Shaapit Vivah - 14 books and stories free download online pdf in Gujarati

શાપિત વિવાહ -14

બધી સામગ્રી આવી ગઈ છે.અનિરુદ્ધ બાવાજીએ આપેલી યાદી મુજબ બધુ એક એક વસ્તુઓ ગણી રહ્યો છે. તેમાં એક સિદુરની ડબ્બી રહી ગઈ છે...એ પણ નવી જ હોવી જોઈએ.

એવી તો ઘરમાં ડબ્બી ક્યાંથી મળે ?? અને અડધી રાત્રે ક્યાં લેવા જવું ??

સુરજસિહ : બેટા આપણા ઘરે છે જે તારા લગ્ન માટે લાવેલા છીએ. પણ એ અત્યારે વાપરવી કે નહી ??

અનિરુદ્ધ : હા પપ્પા એમાં શું ?? આજે આ વિધિ સમાપન થશે તો જ કાલે લગ્ન શક્ય બનશે ને.આપણે ત્યાંથી જ લઈ આવીએ.

સુરજસિહ : બેટા હુ અને શિવમ જઈને લઈને આવીએ છીએ. તુ અહીં તૈયારી કરી રાખ.

અને બંને જણા ગાડી લઈને ઘરે જવા નીકળે છે આ બાજુ થોડી વાર થતાં હજુ નેહલ સુતી જ હતી મતલબ કે એ આત્મા હજુ પાછી આવી નથી. અને જયવીરસિહ નો મૃતદેહ અત્યારે નીચે જ રાખી દેવામાં આવ્યો છે. બધાને આનુ બહુ દુઃખ થાય છે પણ સાથે એમ થાય છે અત્યારે પહેલા આનુ નિરાકરણ નહી આવે તો બીજા બધાની જાનનો પણ ખતરો થઈ શકે છે.એટલે હજુ આ વાત તેઓ બહાર કોઈને જણાવતા નથી અત્યારે.

અનિરુદ્ધ વિચારે છે કે હાલ પહેલાં આત્માને બોલાવવા માટે બાવાજી એ બતાવેલા ઉપાય શરૂ કરી દેવો જોઈએ પપ્પાને હમણાં પહોચવાની તૈયારીમા જ હશે. સમય ન બગાડવો જોઈએ. એ ઉપાય મુજબ તે મંગળસૂત્ર લઈને નેહલને પહેરાવવા જાય છે અને કહે છે આપણે અત્યારે જ લગ્ન કરી દઈએ જોઉ છું કોણ આપણ ને રોકે છે...અને એના ટાર્ગેટ મુજબ એ આત્મા છંછેડાઈને ક્રોધિત થઈને ફરી એકદમ નેહલમા આવી જાય છે.

બધાની સામે કલ્પના પણ ના થાય એમ ભયંકર રીતે એ આત્મા નેહલના શરીરમાં આવી જાય છે અને એકદમ સુસવાટા સાથે પવન શરૂ થઈ જાય છે... તેના વાળ એકદમ છુટા હોવાની સાથે હવામાં ઉડી રહ્યા છે...તેની આખો એકદમ લાલ કલરની થઈ ગઈ છે મતલબ તે બહુ ક્રોધિત છે...નાક અને આખોમાથી લોહી વહી રહ્યુ છે.તેનો ચહેરો બધાની સામે અને છે અને પગ અને હાથ ઉધી દિશામાં દેખાય છે.

આ દ્રશ્ય જોઈને ભલભલા ગભરાઈ ગયા છે.સૌના જીવ અધ્ધર થઈ ગયા છે બધાને એને જોઈને તો એમ જ લાગી રહ્યું છે કે આમાંથી કોઈ જ નહી બચે...એટલામાં જ ઉપરથી લોહીના ટપકા પડતા દેખાય છે ઉપર જોતાં ખબર પડે છે કે ઉપર છતમાથી એ નીચે આવી રહ્યા છે.

