Prem ke Dosti - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમ કે દોસ્તી - 4

રીશી રેવા ને એના દિલ ની વાત કહેવા લાગે છે કે પણ આજે મારે જે પણ તને કહેવું છે એ પછી તું મારા પર ગુસ્સો પણ કરીશ , કદાચ મારી સાથે વાત પણ ન કરે પણ આ કહેવું જરૂરી છે....ખુબ જ જરૂરી છે , મારા અને તારા જીવન નો સવાલ છે...માટે એમનેમ કોઈ પણ રીએક્શન ન આપતી.....રેવા સાંભળે છે ને તું...... હમણાં તો કેટલું બોલતી હતી અને હવે અચાનક જ તારી બોલતી બંધ.............આટલું કહેતા રીશી પાછળ ફરે છે

હવે આગળ..........

રીશી રેવા ને કહેતા કહેતા પાછળ ફરે છે પણ ત્યાં અચાનક જ રેવા જમીન પર બેહોશ પડી હોય છે....રીશી ને કંઈ જ સમજાતું ન હતું , કે તે શું કરે...તે રેવા ને હોશ મા લાવવાની ખુબ કોશીશ કરે છે....પણ રેવા ભાનમાં જ નથી આવતી.........

પળ પળ રીશી નો જીવ જતો હતો...જેમ થોડી વાર પહેલાં રેવા નો જીવ અધ્ધર થઈ ગયો હતો , તેમજ રીશી નો પણ જીવ જતો હતો રેવા વગર....તે ખુબ જ કોશિશ કરે છે....અને અચાનક જ ત્યાં લોકો ની ભીડ થઈ જાય છે...અને એ ભીડ માંથી કોઈક રીશી ને પાણી આપે છે....અને એ પાણી રીશી રેવા નાં માથે છાંટે છે...અને થોડી વાર પછી રેવા ભાન મી આવે છે... તરત જ રીશી રેવા ને ભેટી પડે જાણે એના જીવ મા જીવ આવ્યો હોય.....રેવા ના ભાન માં આવતા જ રીશી એક હાશકારો અનુભવે છે.... અને તરતજ ડોક્ટર ને કોલ કરે છે રેવા ના ઘરે આવવા માટે.......

રીશી રેવા ને પાણી આપે છે ,અને રેવા ને ગાડીમાં બેસાડે છે...અને રેવા ને તેના ઘરે ડ્રોપ કરવા જાય છે....

( તે બંને રેવા ના ઘરે પહોંચે છે....અને જેવા જયેશ ભાઈ અને રાજલ બેન { રેવા ના પેરેન્ટ્સ} રીશી ને જુએ છે કે તરત જ સવાલ કરવા લાગે છે......)

" રીશી , તું અહીં? અને રેવા પણ તારી સાથે જ છે ,"..ક્યારની એનો ફોન ટ્રાઈ કરું છું પણ ઉપાડતી જ ન હતી...... રાજલ બેન કહે છે......

અરે તું શું સવાલ કરવા લાગી ? પહેલાં બંને ને અંદર તો આવવા દે.....પછી સવાલો નો વરસાદ કર......જયેશ ભાઈ મજાક કરતાં કહે છે.....

ના અંકલ ...રેવા ની તબિયત ખરાબ છે તો એને માત્ર ડ્રોપ કરવા જ આવ્યો હતો....રેવા અચાનક જ બેહોશ થઈ ગઈ હતી...તો એને અહીં લઈ આવ્યો..મે ડોક્ટર ને કોલ કર્યો છે હમણાં આવી જશે...

શું ? ફરી વાર તું બેહોશ થઈ ગઈ..... કેટલી વાર કીધુ છે કે શુટિંગ માં એટલી બીઝી પણ ના થા કે તારી તબિયત બગડી જાય...

મમ્મી પ્લીઝ મારું મગજ ના ખા આ બાબતે કેટલી વાર કહ્યું છે તને.....હું થોડો આરામ કરી લ‌ઈશ એટલે રેડી થઈ જશે...આ તો જરાક થકાવટ લાગે છે એટલે જ કદાચ ચક્કર આવી ગયા હશે....બીજુ કંઈ જ નથી ....તું શું કામ ટેન્શન લે છે..... રીશી તું બેસ ને...હું જ‌ઈ ને આરામ કરું...... તું મમ્મી પપ્પા સાથે વાત કર...એટલું કહી ને રેવા જતી રહે છે....

પણ રીશી બહાનું બનાવી ને ત્યાંથી જતો રહે છે....અને સતત રેવા વિશે જ વિચારે છે કે શું રેવા એ એ સાંભળ્યું હશે કે નહીં.... મારે રેવા ને કહેવું જોઈએ કે નહી....આ બધા સવાલો થી રીશી વારંવાર પરેશાન થતો હતો.....

તારો શ્વાસ થંભી જતાં,
મારું દિલ પણ થંભી જાય છે.....
તને માત્ર ખોવાના ડરથી,
મારો પ્રાણ પણ થંભી જાય છે....
પળ પળ આજે મારો,
જીવ પણ તને ઝંખી જાય છે....
કદાચ એટલે જ તને,
જોઈ મારા શ્વાસ પણ થંભી જાય છે.....

વધુ આવતા અંકે....✍🏻