yara a girl - 13 books and stories free download online pdf in Gujarati

યારા અ ગર્લ - 13

હા તારી વાત સાચી છે ગ્લોવર. પણ તું એ ભૂલે છે કે રાણી કેટરીયલ હજુ જીવે છે. ને જીવન રક્ષક હીરો જેતે વ્યક્તિ સાથે તેના જીવનસાથી ની પણ રક્ષા કરે છે. ભલે હીરાનો મૂળ માલિક જીવીત ના હોય પણ એનો જીવનસાથી જ્યાં સુધી જીવીત હોય ત્યાં સુધી એ હીરો અડધો જ નષ્ટ થાય છે ને બાકી નો અડધો હીરો ત્યાં સુધી રહે છે જ્યાં સુધી એ વ્યક્તિ જીવે છે. વેલીન પાસે અડધો હીરો છે, ઓકિટીને સ્પષ્ટતા કરતા કહ્યું.

ગ્લોવર હવે ખરેખર હતાશ થઈ ગયો. એ માથે હાથ મૂકી ને નીચે ફસડાઈ પડ્યો. ને રડવા લાગ્યો. "હું ખરેખર નકામો માણસ છું. મને આ બધી જાણ હોવા છતાં મેં કેમ ક્યારેય આ બાબતે વિચાર્યું નહિ? મારુ મગજ કેમ સુન્ન થઈ ગયું હતું? હું કેમ કઈ વિચારી ના શક્યો?" આમ બોલી એ રડવા લાગ્યો.

અત્યાર સુધી ચુપચાપ બેસેલી યારા ઉભી થઈ ને ગ્લોવર પાસે ગઈ. ને તેની સામે બેસી ગઈ ને બોલી, ગ્લોવર એટલું બોલતા તેનું મન ભરાઈ આવ્યું.

ગ્લોવરે તરત જ ઉપર જોયું. તેની આંખોમાં થી હજુ પણ આંસુ વહી રહ્યા હતા. તેણે યારા ના હાથ પકડી લીધા ને બોલ્યો, દીકરા મને માફ કરી દે. હું તને ઓળખી ના શક્યો. કેટલા સમય થી તું મારી સાથે છે પણ છતાં હું તને જાણી ના શક્યો. તું મને માફ કરી દે મારા કારણે તારે આટલી બધી તકલીફો સહેવી પડી. મને માફ કરી દે.

ના ના ગ્લોવર એમાં તમારો કોઈ વાંક ગુનો નથી. તમે તો પહેલા થી જ મારી સાથે છો. ને તમે જ મને અહીં સુધી લઈ આવ્યા. તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. તમારા લીધે આજે હું મારા જન્મ ની સચ્ચાઈ જાણી શકી. ખૂબ ખૂબ આભાર ગ્લોવર, આટલું બોલતા યારા રડી પડી અને ગ્લોવરે તેને પોતાની છાતી સરસી ચાંપી દીધી. બન્ને એકબીજા ને વળગી ચોધાર આંસુ એ રડી રહ્યા હતા.

આ દ્રશ્ય જોઈ ત્યાં હતા એ બધા ની આંખો ભરાઈ આવી. આખું વાતાવરણ હૃદયદ્રાવક બની ગયું.

ત્યાં મોલીઓન પણ ભાવુક થઈ ગયા. ને એમની આંખોમાં થી પણ આંસુ આવવા લાગ્યા. તે બન્ને દોડી ને યારા અને ગ્લોવર ની આજુબાજુ "કુઈઇઈ કુઈઇઈ" બોલી ને ફરવા લાગ્યા.

ને એમના આવા વ્યવહાર થી યારા અને ગ્લોવર બન્ને હસી પડ્યા અને બન્ને એ એક એક મોલીઓન ને ઊંચકી લીધા.

તને પણ ખબર પડી ગઈ? એમ બોલી ગ્લોવર મોલીઓન ને હાથ ફેરવી વ્હાલ કરવા લાગ્યો.

ઓહ... ગોડ થેંક્યું વેરી મચ, વેલીન એકદમ રિલેક્સ થતી બોલી. યાર એન્ડ ઓફ ધ સેસન વી રીચ અવર ટાર્ગેટ. આઈ એમ વેરી હેપ્પી. વેલીન ની બોલવાની છટા અને અદા જોતા બધા એકદમ ખડખડાટ હસી પડ્યા.

ઓકિટીન તમે કહ્યું કે યારા જ રાજકુમાર ઓરેટોન ની દીકરી છે. પણ એ રાજકુમારી છે એ સાબિત કરવું પડશે અને એ માટે યારા ની શક્તિઓ સિવાય કોઈ પ્રમાણ નથી. તો હવે યારા ની શક્તિઓ કેવી રીતે પાછી આવશે? ને રાણી કેટરીયલ ને કેવી રીતે છોડાવી શકશે? તમે કોઈ મદદ કરી શકો? ભોફીને પૂછ્યું.

