AFFECTION - 43 books and stories free download online pdf in Gujarati

AFFECTION - 43













આરતી કરતા કરતા એક ભાઈને ઘોડી લઈ જતા જોયો...સાથે સાથે બીજી ઘોડી પણ લઈ જતો હતો...એક સાથે બે ઘોડી હતી જેમાં એક પર તે બેઠેલો હતો અને બીજી ની લગામ પણ હાથમાં રાખીને સાથે ચલાવતો હતો...મારા મનમાં વિચાર આવ્યો કે જો એમાંથી એક ઘોડી હું ચોરીને ભગાવી જાવ તો સવાર પહેલા ભદ્રાપુરા પહોંચી જઈશ...

સાંજ હવે રાતમાં બદલાવા લાગી હતી...અને હું એ અંધારાનો ફાયદો ઉપાડીને પેલા ભાઈ પાછળ પાછળ ગયો..એને પોતાની વાડીમાં બંન્ને ઘોડી બાંધી દીધી...અને બીજી તરફ જતો હતો..

બસ હવે ઘોડી પર ચડીને ભાગવાની વાર હતી...પણ મનમાં થોડોક ડર પણ હતો કે ઘોડી એમ અજાણ્યાને ચડવા પણ નહીં દે...અને ખાલી ખોટું ઊંધા માથે નીચે નાખશે...

પેલો માણસ નું ધ્યાન તો નહોતું જ આ તરફ...એટલે હું બન્ને ઘોડી પાસે ગયો...એમાંથી એક એકદમ સફેદ હતી..જોઈને પહેલે જ આંખે વળગે...ખરીદીને લાવ્યા હશે હજુ..એને જોઈને બીજી ઘોડી તરફ હું જઈ જ ના શક્યો..અટકી ગયો...મેં એના ચહેરાને મારા હાથેથી સ્પર્શ
કરીને એની ગરદન પર હાથ ફેરવ્યો...આત્મીયતા લાગી.ત્યાં જ બાજુવાળી બીજી ઘોડી હણહણાવા લાગી અને એટલા જોરથી અવાજ કર્યો કે પેલો ત્યાં દૂર ઉભો હતો એને પણ ખબર પડી ગઈ....એને જોયું કે કોક ઉભું છે ઘોડી પાસે..તો તે ત્યાંથી બૂમો પાડતો પાડતો આવવા લાગ્યો..તે દોડ્યો..

મને ખબર હતી કે જો પકડાય ગયો તો પૂરું જ છે ગામમાં...તો તરત જ પેલી સફેદ ઘોડીનો ખૂંટો કાઢ્યો...અને ચડવા ગયો...હું માતાજીનું નામ લઈને ચડી તો ગયો ઘોડી પર...પણ તે બેકાબુ ભાગવા લાગી....મેં એને બહુ જ જોરથી પકડી કે પડી ના જાઉં...તે ગામ બહાર તરફ ભાગવા લાગી...પેલો બીજી ઘોડી પર ચડીને મારા પાછળ ભાગ્યો..એક તો રાતના અંધારામાં મને કશું દેખાતું નહોતું...અને ઘોડી ભાગ્યા જતી હતી...પેલો થોડીક વાર પીછો કરતો હતો...પછી એને ખતરો લાગ્યો હશે તો તે પાછો વળી ગયો....કારણ કે એક તો ગામડું...એમાંય ગામ તો અમે ક્યારનાય વટાવી ગયા હતા..મને કંઈક દેખાતું હતું તો એ હતા ફક્ત તારા...ચાંદો પણ નાનો અમથો હતો...પણ આકાશ તારાથી ભરેલું હતું.મારી તો છાતી ધક ધક થતી હતી કે ક્યાંક આ ઘોડી બદલો તો નથી લેતીને...કારણ કે એની ઝડપના કારણે મને હવાના સુસવાટા જ સંભળાતા હતા...તે અમુક વાર કૂદતી...જોર જોરથી હણહણતી...વારંવાર પગ પાછળથી ઊંચા કરતી..હું તો એને એકદમ કસીને વળગેલો હતો...

ત્રણેક કલાક પછી...તે નદી કિનારે પાણી પીવા ઉભી રહી...અને મોકો જોઈને હું ઉતરી ગયો તરત જ...તે પાણી પીતી હતી...મને એમ કે હું એને ક્યાંક લઈ જઈશ...પણ આ તો મને ક્યાંક લઈ જતી હતી...ક્યાંક તો શું લઈ જાત...એની ઝડપ તો મને સીધા ઉપર જ લઇ જાત...અફસોસ થવા લાગ્યો...હું ત્યાં ઉતર્યો નદીકિનારે...

