revange to love - 23 books and stories free download online pdf in Gujarati

બદલાથી પ્રેમ સુધી - 23

બદલાથી પ્રેમ સુધી ભાગ ત્રેવીસ

આપણે આગળ જોયું કે નાઘવેન્દ્ર અને સોનાક્ષી બંને આમને સમને બેઠા છે અને ત્યાં જ કોઈ આવે છે અને તેને જોઈ ને નાઘવેન્દ્ર ના મોમાંથી નીકળી જાય છે" ગૌરવ".....

આગળ ના ભાગ માં રહસ્ય હતું કે કોણ છે આ ગૌરવ તેનો ખુલાસો થોડી વારમાં કરીએ ગૌરવ રૂમમાં આવે છે મોડર્ન જીન્સ એન્ડ નેવી વાઈટ શર્ટ સાથે ઉપર નેવી બ્લુ કોટ સાથે ગૌરવ સોનાક્ષી ની બાઝુ માં રહેલી ખાલી ખુરશી માં બેસે છે.

ગૌરવ ને જોઈને નાઘવેન્દ્ર ના ચહેરા નો રંગ બદલાઈ જાય છે તે સોનાક્ષી ને પૂછે છે

"કોણ છે તું અને આ માણસ અહીં કેવી રીતે આવી શકે શુ જોઈએ છે તારે કઈ વાત નો બદલો જોઈએ છે...."

"થોડી ધીરજ રાખો એન.ડી.અંકલ તમને તમારા બધાય સવાલો ના જવાબ મળશે અને હું કોણ છું એનો જવાબ તો તમને મેં જે નામ થી બોલાવ્યા તે પરથી મળી ગયો હશે જ કદાચ "સોનાક્ષી એ કહ્યું

"જાનકી તું?" નાઘવેન્દ્ર એ થોડા આશ્ચર્ય સાથે પૂછયું.....

"અરે વાહ અંકલ આટલા વર્ષો માં હું મારું નામ ભુલી ગઈ પણ તમને એકજેવું યાદ ...ગઝબ ની યાદશક્તિ છે તમારી...."સોનાક્ષી એ કહ્યું...

"તે હોય જ ને 151 ભારતીય અમીરો નો બરબાદ કરવાની યાદી બનાવી તી મેં એમાં એક નિર્દોષ પરિવાર તારો આવી ગયો એટલે તને અને તારા પરિવાર ને ભૂલવો બવું મુશ્કેલ છે બેટા"નાઘવેન્દ્ર એ થોડી વિનમ્રતા સાથે કહ્યું....

"આશા રાખું છું કે તમારો ટાર્ગેટ પૂરો થઈ ગયો હશે અને બીજી વાત મારી પાસેથી મારુ સર્વસ્વ છીનવી ને તમને મને બેટા કહીને બોલાવતા થોડીક પણ શરમ નથી આવતી તમને...."આંખો માં ગુસ્સા સાથે સોનાક્ષી એ કહ્યું....

"મારી વાત છોડ તું કયો બદલો લેવા આવી છે અને તારો બદલો કેવી રીતે લઈશ એ બોલ"નાઘવેન્દ્ર એ કહ્યું

"મારા પરિવાર ની મોત નો બદલો તમારા સોરી સંસ્કાર આવી ગયા તારા મોત થી લઈશ...."સોનાક્ષી એકદમ રાડ પાડતાં ઊભાં થઈ ને કહ્યું....

"તું મારુ કાંઈ નહિ બગાડી શકે...."નાઘવેન્દ્ર એ અટ્ટહાસ્ય કરતા કહે છે.....

સોનાક્ષી તેની પાસે બેસેલા ગૌરવ ને પકડે છે અને નાઘવેન્દ્ર ને કહે છે કે....

