Shaapit Vivah - 13 books and stories free download online pdf in Gujarati

શાપિત વિવાહ -13

અનિરુદ્ધ વિષ્ણુને તેના ઘરે મુકીને જલ્દીથી હવેલી પર આવે છે.રાતના બાર વાગવા આવ્યા છે. ગામમા તો બધા કામ પરવારી ને મજુરી કરતી મોટા ભાગની પબ્લીક હોવાથી આટલા વાગે તો આખુ ગામ જાણે સુઈ ગયું હોવાથી રસ્તા આખા પર ભેકાર લાગી રહ્યું હતું. સુમસામ રસ્તા પર આટલા મોડા ગાડી પસાર થતાં કુતરાઓ ભસવા લાગે છે. તે હવેલીમાં પહોંચે છે તો ત્યાં કોઈ નીચે દેખાતુ નથી. તે ઉપર જવા જતો હોય છે ત્યાં જ તેને કંઈક પછડાવાનો અવાજ આવે છે.

એ ઉપર જવા જ કરતો હોય છે ત્યાં જ સાઈડમાં નીચે પડેલા જયવીરસિહ ને જુએ છે...તેઓ જમીન પર પડેલા હતા...માથામાંથી લોહી વહી રહ્યું હતુ. તે કહે છે બાપુ...બાપુ...કોઈ જવાબ આપતુ નથી....તેની નાડી ચેક કરે છે એ પણ બંધ થઈ ગઈ હોય એવુ લાગી રહ્યું છે.

તે વિચારે છે કે અહીં કોઈ દેખાતુ નથી.અને બાપુ તો ચાલી પણ શકતા નથી સરખુ, દેખે છે પણ ઓછુ અને સાભળે પણ છે ઓછું .અને એ ક્યારેય રૂમમાંથી બહાર નીકળતા જ નથી...તો એ આવી રીતે રૂમની બહાર કેવી રીતે આવ્યા હશે ??

ત્યાં જ કોઈને બોલાવવા માટે આજુબાજુ નજર કરે છે ત્યાં જ તેને બાપુના રૂમ બાજુથી આવતા લોહીથી ખદબદ પગલાં દેખાય છે... એટલે અનિરુદ્ધ સમજી જાય છે કે આ બધી એ આત્માની જ કરતુત છે...મારે કંઈ કરવુ જ પડશે જલ્દીથી નહી તો એ બીજા કોઈનો પણ જીવ લેતાં વાર નહી કરે.

એટલે એ તેમને ત્યાં જ રાખી ઉપર જાય છે ત્યાં દાદરમા જ તેને એક અટહાસ્ય સંભળાય છે... અને કોઈ છોકરી બોલતી હોય એવું સંભળાય છે.એટલે તે બને એટલા જલ્દીથી પગથિયાં ચડે છે અને ત્યાં પહોંચે અને ત્યાં જુએ છે કે બધા ગભરાઈને એક સાઈડમા ભેગા થયેલા છે.

અને નેહલના શરીરમાં તો એ આત્મા પ્રવેશેલી છે..તે છુટા વાળ, તેની આખો એકદમ લાલ કલરની, પીળાશ પડતા દાત અને લાબા નખ...અને સફેદ કલરનુ ગાઉન પહેરેલુ છે ....એક ભયંકર સીન છે...ગમે ત્યારે ગમે તે પાસે આવીને ઉભી રહે છે કોઈના વાળ ખેચે છે તો કોઈને નખ મારવા જાય છે... બધા પોતાની જાતને બચાવવાના પ્રયત્ન કરી રહ્યા છે...

તે અનિરુદ્ધ ને જોતા જ તેની પાસે આવી જાય છે... અને ખુશ થઈને કહે છે , આવ બેટા, તને હુ કંઈ નહી કરૂ...તુ તો મારા પૃથ્વીનો વારસ છે...સાચી વાત ને ??

ત્યાં રહેલા બધા આ વાતથી અચંબામાં મુકાઈ જાય છે કે નેહલમા રહેલી આ આત્મા આ શુ કહી રહી છે ?? પણ અનિરુદ્ધ ને જાણે આ વાતની કંઈ અસર થતી નથી ....કારણ કે તે આ બધુ જાણી ચુક્યો હતો.

સરોજબા : આ આત્મા તમારા દાદાને કેમ મારો પૃથ્વી કહી રહી છે ??

અનિરુદ્ધ હાલ એ કહેવાનું ટાળી પહેલાં આગળનુ વિચારે છે.
એટલે તેને આ સારી તક છે તેને પુછવાની એમ વિચારી કંઈક પુછવા જાય છે ત્યાં જ તે આત્મા તેમાંથી જતી રહે છે એક ધુમાડા સાથે.... અને નેહલ તેના મુળ સ્વરૂપે આવી જાય છે.

તે અનિરુદ્ધ ને જોતા જ તેના ખભા પર માથું ઢાળીને કહે છે તુ ક્યાં ગયો હતો  ?? મને આ શું થાય છે ?? કાલે તો આપણા લગ્ન છે ને ??