મેં વિચાર્યું કે આટલામાં જ ક્યાંક સુઈ જાવ...સવારે જોઈશું કે આ ઘોડી મને ક્યાં લઈ આવી છે...ચિંતા જેવી વાત નહોતી કારણ કે તે કોઈ ગામે જ લઇ આવી હતી...તો હું અંદરની તરફ થોડો ગયો...સારો એવો ઓટલો ગોતતો હતો કે સુઈ શકું...છેલ્લે મંદિર જ મળ્યું...દિવા ચાલુ હતા આટલી રાતના પણ..મનમાં થયું કે ગુજરાતમાં ગમે ત્યાં જાવ...મંદિર તો મળવાના જ...અને એ જ તો છે જયાં હું દરવખતે જઈને બચી જાવ છુ...ઘોડી જોઈ રહી હતી...મેં એને ધક્કો માર્યો...કારણ કે મને ગુસ્સો આવતો હતો એના પર કે...ક્યાં લઈ આવી..એક તો યાદ આવતી હતી સનમની..અને પછી મંદિરમાં બહારની તરફના ઓટલા પર સુઈ ગયો...

સવારના ચાર વાગ્યા સુધી સૂતો જ હતો...પછી ખબર નહિ ક્યાંથી અચાનક એક સુંવાળો હાથ મારા ચહેરા પર પડ્યો...લાગ્યું સપનું છે...સનમનો હાથ ફરે છે ચેહરા પર...પછી આંખો ખોલી તો એક વડીલ હતા...દીકરા દીકરા કહીને મને ઉઠાડવાની કોશિશ કરતા હતા...પહેલે તો અચાનક આમ સનમને ઘરડા પુરુષમાં ફેરવાતી જોઈને હું ભડક્યો..જાતને સંભાળી....બે દિવસથી ઊંઘ નથી લીધી એનો જ નતીજો હતો..

હું પણ સત્ય સ્વીકારી ઉઠ્યો...જોયું તો પેલી ઘોડી ત્યાંજ પાસે ઉભી હતી...પેલા વડીલે મને સાથે આવવા કહ્યું...પહેલે તો મને થયું કે આમ અજાણ્યાનો વિશ્વાસ ના કરાય..પણ પછી થયું જે થશે એ જોવાયું જશે..ઘોડી પણ સાથે સાથે જ આવતી હતી..

તે વડીલનું નામ મોહનભાઇ હતું...એમના ઘરે ગયો તો એમના પત્ની અને બે છોકરા હતા...એમના પત્નીએ ઉકાળો બનાવ્યો...ગામડામાં ટેવ પાડવી જ પડે...મને ટેવ તો નહોતી પણ એમને પ્રેમથી આપ્યો કે હું ના પાડી જ ના શક્યો....

એમના છોકરાઓ ઘરની બહાર પેલી ઘોડી પાસે જતા રહ્યા...અને એમની પત્ની બીજા કામમાં પરોવાઈ ગયા સવારના ચાર કે પાંચ વાગ્યામાં જ..

મોહનભાઇ મારા સાથે વાતો કરવા લાગ્યા..

મોહનભાઈ : આ રેવતીને તમે કેવી રીતે મળ્યા??અમે તો એને બહુ દૂરના ગામડે આપી દીધી હતી..

me : સોરી..પણ કોણ રેવતી??

મોહનભાઇ એ કીધું કે આ ઘોડીનું નામ રેવતી છે...એ એમની જ ઘોડી છે...પણ હાલત થોડાક કપરા હતા એટલે પરિસ્થિતિના કારણે એમને વેચવી પડી...પણ રેવતીથી સહન નહિ થયું હોય એટલે એ જેવો મેં ખૂંટો છોડ્યો એવી તરત જ અહીં ભાગીને આવતી રહી...

પરિસ્થિતિને ચાલતા સહુથી વહાલી વસ્તુ પણ મૂકી દેવી પડે...રેવતી આમના પરિવારમાં એક સભ્ય જેવુ સ્થાન ધરાવતી હતી નાનપણથી અહીંયા જ રહેતી હતી એમના સાથે...અને અચાનક એને વેચી નાખી...એટલે રેવતીની લાગણી કાબુમાં ના રહી હોય...