એટલામાં જ બધાની સામે તે રૂમની બહાર નીકળી જાય છે અને તે કુમુદના રૂમમાં ફરી જતી રહે છે જે રૂમ અત્યારે લોક હોવા છતાં. અનિરુદ્ધ સમયસુચકતા વાપરીને એ રૂમનુ લોક ખોલીને અંદર જાય છે...બધા જેન્ટસ જાય છે અને લેડીઝને બહાર રહેવા કહે છે...યુવાની તો આમ પણ બહુ જ ગભરાયેલી હતી...કારણ કે તેને તો આ બધુ આ પહેલાં જોયું તો શું સાભળ્યુ પણ નહોતું....

રૂમમાં પેસતાં જ યુવરાજ બોલે છે જીજુ અમે પહેલી વાર આવુ જ બિહામણુ દ્રશ્ય જોયું હતુ.અને ફોટામા રહેલી એ છોકરી બોલે છે...ચાલ્યા જાઓ અહીંથી બધા જ ...કોઈ જીવતુ નહી રહે...

અનિરુદ્ધ : હા અમે ચોક્કસ જઈશું..પણ તુ શુ ઈચ્છે છે શા માટે તુ આ બધુ કરી શા માટે કરી રહી છે અમારી સાથે ??

એ ફોટામાથી ફરી એક અટહાસ્ય સંભળાય છે અને ફરી એ રેડીયોમાથી ગીત શરૂ થાય છે..." સાત સમંદર પાર મે તેરે પીછે પીછે આ ગઈ....!!!"

તારે સાભળવુ જ છે ને તો તુ સાભળ...અને એ કહે છે...

એ દિવસ હતો મહા વદ બીજનો દિવસ હતો...હુ કુમુદ... મારા પૃથ્વી સાથે દસ દિવસ બાદ લગ્ન હતા.હુ બહુ ખુશ હતી અમે બંને હંમેશા માટે એક થવાના હતા...તેના માટે હુ મારો જીવ પણ આપવા તૈયાર હતી તેના સિવાય હુ કોઈને પણ મારૂ જીવન સમર્પિત કરી શકુ નહી એટલા દિલોજાનથી હુ તેને ચાહતી હતી...પણ.....

અનિરુદ્ધ : પણ શું થયું ??

એ ફોટામાથી રીતસર જાણે આસુ બહાર આવી રહ્યા છે...અને એ સાથે જ એ આત્મા ત્યાં એ ફોટો પાસે આવીને ઉભી રહી જાય છે... કહે છે...એ એક ગોઝારી રાત હતી....

એક જગ્યાએ લગ્ન પ્રસંગ હતો.બધા ત્યા ગયેલા હતા...ઘરે ફક્ત હુ , જયરાજભાઈ, મારા બીજા બે પિતરાઈભાઈઓ કેવલ અને વિમલ. ફક્ત અમે ચાર હતા ઘરમાં.બાકીના વડીલો બધા અને મારા બીજા બે પિતરાઈ ભાઈઓ પણ સાથે ગયા હતા.

રાત પડે ત્યાં સુધીમાં આવી જવાના હતા ઘરે. મારી તબિયત સારી નહોતી એટલે હુ ત્યાં નહોતી ગઈ. પણ એ લોકોને આવતા સુધીમાં મોડુ થયું. અમે તો પરવારીને બેસી ગયા હતા બધા સાથે. એટલામાં કેવલ અને વિમલ અંદર ગયા એક રૂમમાં....એમાં કેવલના તો લગ્ન પણ થઈ ગયા હતા તે ભાભી સુવાવડ માટે તેમના પિયર ગયેલા હતા.જ્યારે વિમલના હજુ લગ્ન કે સગાઈ નહોતી થઈ.

તેઓ ખબર નહી કંઈક વાત કરીને આવ્યા અને મને ત્યાં એ રૂમમાં બોલાવી કામ છે....એમ કહીને. હુ પણ ભોળાભાવે એ રૂમમાં ગઈ....મને શું ખબર કે એમના મગજમાં શુ ચાલી રહ્યું છે...મને જતાં સાથે જ એમને બંનેએ મને પકડી લીધી...બસ તેઓ મારા રૂપને જોઈને તેમનામા કામવાસના પ્રગટ થઈ ગઈ હતી અને શરીરનો ઉપયોગ કરવા ઈચ્છતા હતા.

