઈ જાણવા આપણી સાથે આવે છે, ભોફીને કહ્યું.

તો એનો મતલબ એ છે કે આપણે જો ગ્લોવર ની સચ્ચાઈ સાબીત કરી શક્યા તો વર્ષો જુના બે મિત્રો ને મળાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે આપણ ને, અકીલે કહ્યું.

હા, અકીલ પણ માત્ર ઉકારીઓ ને જ નહિ પણ પુરા વોસીરો ને સચ્ચાઈ જણાવ્યા નું પુણ્ય મળશે. ને સાથે સાથે ગ્લોવર ને પણ નિર્દોષ સાબીત કરી શકાશે, ભોફીને એક આશા સાથે કહ્યું.

પણ ભોફીન જો મોરોટોસે જ રાજકુમાર ઓરેટોન અને કેટરીયલ ની હત્યાઓ કરાવી છે તે સાબીત થઈ જાય તો શું થશે ભોફીન? યારા એ પૂછ્યું.

ખબર નહીં યારા. વોસીરો ના ઇતિહાસમાં આ પહેલો બનાવ હશે કે ભાઈ એ ભાઈ ની હત્યા કરાવી, ભોફીને નિરાશવદને કહ્યું.

એટલે અહીં આવું ક્યારેય નથી થયું? અમારી દુનિયામાં આવું બધું થાય છે. પૈસા માટે, જમીન માટે, ધન માટે ભાઈ ભાઈ નો દુશ્મન બની જાય છે, અકીલે કહ્યું.

ના અકીલ અમારી દુનિયા લોભ, લાલચ આ બધા થી પરે છે. અહીં કોઈ આવું કરતું નથી. બધા એકબીજા માટે જીવે છે. અહીં પ્રેમ અને લાગણીઓ ના સબંધો છે. ને એટલે જ અમારી દુનિયામાં હજુ પણ જાદુ, રત્નો, ભવિષ્ય આ બધું છે. અમારી દુનિયામાં પ્રાણીઓ કે માણસો બધા સરખા છે. ને એટલે હું ભૂંડ હોવા છતાં બે પગે ચાલુ છું. માણસો ની જેમ વાતો કરી શકું છું. ઉકારીઓ વાનર હોવા છતાં એક વફાદાર અને બાહોશ યોધ્ધા છે. ને આવું ઘણું બધું અહીં છે જે તમારી દુનિયામાં નથી. ને હજુ તમે અહીં જોયું જ શું છે? અમારી દુનિયા અજીબો ગરીબ વસ્તુઓ થી ભરેલી છે.

હા, ભોફીન તું સાચું કહે છે. તમે અને તમારી દુનિયા બહુ અલગ છે અમારી દુનિયા કરતા. ને તમારી દુનિયા ખૂબ સુંદર છે, યારા એ ખૂબ પ્રેમ થી અને આત્મવિશ્વાસ થી કહ્યું.

યારા તું લાગણીશીલ થઈ ગઈ? વેલીને યારા સામે જોતા કહ્યું.

હા, વેલીન. પણ જવાદે ત્યાં જો ગ્લોવર અને ઉકારીઓ ને. કેવા એકબીજા થી કતરાઈ ને ચાલે છે, યારા એ વાત બદલતા કહ્યું.

ત્યાં મોલીઓન દોડી ને એ લોકો પાસે આવ્યા. મોલીઓન આજે ખૂબ ખુશ હતા. વેલીન અને અકીલે તેમને ઊંચકી લીધા. ને યારા, અકીલ અને વેલીન મોલીઓન સાથે મસ્તી કરતા આગળ વધવા લાગ્યા. બધા ખુશ હતા કે આગળ નો રસ્તો કપાઈ રહ્યો છે. 

ત્યાં ભોફીન ને એકલો ચાલતો જોઈ ઉકારીઓ તેની પાસે આવ્યો. ભોફીન આપણે લોકો જઈ ક્યાં રહ્યા છીએ?

ભોફીને ઉકારીઓ ની સામે જોયું પછી બોલ્યો, આપણે "કોનોમાં" જઈ રહ્યા છીએ. 

" કોનોમાં "? કેમ ત્યાં કેમ જઈ રહ્યા છીએ? ઉકારીઓ એ અચરજ સાથે પૂછ્યું.

