Prinses Niyabi - 17 in Gujarati Adventure Stories by pinkal macwan books and stories PDF | પ્રિંસેસ નિયાબી - ભાગ 17

પ્રિંસેસ નિયાબી - ભાગ 17

ઘણો સમય થયો પણ ઓનીર અને નિયાબીના ના આવવા થી અગીલાએ કઈક થયું હશે એવું માની લીધું. ને વિસ્મરતીન જાદુ કરી બધાની સ્મૃતિ ભ્રંશ કરી દીધી અને ત્યાં થી ઘરે જવા નીકળી ગઈ.

નિયાબીનો જાદુ દૂર થયો એટલે બધા હતા એમ થઈ ગયા. દેવીસિંહ અને એના લોકો જાગી ગયા. પેલી ગરોળી પણ જાગી ગઈ. પણ એ ઘાયલ હતી. એટલે વધુ કઈક કરે એ પહેલા જ દેવીસિંહે એના પેટમાં પોતાની તલવાર મારી દીધી. ઉપરાઉપરી ઘા ના કારણે ગરોળી હારી ગઈ અને નિસ્તેજ થઈ ગઈ.

દેવીસિંહ ખુશ થતા બોલ્યો, ચાલો હવે મોઝિનો નો વારો.

બધા આગળ વધ્યાંને મહેલમાં આવી ગયા. પણ જાદુના કારણે બધું ડોહોળાઈ ગયું હતું. મહેલમાં બધા જાગી ગયા હતા. દેવીસિંહ અને એના સાથીઓ સાવધાની રાખી આગળ વધી રહ્યા હતા.

ત્યાં એણે મોઝિનોને જોયો. એનો ચહેરો ગુસ્સામાં લાલચોળ થઈ ગયો હતો. દેવીસિંહે અહીં જ એને પતાવી દેવાનું વિચાર્યું. પણ એની પાછળ આવતા પાંજરામાં એણે ઓનીરને બંધ જોયો. એ સમજી ગયો કે બાજી બગડી ગઈ છે. હવે કઈક નવું વિચારવું પડશે. એ લોકો સાવધાની રાખી ઓનીરને ક્યાં લઈ જાય છે તે જોવા એની પાછળ ચાલવા લાગ્યા.

લુકાસા કેરાકની નજીક આવી ગઈ. એણે ધ્યાનથી એને જોયો.

લુકાસા: સાવધાન તમે મારા રસ્તામાં ઉભા છો.

કેરાક કઈ બોલ્યો નહિ. શાંતિથી ઉભો રહ્યો.

લુકાસા જરા ઉંચા સ્વરે બોલી, સાવધાન તમે મારો રસ્તો રોકી ઉભા છો. તમે ખસો તો હું આગળ વધુ.

કેરાક: એ શક્ય નથી. હું તમારો રસ્તો રોકીને જ ઉભો છું.

લુકાસા: કેમ? કોઈ કારણ?

કેરાક: કારણ કે હું તમને અંદર જવા દેવા માંગતો નથી.

લુકાસા ગુસ્સે થઈ ગઈ. એ બરાડી, તમે જાણતા નથી કે હું કોણ છું? તમને મારો રસ્તો રોકવો ભારે પડી શકે છે.

કેરાક હસતા હસતા બોલ્યો, જાણું છું લુકાસા. ખૂબ સારી રીતે જાણું છું. ને એ પણ ખબર છે કે આ હરકત મને ભારે પડી શકે છે. પણ મારી પાસે બીજો કોઈ ઉપાય નથી.

લુકાસા: હું ફરી તમને સાવધાન કરી રહી છું. તમે મારા રસ્તામાં થી હટી જશો તો બચી જશો. નહીંતો.......

કેરાકે એને વચ્ચે જ અટકાવી ને બોલ્યો, નહીંતો તમે મને હાનિ પહોંચાડશો. ખબર છે મને. તો આવો લડી લઈએ. જો તમે જીતો તો તમે અંદર જઈ શકો છો. ને હારી ગયા તો મારા બંધી બનશો. કેરાક ખૂબ નમ્રતાપૂર્વક વાત કરી રહ્યો હતો.

લુકાસા: સૈનિકો આગળ વધો. કોઈ બચવું ના જોઈએ.

કેરાક: અરે....અરે....શાંત લુકાસા. ધીરજ ધરો. આપણા બેની લડાઈમાં બિચારા આ લોકોને કેમ ઘસેડો છો. જવું તમારે છે. તો તમે આગળ વધો. મારી સાથે લડો અને મને હરાવી આગળ વધો.

લુકાસા ઘોડા પરથી નીચે ઉતરી ને તલવાર બહાર કાઢીને બોલી, કઈ નહિ ચાલો લડી લઈએ. સાવધાન.

