Prinses Niyabi - 3 books and stories free download online pdf in Gujarati

પ્રિંસેસ નિયાબી - ભાગ 3

બધાના ગયા પછી કેરાકે નિયાબી ને એકલી ઉભેલી જોઈ.

કેરાક: તમે પણ ચાલો રાજકુમારી. થોડું ખાઈ લો ને પછી આરામ કરો.

નિયાબી: ના મને હમણાં ભૂખ નથી.

કેરાક: સારું જેવી તમારી ઈચ્છા. કેરાક ઘર ની અંદર તરફ ચાલવા લાગ્યો.

નિયાબી ત્યાં થી થોડું આગળ ચાલી ને એક મોટા પથ્થર પર બેઠી. તે ચારેબાજુ ની લીલોતરી જોવા લાગી. એ ક્યાંય સુધી ત્યાં બેસી રહી. હવે રાત થવા લાગી હતી.

અસીતા: નિયાબી તમને ભૂખ નથી લાગી.

નિયાબી: ના મને કઈ ખાવું નથી.

અસીતા: કેમ? સ્વાસ્થ્ય બરાબર નથી?

નિયાબી: ના એવું કઈ નથી. બસ એમ જ મન નથી.

અસીતા: તેની પાસે બેસતાં બોલી, શું વિચારો છો?

નિયાબી: એજ કે હું ક્યાં છું? ને કેમ છું? હું હવે શું કરીશ?

અસીતા: નિયાબી ઉંમર માં તું હજુ ઘણી નાની છે. આટલી મોટી દુનિયામાં ક્યાં જઈશ? ને તું એક રાજકુમારી છે. તને બહાર ની દુનિયાની હજુ કઈ ખબર નથી. તમે હજુ બહારની દુનિયા જોઈ નથી.

નિયાબી: નિસાસો નાંખતા હા તમારી વાત સાચી છે. હું દુનિયા ને બિલકુલ ઓળખતી નથી. પણ હું અહીં શું કરીશ?

અસીતા: નિયાબી તું દુનિયાના શ્રેષ્ઠ જાદુગર કેરાક ના રાજ્ય માં છે. આ એમનું રાજ્ય છે અને તે એના રાજા છે. ને તું અહીં છે એનું પણ કોઈ કારણ હશે. ને નવું જીવન મળ્યું છે તો એનું કોઈ ધ્યેય પણ હશે.

નિયાબી: કારણ? શું કારણ હોય શકે? ને મેં ક્યારેય જાદુગર કેરાક વિશે કઈ સાંભળ્યું નથી. મેં તો બસ એક જ જાદુગર વિશે સાંભળ્યું છે. જાદુગર મોઝિનો.

અસીતા: એકદમ આશ્ચર્યજનક રીતે નિયાબી ને જોવા લાગી. ને ત્યાં થી ઉભી થઈ ને કેરાક ના નામની બુમો પાડવા લાગી.

તેની બુમો સાંભળી કેરાક, ઓરીન અને આજુબાજુમાં થી ઘણાં લોકો બહાર આવી ગયાં.

એને આમ બુમો પાડતી જોઈ નિયાબીને નવાઈ લાગી.

કેરાક: અસી શું થયું કેમ આમ બુમો પાડે છે?

અસીતા: કેરા આ જો નિયાબી કોની વાત કરે છે?

કેરાક: કોની વાત કરે છે અસી?

નિયાબી: જાદુગર મોઝિનો! તે ઉભી થતાં બોલી.

કેરાક: નિયાબી ની સામે ફાટી આંખે જોઈ રહ્યો. ને પછી બોલ્યો, મોઝિનો?

ત્યાં ઉભેલા બધાં એક અજબ નજરે નિયાબી ને જોવા લાગ્યાં.

નિયાબી બધાં ને આ રીતે પોતાની સામે જોતાં ગભરાઈ ગઈ. ને પથ્થર પર થી ઉભા થતા પૂછ્યું, મેં કઈક ખરાબ કહ્યું?

કેરાક: ના નિયાબી. પણ તમે મોઝિનો ને કઈ રીતે ઓળખો?

નિયાબી: મારા પિતા રાયગઢ ના રાજા હતાં. પણ અમારા રાજ્ય પર એક જાદુગર મોઝિનો એ કબજો કરી લીધો. ને એમની સાથે લડતાં લડતાં મારાં માતાપિતા મૃત્યુ પામ્યાં.