અમે ત્યાં "ઓકિટીન" ને મળવા જઈ રહ્યા છીએ. આ જે કઈ પણ થઈ રહ્યું છે તે અજુગતું છે. જેની કઈ સમજ પડતી નથી. ને યારા ને પણ પોતાના માતાપિતા માટે અમુક પ્રશ્નો છે જેના જવાબ મળતા નથી. એટલે અમે તે જવાબો શોધવા "ઓકિટીન" પાસે જઈ રહ્યા છીએ, ભોફીને કહ્યું.

ઓહોહો, તો આપણે પેલા ઝાડ ને મળવા જઈ રહ્યા છીએ. સરસ, ખૂબ સરસ હવે સચ્ચાઈ ખબર પડી જશે, ઉકારીઓ બોલ્યો. પણ ભોફીન આ છોકરી જે કહે છે તે સાચું છે? શુ તે ખરેખર વોસીરો ની વારસદાર છે?

ભોફીન સાવધાન થઈ ગયો. એ જાણતો હતો કે ઉકારીઓ આ વાત પૂછશે જ. એટલે એણે પુરી સાવધાની થી કહ્યું, તને શું લાગે છે ઉકારીઓ?

મને તો કઈ લાગતું નથી. પણ ગ્લોવર........ ઉકારીઓ એ વાત અધૂરી છોડી દીધી.

તને લાગે છે કે ગ્લોવર સાથે છે તો વાતમાં સચ્ચાઈ હોય શકે છે એમજ ને? ભોફીને ઉકારીઓ ને પ્રશ્ન કર્યો.

એવું કઈ નથી. હું શા માટે ગ્લોવર પર ભરોસો કરું? એ એક .... ઉકારીઓ બોલતા રોકાઈ ગયો.

બોલ ઉકારીઓ, પુરે પૂરું બોલ. તું દરવખતે વાક્ય પૂરું કરતો નથી. ભોફીને ઉભા રહી ને ઉકારીઓ ની આંખોમાં આંખ પરોવી બોલ્યો, ઉકારીઓ તારી આંખો કહે છે કે તું આજે પણ ગ્લોવર પર ભરોસો કરે છે. તારું મન એ વાત માનવા તૈયાર નથી કે ગ્લોવર હત્યા જેવું ખરાબ કામ કરી શકે. ને છતાં તું એવું બતાવવા નો પ્રયત્ન કરે છે કે ગ્લોવર ગુનેગાર છે. તું એને નફરત બતાવે છે પણ મન થી નફરત કરતો નથી, ભોફીન ગુસ્સા સાથે બોલ્યો.

ઉકારીઓ તરતજ આગળ ચાલવા લાગે છે. એવું કઈ નથી. ગ્લોવર ગુનેગાર છે. એણે હત્યા કરી છે. ને હું શા માટે તેના પર ભરોસો કરું? એણે પોતાના રાજા સાથે દગો કર્યો છે.

ભોફીન તરત જ ઉકારીઓ ને ખેંચી ને ઉભો કરી દે છે. એટલે તું સાચો છો એમ? તો પછી આમ આંખ કેમ મિલાવતો નથી. આંખ મીલાવી ને વાત કર. ને તેજ કહ્યું કે તું જાણતો હોવા છતાં ક્યારેય ગ્લોવર ના રસ્તામાં આવ્યો નથી. તો આ શુ બતાવે છે? બોલ ઉકારીઓ બોલ? ભોફિન ના અવાજમાં ગુસ્સો સ્પષ્ટ વર્તાતો હતો.

ઉકારીઓ કઈ બોલ્યો નહિ. પણ ભોફીને હજુ બોલવાનું ચાલુ રાખ્યું હતું.

મને ખબર છે તું ભલે ના સ્વીકારે પણ તને ગ્લોવર પર ભરોસો છે. ને આજે એના લીધે તું અમારી સાથે છે. પણ કઈ નહિ, તું "ઓકિટીન" પાસે આવે જ છે. તને બધી સચ્ચાઈ ખબર પડી જશે. તું પણ જાણે છે કે "ઓકિટીન" પાસે બધી જ સાચી માહિતી હોય છે. ને ફરી ભોફીને ઉકારીઓ ને ખેંચતા કહ્યું, તું જોજે ગ્લોવર નિર્દોષ જ હશે. ને એની સચ્ચાઈ જાણી તું તારી જાત ને માફ નહિ કરી શકે. તું તારી જાત ને ધિક્કારીશ કે તે તારા મિત્ર પર ભરોસો ના કર્યો. આ બધું ભોફીન ગુસ્સામાં બોલી ગયો. ને પછી આગળ ચાલવા લાગ્યો.