મેં એમને કહ્યું કે કેવી રીતે મેં રેવતીને ચોરી લીધી કે પછી રેવતીએ મને બોલાવ્યો...એ બધું સાંભળીને એ થોડા ચિંતામાં આવ્યા..

મોહનભાઇ : પણ આવું કરવાની શી જરુર પડી??તમને પણ આર્થિક સંકડામણ છે કે શું...

મારે પછી નાછૂટકે એમને સમજાવવું પડ્યું કે હું અહીંયા પિયુ માટે આવ્યો છું જેને જબરદસ્તી ઉપાડી ગયા છે કોઈ...અને એની જાણકારી લગભગ વૈદ પાસે હતી જે હાલ ભદ્રાપુરામાં છે...એમના ચેહરાના હાવભાવ બદલાતા હતા..

મને લાગ્યું કે એમને કંઈક ખબર હશે..એટલે હું એમને સમજાવવા લાગ્યો કે મારે માટે તે કેટલી જરૂરી વાત છે...

મોહનભાઇ : મારી ઘરવાળીનું પિયર ત્યાં જ છે...તે જ ગામમાં...એટલે મને ખબર છે એ વાતની...હું તને કહીશ પણ કોઈને ખબર ના પડવી જોઈએ..એ વાતે વચન દેજે...

me : હા...કોઈને નહિ કહું. બસ હવે તો બોલો...

એમને હાક મારીને એમના પત્ની સરોજબેનને બોલાવ્યા..એમને પૂછ્યું..કે વાત મને કરી શકે કે નહીં..સરોજબેન ખુશ થયા...અને બોલી ઉઠ્યા..

સરોજબેન : દીકરા હું તો ખુશ થઈ કે કોક તો આવ્યું એની માટે...એની જે હાલત થઈ છે ત્યાં અમારી આંખમાંથી આંસુ નીકળી જાય છે વિચારીને..

અને વાત કરતા કરતા એ થોડા ભાવુક થયા..મોહનભાઈએ એમને શાંત કર્યા..અને આગળની વાત મોહનભાઈએ સંભળાવી..

મોહનભાઇ : અમે લોકો મેળો કરવા એ ગામમાં ગયેલા..આનું પિયર ત્યાંજ એટલે એમપણ જવાનું રહેતું..તે ગામમાં પહેલેથી જ એ પચાસ વર્ષના શેતાન તેજા ની બોલબાલા છે...એમને અને એ છોકરીના ભાઈ વચ્ચે ખબર નહિ પણ કોઈ બાબતને લઈને ઝઘડો થયો હશે..અને એ છોકરીના ભાઈએ આ તેજાની છોકરી જોડે જબરદસ્તી બળાત્કાર કરીને ફેંકી દીધી હતી...ત્યારે એને બદલો લેવાનું નક્કી કરેલું પણ તે છોકરા માથે કોઈ મોટી હસ્તીનો હાથ હતો..એટલે તે બચી જતો હતો પણ કોઈએ એ લોકોનું ખૂન કરી નાખ્યુ...અને એ વાત આખાય પંથકમાં ફેલાઈ ગઈ ..અને એટલે જ આ તેજાએ મોકાનો ફાયદો ઉપાડીને તે છોકરીને ગામમાં જઈને રાતોરાત જબરદસ્તી લઈ આવ્યો...અને આ ઈજ્જત અને બદલાનો સવાલ બની ગયો હતો કારણ કે જ્યારે તે છોકરાએ બળાત્કાર કર્યો તેજાની છોકરીનો ત્યારે ગામલોકોમાં એનો ડર ઘટી ગયો હતો અને એટલે જ તેને પોતાનો ડર બનાવી રાખવા તે છોકરીને ગામમાં લઈ આવ્યો...

મને એ તો ખબર પડી ગઈ કે તે છોકરો સૂર્યો જ હશે...એના માં જ આવા ગુણ હતા..એટલે સૂર્યાની સજા પ્રિયંકા ભોગવી રહી હતી...

me : તો તે પ્રિયંકાનું શુ કર્યું તેજા એ ગામમાં લઈ જઈને??

સરોજબેન : એ નરાધમીએ એ નાની છોકરીને બાયડી બનાવીને રાખી છે ત્યાં...એની ચીસો આજે પણ યાદ આવે છે તો રૂંવાડા ઉભા થઈ જાય છે...

