Swarg ni Library - 2 in Gujarati Comedy stories by Ghanshyam Kaklotar books and stories PDF | સ્વર્ગ ની લાયબ્રેરી - ભાગ 2

સ્વર્ગ ની લાયબ્રેરી - ભાગ 2


Episode:- 2:- બેશર્મ


ટીચર ને એકદમ થી બદલતા જોઈ છોકરી હેરાન થઈ ગઈ હેરાની થી એમને બિપીન નું ટોકન લીધું જેમાં બિપીન નું ઓળખ ચિન્હ હતુ. તેણી વિચારતી હતી કે ના કહું કે હા કહું

ત્યાં અચાનક ટીચર એ હાથ પકડ્યો અને ખંજર થી એક કટ લગાવી અને લોહી નું એક ટીપું ટોકન ઉપર પડ્યું અને છમ્મ કરતો અવાજ આવ્યો

છોકરી: અહહ તે હેરાન થઈ ગઈ ટીચર એ કીધું હતું કે તેણે વિચાર વુ પડશે તેને નામ અને પૈસા થી કોઈ મતલબ નથી તો ટીચર બધા કામ એટલી જલ્દી થી કેમ કરે છે
અને ખંજર પણ તૈયાર જ હતું પહેલાથી

લોહીથી તપાસ કર્યા પછી બિપીન ને શાંતિ થી શ્વાસ લીધો પછી કહ્યું

બિપીન:- હવે થી તું મારી સ્ટુડન્ટ છો (પછી તેણે એક મહાન કલાકાર ની જેમ એક્ટિંગ કરી કહ્યું) તારું નામ શું છે

છોકરી:- સર મારું નામ રોમાં છે ( છોકરી એ જોયું હવે હું પાછલ પગ નહી કરી શકું)

બિપીન:- હમ (કહી માથું હલાવ્યું) પોતાનું ટોકન લઈ જા તેને બતાવી ને તને પુસ્તક અને સુવા માટે નો સમાન મળી જશે
અને હા પોતાની રહેવા ની સગવડ કરવાનું ભૂલતી નહી તારી ટ્રેનીંગ કાલ થી શરુ થશે
મને તું કાલે અહિયાં જ મળ જે

( બિપીન એટલું બોલીને છોકરી ને જવા માટેનો ઈશારો કર્યો)

રોમાં:- સારું સર ( એટલું બોલી ને રોમાં જતી રહે છે રૂમ ની બહાર )

બિપીન હાશ કરો લીધો રોમાં તેમની સ્ટુડન્ટ છે તે કન્ફોરમ કર્યા પછી બિપિન ને. શાંતિ થી શ્વાસ લઇ કહ્યું આ તો ખુબજ મુશ્કેલી ભર્યું કામ છે મે જો ઇન્ટરનેટ થી એક્ટિંગ અને વાતો ના વડા કરવા નું ના શીખ્યો હોત તો. તે રોમાં મારી સ્ટુડન્ટ બને. તેમ ના હતી

હવે એક સ્ટુડન્ટ ના કારણે હવે તે સ્કૂલ ની બહાર તો નહી કાઢી મૂકે એક મુસીબત તો ઓછી થઈ

બિપિન ને રાહત નો શ્વાસ લીધો બિપીન ને મહેસૂસ થયું કે તેમનું મન હળવું થાય છે જેમકે તેના મન માં થી એક ભાર ઓછો થયો હોય. બે મિનિટ તેને લાગ્યું કે તેની આત્મા ને શાંતિ મળી ગઈ હોય

બિપીન ના મન માં થી બીક અને ક્યારેય સ્ટુડન્ટ ના બનાવી શકવા નો અપશોસ ઓછો થયો

બિપીન:- શાંત હું હવે તારા શરીર માં છું હું એનું પુરે પૂરું ધ્યાન રાખીશ અને તારી જગ્યા ઉપર આરામ થી જીવન વીતાવીશ ( તે જૂના બિપીન ની આત્મા ને કહે છે)

પહેલા બિપિન ને આત્મહત્યા એ માટે કરી હતી કે કારણ કે તે એક પણ સ્ટુડન્ટ ને તેના ક્લાસ માં લાવવા મનાવી ના શક્યો એ માટે તેને મારતે વખત પણ આપસોસ થયો હતો

હવે જો એક સ્ટુડન્ટ એના ક્લાસ માં આવી ગયો છે તો તેને મુક્તિ મળી જશે

જૂના બિપીન ની આત્મા જતાજ નવા બિપીન ને શરીર ઉપર પુરે પૂરું કન્ટ્રોલ મળી ગયું હતું

શરીર ઉપર પુરે પૂરું કન્ટ્રોલ મળ્યા બાદ બિપીન ને વિચાર્યું કે હવે થોડા વધુ સ્ટુડન્ટ્સ બનાવી લાવ