કેરાક પોતાની તલવાર લઈ તૈયાર થઈ ગયો. લુકાસાએ પહેલો ઘા કર્યો. કેરાકે એને પોતાની તલવારથી ઝીલી લીધો. પછી તો બેઉ બળિયા બાથે પડીયા. બંને જણ એકબીજા પર શાનદાર રીતે વાર કરવા લાગ્યા. બંનેની ઉંમરમાં ઘણો ફર્ક હતો. કેરાક લુકાસા કરતા ઉંમરમાં બે ઘણા હતા. પણ એમની તલવારની સ્ફૂર્તિ કોઈ યુવાનને શરમાવે તેવી હતી. જેની નોંધ લુકાસાએ લીધી.

ને કેરાકની આ સ્ફૂર્તિએ લુકાસાની તલવાર હવામાં ઉછાળી દીધી. લુકાસા હથિયાર વગરની થઈ ગઈ. કેરાકે પોતાની તલવાર એની તરફ કરી.

કેરાક: ખૂબ સરસ. હવે તમે હારી ગયા છો.

લુકાસાએ સ્ફૂર્તિ સાથે કેરાકની તલવારને હાથ મારી ખસેડી દીધી ને પોતે કૂદીને દૂર થઈ ગઈ.

લુકાસા: અતિ ઉત્તમ. પણ આ લુકાસાને હરાવવી એટલી સહેલી નથી. એણે હવામાં હાથ ઉપર કર્યો. એટલે એની જાદુઈ લાકડી એના હાથમાં આવી ગઈ.

કેરાક એની સામે જોઈ હસ્યો.

લુકાસાએ લાકડી આગળ કરી ને કેરાક તરફ કરી ને બોલી. લાકડીમાં થી પ્રકાશ નીકળીને કેરાક તરફ ગયો. પણ કેરાકે પોતાના જાદુથી એને નકામો કરી દીધો.

લુકાસા આ જોઈ સમજી ગઈ કે આ પણ જાદુગર છે. એણે ફરી થી કેરાક પર હુમલો કર્યો. પણ કેરાકે ફરી એનો હુમલો નકામો કરી દીધો.

લુકાસા વધુ ગુસ્સે થઈ ગઈ. ને એ ગુસ્સામાં જાદુ પર જાદુ કેરાક પર અજમાવા લાગી. કેરાક માત્ર એનો જાદુ નકામો કરી રહ્યો હતો. એ હુમલો નહોતો કરી રહ્યો. લુકાસા એક પછી એક પોતાના દાવ અજમાવા લાગી. પણ કેરાક એના બધા દાવ નકામા કરતો ગયો. એ જોવા માગતો હતો કે લુકાસા ક્યાં ક્યાં જાદુ જાણે છે.

પણ ગુસ્સે થયેલી લુકાસાએ બધાને કાચના બનાવવા માટે પોતાનો કચોસોરીન જાદુનો ઉપયોગ કર્યો. પણ કેરાક પહેલા થી જ તૈયાર હતો. એણે લુકાસાના એ જાદુને પણ નકામો કરી દીધો.

લુકાસા હેતબાઈ ગઈ. એ સમજી ગઈ કે આ કોઈ સામાન્ય જાદુગર નથી. એટલે હવે એણે પોતાને બચાવવું જરૂરી હતું. એણે પોતાની લાકડીને હવામાં ઉપર કરી અને કઈક બોલવા લાગી. કેરાક સમજી ગયો કે હવે આ અદ્રશ્ય થશે.

કેરાકે તરત જ પોતાનો જાદુ કરી લુકાસાની લાકડી છીનવી લીધી અને એને દોસમણી જાદુથી બાંધી દીધી. આ જાદુમાં જેણે જાદુ કર્યો હોય એજ વ્યક્તિ એને મુક્ત કરી શકે છે.

લુકાસા બંધનમાં થી છૂટવા મથવા લાગી.

કેરાક એની નજીક જઈને બોલ્યો, લુકાસા તારા ગુરુએ તને તાલીમ તો ખૂબ સરસ આપી છે. પણ એ ભૂલી ગયો કે એની પાસે તાલીમ જે છે એ લાલચની સાથે જોડાયેલી છે. ને એટલે એણે ઉત્તમ બનવા કરતા બીજા પર વધુ ભરોસો રાખ્યો. ને તને પણ એ બધું ના શીખવાડી શક્યો.

લુકાસા: ખબરદાર જો મારા ગુરુ વિશે કંઈપણ કહ્યું છે તો? હું ચૂપ નહિ રહું.

કેરાક: હા તું બોલ્યાં સિવાય બીજું કરી પણ શુ શકીશ હવે. બીજી કોઈ તક તો તારી પાસે રહી નથી.

લુકાસા: તમે હજુ મારા ગુરુને જાણતા નથી. મને બંધી બનાવવું તારી મોતનું કારણ બની શકે છે.

