Kasak - 7 books and stories free download online pdf in Gujarati

કસક - 7

ચેપ્ટર-૭

આજે બધાએ બીજલીવિજળીમહાદેવ મંદિર જવાનું હતું.વિજળી મહાદેવ મંદિર જવાનો રસ્તો ખૂબ ઉબડખાબડ હતો કારણકે ત્યાં પૂરો રોડ ના હતો.પહેલાતો સુહાસ અંક્લે વિચાર્યું હતું કે તે બધા ત્યાં બાઇક પર જાય તો પણ વધુ સારું રહે પણ ત્યારબાદ તેમને વિચાર આવ્યો કે તેની કરતાં એક ઓપન જીપ લેવી જ વધુ સારું રહેશે.આમ તો તે મંદિર જવાના બે રસ્તા હતા એક તો જે રસ્તે તે જઈ રહ્યા હતા.જાના વોટર ફોલ થઈ ને અને બીજો કુલ્લૂ થી એક કલાક નો ટ્રેક કરીને.સુહાસ અંક્લે બીજો રસ્તો એટલે રહેવા દીધો કારણકે આજે સવારે નીકળવામાં થોડુ મોડું થઈ ગયું હતું ત્યાં ટ્રેક કરીને પાછા આવવામાં લગભગ રાત પડી જાત.તેથી તેમને પહેલો રસ્તો સારો લાગ્યો.સહુ તૈયાર થઈને નીચે જિપ્સી ની રાહ જોઈ રહ્યા હતા.આજે આરોહી એ સ્કાય કલરનું સુંદર મજાનું ટીશર્ટ પહેર્યું હતું જે તેના રેનકોટ ની અંદર દેખાતું હતું.આજ વાતાવરણ થોડું વરસાદી હોય તેવું લાગતું હતું. જો કે સવારે વરસાદ પડ્યો પણ હતો.આમ તો આવું વાતાવરણ અહિયાં હમેશાં હોય જ છે પણ વરસાદ રોજ રોજ નથી પડતો.જિપ્સી વાળા ભાઈ આવ્યા અને બધા બેસી ગયા.જિપ્સી સીધી જાના વોટરફોલ પાસે ઊભી રહી. આમ પણ ૧૨ વાગી ગયા હતા અને અહિયાં સામે ના ઢાબાનું જમવાનું ખુબ વખણાતું હતું. બધાએ જાના વોટર ફોલ પાસે ફોટોસ પાડયા.ત્યાંનું વાતાવરણ પણ ખુબ સુંદર હતું. અહિયાં પણ સુહાસ અંકલને ચિત્ર દોરવાની ઈચ્છા થઈ ગઈ.પણ તે લોકો મંદિર જવા આવ્યા હતા એટલે તે શક્ય બને તેમ ના હતું. ત્યાંના ઢાબામાં સુંદર મજાનું ત્યાંનું લોકલ ભોજન માણ્યા બાદ બધાએ આગળ જવાનું નક્કી કર્યું.આગળનો રસ્તો વધુ ખરાબ હતો.તે રસ્તો પાર કરતાં તેમને ખરેખર એક રોલરકોસ્ટર માં બેઠા હોય તેવું લાગ્યું. તે ડ્રાઇવરે કહ્યું કે સારું છે શિયાળો છે. ચોમાસામાં તો આ રસ્તા વધુ ખરાબ હોય છે.પાતળો એવો ઉબડખાબળ રસ્તો પાર કરીને અંતે બધા વિજળી મહાદેવ પહોંચી ગયા.આ રસ્તે આવ્યા બાદ બધાને લાગ્યું કે આ રસ્તે ના આવું જોઈએ કારણકે રસ્તો બહુજ પાતળો છે.જો કે આવવા માંગતા પણ હોય તો અહિયાના એક ડ્રાઈવર ને પણ સાથે લાવો જોઈએ.વિજળી મહાદેવ એક સુંદર મંદિર છે અને જગ્યા તો એકદમ આલ્હાદક છે. કારણકે આ ડુંગરની બહુ ઉપર આવેલું છે. મનાલી આવ્યા બાદ અહિયાં તો આવવું જ જોઈએ.બધાજ મંદિર તરફ ચાલતા ચાલતા જઈ રહ્યા હતા. સુહાસ અંક્લને અહિયાં ફરી ચિત્ર દોરવાનું મન થયું પણ તે શક્ય નહોતું તેમને મન વાળી લેવું પડ્યું. અહિયાં બધાજ પહેલી વાર આવ્યા હતા.મંદિરને જોતાં જ લાગતું હતું કે મંદિર ખુબ પ્રાચીન હતું.જે ત્યાં નોટિસ બોર્ડ પર પણ લખ્યું હતું અને તેની એક નાનકડી ભૂતકાળની વાર્તા પણ લખી હતી.તે મંદિર નું નામ વિજળી મહાદેવ એટલા માટે પડ્યું હતું કારણકે કેટલાક વર્ષોમાં વિજળી તે શિવલિંગ પર પડે છે અને જેનાથી શિવલિંગ ખંડિત થઈ જાય છે.જેને એક વાર ફરી જોડવામાં આવે છે. ત્યાંના લોકો ના કહેવા પ્રમાણે આ કેટલાક વર્ષોમાં જરૂર થાય છે. મંદિરની બહાર આવ્યા બાદ બધા પોતાની પ્રવૃતિ માં લાગી ગયા જે લગભગ બધા અહિયાં કરતાં હતા.કદાચ તમે સમજી ગયા હશો. હા,ફોટોસ પાડવા.આરોહી સુહાસ અંકલ અને આરતી બહેનનો ફોટો પાડી રહી હતી.બીજી તરફ વિશ્વાસ કાવ્યાનો સ્લોવ મોશન વિડીયો બનાવી રહ્યો હતો.કવન એક એવી જગ્યાએ બેઠો હતો જ્યાંથી તેની સામે દૂર રહેલા પર્વત અને ખુલ્લુ આકાશ સાફ દેખાતું હતું.તે વિચારી રહ્યો હતો અહિયાંના વાતાવરણમાં કઈંક જલ્દીજ બદલાવ આવે છે.સવારે લાગતું હતું કે આજે ખુબ વરસાદ પડશે પણ અત્યારે તો એકદમ સાંજ પડી હોય તેવું વાતાવરણ થઈ ગયું હતું.આ શિવાય તે વિચારતો હતો કે તે ઘરે જઈને આ ટ્રીપ વિશે લખશે.તેણે આ ટ્રીપ માં શું શું કર્યું?, તેઓ કયાં કયાં ગયા?,બધુજ લખશે.પણ બીજી ક્ષણે તેણે વિચાર્યું કે તે લખશે અને કોઈ ચોરીછૂપી થી વાંચી લેશે તો.બધાને જ આરોહી વિશે ખબર પળી જશે.સાથે સાથે કેટલીક અંગત વાતો પણ બધાને ખબર પળી જશે.તેણે વિચાર્યું કે હું આ બધુ એક વાર્તા સ્વરૂપે લખીશ અને સર્વે ના નામ બદલી નાખીશ.