યારા તમારા લોકેટ માં નો હીરો અને વેલીન પાસે જે પીળો હીરો છે એ બન્ને ને એક સાથે કરી દો. પછી જોઈ લો, ઓકિટીને કહ્યું. ને રાણી કેટરીયલ ને છોડવાનું કામ તમારે બધા એ મળી ને કરવાનું છે. ભવિષ્યવાણી પ્રમાણે યારા રાજા મોરોટોસ ની મોત નું કારણ બનશે. એટલે યારા ની શક્તિ અને તમારી બહાદુરી વોસીરો ને એનો વારસદાર આપી શકશે, ઓકિટીને કહ્યુ.

વેલીને પીળો હીરો યારા ને આપ્યો. યારા એ લોકેટ માં થી પોતાનો હીરો કાઢ્યો ને બન્ને ને એક સાથે કરી દીધા. એકદમ બન્ને હીરામાં થી પ્રકાશ આવવા લાગ્યો.

બન્ને હીરા એકસાથે હવામાં ઉપર ઉઠ્યા અને રોકાય ગયા. પછી પીળા હીરામાં થી એક તીક્ષણ પ્રકાશ નું કિરણ નીકળી ને યારા ના લીલા હીરા પર પડવા લાગ્યું. થોડા સમય માં યારા નો લીલો હીરો આકાર અને કદમાં થોડો મોટો થઈ ગયો. પછી બન્ને હીરા પાછા યારાના હાથમાં આવી ગયા. બધા લોકો આ પ્રક્રિયા ને ધ્યાન થી જોઈ.

યારા બન્ને હીરા ને જોઈ રહી. હવે આ હીરો આ લોકીટ માં નહિ આવે, યારા બોલી.

ગ્લોવરે તરત જ લીલો હીરો લઈ ને લોકેટમાં મુકવાનો પ્રયત્ન કર્યો. ને જેવો હીરો લોકેટ ને અડયો કે લોકેટ નો પણ આકાર અને કદ બદલાય ગયા અને હીરો લોકેટમાં ફિટ થઈ ગયો.

ગ્લોવરે ખૂબ અદબ થી એ લોકેટ યારા ના ગળા માં પહેરાવી દીધું. ને ઘૂંટણીયે બેસી ને માથું ઝુકાવી ને બોલ્યો, રાજકુમારી યારા, આપના આ સેવક ની સલામ કબૂલ કરો.

ગ્લોવર ની જેમ ભોફીન અને ઉકારીઓ પણ ઘૂંટણીયે બેસી ગયા અને યારા ના સામે માથું ઝુકાવી સન્માન આપવા લાગ્યા.

યારા એ તરતજ ગ્લોવર ને ઉભો કરી દીધો ને કહ્યું, તમે મારા સેવક નથી. તમે મારા પિતા સમાન છો. તમે મારા પિતાના મિત્ર પણ છો. તમે તો મને મારા જન્મદાતાઓ ને શોધવામાં મદદ કરી છે. મારી સાચી ઓળખ મેળવી આપી છે. ને આ કામ એક ગુરુ જ કરી શકે. તમે મારા ગુરુ છો.

ગ્લોવરે યારા ના માથા પર હાથ મૂકી તેનું માથું ચૂમી લીધું.

યારા ભોફીન પાસે ગઈ ને તેની સામે નીચે બેસી ગઈ ને બોલી, ભોફીન આ અજાણી જગ્યાએ પહેલા તમે જ હતા જેમણે અજાણ્યા હોવા છતાં અમારી મદદ કરી. કોઈ પણ વળતર ની અપેક્ષા વગર અમારી મદદ કરી. અમને સાચવ્યા. ને આ કામ એક દોસ્ત જ કરી શકે છે. તમે મારા સૌથી વ્હાલા દોસ્ત છો. તમે હંમેશા મારી સાથે રહેશો.

ભોફીને તરત જ યારા ને ગળે લગાવી લીધી.

ઉકારીઓ હું તમને બરાબર ઓળખતી નથી. પણ હા તમારા જેવા મિત્રો જો મળી જાય તો હું ધન્ય થઈ જાવ, યારા એ કહ્યું.

રાજકુમારી આજ થી આ ઉકારીઓ માત્ર તમારો જ હુકમ માનશે. મારી સેના હમેશાં તમારા માટે તત્પર રહેશે, આ મારું વચન છે.

ધન્યવાદ ઉકારીઓ, યારા બોલી.

તો રાજકુમારી યારા, અમારી માટે શુ આદેશ છે? અકીલે અદબ થી પૂછ્યું.

