yara a girl - 12 books and stories free download online pdf in Gujarati

યારા અ ગર્લ - 12

ગ્લોવર એકદમ ઉભો રહી ગયો ને બે હાથ પહોળા કરી દીધા, રોકાય જાવ. કોઈ આગળ ના વધતા જમીન ખસી ગઈ છે.

બધા એકદમ ગભરાય ગયા ને ઉભા રહી ગયા. ને નીચે જોવા લાગ્યા. ખરેખર જમીન બે ભાગમાં વહેંચાય રહી હતી. બધા ને નવાઈ લાગી. કોઈ ભૂકંપ નહિ, કોઈ આંચકો નહિ તો પછી જમીન કેવી રીતે આવી થઈ રહી છે? ને કેમ?

હવે શું કરીશું ગ્લોવર? યારા બોલી.

કઈ નહિ. આપણે આમાં કઈ નહિ કરી શકીએ. આપણે અહીં જ ઉભા રહેવું પડશે, ઉકારીઓ બોલ્યો.

પણ કેમ? આપણે આગળ જવા માટે રસ્તો તો શોધવો પડશે ને? યારા એકદમ નિરાશવદને બોલી.

ના અહીં રસ્તો આપણે નહિ પણ આ વન શોધે છે. હવે આપણે રાહ જોવાની છે કે શું થશે, ઉકારીઓ બોલ્યો.

ગ્લોવર ત્યાં જુઓ, વેલીન જોર થી બોલી.

બધા એ વેલીને કહ્યું એ તરફ જોયું તો બધા પાંદળા એની જાતે ભેગા થઈ રહ્યા હતા. ધીરે ધીરે એ પાંદળાઓ એ એક વૃક્ષ નો આકાર લઈ લીધો. બધા આશ્ચર્ય સાથે શુ બની રહ્યું છે તે જોઈ રહ્યા હતા.

હવે પેલા પાંદળામાં એક ચહેરો બનવા લાગ્યો. ને પછી એ પાંદળા ના બનેલા ઝાડે પૂછ્યું, "કયો રસ્તો, કોની રાહ?"

બધા એક બીજા ની સામે જોવા લાગ્યા.

ઉકારીઓ એ જવાબ આપ્યો, "કોનોમાં નો રસ્તો, ઓકિટીન ની રાહ."

પેલા ઝાડે ફરી પ્રશ્ન પૂછ્યો, "દસ બેનો નાની મોટી, પાંચ ભેગી પાંચ જુદી, પણ જો ભેગી થાય દસ, કરી દે સૌની પીડા ભસ્મ," જવાબ આપો તે કોણ?

અકીલ એકદમ નીચે બેસી ગયો, લો બોલો હવે. ખબર નહિ આ લોકો ઉખાણા પૂછી શુ કરવાના છે?

અકીલ, ચૂપ થઈ જા. આટલા નજીક આવ્યા પછી આપણે હાર ના માની શકીએ, ભોફીન બોલ્યો.

"દસ બેનો નાની મોટી, પાંચ ભેગી પાંચ જુદી" એટલે શુ યારા? વેલીને પૂછ્યું.

હા હું આજ કહેતો હતો. જે આવે તે પરીક્ષા લે છે. હવે રમો આંગળીઓ સાથે રમત ને વિચારો, અકીલ ને ના પાડી છતાં એ ફરી બોલ્યો.

ને આ વખતે તેના બોલવા પર યારા એ ધ્યાન આપ્યું. શુ બોલ્યો તું ? રમો આંગળીઓ ની રમત? યારા પોતાના હાથ જોવા લાગી. ને પછી ઉત્સાહમાં આવી ગઈ. અરે ગાંડા તેતો જવાબ શોધી આપ્યો અકીલ, યારા એ કહ્યું.

જવાબ? મેં કોઈ જવાબ નથી શોધ્યો, અકીલ બેફિકરાઈ થી બોલ્યો.

ત્યાં યારા એની પાસે આવી ને તેને ઉભો કરતા બોલી, હા જવાબ. તે જવાબ શોધી દીધો. ને જવાબ છે "આંગળીઓ". આ જો, "દસ બેનો નાની મોટી" બરાબર, એટલે આ આપણી દસ આંગળીઓ. જો એ ક્યાં સરખી છે? ને પછી "પાંચ ભેગી પાંચ જુદી". તો આ જો આ પાંચ ને આ પાંચ અલગ અલગ છે. ને "જો ભેગી થાય દસ તો કરી દે પીડા ભસ્મ," એટલે જો આ બધી આંગળીઓ સાથે મળી ને કામ કરે તો પંજો બને ને એ કોઈ પણ કામ કરી શકે છે. માણસો ની તકલીફો દૂર કરી શકે છે, સમજ્યો યારા એ અકીલ ને આખો હલાવી નાખ્યો.