આ દુનિયામાં ઘણી વાર્તાઓ એવી છે જે ક્યારેય કાલ્પનિક નથી હોતી પણ બદનામીના ડરથી તેને કાલ્પનિકતાનું નામ આપવામાં આવે છે. તેની વિરુદ્ધ દુનિયામાં બધીજ ઘટના સત્યઘટના પણ નથી હોતી કારણકે કયાંક ને ક્યાંક તો વાર્તાને રસપ્રદ બનાવવા ઘણું બધુ ઉમેરાયું છે.આ વાત ખરેખર એક લેખક બની ગયા બાદ સારી રીતે સમજમાં આવે છે.જો કે આ વાર્તા ખરેખર કાલ્પનિક છે તેમાં કોઈ સંદેહ નથી.

હાથમાં મોબાઈલ લઈને આરોહી જ્યારે આજુબાજુ ના સુંદર દ્રશ્યો ના ફોટા લઈ રહી હતી ત્યાં તેની નજર કવન પર પળી. જે દૂર શાંત બેઠો હતો.જેમ કોઈ સાધુ મહાત્મા પોતાની તપસ્યામાં ખોવાઈ જાય છે તેમ તે પણ જાણે આ સુંદર જગ્યા અને અહિયાંના વાતાવરણમાં ખોવાઈ ગયો હતો. આરોહીએ ત્યાં નજીક જઈને પાછળથી તેનો પણ ફોટો પાળ્યો અને તેની તપસ્યા ભંગ કર્યા વગરજ ત્યાંથી નીકળી ગઈ.વિશ્વાસ અને સહુ મળીને વાતો કરી રહ્યા હતા ત્યારે કવન આવ્યો.તે પણ વાતોમાં જોડાઈ ગયો.