ઉકારીઓ સુન્ન થઈ ગયો હતો. તે ભોફીનની વાત થી અંદર થી થોડો હલી ગયો હતો. એનું મન માનતું હતું કે ગ્લોવર નિર્દોષ છે. પણ પરિસ્થિતિઓ તેને રોકી રહી હતી. એને મિત્રતા ને લીધે જ આજ સુધી ગ્લોવર ને બચાવી રાખ્યો હતો. એ પોતે પણ ઈચ્છતો હતો કે ગ્લોવર નિર્દોષ હોય અને પોતે ખોટો પડે. એ ભલે બતાવતો નહિ હતો પણ એણે હંમેશા ગ્લોવર ની સચ્ચાઈ શોધવાનો પ્રયત્ન કર્યો પણ એને ક્યારેય કઈ મળ્યું નહિ. એવું નહોતું કે એને પોતાના રાજા પર ભરોસો નહોતો પણ એને ગ્લોવર પર અવિશ્વાસ પણ નહોતો. 

એ મનમાં ને મનમાં થોડો ખુશ થઈ ગયો. હવે ચોક્કસ ગ્લોવર ની સચ્ચાઈ જાણવા મળશે. "કોનોમાં" જઈ ને "ઓકિટીન" ની પાસે થી સચ્ચાઈ જાણી શકાશે. એ મનોમન ભગવાનને પ્રાર્થી રહ્યો કે ગ્લોવર નિર્દોષ હોય. ને એ ચાલવા લાગ્યો ને અચાનક એણે ઉંચુ જોયું તો એ લોકો "કોનોમાં" ના વિસ્તારમાં પ્રવેશી ચુક્યા હતા. એણે જોર થી બુમ પાડી, ભોફીન આગળ ના વધશો. રોકાઈ જાવ.

બધા એના અવાજ થી જ્યાં હતા ત્યાં જ રોકાઈ ગયા. ઉકારીઓ દોડતો દોડતો આગળ આવ્યો.

ભોફીન રોકાઈ જાવ. હવે આગળ વધવું થોડું મુશ્કેલ છે, ઉકારીઓ બોલ્યો.

શું થયું ઉકારીઓ? કેમ બધા ને રોકી દીધા? ભોફીને પૂછ્યું.

ભોફીન તમે લોકો આ પહેલા અહીં આવ્યા છો? ઉકારીઓ એ પૂછ્યું.

ના હું નથી આવ્યો ને કદાચ ગ્લોવર પણ, હે ને ગ્લોવર? ભોફીને ગ્લોવર સામે જોઈ ને પૂછ્યું.

ગ્લોવરે હકારમાં માથું હલાવ્યું.

તો તમને ખબર નથી કે "કોનોમાં" ના વિસ્તારના દરેક વૃક્ષો ઓકિટીન ના રક્ષક છે. ઓકિટીન એ અહીં ના વૃક્ષોના રાજા સમાન છે. તેના સુધી પહોંચવા માટે આપણે કેટલાક પડાવો અથવા તો કેટલીક કસોટીઓ માં થી પાર ઉતરવું પડશે. ને આ પડાવો જો આપણે સાચી રીતે પાર કરી શક્યા તો જ આપણે ઓકિટીન ને મળી શકીશું, ઉકારીઓ એ માહિતી આપતા કહ્યું.

કેવા પડાવો? કેવી કસોટીઓ ઉકારીઓ? ને આ પડાવો ક્યાં છે? વેલીને પૂછ્યું.

પડાવો મતલબ કોઈ પ્રશ્નો કે પછી કોઈ ઉખાણુ કે પછી બીજું પણ કઈ હોય શકે, ઉકારીઓ એ કહ્યું.

પણ એવું કેમ? અકીલે પૂછ્યું.

એટલા માટે કે ઓકિટીન એ એક મહાન વૃક્ષ છે. એના જેવું વૃક્ષ બીજે ક્યાંય નથી. તેની પાસે જે ભૂત, ભવિષ્ય જાણવાની કે બતાવા ની શક્તિ છે તે કોઈ ની પાસે નથી. એટલે તેની રક્ષા કરવી જરૂરી છે. ને એટલે અહીંના વૃક્ષો તેના રક્ષક છે, ઉકારીઓ એ કહ્યું.