પણ અચાનક થીજ બિપીન ના મગજ માં એક ઝાટકો લાગ્યો અને જૂની ઘંટી નો અવાજ આવવા માંડ્યો

સ્વર્ગ અને પૃથ્વી ખૂબ ભયાનક છે
બધાને જાનવર ની જેમ વાપર વામાં આવે છે સૂર્ય આઠમે છે

આકાશ માં કય અજીબ નજર આવે છે
અલગ અલગ કહેવતો શ્મભલાય છે

( આ બધી વસ્તુ બિપીન ના મગજ માં ચાલે છે)

બિપીન ખુબજ ખુશ થયો તેના મગજ માં કોયક આલીશાન મહેલ નું ચિત્ર બન્યું

તેમાં અક્ષર ચમકતા હતા લખ્યું હતું કે


'' સ્વર્ગ નું સંગ્રહાલય ''

તે દરવાજો ખોલી ને અંદર ગયો અંતર અબજો ની સંખ્યા માં પુસ્તકો રાખ્યા હતા રેક ઉપર

બધા પુસ્તકો હતા અને બીજી બાજુ સારું કયાંથી થાય અને પૂરું જ્યાં થાય

(બિપીન વિચારે છે ક્યાંય આ શરીર બદલ વા વાળા માટે કોય ભેટ તો નથી ને )

લાયબ્રેરી ઉફફ મને લાયબ્રેરી મળી છે બિપીન કહે છે


બિપીન મન માં વિચાર કરે છે પાછલ જન્મ માં હું લાયબ્રેરી વાળો હતો એવું થોડું છે કે આ જનમ માં પણ હું લાયબ્રેરી વાળો જ બનીશ

અને સ્વર્ગ માં બીજી બાજુ તો ઘણા લોકો ને પૂર્વજો અને કેટલાક હથિયાર મળતા હતા

અને મને લાયબ્રેરી બસ ખાલી એક લાયબ્રેરી આ લાયબ્રેીમાં મારા શું કામની

અને બિપીન ની આખ સામે અંધારું આવી ગયું અને લાગ્યું બસ તે હમણાં જમીન ઉપર ધરાશહી થાય જશે


બિપીન વિચારે છે કે એવું તો નથી ને લોકો માર્શલ આર્ટ્સ કરશે અને મારા ઉપર તીર અને ભાલા ફેકશે અને હું એના ઉપર બુક ફેંકી ને મારીશ


કેમ સે હું જોઈ તો કવ પુસ્તકો ક્યાં વિષય ના છે

( તે વિચાર કરીને બિપીન આગળ જાય છે)


તે ચાલતો હતો ત્યાં અચાનક જ એક બુક વાચવા માટે હાથ આગળ વધાર્યો કેમકે એ તો સમજ પડે કે શાના કારણે તેમને લાયબ્રેરી આપવા માં આવી છે

પણ પુસ્તક ની જગ્યા એ એની હાથ માં કશુજ નો આવ્યું ઘણી બધી કોશિશ કરી છતાં તે એક પણ બુક લઈ ના શક્યો

( બિપીન વિચારે છે શું આ કોય ખેલ છે કે કોય ચક્રવ્યૂહ. જે મારી સાથે ચાલી રહ્યું છે મને લાયબ્રેરી આપી પણ હું કોઈ પુસ્તક કેમ નથી લઈ શકતો મારી સાથે એવો બેતુકો મજાક કેમ કરો છો)


બિપીન ને કય સમાજ માં આવતું નથી કે તે શું બોલે શું કરે તે રોવા નોજ હતો પણ આખ મથી આસુ નહોતા આવતા

આજુ બાજુ થોડું ફરવા થી તેમને સમજ માં આવ્યું કે લાયબ્રેરી માં મૂકેલા બધા પુસ્તકો ખાલી પડછાયા જ છે

જેમ કે પાણી માં ફક્ત છંદા ની પડચાઈ પડે છે આપડે તેને અડકી નથી શકતા તેની જેમ આ પુસ્તક ખાલી પડછાયા માત્ર હતો

પણ કશુજ ના થવા ની તે તેની મગજ ની દુનિયા માં થી બહાર આવી હકિત ની દુનિયા માં આવે છે


( સ્વર્ગ ની લાયબ્રેરી બિપીન ના મગજ માં હતી તેને ખાલી બિપિન જ મગજ માં જોઈ શકે તેમ હતો બીજું કોઈ નહીં )