અરે હા, "આંગળીઓ". અકીલ ઉત્સાહમાં આવી ગયો ને તરત જ પેલા પાંદડાંઓ ના સામે જોઈ ને જોર થી બોલ્યો, "આંગળીઓ" જવાબ છે.

પેલા પાંદડાઓ એકદમ વિખરાવા લાગ્યા અને જમીન પાછી જોડાવા લાગી. બધું એકદમ સરખું થઈ ગયું. બધા ખુશી ના માર્યા નાચવા લાગ્યા.

ગ્લોવર અને ઉકારીઓ હજુ પણ આ લોકો થી અલિપ્ત હતા. પણ બન્ને ખુશ હતા.

અરે, બસ સામે જોવો. કદાચ આ આપણો છેલ્લો પડાવ હતો. હવે આપણે ઓકિટીન ને મળી શકીશું, ભોફીને કહ્યું.

વેલીન, યારા, મોલીઓન અને અકીલે નાચવાનું બંધ કરી ને ભોફીન ની સામે જોયું.

ત્યાં સામે જુઓ, રસ્તો તૈયાર છે. ભોફીને જે તરફ ઈશારો કર્યો હતો એ તરફ એ લોકો એ જોયું. ત્યાં એક રસ્તો બની ગયો હતો. ને બન્ને તરફ સુંદર અલગ અલગ વૃક્ષો હતા. વાતાવરણ આહલાદક બન્યું હતું.

મોલીઓન દોડી ને ગ્લોવર ની ઉપર ચડી ગયા ને જોર થી, "કુઈઇઈ કુઈઇઈ" કરવા લાગ્યા. તેમનો આનંદ જોઈ ને પહેલીવાર ગ્લોવર ના ચહેરા પર એક સરસ સ્મિત આવી ગયું. જેને જોઈ ને બધા ખુશ થઈ ગયા.

ખરેખર એમની ખુશી ની કોઈ સીમા નહોતી. જાણે કકળી ને ભૂખ લાગેલ બાળક ને થાળ ભરી ને વિવિધ વાનગીઓ અને મીઠાઈ ખાવા મળી જાય ને જે ખુશી બાળકના ચહેરા પર દેખાય એવી ખુશી અત્યારે ભોફીન, યારા, વેલીન, અકીલ અને મોલીઓન ના ચહેરા પર દેખાય રહી હતી. બધા એક બીજા ને અભિનંદન આપી રહ્યા હતા.

યારા ની આંખો આંસુઓ થી ભરાઈ ગઈ હતી. તેના ચહેરા પર આનંદ ની સાથે એક સંતોષ હતો કે હવે તેને તેના જન્મદાતા વિશે જાણકારી મળશે. તે મનોમન ભગવાન નો આભાર માની રહી હતી.

ગ્લોવર માટે આ ક્ષણ કેવી હતી તે વર્ણવું ખરેખર મુશ્કેલ છે. તે તો માની જ નહોતો શકતો કે એની બેગુનાહી નો હવે પુરાવો મળી જશે. એણે તો આવું ક્યારેય વિચાર્યું જ નહોતું કેમકે એણે તો પોતાના ભાગ્ય સાથે સમાધાન કરી લીધું હતું. એને ક્યારેય પોતાની જાત ને આ ગુનાહ ની બહાર કાઢવા નો પ્રયત્ન કર્યો જ નહોતો. એટલા માટે નહિ કે તે કરી નહોતો શકતો પણ એને અફસોસ હતો કે એ પોતાના રાજકુમાર ને બચાવી ના શક્યો. પોતે વોસીરો ના વારસદાર ને બચાવી ના શક્યો. એ જીવન એટલે નહોતો જીવતો કે એને જીવવું હતું પણ એટલે જીવતો હતો કે જીવન નો અંત એ કરી શકે તેમ નહોતો. પણ હાલ તેને આ ક્ષણ પોતાના જીવન ની અનમોલ ક્ષણ લાગી રહી હતી. તેણે યારા સામે જોયું ને તેનું મન કઈક વિચારી ખુશ થઈ ગયું.