તો હવે શું કરીશું? ભોફીને પૂછ્યું.

હવે આપણે સાવધાની થી ચાલવું પડશે. કોઈ પણ આપણ ને રોકી શકે છે. આપણે કોઈ ને પણ નુકશાન કરવાનું નથી. આપણે જો કઈ પણ નુકસાનકારક કામ કર્યું તો આપણે ક્યારેય ઓકિટીન ને નહિ મળી શકીએ. ઓકિટીન ના રક્ષકો આપણ ને અહીં થી ખદેડી મુકશે. આપણે સભ્યતા થી ધીરજ થી વર્તવું પડશે, ઉકારીઓ એ કહ્યું.

હજુ સુધી ગ્લોવર કઈ બોલ્યો નહોતો. તે આ બધું શાંતિ થી સાંભળી રહ્યો હતો. ત્યાં યારા તેની પાસે આવી બોલી, હવે શું કરીશું?

કઈ નહિ. એ ( ઉકારીઓ )કહે એમ કરો, ગ્લોવરે કહ્યું.

હવે ઉકારીઓ બધા ને દોરી રહ્યો હતો. ધીરે ધીરે બધા આગળ વધી રહ્યા હતા. 

યારા આ જગ્યા જોઈ? એકદમ અલગ છે. અત્યાર સુધી આપણે જે જોયું એના થી પણ ઉત્તમ, વેલીને કહ્યું.

પણ યારા કઈ સાંભળી નહોતી રહી. એનું ધ્યાન એ જગ્યા ને જોવામાં હતું. એના ચહેરા પર એક અજબ નો ભાવ દેખાતો હતો. માનો જાણે કઈક એવું જોયું હોય જે એના માન્યમાં ના આવતું હોય.

યારા એ જવાબ ના આપ્યો એટલે વેલીને તેના તરફ જોયું. એને લાગ્યું કે યારા કોઈ દ્વિધામાં છે. એ એની વાત સાંભળી નથી રહી. એટલે વેલીન યારા ની પાસે ગઈ ને તેનો હાથ પકડી બોલી, હું તને કહું છું યારા!!! તું સાંભળે છે?

હં હં હં હં શું છે? જાણે યારા ને કઈ ભાન જ ના હોય એ રીતે એણે પૂછ્યું.

શું થયું યારા? તું આમ કેમ બોલે છે? વેલીને યારા ને ઢંઢોળી.

આ બધા અવાજો થી બધા યારા અને વેલીન ને જોવા લાગ્યા ને રોકાઈ ગયા. 

ભોફીન યારા પાસે ગયો ને પૂછ્યું, શું થયું યારા? કેમ આમ ડઘાઈ ગઈ છે?

યારા એકદમ નીચે બેસી ગઈ અને પોતાની ડાયરી કાઢવા લાગી. ને ડાયરી કાઢી એણે પેલું ત્રીજું પેંટીંગ કાઢ્યું. ને એની આંખો ફાટી ગઈ. એ તરત જ ઉભી થઈ ગઈ.

વેલીન ભોફિન આ આ જો. આમાં આ પેંટીંગમાં જો, યારા એકદમ ઉત્સાહ અને ભાવુકતા સાથે બોલી રહી હતી.

શું છે પેંટીંગમાં? ભોફીને પેંટીંગ હાથમાં લેતા પૂછ્યું. ને એની આંખો દંગ રહી ગઈ. આ તો આ જગ્યાનું પેંટીંગ છે યારા.

હા ભોફીન આ જગ્યાનું જ પેંટીંગ છે ભોફીન. 

અકીલે એ પેંટીંગ ભોફીનના હાથમાં થી ખેંચી લીધું ને પોતે જોવા લાગ્યો. અરે ! અવિશ્વસનીય આ ચિત્ર આ જગ્યાનું છે. પછી વારાફરતી બધાએ એ પેંટીંગ જોયું. બધા નવાઈ પામી ગયા.

હજુ ઉકારીઓ ને સમજ નહોતી પડતી. એ બધાના ચહેરા જોતો હતો.