બિપીન:- લંચ ટાઈમ થઇ ગયો છે પછી એક અથવા બે સ્ટુડન્ટ ને પોતાની ક્લાસ માં કેમ અને કેવી રીતે લેવા છે તે વિચારીશ

( બિપીન રૂમ ની બારી પાસે જઈ તેને ખોલે છે)

બહાર જોયું લાગે છે 12 વાગી ગયા છે સ્કૂલ માં આવેલા 18 સ્ટુડન્ટ મથી ખાલી 1 સ્ટુડન્ટ ને પોતાનો સ્ટુડન્ટ બનાવી શક્યો છે


એનું સક્સેસ રેટ હકીકત માં ખુબજ ઓછું છે

બપોરે આમ કામ નહી ચાલે કાઈ પણ થઈ તેને 2 સ્ટુડન્ટ લેવાજ પડશે

કેમ કે બિપીન એક એડવાન્સ દુનિયા થી આવ્યો છે અને આ જૂના જમાના ના લોકો ને ઉલ્લુ ના બનાવી શકે તો તે કેવી રીતે માથું ઊંચું કરી શકશે

બિપીન એક એડવાન્સ દુનિયા માં થી આવ્યો છે જ્યાં જ્ઞાન ને જ્ઞાન જ છે

( બિપીન ક્લાસ થી નીકળી ને કેન્ટીન તરફ જતો રહ્યો )


તેના પાછળ ના જન્મ ની સ્કૂલ કેન્ટીન જેમ આ કરાટે સ્કૂલ ની કેન્ટીન પણ ખુબજ વિશાળ હતી એટલી વિશાળ કે અહીંયા એક સાથે દસ હજાર જેટલા લોકો બેસી ને જમી શકે

( બિપીન આળસ મરડે છે અને કેન્ટીન તરફ જાય છે )

હવે એક સ્ટુડન્ટ બનવાની ખુશી માં તે ખુબજ ખુશ હતો તે ખુશી માં તેને મીઠાઈ ખરીદી અને એક ખૂણો પકડી ને બેસી ગયો


ખાવાનું ટેસ્ટ માં ખુબજ લાઝિઝ હતું

( રસ્તા પર થી કોઈ નો અવાજ આવ્યો )

અરે આ તો બિપીન સર છે ને બિપીન ઉપર જોવે તો તેને સામે એક આદમી દેખાતો હતો તે માણસ મકત મંદ હાસ્ય. હાસ્તો હતો તેના ચેહરા ઉપર કોઈ ખુશી ની રેખાઓ ના હતી

તેના ચેહરા ઉપર નકલી મુસ્કાન નું જલક હતી

બિપીન:- બોલ્યો રીતેષ સર

( રીતેષ નું આખું નામ રીતેષ ભારદ્વાજ હતું તેને બિપીન ની સાથે જ આ સ્કૂલ માં ભણાવવા નું સારું કર્યું હતું તેની એક ખરાબ આદત હતી તે બીજાને પોતાની સાથે તોલ તો હતો પછી તે માણસ ને નીચું દેખાડી ને તે ખુશ થતો હતો જૂનો બિપીન તેની એટલી બેજતી સહન ના કરી શક્યો એટલે જૂના બિપીન ને આત્મહત્યા કરી લીધી હતી રીતેષ નો બિપીન ની મોત માં મોટો ભાગ હતો જોકે રીતેષ જ બિપીન ઉપર એટલું દબાણ રાખ્યું હતું કે તેણે આત્મહત્યા કરવી પડી હતી. )


આજે ઘણા બધા સ્ટુડન્ટ આવ્યા હતા પોતાના અભ્યાસ માટે ના ટીચર શોધવા માટે

રીતેષ:- બિપીન સર આજે તમારો દિવસ કેવો રહ્યો કેટલા વિદ્યાર્થી ઓ તમે લીધા કે તમારી પાસે આવ્યા જોકે તમે અહીંયા શાંતિ થી બેસી ને ખાવ છો તો એટલો પણ તમારો દિવસ ખરાબ નહિ ગયો હોય ( વ્યજ્ઞાત ભાષા માં બિપીન ને કહે છે )

પછી ( ખિસા મથી ટોકન લીસ્ટ કાઢીને બિપીન ને બતાવે છે )

જો આ છે મારા સ્ટુડન્ટ છે કુલ 12 છે મે વિચાર્યું કેમ નહિ એમને અહીંયા મારા તરફ થી પાર્ટી આપી દાવ તેના હોસ્ટેલ જવા થી પહેલા