કેરાક: જોયું અસી મેં તને કહ્યું હતું કે આ છોકરી નું નસીબ એને અહીં લઈ આવ્યું છે તો કઈક કારણ તો હશે જ. તે સાંભળ્યું ને? ખૂબ જ ઉત્સાહ સાથે તે બોલી રહ્યો હતો.

ત્યાં ઉભેલા બધાંના ચહેરા પર એક ખુશી ની લહેર છવાઈ ગઈ. પણ નિયાબી ને કઈ સમજ પડી નહિ. તે બિચારી અસમંજસ માં બધાંના ચહેરા જોવા લાગી. તેની હાલત જોઈ ને કેરાક તેની પાસે ગયો.

કેરાક: રાજકુમારી નિયાબી આમ ના જુઓ. હું તમને કહું છું કે શું થયું? આ બધાંના ચહેરા પર ખુશી કેમ આવી ગઈ.

નિયાબી આ જાદુગરો ની નગરી કોનીસ છે. આ નગર ની જાણ બહાર ની દુનિયામાં કોઈ ને નથી. ને જંગલ ની ખૂબ અંદર હોવા થી કોઈ અહીં આવતું પણ નથી. અહીં જે પણ લોકો રહે છે તે બધાં કોઈ ને કોઈ જાદુ કરે છે. અમે બધાં કામાખ્યાં દેવીના ભક્ત છીએ. દેવી કામાખ્યાં એ જાદુની દેવી છે. જેને તમારી દુનિયામાં તાંત્રિક વિદ્યા કહેવામાં આવે છે. અમારી આ નગરી ખૂબ સુખી અને સમૃદ્ધ હતી. પણ તેને મોઝિનો ની નજર લાગી ગઈ. મોઝિનો પણ આ જાદુઈ નગરી નો જ રહેવાસી છે. પણ એ ખૂબ લાલચુ અને સ્વાર્થી છે. તેને આ નગરીના રાજા બનવું હતું. પણ નિયમ પ્રમાણે જે જાદુગર પોતાની કલામાં બધાં કરતાં શ્રેષ્ઠ હોય તેજ આ નગરીનો રાજા બની શકે. ને આ નક્કી કરવાનું કામ અમારા ગુરુ બ્રહ્મદેવનું હતું.

બ્રહ્મદેવ એક ઉત્તમ ગુરુ હતાં. તેઓ માઁ કામાખ્યાના મોટાં ભક્ત હતા અને માઁની પણ એમની પર અસીમ કૃપા હતી. તેમની પાસે ખૂબ શક્તિઓ હતી. તે અહીંના જાદુગરો ને જાદુની તાલીમ આપતાં હતાં. તે હવે વૃદ્ધ થઈ ગયાં હતાં. તેમણે પોતાની બધી શક્તિ એક લાલા ચમકતા પથ્થરમાં સમાવી દીધી. ને આ લાલ પથ્થર તેમણે એક ત્રિશુલ ની બરાબર વચ્ચે લગાવી દીધો. આ ત્રિશુલ હવે ખૂબ શક્તિશાળી બની ગયું હતું. ને જેની પાસે એ હોય તે ખૂબ શક્તિશાળી જાદુગર બની જશે. એટલે તેઓ આ વખતે જે રાજા બને તેને પોતાની બધી શક્તિઓ પણ આ ત્રિશુલ રૂપે આપવાના હતાં.

હું અને મોઝિનો પણ તેમની પાસે તાલીમ લેતાં હતાં. હું તેમનો પ્રિય શિષ્ય હતો. જે મોઝિનો ને ગમતું નહીં. મોઝિનો હંમેશા પોતાના જાદુનો ઉપયોગ બીજા ને હરાવવા, તકલીફો આપવા અને પોતાના મનસ્વી આનંદ માટે કરતો હતો. જે ગુરુજી ને બિલકુલ ગમતું નહીં. પણ મોઝિનો એક ઉત્તમ કક્ષાનો જાદુગર હતો. તેને યાંત્રિક વસ્તુઓ બનાવવાનો ઝબરો શોખ હતો. ને એની બુદ્ધિ પણ ખુબ સરસ હતી. એ કઈ ને કઈ બનાવ્યા કરતો. તેનામાં શીખવાની ખૂબ ઉત્કંઠ ભાવના હતી.