યારા એનો મતલબ કે તારા કે તારી મમ્મી ના સપના કોઈ સામાન્ય સપના નહોતા. આ સપના તમને કઈક કહેવા માંગતા હતા. ને આ પેંટીંગ અને આ જગ્યા જોઈ ને સાબિત થઈ ગયું કે તારો આની સાથે કોઈ સબંધ છે. ને બીજા પેંટીંગ નો પણ કોઈ સુરગ અહીં થી જ મળશે. હવે તું ચિંતા ના કરીશ. તારા જન્મદાતાઓ ની માહિતી અહીં થી જ મળશે, વેલીને ખૂબ ઉત્સાહમાં કહ્યું.

હા, યારા વેલીન સાચું કહે છે. આપણે સાચા રસ્તે જઈ રહ્યા છીએ. બહુ જલ્દી આપણે સચ્ચાઈ શોધી લઈશું., અકીલે કહ્યું.

હજુ પેલું પેંટીંગ ગ્લોવરના હાથમાં હતું. તેનું મન હવે વિચારવા લાગ્યું હતું કે આ વોસીરો ની વારસદાર હોય શકે? નહીંતો જે દુનિયાની કોઈ ને ખબર નથી, કોઈ એને જોઈ શકતું નથી તેનું આબેહૂબ પેંટીંગ કોઈ કેવી રીતે બનાવી શકે? એનું મન અજબ ગજબ વિચારો કરવા લાગ્યું. 

શું વિચારે છે ગ્લોવર? ભોફીને પૂછ્યું.

એજ જે આ લોકો વિચારે છે. યારા નો કોઈ સબંધ તો છે વોસીરો સાથે. બસ હવે "ઓકિટીન" એ વાત પર સચ્ચાઈ ની મહોર લગાવી દે, ગ્લોવરે ખૂબ જ ઉત્સાહ અને આનંદ થી કહ્યું.

યારા હજુ શોક માં હતી. એની આંખો માંથી આંસુ વહી રહ્યા હતા. તે હજુ પણ ચારેતરફ જોઈ રહી હતી.

ગ્લોવરે યારા ના ખભા પર હાથ મુક્યો. ને યારા ઉભી થઈ ને તેને વળગી ને રડવા લાગી. ગ્લોવર નો હાથ અનાયાસે જ એની પીઠ પર સાંત્વન આપવા ફરવા લાગ્યો. ગ્લોવર ને યારા પોતાની દીકરી હોય એવું લાગતું. ને જો ખરેખર યારા રાજકુમાર ઓરેટોન ની દીકરી હોય તો યારા ગ્લોવર માટે તો એક દીકરી થી વધારે શુ હોય શકે?

યારા શાંત થઈ જા. તું આમ ભાવુક થઈ જઈશ તો આપણે આગળ કેવી રીતે વધીશું? ચાલ હવે ચૂપ થઈ જા અને આગળ વધ. સચ્ચાઈ આપણી રાહ જોઈ રહી છે, ભોફીને યારા ને સમજાવતા કહ્યું.

યારા એ પોતાને સંભાળવા નો પ્રયત્ન કર્યો. વેલીન અને અકીલે પણ તેને સાંત્વન આપ્યું.

એ લોકો ચાલી રહ્યા હતા ત્યાં અવાજ આવ્યો, સાવધાન.

બધા એકબીજા ની સામે જોવા લાગ્યા, ત્યાં ફરી અવાજ આવ્યો, સાવધાન.

ઉકારીઓ એ તરત જ બધા ને ઉભા રહેવાનો ઈશારો કર્યો. ને બધા જ્યાં હતા ત્યાં ઉભા રહી ગયા.

બધા આજુબાજુ જોવા લાગ્યા કે અવાજ ક્યાં થી આવ્યો. પણ કોઈ દેખાયું નહિ. ત્યાં એક ઝાડ ની બે શાખાઓ હાથ ની મુદ્રામાં તેમની સામે આવી ગઈ ને બોલી, " મારી સાથે ચાલો ". 

બધા ઉકારીઓની સામે જોવા લાગ્યા. ઉકારીઓ એ બધા ને પોતાની પાછળ ચાલવા કહ્યું અને પોતે પેલા ઝાડ ની શાખાઓ ને અનુસરવા લાગ્યો.

થોડું ચાલ્યા પછી તેઓ એક ઝાડ પાસે આવી ગયા જેની શાખાઓ તેમને સાવધાન કરી રહી હતી.