ઉકારીઓ આ બધા ને જોઈ ને ખુશ હતો પણ એના માટે આજ નો દિવસ ખૂબ મહત્વ નો હતો. તેને આજે પોતાના મિત્ર ની સચ્ચાઈ જાણવાનો મોકો મળ્યો હતો. એનું મન ગ્લોવર ને નિર્દોષ સાબિત કરવા તલપાપડ થઈ રહ્યું હતું.

બધા ના મન કોઈ ને કોઈ વાત ને લઈ ને ખુશ હતા. પણ એક મોલીઓન હતા જેમના માટે કોઈ વાત નહોતી છતાં એ ખૂબ ખુશ હતા. કદાચ મોલીઓન આ લોકો ની ખુશી જોઈ ને ખુશ થઈ રહ્યા હતા. એકદમ નિઃસ્વાર્થ પ્રેમ હતો એમનો આ લોકો માટે.

ચાલો હવે ઓકિટીન ને મળી લઈએ, અકીલે કહ્યું. બધા વર્તમાનમાં આવી ગયા.

હા ચાલો, વેલીન બોલી. ને પછી બધા પેલા રસ્તા પર ચાલવા લાગ્યા.

થોડું ચાલ્યા પછી ઉજાસ નો કલર થોડો બદલાવા લાગ્યો. તેઓ જેમ જેમ આગળ ચાલતા હતા તેમ તેમ પ્રકાશ નો કલર બદલાય રહ્યો હતો. થોડો લીલા જેવો પ્રકાશ આવી રહ્યો હતો. ત્યાં એક જગ્યાએ આજુબાજુ ખૂબ વૃક્ષો હતા. એ વચ્ચે એક મોટું વૃક્ષ હતું. ઉકારીઓ એ બધા ને ઈશારા થી રોકાઈ જવા કહ્યું.
ધીરે ધીરે ઓકિટીને આંખો ફેરવી બધા ની સામે જોયું અને પછી એક સરસ સ્મિત કર્યું ને બોલ્યો, ઉકારીઓ તું પણ આવ્યો છે તારા દોસ્ત ની સચ્ચાઈ જાણવા?

બધા ની નજર ઉકારીઓ તરફ ગઈ.

ઉકારીઓ એકદમ અસમંજસમાં આવી ગયો ને બોલ્યો, એવું કંઈ નથી ઓકિટીન. હું તો બસ એમ જ...........ઉકારીઓ આગળ ના બોલી શક્યો.

ક્યાં સુધી ઉકારીઓ જૂઠું બોલીશ? મારી સામે તો કમ સે કમ જૂઠું ના બોલીશ, ઓકિટીને કહ્યું.

ઉકારીઓ કઈ બોલ્યો નહિ. એને ખબર હતી કે પોતે ખોટું બોલી રહ્યો છે. ને ઓકિટીન સામે તો ખોટું બોલવાનો સવાલ જ નથી. એ તો બધું જાણનાર છે.

ગ્લોવરે ઉકારીઓ ની સામે જોયું. પણ ઉકારીઓ એ તેના થી નજર હટાવી લીધી. એની હિંમત હતી નહિ કે એ ગ્લોવર સામે આંખ થી આંખ મીલાવી શકે. ને ગ્લોવર પણ કઈ બોલ્યો નહિ.

ઓકિટીન, હું ભોફીન અને આ મારા દોસ્તો છે. અમે તમારી પાસે એક મદદ ની આશા એ આવ્યા છીએ. અમે અહીં કઈ જાણવા આવ્યા છીએ.

ભોફિન જાણું છું હું પણ કેટલાક સમય થી તમારા બધા ની રાહ જોઈ રહ્યો છું, ઓકિટીને કહ્યું.

રાહ જોતા હતા? ઓકિટીન તમે અમારી રાહ જોતા હતા? તમે કેમ અમારી રાહ જોતા હતા? તમને ખબર હતી કે અમે આવવાના છીએ? અકીલે ઓકિટીન ની નજીક બેસતા પ્રશ્નોની ઝડી વરસાવી દીધી.

હા, મને ખબર હતી કે તમે આવવાના હતા, ઓકિટીને કહ્યું.

અકીલ ને જોઈ ગ્લોવર સિવાય બધા નીચે બેસી ગયા. બધા ના મન માં પ્રશ્ન ઉઠ્યો કે ઓકિટીન કેમ એમની રાહ જોઈ રહ્યા હતા?