મોઝિનો હંમેશા મને પોતાનો પ્રતિસ્પર્ધી માનતો. તેને આ જાદુઈ ત્રિશુલ વિશે ખબર પડી ગઈ. એટલે તેણે આ ત્રિશુલ ને મેળવવા માટે પ્રયત્નો કરવા લાગ્યાં. જે દિવસે નવાં રાજા ના ચુનાવ ની પ્રક્રિયા હતી તેના એક દિવસ પહેલાં રાતના સમયે મોઝિનો ગુરુજી ના નિવાસસ્થાને ગયો અને પેલું ત્રિશુલ ચોરી કરવાનો પ્રયત્ન કર્યો. પણ ગુરુજી ના ત્યાં આવી જવા થી તે નિષ્ફળ રહ્યો. પણ તેણે હાર ના માની અને ગુરુજી સાથે યુદ્ધ કરી તેમની પર પ્રાણઘાત જાદુનો ઉપયોગ કરી તેમને અધમુઓ કરી દીધાં અને મોઝિનો પેલું ત્રિશુલ લઈ ભાગી ગયો. અમે ત્યાં પહોંચ્યા ત્યારે ગુરુજી છેલ્લા શ્વાસ લઈ રહ્યાં હતાં. તેમણે મને કોઈપણ રીતે એ ત્રિશુલ મોઝિનો પાસે થી પાછું લાવી નવા રાજા ને આપવા કહ્યું.

ને મેં પણ તેમને આમ કરવાનું વચન આપ્યું. ગુરુજી ના મૃત્યુ બાદ હું રાજા બન્યો. ને હું પેલું ત્રિશુલ શોધવા લાગ્યો. પણ હું મોઝિનોને શોધી શક્યો નહીં. ને આજે વર્ષો પછી અમને મોઝિનો ના કોઈ સમાચાર મળ્યાં છે. એ ક્યાં છે તેની ખબર પડી છે. ને એ પણ તમારા લીધે રાજકુમારી નિયાબી. હવે તમે સમજ્યા કે આ બધું શું છે?

હવે નિયાબી ના ચહેરા પર કઈક સમજ પડી હોય એવો ભાવ આવ્યો.

કેરાક: રાજકુમારી તમને ખબર નથી કે તમે અમારી કેટલી મદદ કરી છે. અમે બધાં તમારા આભારી છીએ.

નિયાબી: મેં તો કઈ નથી કર્યું. મેં તો બસ મારા માતાપિતા ના હત્યારા વિશે વાત કરી છે.

અસીતા નિયાબી ના ખભે હાથ મુકતા બોલી, નિયાબી તું બિલકુલ ચિંતા ના કરીશ. તારો અને અમારો દુશ્મન એક જ છે. હવે આપણે સાથે રહી ને તેને હરાવવાનો પ્રયત્ન કરીશું.

કેરાક: હા રાજકુમારી અસી બરાબર કહે છે. તમે મોઝિનો ની માહિતી આપી અમારી ખૂબ મોટી મદદ કરી છે. હું તમને વચન આપું છું કે હું અને આ જાદુઈ નગરી તમને તમારું રાજ્ય પાછું અપાવીશું.

નિયાબી કેરાક ની સામે જોઈ રહી. એણે ક્યારેય આ બાબત પર વિચાર્યું નહોતું. એતો એક સીધી સાદી રાજકુમારી હતી. જેણે માત્ર પોતાના લોકો ને યાદ કરી દુઃખી થવાનું જ કામ કર્યું હતું. કોઈ દિવસ બીજા કોઈ વિચારો કર્યા નહોતા. પણ કેરાક ની વાત સાંભળી તે આ વિષય પર વિચારવા લાગી.

રાત્રે વિચારો માં ને વિચારો માં નિયાબી મોડી સુઈ ગઈ. જેના લીધે તે સવારે મોડી ઉઠી. એ જ્યારે બહાર આવી તો આશ્ચર્યચકિત થઈ ગઈ. ચારેબાજુ બધાં ઘરો ફૂલો અને રંગબેરંગી કાગળો ના તોરણ થી શણગારવામાં આવ્યાં હતાં. લોકો ખૂબ ખુશ દેખાતા હતાં. નાના નાના બાળકો ઉત્સાહમાં આમતેમ દોડી રહ્યાં હતાં. માનો કોઈ મોટો ઉત્સવ હોય એવું લાગી રહ્યું હતું.