કોઇની તપસ્યા ભંગ ના કરવી તે તપસ્યા કરવા જેટલુજ અગત્યનું અને મહત્વનું છે.ખરેખર માણસ ક્યારેય નથી કહેતો કે મને એકલા રહેવું ગમે છે કારણકે તે ડરે છે કે તે હમેશાં માટે એકલો ના થઈ જાય.

આમ તો પાછા જવાનો સમય પણ થઈ ગયો હતો. બધાજ નાસ્તો કરીને ત્યાંથી નીકળી ગયા અને સાંજે પરત હોટલ આવી ગયા.

બીજા ચાર દિવસ ખુબ સુંદર રીતે પસાર થયા હતા.બધાએ ખુબ મજા કરી હતી.જોગીની વોટરફોલ નું કુદરતી ઠંડુ પાણી તેની નજીક ઊભા રહેતા લોકોને તેના નાના અમી છાંટણા વડે તનની સાથે સાથે મનને પણ ભીંજવી દેતું હતું. ઉપરથી પડતાં પાણીના વહેવાનો ફ્લૉવ પણ સારો હતો.તે ખુબ સુંદર જગ્યા માંની એક છે. જોકે આમ તો અહિયાની બધી જગ્યા એકથી એક ચઢિયાતી છે.બધી જગ્યા સુંદર છે.તે પછી મંદિર હોય કે કોઈ ફરવા લાયક જગ્યા, બધાએ ખુબ આનંદ કર્યો.મનુ ટેમ્પલ અને,હિડિંબાદેવી ટેમ્પલ પણ ખુબ સુંદર અને ધાર્મિક જગ્યા હતી.


દિવસો જે રીત ના જઈ રહ્યા હતા.તે રીતે તો લાગતું હતું કે આ વાર્તા બિલકુલ ઠીક છે.ખરેખર દરેક લેખક તે વાર્તા જ લખે છે જે ઠીક નથી હોતી. ઠીક હોવું જીવનનું એક સૌથી મોટું જુઠાણું છે.હકીકત તે છે કે જીવનમાં ક્યારેય કંઈ ઠીક હોતું જ નથી.જો બધું ઠીક હોય તો આપણે બરોબર જીવી નથી રહ્યા.જો આપણ ને કહેવામાં આવે કે જ્યારે જીવનમાં બધું ઠીક થઈ જશે ત્યારે આપણે મૃત્યુ પામીશું તો આપણે અમર થઈ જઈએ.

ખુદ કવનને પણ જે રીતે ના દિવસો જઈ રહ્યા હતા તેના પર વિશ્વાસ નહોતો આવતો.

ઘણી વાર જીવનમાં એવું થાય છે કે તમે તેની આશા બિલકુલ ના રાખી હોય પછી તે સારી વસ્તુ હોય કે ખરાબ.તે જ વસ્તુ આપણને કુદરત પર વિશ્વાસ રાખવા મજબૂર કરે છે.


પૃથ્વી પર ખરેખર ઘણા બધા દેશો છે.હું તેવું નથી કહેતો કે મને આ દેશ નથી ગમતો કે મને પેલો દેશ નથી ગમતો પણ પૃથ્વી પર જન્મ લેનાર એક સામાન્ય માણસ તરીકે મને ભારત ખૂબ ગમે છે.જે બધા ભારતીયો ને ગમતો હશે.આપણો દેશ ખૂબ શ્રધ્ધા અને આસ્થાનો દેશ છે.દરેક નાનામાં નાના મંદિરથી લઈને મોટામાં મોટા મંદિર પર બધા આસ્થા રાખે છે.ઉપરાંત દરેક મંદિર પાછળ એક વાર્તા છે.તે પણ સાચી વાર્તા, નહીં કે કાલ્પનિક અને તે પણ આપણું માનવું કે આ વાર્તા સાચી છે, તે પણ એક જાતની આપણી શ્રધ્ધા જ છે.

ક્રમશ