કેરાક એક સરસ સ્મિત સાથે બોલ્યો, કોઈ શકયતાઓ નથી. આટલા વર્ષોથી છુપાઈ રહીને તારા ગુરુએ પોતાની વિદ્યાઓ પર કાટ ચડાવી લીધો છે. જ્ઞાનતો વાપરવાથી અને કોઈ ને આપવાથી વધે. જેણે પોતાના જ્ઞાનનો ઉપયોગ જ બંધ કરી દીધો હોય એ શુ બગાડવાનો છે મારું?

લુકાસા: આ તમારો વહેમ છે. ને તમે જાણો શુ છો મારા ગુરુ વિશે?

કેરાક: એ બધું જ જે કદાચ તું પણ જાણતી નથી લુકાસા.

લુકાસા: એટલે?

કેરાક: એટલે એમ કે હું જેટલું મોઝિનોને ઓળખું છું એટલું બીજું કોઈ એને ઓળખતું નથી. તું પણ નહિ.

આ સાંભળી લુકાસા થોડી નવાઈ પામી ગઈ. પણ એ કઈ બોલે એ પહેલા વીજળીનો એક ચમકારો થયો અને નિયાબી ત્યાં પ્રગટ થઈ ગઈ.

લુકાસા અને બીજા બધા એને જોઈ ડઘાઈ ગયા. પણ કેરાક સમજી ગયા કે નિયાબી અહીં કેમ છે.

નિયાબી ચારેતરફ જોવા લાગી. પોતે ક્યાં છે એ જોવા માટે. એણે કેરાકને સામે જોયો. એ તરત જ એની તરફ આગળ વધી.

નિયાબી: રાજા કેરાક તમે અહીં? પછી એણે લુકાસા તરફ જોયું.

કેરાક: નિયાબી શુ થયું? તમે દંતિની મણકો ગળી લીધો? કોઈ સમસ્યા થઈ છે?

નિયાબી એ ત્રિશુલ આગળ કરી કહ્યું, રાજા કેરાક આપનું ત્રિશુલ.

કેરાકે ત્રિશુલ તરફ જોયું. એની આંખમાં પાણી આવી ગયું. એણે ખૂબ જ સન્માન સાથે ત્રિશુલ પોતાના હાથમાં લીધું. એને માથે લગાવી પોતાના ગુરુને યાદ કર્યા.

અત્યાર સુધી નવાઈ સાથે આ બધું જોઈ રહેલી લુકાસા બોલી, ઓહ.....તો તમે બધા ત્રિશુલ ચોર છો. ને તમે કેરાક મોઝિનોના દુશ્મન.

કેરાકે પોતાની આંખો સાફ કરતા કહ્યું, હા હું કેરાક છું. મોઝિનોનો દુશ્મન. પણ ત્રિશુલ ચોર નથી. પોતાની વસ્તુને પાછી મેળવવી એ ચોરી નથી લુકાસા. ચોર તો મોઝિનો છે. જેણે આ ત્રિશુલ માટે પોતાના ગુરુની હત્યા કરી નાંખી.

લુકાસા: શક્તિઓ મેળવવા કંઈપણ કરી શકાય છે કેરાક. એના થી પોતાને સાબીત કરી શકાય છે.

કેરાક: હા સાબિત કરી શકાય છે. ચોર તરીકે, હત્યારા તરીકે, વ્યભિચારી તરીકે. માણસ પોતાની કાબીલયતથી પોતાને સાબિત કરી શકે લુકાસા. કોઈની હત્યા કરી ને નહિ? પોતાના લોકોને છેતરપિંડી કરી નહિ. ને એજ પોતાના લોકોને તકલીફમાં મૂકીને નહિ.

લુકાસા કઈ બોલી નહિ.

નિયાબી: રાજા કેરાક ઓનીર કદાચ તકલીફમાં છે. કદાચએ મોઝિનોની કેદમાં પણ હોઈ શકે.

કેરાક: કઈ નહિ નિયાબી. આપણે એને છોડાવી લઈશું. ચાલો હવે મોઝિનોને મળવાનો સમય આવી ગયો છે.

પછી એ બધા લુકાસા અને એમના બધા સાથીઓ ને લઈ રાયગઢમાં પ્રવેશ્યા. રાયગઢનો દરવાજો કેરાકે ત્રિશુલથી ખોલી દીધો. પણ સામે લાકડાના સૈનિકો હતા. એમનો સામનો કરવો પડે એમ હતો. પણ કેરાકે લુકાસાને આગળ કરી એ લડાઈ ટાળી દીધી. ને એ લોકો મહેલ તરફ આગળ વધ્યા.



ક્રમશ.......................

Rate & Review

Nipa Upadhyaya

Nipa Upadhyaya 3 years ago

maya

maya 3 years ago

Kiran Desai

Kiran Desai 3 years ago

Hetal Patel

Hetal Patel 3 years ago

Minal Sevak

Minal Sevak 3 years ago