( રીતેષ શાન થી બોલ્યો અને તે 12. સ્ટુડન્ટ તરફ ઈશારો કરી બતાવવા લાગ્યો )

આવે તો કોઈ જ શક નથી કે રીતેષ બિપીન ને નીચું દેખાડ વા મટે અહીંયા વાઈદાય બતાવવા આવ્યો છે

બિપીન અને રીતેષ ની કોય પ્રનોલ દુશ્મની ના હતી પણ કેમ કે બંન્ને એકજ ટાઈમ થી
સ્કૂલ માં આવ્યા છે તેની આ હરામ વાતો થી બચવું બિપીન માટે ખૂબ મુશ્કેલ હતું

જોકે આ નવો બિપીન છે તે તો કઈક કર્શેજ

ચાલો આપડે અગલ જોઈએ

( છોકરા બધા રીતેષ ની પાછળ પાછળ ચાલતા હતા દરેક ના ચેહરા ઉપર ખુશી અને નવી નવી વસ્તુ જાણવા નો ઉત્સાહ હતો )

રીતેષ:- ( બોલ્યો ) છોકરાઓ આ છે બિપીન સર આ આપડી સ્કૂલ માં ઝીરો નંબર લાવવા વાળા પહેલા ટીચર છે બિપીન સર એ પોતાનું નામ ઇતિહાસ માં દર્જ કરાવ્યું છે ( રીતેષ આ બધી વાત છોકરાઓ ને કહે છે ) વર્ષ ની ટીચર એક્ઝામ માં ઝીરો નંબર લાવવા વાળા પેહલા ટીચર છે આ ( છોકરા ઓ એક બીજા સાથે ખુસુર પુસુર કરે છે)

છોકરો 1 :- ઓહ આ તો બિપીન સર છે મે સભળ્યું હતું કે તેમનો એક સ્ટુડન્ટ પાગલ થઈ ગયો હતો અને તે મારવા નો હતો તે બચી ગયો

છોકરો 2 :- મે પણ આજ સાંભળયુ છે
જ્યારે હું અહીંયા આવતો હતો ત્યારે મને ઘણા લોકો એ સલાહ આપી કાઈ પણ થઈ બિપીન સર ને ટીચર તરીકે લેતા નહી અને તેના સ્ટુડન્ટ પણ નહી બનતા

નહી તો અહીંયા શીખવું દૂર ની વાત છે અહીંયા ટાઈમ બરબાદ કરવા જેવું થઈ જશે હા.... હા..... ( છોકરા એ મજાક ઉડાવતા અને અટ હાસ્ય કરતા કહ્યું )


છોકરો 3:- જોવા થી તો લાગતું નથી ચેહરો તો જોવો કેટલો માસૂમ લાગે છે

( છોકરાઓ એક સાથે હસી પડે છે હા... હા. હિ હિ અને કેન્ટીન ની ચારે તરફ માહોલ બદલી જાય છે )

વર્ષ ના ટીચર એક્ઝામ માં કેટલીક વસ્તુ ઓ ચેક થાય છે એમાં થી એક સ્ટુડન્ટ નું પણ હોઈ છે અને જે ટીચર ના ક્લાસ માં જેટલા સ્ટુડન્ટ તેટલા નંબર તે ટીચર ને આપવા માં આવે છે હકીકત માં આ ઇતિહાસ બનાવવા જેવુ જ છે

બિપીન:- ( કિતાળી ને બોલ્યો ) થય ગયુ તમારા લોકો નું ( સ્ટુડન્ટ ની ભીડ જોઈ ગભરાયા વગર તે બોલ્યો ) બધા બિપીન ની સામે જુએ છે ( બિપીન મન માં બોલ્યો જેને ઝીરો નંબર મળ્યો તે જૂનો બિપીન હતો અને બિપીન રીતેષ ની આ વાત સારી નો લાગી બીજાને નીચું જોવડાવી ને પોતે ઉપર જોવું )

બોલ્યો તમારું થાય જાય ત્યારે મને કેજો
તમારું બોલવા નું પૂરું થાય તો અહીથી ચાલ્યા જજો કૃપ્યા મારા જમવા માં રૂકાવટ નહી બનો

( રીતેષ ને કોઈ અંદાજો નહી હતો તે માણસ ને જરા પણ સરમ નો આવી અહીંયા તેને માખી ની જેમ કાઢી મૂકે છે)

રીતેષ:- ( ગુસ્સા થી મો લાલ કરીને માથું ઉપાડી ને એક ટીચર ના ઘમંડ થી બોલ્યો ) ઝીરો નંબર લઈ ને સ્કૂલ નો રેકૉર્ડ તોડ્યો છે તે અને તને જાતા પણ શર્મ નથી આવતી