ઓકિટીને ગ્લોવર ની સામે જોયું ને બોલ્યા, ગ્લોવર બહુ મોડું ના કર્યું તે અહીં અવવામાં?

ગ્લોવરે ઓકિટીન ની સામે જોયું પણ કઈ જવાબ ના આપ્યો.

ગ્લોવર તને ક્યારેય એવો વિચાર ના આવ્યો કે પોતાની જાત ને નિર્દોષ સાબિત કરું? જે સાચો ગુનેગાર હોય તેને પ્રજા ની સામે લાવું? વોસીરો માટે તારી પણ કોઈ ફરજ છે? ઓકિટીને ગ્લોવર ને પૂછ્યું.

આ વખતે ગ્લોવર એકદમ ભાવુક થઈ ગયો અને નીચે ફસડાઈ પડ્યો. તેની આંખોમાં થી આંસુ વહેવા લાગ્યા.

ઓકિટીન ની એક ડાળીએ તેના વાસા પર હાથ ફેરવ્યો અને સાંત્વન આપ્યું. ગ્લોવર ચિંતા ના કરીશ તું મોડો નથી. પણ કોઈ હજુ પણ તારા પાછા આવવાની રાહ જોઈ ને નર્ક જેવી જીંદગી જીવી રહ્યું છે, ઓકિટીને કહ્યું.

ગ્લોવર એકદમ ચમકી ગયો ને પૂછ્યું, ઓકિટીન કોણ રાહ જોઈ રહ્યું છે મારી?

રાણી કેટરીયલ ગ્લોવર, ઓકિટીને કહ્યું.

બધા એકદમ ચોંકી ગયા.

ગ્લોવર ઉભો થઈ ને ઓકિટીન ની પાસે ગયો ને અચરજ સાથે બોલ્યો, રાણી કેયરીયલ? એ મારી રાહ જોવે છે? પણ એ તો......... ગ્લોવરે વાક્ય અધૂરું છોડી દીધું.

હા, ગ્લોવર એ તારી રાહ જોવે છે. ને રાણી કેટરીયલ જીવીત છે, ઓકિટીને કહ્યું.

પણ ઓકિટીન..... મેં તો.... આ બધું કેવી રીતે બન્યું ઓકિટીન? મહેરબાની કરી તમે મને કહો કે એ સમયે શું થયું હતું? ગ્લોવર હવે બાવરો બની ગયો હતો સચ્ચાઈ જાણવા.

ગ્લોવર એ દિવસે તું રાજકુમાર ઓરેટોન અને કેટરીયલ ને મૂકી ને સૈનિકો ને ભટકાવવા ઉલટી દિશા તરફ ગયો હતો. તે સમયે અપાર દુઃખ અને તકલીફ વેઠી ને કેટરીયલે એક સુંદર દીકરી ને જન્મ આપ્યો હતો. પણ તે બન્ને ને ખબર હતી કે તેમનું બચવું મુશ્કેલ છે. મોરોટોસ કોઈ પણ સમયે તેમને પકડી ને મારી નાંખશે. એટલે ઓરેટોને પોતાની દીકરી ને બચાવવા માટે તેને એક કપડામાં લપેટી પૃથ્વી પર જઈ ને એક સલામત જગ્યાએ મૂકી આવ્યો. ને પછી કેટરીયલ ને લઈ ને ઓરેટોન જતો હતો ત્યાં સૈનિકો એ તેમને ઘેરી લીધા.

ઓરેટોન એ સૈનિકો ને હરાવી દેતો પણ લડતા લડતા તેને ખબર પડી કે તેનો જીવન રક્ષક હીરો ખોવાય ગયો છે. ને એના વગર ઓરેટોન ની શક્તિઓ નકામી હતી. છતાં તે લડી રહ્યો હતો. ને પછી તું ત્યાં પહોંચી ગયો.

હા, ઓકિટીન હું ત્યાં પહોંચ્યો પણ કઈ ના કરી શક્યો, ગ્લોવરે એક ડૂસકાં સાથે કહ્યું.