"સાચી વાત મારે તારું તો કંઈ બગાડવાની જરૂર જ નહીં હું આ છોકરા ને તારી સામે તડપાવી તડપાવી ને મારી નાખીશ "સોનાક્ષી ગૌરવ ના માથા પર ગન મુકતા કહ્યું

"નહિ....નહિ.....ના.....તું એવુ.....ના કર છોડી દે મારા દીકરા ને તું એને કાઈ ના કર હું તને આજીજી કરું છું" નાઘવેન્દ્ર એકદમ રડમસ અવાજ માં બોલ્યો

એક ક્ષણ માટે તો સોનાક્ષી વિચારમાં જ પડી ગઈ કે આ માણસ આટલી જલ્દી કઈ રીતે પીગળે તે કંઈ બોલે તે પહેલા જ નાઘવેન્દ્ર નું તેને અટ્ટહાસ્ય સંભળાય છે......

",હા.... હા...તને શું લાગ્યું તું આ રીતે મારા ગૌરવ ને લાવીશ તો હું માની લઈશ કે આ મારો દીકરો છે.......

કોને મૂર્ખ બનાવે છે છોકરી મારા દીકરા એ તો વર્ષો પહેલા મારા આ હાથો માં જ દમ તોડ્યો તો મેં મારા હાથે એને અગ્નિદાહ આપી તી અને એ એવી જગ્યાએ ગયો છે જ્યાંથી કોઈ પાછું ક્યારેય ન આવે તો આ છોકરો કોણ છે?.......

નાઘવેન્દ્ર તેની ગન કાઢે છે અને ગૌરવ ને શૂટ કરવા જતો હોય છે પરંતુ સોનાક્ષી તેના પગથી રાઉન્ડ કિક મારીને ગન ને ફેંકી દેવડાવે છે અને નાઘવેન્દ્ર ને હથિયાર વિહોણો કરી દે છે...

"કોણ છે આ બહેરુપિયો મારે એને હાલ જ પૂરો કરવો છે"નાઘવેન્દ્ર એ ગુસ્સામાં કહ્યું

"પપ્પા હું તમારો દીકરો તમારો ગૌરવ મને ઓળખવાનો પ્રયત્ન તો કરો સાવ ભૂલી ગયા તમે મને "ગૌરવે કહ્યું....અને તે નાઘવેન્દ્ર ની એકદમ નજીક જાય છે..

"ના તું મારો દીકરો નથી એને....."નાઘવેન્દ્ર એકદમ ભાવુક થઈ જાય છે તેની આંખો માં ઝળઝળિયાં આવી જાય છે ગૌરવ તેને પાણી આપે છે ત્રનેય જણ નીચે બેસે છે અને સોનાક્ષી કહે છે....

" રોહિતે ઘણું રિસર્ચ કર્યું ત્યારે ખબર પડી કે તમારે એક દીકરી હતો જેનું નામ ગૌરવ હતું પરંતુ એની સાથે શુ થયું તેની અમને ખબર નથી એટલે જ મારે રોહિત ને ગૌરવ બનાવવો પડ્યો"સોનાક્ષી એ કહ્યું


નાઘવેન્દ્ર બંને ની સામે આશ્ચર્ય થી જોઈ રહે છે. રોહિત તેના મો પરથી ગૌરવ ના ચહેરા વાળું માસ્ક ઉતારે છે અને કહે છે.....

"સારો પ્લાન હતો સર મને આ હોટેલ ના મેનેજર માંથી મલિક બનતા રોકવાનો અને મારી સોના ને અંદર થી તોડી ને અહીં થી ભાગી છૂટવાનો "

નાઘવેન્દ્ર ની સામે બધું આશ્ચર્ય છે તે વિચારે છે કે આ શું થઈ રહ્યું છે તેનો પ્લાન ફ્લોપ કઈ રીતે થયો અને આગળ કાંઈ વિચારે તે પહેલાં જ સોનાક્ષી કહે છે....

"હું જણાવીશ કે તમારો પ્લાન ફ્લોપ કેવી રીતે થયો પરંતુ પહેલા આ ગૌરવ ની સાથે શું થયું હતું તે મને જણાવો કોઈ પણ જાત ની ચાલાકી વગર અને કોઈ પણ જાત ના જૂઠ વગર "

નાઘવેન્દ્ર તેના ભૂતકાળ વિશે તેના જ શબ્દો માં જોઇએ.....


નવાં અને અંતિમ ભાગ માં