બિપીન:- શર્મ હું શુકામ શર્મ અનુભવ કરું મે સ્કૂલ નો એક રેકૉર્ડ તોડ્યો છે હવે હું એક સેલિબ્રિટી છું બધા નવા સ્ટુડન્ટ મને પહેલે થીજ ઓળખે છે પણ તારું શુ તને કોણ ઓળખે છે અહીંયા ( રીતેષ ની મજાક ઉડાવતા બોલ્યો ) બિપીન જૂથ તરફ ઈશારો કરે છે તને કેટલા નંબર મળ્યા કે આ લોકો જાણે છે પહેલા તને આ લોકો ઓળખતા હતા તે જો આ લોકો ને ખાવા નું ના ખવડાવ્યું હોત તો તને ભાવ નહી મળતે અને તેને ટીચર પણ નહી માનતે અને ટીચર થાય ને તું બધા માટે અજાણ્યો જ છો તો તને શેનો એટલો ઘમંડ છે

જો કોઈ ની એટલી બેજતિ થઈ હોય તો તે બહાર જવા નું તો દૂર પોતાનું માથું પણ ના ઉપાડી શકે થેર છોડો

તે તો માણસો ને થાય ને પણ આતો બિપીન હતો જે આધુનિક દુનિયા મથી આવ્યો હતો તેમની ઉપર આ જૂના જમાના ના માણસો ની વાતો નો કોઈ જ અસર નહી પડે

રીતેષ:- ( ગુસ્સા માં આવી તે ચિડાઈ ગયો ) બિપીન. તું સાચે માં બેશર્મ છો ઝીરો નંબર લાવવા માં શાની ખુશી શેનો ગર્વ

( રીતેષ ના સ્ટુડન્ટ તેની આજુ બાજુ માં જોવા લાગ્યા એને સમજ માં આવતું નહી હતું કે અમે શું કરીએ )

જે દુનિયા માં થી બિપીન આવ્યો છે ત્યાં લોકો ફેમસ થવા માટે શું શું નથી કરતા અને આ દુનિયા માં પગ મૂકતા પહેલા જ બિપિન સેલિબ્રિટી બની ગયો એ પણ જેવો તેવો નહી.

સ્કૂલ માં નંબર ઝીરો લાવવા વાળો પહેલો ટીચર એ તોતો સેલિબ્રિટી જ થયો ને

રીતેષ:- ( ગુસ્સા માં જોર થી બુમ પાડી બોલ્યો ) ટીચર માટે સૌથી જરૂરી સ્ટુડન્ટ ને ભણાવવા નું હોય છે મારે તારી સાથે માથાફૂટ કરી ને ટાઈમ બરબાદ નથી કરવો જયારે તને કોઈ સ્ટુડન્ટ મળશે ત્યારે આપડે વાત કરીશું અને જોઈ લેશું કોના સ્ટુડન્ટ માર્શલ આર્ટ્સ માં સૌથી વધારે પારંગત છે

( તેમ કહીને રીતેષ ચાલવા માંડે છે )


ત્યાજ એક આદમી અને એક છોકરી ની વાતચીત તેના કાન માં પડી

છોકરી:- ટીચર ખરાબ નથી તેનો મગજ પણ સચોટ છે ( એક ગભરાયેલી છોકરી નો અવાજ આવ્યો પણ એના અવાજ માં હિચકિચાટ હતી )

એક આદમી:- મેડમ અહીથી નીકળ વા પહેલા મારી વાત સાંભળો સાહેબે મને કીધું હતું કે તમને હું શર્મા સર પાસે લઈ જાવ પણ તમે તો જવાજ નથી માગતા
તમે તો મને પણ બહારજ મૂકી ને જાવ છો
અને તમે બધા ને છોડી ને તે ટીચર ને જ પસંદ કર્યો કેમ તે ટીચર માં એવું શુ છે


****

રીતેષ ના કાન માં કોની વાત પડી હતી

તે આદમી અને તે છોકરી બંને કોણ હતા

શું બિપીન તેમના સ્ટુડન્ટ વધારી શકશે કે જે છે તે પણ જતી રહે શે

અને શું હતું તે સ્વર્ગ ની લાયબ્રેરી નું રહસ્ય


અવાજ પ્રશ્નો ના જવાબ માટે વાચતા રહો ફક્ત ને ફક્ત " સ્વર્ગ ની લાયબ્રેરી "


લેખક:- ghanshyam kaklotar
Share