ના ગ્લોવર એવું નથી. તું કેયરીયલ ને ત્યાં થી બચાવી ને એક સુરક્ષીત જગ્યાએ લઈ ગયો. ને તું પછી ઓરેટોન ની મદદ માટે ગયો. તે સમયે એક સૈનિકે તને અને કેયરીયલ ને જોઈ લીધા હતા. તેણે રાજા મોરોટોસ ને જાણ કરી. ને રાજા મોરોટોસ ત્યાં જઈ ને કેટરીયલ ને બંધી બનાવી રાજ મહેલ લઈ ગયો. તને જ્યારે ઓરેટોન ના મોતના સમાચાર મળ્યા ત્યારે તું પાછો આવ્યો પણ તને કેટરીયલ ના મળી. ને તું રાજમહેલ તરફ ગયો. જ્યાં તે રાજકુમાર ઓરેટોન અને કેટરીયલ ના મૃત્યુ ના સમાચાર સાંભળ્યા.

પણ ઓકિટીન મેં એ બન્ને ની લાશ જોઈ હતી, ગ્લોવરે કહ્યું.

હા ગ્લોવર પણ એમાં માત્ર ઓરેટોન ની જ લાશ હતી. બીજી લાશ સૈનિક ની હતી જેને પુરે પુરી કપડાં થી ઢાંકી દેવામાં આવી હતી. ને તેને મોરોટોસે કેટરીયલ છે તેમ કહી ને પ્રજાની સહાનુભૂતિ મેળવી લીધી. ને તને તે બન્ને નો હત્યારો ઘોષિત કરી દીધો. ને તું નિરાશ થઈ ને ત્યાં થી જતો રહ્યો.

તો કેટરીયલ હજુ જીવીત છે? ગ્લોવરે પૂછ્યું.

હા ગ્લોવર રાણી કેટરીયલ રાજા મોરોટોસ ની કેદમાં છે અને જીવીત છે. આ સત્ય કોઈ જાણતું નથી, ઓકિટીને કહ્યું.

ગ્લોવર એકદમ ભાંગી પડ્યો. એ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. મેં મારી રાણી ને જીવતે જીવ નર્ક માં મોકલી દીધી? મેં રાજકુમાર ની આજ્ઞા નું ઉલ્લંગન કર્યું છે. મેં દોસ્તી ની ફરજ નિભાવી નથી. હું મારી ફરજ ચુકી ગયો.

ભોફીન તરત જ ગ્લોવર ને સાંત્વન આપવા લાગ્યો, ગ્લોવર શાંત થઈ જા. તું અત્યાર સુધી સચ્ચાઈ થી અજાણ હતો.

પણ ભોફીન હું ફરજ ચુકી ગયો. મેં ક્યારેય સચ્ચાઈ જાણવાનો પ્રયત્ન ના કર્યો. રાણી કેટરીયલ કેટલી તકલીફમાં હશે. ખબર નહિ એમનું શુ થયું હશે? ગ્લોવર રડતા રડતા બોલી રહ્યો હતો.

શાંત ગ્લોવર રાણી કેટરીયલ જીવીત છે અને કેદમાં છે, ભોફીન ને કહ્યું.

હા, ગ્લોવર રાણી કેટરીયલ કેદ માં છે ને તારી રાહ જોવે છે. અહીં તારા સિવાય કોઈ એનું પોતાનું નથી. એ પોતાના બાળક માટે તડપી રહી છે, ઓકિટીને કહ્યું.

ગ્લોવર એકદમ ઉભો થઈ ગયો, બાળક હા હા બાળક દીકરી. રાજકુમાર ઓરેટોન અને કેટરીયલ ની દીકરી. એ તરત ઓકિટીન તરફ ધસ્યો, ઓકિટીન એ દીકરી જે આ વોસીરો ની વારસદાર છે. એ એ ક્યાં છે? કેમ છે? શું કરે છે? ગ્લોવર એકદમ એ બાળક વિશે જાણવા આતુર થઈ ગયો.

ગ્લોવર તું સાથે તો લઈ આવ્યો છે વોસીરો ની વારસદારને, ઓકિટીને ગ્લોવર સામે જોતા કહ્યું.

સાથે? મારી સાથે? ક્યાં છે? કોણ છે? ને એ........ ગ્લોવર એકદમ ચૂપ થઈ ગયો અને યારા તરફ જોવા લાગ્યો. એણે યારા તરફ હાથ કર્યો ને પૂછ્યું, ઓકિટીન આ છોકરી?

હા, ગ્લોવર આ છોકરી, યારા, ઓકિટીને કહ્યું.

બધા ની નજર યારા તરફ સ્થીર થઈ ગઈ. ને યારા તો એકદમ ચૂપચાપ આ બધું સાંભળી રહી હતી.