મે તેમનાથી છુટવાનો બહુ પ્રયત્ન કર્યો પણ આખરે તેમણે મારા ઉપર હુમલો કર્યો...થોડી મારી સાથે જબરજસ્તી કરી પણ ખરી...મારા થોડા વસ્ત્રો પણ ફાડી દીધા હતા...હુ બહુ કરગરી મને છોડી દેવા....પણ હુ બહુ મહેનત બાદ ત્યાં રૂમમાથી બહાર નીકળી શકી.....આ બધું જ દ્રશ્ય બહાર ઉભેલા જયરાજભાઈ એ જોયું પણ તેમણે કંઈ જ ના કર્યું .

ભલે તેમણે મારી સાથે કંઈ જ ના કર્યું પણ મને એમાંથી બચાવવાની કોશિશ પણ ના કરી. એટલે હુ એકદમ હારી ગઈ અને મે  ફક્ત એટલું જ કહ્યું કે ભાઈ તમે મને બચાવવાની પણ કોશિશ ના કરી ત્યારે પાછળથી આવીને વિમલ બોલ્યો તુ ક્યાં અમારી સગી બહેન છે.

ત્યારે મે પુછ્યું કેમ ?? એટલે કેવલભાઈએ મારા મમ્મીના બીજા લગ્નની વાત કરી અને મને આઘાત લાગ્યો કે શું એક સગી બહેન અને ઓરમાન બહેનમા આટલો ફેર?? ત્યારે જ મને પહેલી વાર ખબર પડી કે હુ આ ઘરની દીકરી નથી. મારા પિતા કોઈ બીજા હતા.

" આગળીથી નખ વેગળા એ વેગળા" હુ ત્યાંથી જતી રહી મને થયું જો જયરાજ મારો સગો ભાઈ હોત તો એ આવી રીતે મારી ઈજજત થોડી જવા દેત.

ભલે તેઓ મારી સાથે એવું ખરાબ પુર્ણ રીતે નહોતા કરી શક્યા...પણ મારી ઈજજત ને તો કલંક લાગ્યું ને ??

રાત્રે બધા પાછા આવી ગયા. મે કોઈને આ વાત કહી નહી... આખી રાત હુ સુઈ શકી નહી...આખી રાત મે આસુ વહાવ્યા...મે આ વાત પૃથ્વી ને કહેવાનુ વિચાર્યું પણ પછી થયું કે તે તો મને આ કહ્યા પછી પણ સ્વીકારશે...પણ હુ એવી પવિત્ર રહી નથી..આજ સુધી કોઈ પરાયો પુરુષ મને હાથ પણ નહોતો લગાડી શક્યો અને આજે આ શું ??

હુ હવે તેની સાથે લગ્ન ના કરી શકું... હુ તેને છેતરી ના શકુ અને  જો બધાને કહુ તો પરિવારની ઈજજત પર કલંક લાગશે અને આવી રીતે હુ જીવી નહી શકુ...એટલે મે આખરે એક નિર્ણય લઈ લીધો....

બીજા દિવસે સવારે હુ મંદિર જઈને ભગવાન પાસે આવુ પગલુ ભરવા માટે માગી અને થોડી વારમાં હુ એ અવાવરું કુવા પાસે જઈને ઉભી રહીને ત્યાં જ ઝંપલાવી દીધું... એ નરાધમોને લીધે મારા પૃથ્વી સાથે લગ્ન ના થયા ...... પણ હવે હુ કોઈને નહી છોડું.....મારી લગ્ન કરીને સુખી થવાની ઈચ્છા અધુરી રહી છે એટલે આ પરિવારમાં હવે કોઈને એ સુખ નહી મળવા દઉ....અને તે ફરી અટહાસ્ય કરવા લાગી....

શું અનિરુદ્ધ અને આ પરિવાર કંઈ કરી શકશે હવે?? આ આત્માની માયાજાળ દુર થશે ??

જાણવા માટે વાચતા રહો, શાપિત વિવાહ -15

next part............publish soon............................