અસીતા: નિયાબી તું જાગી ગઈ. આ જો તે આપેલી ખુશી. લોકો કેટલા ખુશ છે.

નિયાબી એ કહ્યું, મેં આપેલી ખુશી? મેં શું કર્યું?

અસીતા: તે અમને મોઝિનો ની માહિતી આપી. હવે અમે તેને શોધી ને પેલું ત્રિશુલ પાછું મેળવીશું. તું ચાલ મેં અને કેરાકે તારા માટે કઈક વિચાર્યું છે.

અસીતા નિયાબી ને લઈ કેરાક પાસે ગઈ. જ્યાં પહેલા થી જ ઓરીન, અગીલા, ઝાબી અને બીજા ઘણાં લોકો હાજર હતાં.

કેરાકએ નિયાબી ને જોતાં બોલ્યા, આવો રાજકુમારી નિયાબી. અમે તમારી જ રાહ જોઈ રહ્યા હતાં. બેસો તમારી સાથે વાત કરવી છે.

નિયાબી બેસતાં બોલી, રાજા કેરાક આપ કઈ કહો એ પહેલાં હું આપને કઈ કહેવા માંગુ છું.

અહીં આવ્યા પછી પહેલીવાર નિયાબી એ કેરાક માટે કોઈ સંબોધન કહ્યું હતું. કેરાક તેની સામે જોતાં બોલ્યો, બોલો રાજકુમારી નિયાબી.

નિયાબી: રાજા કેરાક હું રાજનીતિ શીખવા માંગુ છું. હું એક ઉત્તમ રાજા બનવા માટે ની એ દરેકે દરેક વસ્તુ શીખવા માંગુ છું જે એક રાજા ને આવડવી જોઈએ. ને મોઝિનો ની સામે લડવા માટે જાદુ પણ શીખવા માંગુ છું.

ત્યાં હાજર બધાં જ લોકો નિયાબી ની સામે જોઈ રહ્યાં.

કેરાક: રાજકુમારી નિયાબી અમે પણ એજ નક્કી કર્યું હતું. હું અને અસીતા પણ ઈચ્છીએ છે કે તમે હજુ ઘણા નાના છો. તો તમે એક રાજા બનવા માટેની તાલીમ લો. જેથી જ્યારે તમે તમારા રાજ્યમાં જાવ તો સારી રીતે રાજ્યનો કારભાર સંભાળી શકો.

નિયાબી કેરાક ને સાંભળી રહી હતી.

કેરાક: રાજકુમારી નિયાબી, અગીલા, ઝાબી, ઓરીન અને બીજા ઘણાં બધાં બાળકો જાદુની તાલીમ લેવા માટે વેસુક જાય છે. તો તમે પણ એ લોકો ની સાથે જાવ. ને ત્યાં જઈને જાદુ ની સાથે રાજનીતિ ની તાલીમ લો.

નિયાબી ખુશ થતાં બોલી, આપનો ખૂબ ખૂબ આભાર. હું આ તાલીમ લેવા જવા તૈયાર છું.

બધાં લોકો આ સાંભળી ખુશ થઈ ગયાં.

નિયાબી: તો મોઝિનો નું શું?

કેરાક એ નિયાબી ની સામે જોતાં કહ્યું, રાજકુમારી નિયાબી હજુ તો તેની ખબર મળી છે. પણ રાયગઢ ક્યાં છે અને મોઝિનો ત્યાં છે કે નહીં? એ માહિતી મેળવવાની બાકી છે. ને મોઝિનો પાસે જાદુઈ ત્રિશુલ છે જેના લીધે એ ખૂબ શક્તિશાળી જાદુગર બની ગયો છે. હજુ તેને શોધી તેની શક્તિઓ નું માપ કાઢવાનું છે. તેમજ તેની સામે લડવા માટે ખૂબ તાકાત ભેગી કરવી પડશે. ને આટલા બધાં વર્ષો થી અમે એને મળ્યા નથી કે તેની તાકાત વિશે કઈ જાણતાં નથી. એટલે પહેલાં તો તેની તાકાત અને નબળાઈ ની જાણકારી મેળવવી પડશે. ને પછી જ કઈક કરી શકાશે. આ બધા કામો કરવા માટે સમય લાગશે.

નિયાબી: તો ત્યાં સુધી શું કરવાનું? તેને છોડી દેવાનો? નિયાબી ના ચહેરા પર કડવાહટ આવી ગઈ.