અનિરુદ્ધ આ બધુ શાતિથી સાભળી રહ્યો છે.અને કહે છે બકા હુ તને વચન આપુ છું કાલે આપણા લગ્ન જરૂર થશે અને તુ ફરી પહેલાં જેવી થઈ જઈશ..અને તે નેહલને બેડ પર સુવાડે છે.અત્યારે નોર્મલ થઈ જતાં તે એકદમ નાના બાળક જેવી ક્યુટ અને સોહામણી લાગી રહી છે.અનિરુદ્ધ તેને ઓઢાડીને સુવાડી દે છે અને આ બધાને કારણે તેના શરીરમાં એટલી અશક્તિ આવી ગઈ હતી કે તે પડતા વેત એક પોટલાની માફક હાથપગ નુ ટુટિયુ વાળીને સુઈ ગઈ.

એના સુતા જ બધા અનિરુદ્ધ કંઈક કહે તેની રાહ જોઈ રહ્યા છે. એટલે અનિરુદ્ધ ટુકમા બધી વાત કરે છે...અને બાવાજીએ કહેલી વાત કરે છે...આજે આ આત્મા માટે વિધિ કરવી પડશે એટલે ગમે તે રીતે તેને પાછી બોલાવવી પડશે.આવતીકાલે એ કુમુદ ફઈબા હતા એમની મરણતિથિ છે એ દિવસે એમનુ અપમૃત્યુ થયું હતુ. એટલે આજે એ આત્મા આ દિવસે વધુ શક્તિશાળી બની જાય છે.

જોગાનુજોગ અમારા લગ્ન માટેની તારીખ પણ આજે જ આવી છે.અને આ વિધિ આજે જ કરવી જરૂરી છે .અને જો એમા કંઈ પણ ચુક થઈ જાય તો એ આત્મા હંમેશાં માટે અમર થઈ જશે. આ વિધિમાં બે જણની જરૂર પડશે.એક તો હુ કરીશ મને બાવાજી એ સમજાવ્યું છે એ મુજબ પણ બીજું એક જણ પણ જોઈશે.

શિવમ તરત જ કહે છે હુ બેસીશ અનિરુદ્ધ.

અનિરુદ્ધ : ભાઈ થેન્કયુ સો મચ પણ તુ નહી ચાલે મારા સિવાય કોઈ આ ઘરની કોઈ વ્યક્તિ જોઈશે જેને આ પરિવાર સાથે લોહીનો સંબંધ હોય.

આ સાભળીને યુવાનીને થાય છે કે શિવમ સારો છોકરો તો છે જ નહી તો બીજાની આવી તફલીકમા કંઈ પણ વિચાર્યા વિના અમે ઘરના કોઈ પણ વ્યક્તિ કંઈ કહીએ એ પહેલાં એ તૈયાર થયો.

સિધ્ધરાજસિંહ : હુ તૈયાર છું બેટા બેસવા...

અનિરુદ્ધ : હા પપ્પા.તમે બેસો તો વધારે સારું અને ખાસ અમુક મંત્રો છે એ તમને આવડતા પણ હશે કદાચ પણ અત્યારે યાદ ના હોય તો આ કાગળો છે એ જોઈ લો અત્યારે. જોકે એ વખતે પણ જોઇને જ બોલલાના છે પણ એનુ એક પણ અશુદ્ધ ઉચ્ચારણ થશે તો વિધિ નિષ્ફળ જશે.

સારૂ તો બધી તૈયારી કરીને એ આત્માને બોલાવવાની કોશિશ કરીએ....એ માટે અમુક સામગ્રીની જરૂર પડશે .

સરોજબા : તુ કહે બેટા એટલે આપણે એ ભેગી કરીએ. અને નીચે જઈને બધુ લઈ આવીએ.

નીચે જવાની વાત થતા જ અનિરુદ્ધ કહે છે આઈ એમ રિઅલી સોરી...અહી ઉપર આવતા જ આ બધું જોઈને ચિંતામા એકવાત કહેવાની ભુલી ગયો...કે...અને તે નીચે જયરાજસિંહબાપુના મૃત્યુ વિશે જણાવે છે.

અને બધાને સમજાય છે કે કોઈ તેમને રૂમમાથી બહાર લાવ્યું નથી અને પોતે જાતે તો બહાર આવે એવી સ્થિતિમાં જ નહોતા... એટલે નક્કી આ કામ એ આત્માનુ જ છે..

સિધ્ધરાજસિહ : પણ કોઈ પોતાના ભાઈ સાથે શુ કામ આવુ કરે ??

અનિરુદ્ધ : એ તો હવે એ આત્મા પાછી આવે અને કંઈક કહે તો સમજાય કે ખરેખર સત્ય શું હતુ...

કેવી રીતે આ લોકો આત્માને પાછી બોલાવશે ?? શુ તેઓ બધુ સત્ય જાણી શકશે ?? અને શું એ આત્મા એ જટિલ વિધિ પુર્ણ કરવા દેશે ખરી ???

જાણવા માટે વાચતા રહો, શાપિત વિવાહ -14

next part............publish soon.........................


Share

NEW REALESED