ના ના ના ઓકિટીન આ રાજકુમાર ઓરેટોન ની દીકરી ના હોય શકે. આ છોકરીમાં એવા કોઈ ગુણ કે શક્તિ નથી જે એ વાત નો પુરાવો આપે કે એ વોસીરો ની વારસદાર છે, ગ્લોવર ખૂબ ગુસ્સામાં અને ઉકળાટમાં બોલી રહ્યો હતો.

ગ્લોવર આ જ રાજકુમાર ઓરેટોન ની દીકરી અને વોસીરો ની રાજકુમારી છે, ઓકિટીને ભારપૂર્વક કહ્યું.

કેવી રીતે ઓકિટીન? કેવી રીતે? ગ્લોવરે પૂછ્યું.

ગ્લોવર તું જાણે છે કે વોસીરોના રાજપરિવારના સભ્ય પાસે એક જીવન રક્ષક હીરો હોય છે. ને આ હીરો તે કુટુંબમાં જન્મેલા વ્યક્તિ પાસે જ હોય છે. ને આ જીવન રક્ષક હીરો તે વ્યક્તિની તાકાત હોય છે. આ તો તું માને છે ને? ઓકિટીને પૂછ્યું.

હા ઓકિટીન આ વાત સાચી છે, ગ્લોવરે કહ્યું.

તો તને એ પણ ખબર હશે કે દરેક હીરો એ વ્યક્તિ ની રક્ષા તો કરે છે પણ દરેક હીરાની એક અલગ શક્તિ હોય છે જે તેને બીજા થી અલગ કરે છે, બરાબર? ઓકિટીને પૂછ્યું.

હા બરાબર ઓકિટીન, ગ્લોવરે જવાબ આપ્યો.

તો તું યાદ કર ગ્લોવર કે ઓરેટોન ની શું ખાસિયત હતી? ઓકિટીને કહ્યું.

ઓરેટોન ના હીરા ની ખાસિયત, ખાસિયત.... હા યાદ આવી ગયું. રાજકુમાર ઓરેટોન ના હીરા ની ખાસિયત હતી કે એ કોઈ પણ વસ્તુ ને જે તે સમયે રોકી શકતો હતો. એટલે કે એ પરિસ્થિતિઓ ને પોતાની મરજી મુજબ સ્થગિત કરી શકતો હતો. હા હા આજ ખાસિયત હતી એની, ગ્લોવરે પુરા વિશ્વાસ થી કહ્યું.

બરાબર ગ્લોવર. તો એણે પણ પોતાની દીકરી ના રક્ષણ માટે એના જન્મ સમયે તેની શક્તિઓ સ્થગિત કરી દીધી હતી. એને ચિંતા હતી કે જો સમય જતા એની દીકરીની શક્તિઓ બહાર આવશે તો તેનો જીવ જોખમમાં મુકશે. ને એટલે તેને યારા ની બધી શક્તિ સ્થિગીત કરી દીધી છે, ઓકિટીને કહ્યું.

તો પછી યારા પાસે એનો જીવન રક્ષક હીરો હોવો જોઈએ. ને એના ગળામાં જે લોકેટ છે એ જ એનો જીવન રક્ષક હીરો છે, બરાબર ને ઓકિટીન? ગ્લોવરે પૂછ્યું.

હા ગ્લોવર એજ યારા નો જીવન રક્ષક હીરો છે, ઓકિટીને કહ્યું.

તો પછી યારા ની શક્તિઓ નું શું ઓકિટીન? ગ્લોવરે પૂછ્યું.

એનો જવાબ પણ તું જ લઈ ને આવ્યો છે ગ્લોવર, વેલીન, ઓકિટીને કહ્યું.

વેલીન? એ કેવી રીતે? ગ્લોવરે આશ્ચર્ય સાથે પૂછ્યું.

કેમકે વેલીન પાસે જે પીળો પથ્થર છે એજ ઓરેટોન નો જીવન રક્ષક હીરો છે. જે ઓરેટોન યારા ને પૃથ્વી પર મુકવા ગયો ત્યારે ત્યાં પડી ગયો હતો. ને પછી તે વર્ષો પછી વેલીન ને મળ્યો, ઓકિટીને ખુલાસો કરતા કહ્યું.

પણ ઓકિટીન રાજકુમાર ઓરેટોન આ દુનિયામાં નથી તો પછી આ હીરો........ ગ્લોવરે ઓકિટીન સામે જોતા વાક્ય અધૂરું છોડી દીધું.


ક્રમશ....................