કેરાક: હા રાજકુમારી. આ સમય દરમિયાન અમે તેની શોધ કરી તેની દરેકે દરેક બાબત ની જાણકારી મેળવીશું. ને સૌથી મહત્વ નું એ છે કે એણે રાયગઢને કેમ પસંદ કર્યું? એવું તો શુ છે રાયગઢમાં કે એણે ત્યાં રહેવાનું નક્કી કર્યું? આ જાણવું ખૂબ જ જરૂરી છે. તેમજ તેની તાકાત સામે આમારી તાકાત હારી ના જાય એવી તૈયારી કરીશું. ને એટલે જ તમને બધા ને તાલીમ માટે વેસુક મોકલું છું. ત્યાં દુનિયાના મહાન જાદુગરો તમને તાલીમ આપશે. ને મોઝિનો ને હરાવવા માટે તે આપણ ને કામ લાગશે.

નિયાબી: જેવી આપની ઈચ્છા. હું તૈયાર છું.

અસીતા: ખૂબ સરસ. તો તમે તૈયારી કરો કાલે તમારે બધાંએ જવાનું છે.

અસીતાની વાત સાંભળી બધાં ત્યાં થી નીકળી ગયાં.

ઓનીર: કેરાકે એ બુમ પાડી.

કેરાકનો અવાજ સાંભળી ઓનીર ત્યાં રોકાઈ ગયો. ને બીજા બધાં ત્યાં થી નીકળી ગયાં.

કેરાક: ઓનીર મને તારા પર ખૂબ ભરોસો છે. તું જાણે છે કે મોઝિનોને હરાવવો સહેલો નથી. ને એટલે હું તને વેસુક મોકલું છું. તારે પુરી ઈમાનદારી અને મહેનત થી શીખવું પડશે. તોજ જે ઈરાદા થી હું તને મોકલી રહ્યો છું તે પૂરો થશે.

ઓનીર: તમે બિલકુલ ચિંતા ના કરો હું ખૂબ મહેનત કરીશ. ને જે શીખવા જઈ રહ્યો છું તે શીખી ને જ આવીશ. પુરા વિશ્વાસ સાથે તેણે કહ્યું.

કેરાક એ તેના માથે હાથ ફેરવ્યો. ને ઓનીર ત્યાં થી જતો રહ્યો. તે તેને જતાં જોઈ રહ્યો. ત્યાં અસીતા આવી ને કેરાક ના ખભે હાથ મુક્યો.

કેરાક એ એની સામે જોયું. ને પછી હસ્યો.

અસીતા: શું થયું? કેમ હસે છે?

કેરાક એ તેને પકડી ને કહ્યું, બસ એજ વિચારીને કે ઓનીર હજુ અઢાર વર્ષનો જ છે. પણ મેં તેના ખભા ઉપર ખૂબ મોટી જવાબદારી નો ભાર મૂકી દીધો છે. એ આ ભાર ઉપાડી શકશે કે નહીં?

અસીતા એ કેરાકનો હાથ હાથમાં લેતાં કહ્યું, ભરોસો રાખ કેરા એ તારો દીકરો છે. એક મહાન જાદુગર અને યોધ્ધાનો દીકરો છે પાછો નહીં પડે.

ને પછી બન્ને એક બીજા ની સામે જોઈ હસી પડ્યાં.

બીજા દિવસ સવારે નિયાબી, ઓનીર અને બીજા બાળકો તાલીમ માટે વેસુક રવાના થઈ ગયાં. પૂરા પાંચ વર્ષ માટે. ને આ સમય નિયાબી, ઓનીર, ઝાબી અને અગીલા માટે ખૂબ કપરો રહેવાનો હતો. કેમકે આ સમય તેમને તેમના આવનાર ભવિષ્ય માટે તૈયાર કરવાનો હતો. જે તેમને ઉત્તમ જાદુગર અને યોધ્ધા સાબિત કરી શકે તેમ હતો.

ને નિયાબીએ તો વધુ મહેનત કરવાની હતી કેમકે એ રાજનીતિ પણ શીખવા માંગતી હતી. હવે આવનાર સમય જ નક્કી કરવાનો હતો કે મોઝિનો અને નિયાબીનું ભવિષ્ય શુ હશે? ને કેરાક અને એના લોકોની એમાં શુ ભૂમિકા રહેશે?


ક્રમશ.....................
Share

NEW REALESED