કેવી રીતે બની શકે??પચાસ વર્ષનો ડોહો મારા કરતાં પણ થોડીક નાની છોકરીને એની વહુ બનાવીને કેવી હદો વટાવે છે...મને ગુસ્સો આવતો હતો એના ભાઈ સૂર્યા પર એક તો પોતે મરી ગયો તો પણ બેનને નડે છે..એની ભૂલોના લીધે આજે એ છોકરીની હાલત કેવી થઈ હશે..એના પણ અરમાનો હશે કે એને આવો મુરતિયો મળે...એ લગ્ન પછી ફરે..મજા કરે...પણ તેજા એ તો એને જીવતાજીવ જ મરેલા જેવી કરી દીધી .

મોહનભાઇ : આનું પિયર અહીંયાંથી જો તું એક કલાકની મુસાફરી હજુ કરીશ તો આવી જશે...પણ દીકરા ત્યાં જવું એટલે મોત પાસે જ જવા જેવું છે..જે માણસ પોતાની નાની દીકરી જેવી છોકરીને પોતાની વહુ બનાવી શકે...તે શું ના કરી શકે...જાતે જ વિચારી લે...

સરોજબેન : પણ તું છે કોણ??એને બચાવવામાં તને કેમ આટલો રસ છે???

me : ગમે એ થાય હું એને બચાવીશ...તમને કહું છુ....બીજાને ખબર ના પડવી જોઈએ...આ તો તમે મને આટલી માહિતી આપી એટલે જ કહું છુ...જેને પેલા સૂર્યાને મારી નાખ્યો..એ હું જ છુ..અને હું એ છોકરીને બચાવવા માટે એટલે આવ્યો છુ કારણ કે બધાને આ મારી ભૂલ લાગે છે...એની માં મારા પર દોષ નાખે છે..

મોહનભાઇ : તો તમે વિરજીભાઈના જમાઈ છો??કારણ કે એ છોકરાને તો એમના જમાઈએ માર્યો છે..એવું બધા બોલે છે..

મેં હા પાડી..વિરજીભાઈ માણસ જ એવા હતા કે એમને આખું પંથક ઓળખતું...પણ હવે એમની જગ્યા મારે સાચવવાની હતી..એ લોકો ખુશ થઈ ગયા..કારણ તો મેં ના પૂછ્યું...એમને થોડીક વાર પછી જમવાનું બનાવ્યું...પણ એ લોકોની ગરીબી દેખાઈ આવતી હતી...એ લોકો હવે રેવતીને પૂરતો ખોરાક પણ નહીં આપી શકતા હોય....એટલે મેં જતા જતા કહ્યું .

me : પૈસાની જરૂર છે તમને..તો તમે સોનગઢ જાવ...ત્યાં મારી હવેલી એ જાવ..તમને બધી મદદ મળી રહેશે..મારુ નામ આપજો...મારી વહુ ત્યાં જ છે...તે મદદ કરશે..અને એને સંદેશો પણ આપી દેજો સાથોસાથ કે હું સહી સલામત છુ..

એમને ભારે ના પાડી...પણ મેં એમને સમજાવી દીધા..

મોહનભાઇ : આટલે દૂર ચાલીને કે કોઈનો ભરોસો કરીને ના જવાય...એક કામ કર...અમારી રેવતીને લઈ જા...કામ આવશે તારા...

સરોજબેન : જો એ છોકરીને તું બચાવી શકતો હોય તો રેવતી તારી મદદ કરશે..લઈ જા...અને ગમે એમ કરીને એ પાપીને મારી નાખજે...

એ લોકોની આંખોમાં આશા દેખાતી હતી...અને મને હવે જલ્દી હતી...હું રસ્તો પૂછીને રેવતી પર બેસીને નીકળી ગયો...તેજાના ગામ જાયસર..

*

પોલીસ હેડક્વાર્ટરમાં મિટિંગમાં વાતો ચાલુ હતી..

"સર...ખબર છે કે કાર્તિક શહેર છોડીને કોઈ સોનગઢ નામના ગામમાં છે...તમે બોલો તો હાલ જ ટુકડી મોકલીએ.."