પેલા ઝાડે તેમને પૂછ્યું, કોણ છો તમે? અહીં આવવાનું કારણ?

ઉકારીઓ એ જવાબ આપ્યો, હું ઉકારીઓ. અમે "ઓકિટીન" ને મળવા માંગીએ છીએ.

"ઓકિટીન" ને મળવા માટે તમારે મારા પ્રશ્ન નો જવાબ આપવો પડશે, પેલા ઝાડે કહ્યું.

ઉકારીઓ એ ખૂબ અદબ થી જવાબ આપ્યો, જી અમે તૈયાર છીએ. 

" 3 અક્ષરનું મારુ નામ, પહેલો કપાય તો રામ રામ, બીજો કપાય તો ફળનું નામ, ત્રીજો કપાય તો કાપવાન મારુું કામ, બોલો હું કોણ?" પેલા ઝાડે પૂછ્યું.

બધા એકબીજા ની સામે જોવા લાગ્યા. ને વિચારવા લાગ્યા કે શું છે?

ત્રણ અક્ષર, પહેલો અક્ષર કપાય તો રામ રામ, મતલબ કે બે અક્ષર છે "રામ", વેલીન બોલી. 

રામ? અકીલે પૂછ્યું.

હા, અકીલ જો પહેલો અક્ષર કપાય તો રામ રામ એટલે બે અક્ષર "રામ" છે, વેલીન બોલી.

ને બીજો અક્ષર કપાય તો ફળ નું નામ? એવું કયું ફળ છે જે રામ શબ્દ સાથે જોડાયું છે? અકીલે પૂછ્યું.

"રામફળ", યારા બોલી. 

ના, યારા "રામફળ" માં ચાર શબ્દો છે. ને આપણી પાસે ત્રણ અક્ષર નો શબ્દ છે. ને એમાં પણ બીજો અક્ષર કાઢી નાખીએ તો એ ફળ નું નામ છે. મતલબ ફળ નું નામ બે અક્ષર નું છે યારા, ભોફિન બોલ્યો.

હા ભોફીન. માફ કરજો હું ભૂલી ગઈ, યારા બોલી.

ત્યાં વેલીન જોર થી બોલી " આમ ".

"આમ" ? અકીલ બોલ્યો.

હા અકીલ "આમ". જો પાછળ ના બે અક્ષર "રામ"  હોય તો પછી વચ્ચે નો અક્ષર "રા" નીકળી જાય તો છેલ્લો અક્ષર "મ" રહે. ને "મ" પાછળ આવે તેવું ફળ છે "આમ" પડી સમજ? વેલીન ઉત્સાહ થી બોલી.

હા વેલીન એકદમ બરાબર, અકીલ બોલ્યો.

તો ઉખાણા નો જવાબ છે "આરામ" ભોફીન બોલ્યો.

બધા એકદમ ખુશ થઈ ગયા હા હા જવાબ છે, "આરામ".

પેલા ઝાડે કહ્યું, બરાબર તમે આ રસ્તે થી આગળ જઇ શકો છો.

બધા ખુશ થતા આગળ વધવા લાગ્યા. 

ઉકારીઓ, આવા જવાબો તો આપવા સહેલા છે. ને આ લોકો તો રસ્તો પણ બતાવે છે, અકીલ બોલ્યો.

ના હો અકીલ જવાબ સહેલો નહોતો. કેટલું મગજ કસવું પડ્યું ત્યારે કનેકશન જોડાયું, યારા બોલી.

પણ જવાબ થી આપણ ને આગળ નો રસ્તો મળી ગયો. ખૂબ સરસ યાર, વેલીન બોલી.

ઉકારીઓ અને ગ્લોવર આ બધાના ઉત્સાહમાં સામેલ ના થયા પણ અંદર થી ખુશ હતા બન્ને. 

બધા હસતા હસતા આગળ વધી રહ્યા હતા. હજુ માંડ અડધો રસ્તો કપાયો હશે ત્યાં એમની ચાલવા ની આગળ ની જમીન એકદમ બે ભાગમાં વહેંચાય ગઈ. 


ક્રમશ...................

Rate & Review

Sejal Banker

Sejal Banker 5 months ago

Neepa Karia

Neepa Karia 5 months ago

jatin ladani

jatin ladani 7 months ago

Yashvi Nayani

Yashvi Nayani 11 months ago

Anju Patel

Anju Patel 11 months ago