યારા એ અકીલ તરફ જોયું તો અકીલ અને વેલીન માથું નમાવી ઉભા હતા. યારા તેમની પાસે ગઈ અને બોલી, તમારા માટે? હહઃહઃહ તમે બન્ને મારા ગળે લાગી જાવ. યારા પોતાના બન્ને હાથ ફેલાવી ઉભી હતી. અકીલ અને વેલીન તેને ગળે લાગી ગયા. ત્રણેય જણ ખૂબ ખુશ હતા.

વેલીન , અકીલ તમારા બન્ને નો જેટલો ધન્યવાદ કરું એટલો ઓછો છે. જો તમે બન્ને ના હોત તો હું આજે અહીં સુધી ના પહોંચી હોત. તમારી દોસ્તીએ મને ખૂબ મદદ કરી. Thank you very much yar.

યારા દોસ્તો માટે તો કંઈપણ હો, અકીલે હસતા હસતા કહ્યું.

હા યારા, તે જે પણ કહ્યું તેમાં માત્ર દોસ્ત શબ્દ જ સારો હતો. બાકી બધું.......... ને વેલીને વાક્ય અધૂરું છોડી તેના માથા ને ચૂમી લીધું.

ગ્લોવર, હવે આપણે રાણી કેટરીયલ ને રાજા મોરોટોસ ની કેદમાં થી છોડવાના છે. બહુ રાહ જોઈ લીધી એમણે. હવે સમય આવી ગયો છે કે રાજા મોરોટોસ ને એણે કરેલા ગુના ની સજા મળે, ભોફીને ગુસ્સામાં કહ્યું.

હા, ભોફીન હવે રાજા મોરોટોસ ને સજા મળશે. હવે રાણી કેટરીયલ ના દુઃખના દિવસો પુરા થયા. હવે પ્રજા પણ જાણશે કે તેમનો રાજા કેવો છે? ગ્લોવરે ગુસ્સા સાથે કહ્યું.

ગ્લોવર એ એટલું સહેલું નથી. તું રાજા મોરોટોસ ની તાકાત જાણે છે. તમારે તેની તાકાત તોડવી પડશે, ઓકિટીને કહ્યું.

ઓકિટીન તમે બરાબર કહો છો. ગ્લોવરે ઓકિટીનની પાસે જઈ કહ્યું, ઓકિટીન તમારો ખૂબ ખૂબ આભાર આજે તમારા કારણે હું સચ્ચાઈ જાણી શક્યો. તમારા કારણે વોસીરો ને તેની વારસદાર મળી ગઈ. પણ તમે એક છેલ્લી મદદ કરો અમારી. મને કહો કે મોરોટોસ ને હરાવવા માટે શુ કરી શકાય? ગ્લોવરે ઓકિટીન ને પૂછ્યું.

ગ્લોવર, રાજા મોરોટોસ એ એક બહાદુર અને છલ કપટ કરવાવાળો વ્યક્તિ છે. તમારે પહેલા તેની તાકાત તોડવી પડશે. ને પછી પુરી તાકાત થી તેની સામે લડવું પડશે. બસ એક જ વસ્તુ તમારા માટે સારી છે કે હજુ સુધી રાજા મોરોટોસ જાણતો નથી કે વોસીરો ની કોઈ વારસદાર પણ છે. ને યારા નો દેખાવ રાજપરિવારના સભ્યો કરતા એકદમ અલગ છે. જો તમે આ વાત છુપાવી શકો તો આ તમારી જીત માટે સારું રહેશે. ને બીજું રાજકુમારી યારા માં કઈ શક્તિઓ છે એ હજુ તમને ખબર નથી. તો એ શક્તિ જાણી તેનો યોગ્ય ઉપયોગ તમને જીત સુધી દોરી જશે, ઓકિટીને કહ્યું.

ગ્લોવરે બે હાથ જોડી ઓકિટીન ને કહ્યું, ખૂબ ખૂબ આભાર ઓકિટીન, હું આ બાબત ધ્યાન રાખીશ. ચાલો હવે આપણે અહીં થી નીકળવું જોઈએ.

યારા ઓકિટીન પાસે ગઈ ને બોલી, ઓકિટીન આપનો ખૂબ ખૂબ આભાર. આજે આપને કારણે મને ખબર પડી કે હું કોણ છું? તમારા લીધે આજે મને મારી મા જીવીત છે તે જાણવાનો મોકો મળ્યો. હું જેટલો આભાર માનું આપનો એટલો ઓછો છે.

રાજકુમારી યારા, તમે વોસીરો નું ભવિષ્ય છો. તમે જલ્દી થી વોસીરો નું રાજ્ય સંભાળો અને રાણી કેટરીયલ ને કેદમાં થી મુક્ત કરવો એવી મારી શુભેચ્છાઓ.

બધા એ ઓકિટીન નો આભાર માન્યો ને ત્યાં થી નીકળી ગયા. ઓકિટીન વોસીરોના આવનાર સુંદર ભવિષ્યને વિચારતા મંદ મંદ હસવા લાગ્યા.

ક્રમશ.............