"ના...એવું કરવાથી કશું ના થાય...આ બહુ ગંભીર મામલો છે...એક કામ કરો...બધી જગ્યાએ એના પોસ્ટર લગાવી દો...ઇનામ જાહેર કરો...એને દેશની બહાર જવા માટે તો એરપોર્ટ આવું જ પડશે...ક્યાં સુધી એ સોનગઢમાં છીપાઈને પડ્યો રહેશે...રાજ્યમાં ચુસ્ત નાકાબંધી કરો..."

*

જ્યારે ભવાન પોતાના ઘરમાં આરામ ખુરશી પર બેઠો હતો અને એક નોકર એના પગ દબાવતો હતો..એ એકદમ શાંતિથી આંખો બંધ કરીને આરામ કરતો હતો..

પછી બંધ આંખે જ બાજુમાં બેઠેલા માણસને કહ્યું કે,"ચાર પાંચ માણસો સોનગઢ જાવ...નજર રાખો...અને જેવો મોકો મળે કે પછી મારો હુકમ...તરત જ કાર્તિકની કબૂતરીને અહીંયા પકડીને લઈ આવો...હવે બહુ રાહ નહિ જોવાય મારાથી...."

"પણ માલિક...ગામલોકો વિરોધ કરશે જ...અને આપણા જો ચાર પાંચ લોકો જશે તો ત્યાંજ મરી જશે..."

"અરે ડફોળ...હું એમ નથી કહેતો કે ઢોલ નગારા વગાડીને એને કિડનેપ કરી આવો...છુપી રીતે...કે કોઈને ખબર પણ ના પડે....બહુ ને બહુ આઠ માણસો જાવ..બેભાન કરીને સીધી અહીંયા લઈ આવજો...કોઈ આડી અવળી હરકત ના કરતા એ છોકરી સાથે...નહિતર હું જ કાપી નાખીશ તમને..."ભવાન ગુસ્સે થતા બોલ્યો એટલે પેલો માણસ નીચું મોઢું રાખીને જતો રહ્યો...

ભવાન મનમાં જ વિચારતો હતો કે સનમને જ્યારે હું અહીંયા લઈ આવીશ ત્યારે તું એને લેવા તો જરૂર આવીશ..પણ એટલો મૂર્ખ નથી કે હું તને મોકો આપીશ કે તું આવ અને રાતોરાત અમારી હાલત પેલા સૂર્યા જેવી કરી દે...તને બહુ ભણ્યો છુ કાર્તિક હું...તને તારા કરતા પણ વધારે રીતે સમજુ છુ....હવે જોઈ લે મારી રમત..

અહીંયા હું જાયસર ગામના રસ્તે જ છુ...બપોર સુધીમાં પહોંચી જઈશ..એક વાત સારી થઈ કે મને મોહનભાઇ મળ્યા હવે મારે પેલા વૈદને ગોતવાની જરૂર નથી જ...તેજાના ગામમાં જઈને રાતોરાત ઉપાડી લાવીશ પિયુને એટલે હું મારું મિશન હવે આજ રાત સુધીમાં જ પતી જશે અને કાલે બપોરે હું સનમ સાથે હોવાનો એ વાતને લઈને હું ખુશ હતો..જ્યારે એકબાજુ ભવાન મારી જ જાણકારી બહાર મારી સનમને ઉપાડી જવાની વાતો કરે છે...કોણ સમજાવે એને કે કેવા હાલ થયા છે...લોકોના જ્યારે જ્યારે સનમ પર આંગળી ચીંધી છે...



જોઈએ કે ભવાન સનમને ઉપાડી જશે કે એની પહેલા કાર્તિક પાછો આવી જશે...બંને એકબીજા સામે ભરાયા છે...કાર્તિકને ભલે ખબર નથી પણ અજાણતા જ તે ભવાનનો પ્લાન બગાડવા બેઠો છે..કારણ કે કાલે જો તે સનમ સાથે હશે તો જે ભવાનનો પ્લાન છે કે મોકો મળે એવું જ બે ત્રણ દિવસમાં સનમને ઉપાડી લેવાનો એ સફળ નહી થાય....અને જાયસરમાં એક રાતમાં પિયુને ઉપાડી લેવાની વાત કાર્તિકે વિચારી તો લીધી...પણ એવા શેતાન પાસેથી એક રાતમાં કઢાવવી શક્ય છે એના માટે....જોઈએ નિરાંતે..

💜💜JUST KEEP CALM ND SAY RAM💜💜

On insta : @cauz.iamkartik