sanj nu shanpan books and stories free download online pdf in Gujarati

સાંજનું શાણપણ - 6


●●●
સબંધોનું ગણિત અટપટું છે,

અમુક સબંધ લાગણીઓ થી શરૂ થઈ અને જરૂરિયાત કે

મજબૂરી પર ટકે અને કોઈ સબંધ ગરજથી ચાલુ થઈ

લાગણી સુધી પહોંચી જાય.
●●●●●●ચાંદની અગ્રાવત ●●●●●●●●●

ન્યાય મેળવવાં માટે પોતે જ લડવું પડે,બીજા દ્વારા લડાતી

લડત હંમેશા અધુરી જ છુટે.
●●●●●ચાંદની અગ્રાવત ●●●●●●●

જિંદગીની સફર સપનાઓ ,

મહત્ત્વકાંક્ષા,લાગણીઓ અને પ્રેમની

ખોજથી શરૂ થાય અને શાંતિની ખોજમાં

સ્થિર થઈ જાઈ છે.
●●●●●ચાંદની અગ્રાવત ●●●●●●●●

કોઈ એકાદવાર તમારી ભુલ માફ કરી દે તો એ તમારા

માટેની લાગણી અને સબંધ જાળવી રાખવાની દરકાર હોય

શકે , પણ વારંવાર તમારી લુચ્ચાઈ ઉદ્ધતાઈ કોઈ જતી કરે

તો સામા પક્ષે મજબૂરી જ હોવાની
●●●●●ચાંદની અગ્રાવત ●●●●●●●●
પોતાની અંદરના રાવણને મારવાની તો દરેક વાત કરે ,પરંતું

જો પોતાની અંદરના ધૃતરાષ્ટ્ર ને મારી

ન્યાયનાં પક્ષે રહીએ તો?
●●●●●ચાંદની અગ્રાવત ●●●●●●

વાહનમાં પડેલ નાના ઘસરકાથી દુઃખી થતાં આપણે મનનાં

ઘસરકાને સહજતાથી લેતા શીખી જઈએ છીએ.
સફર એટલે પરિપક્વતા

●●●●ચાંદની અગ્રાવત ●●●●●●●●

ઘણીવાર આપણે બીજા સાથે કરેલા અયોગ્ય વર્તનનો

અહેસાસ ત્યારે જ થાય જ્યારે આપણી સાથે તેવું વર્તન

થાય.
●●●●●●ચાંદની અગ્રાવત ●●●●●●
જિંદગી પણ અજાણ રોડટ્રીપ જેવી છે,ઊબડખાબડ

રસ્તાઓ પરથી સીધો સપાટ રસ્તો આવે ...જીવન ગતિ

પકડે ને અચાનક જ સ્પીડબ્રેકર આવી જાય.
●●●●●ચાંદની અગ્રાવત ●●●●●●

જિંદગીમાં હંમેશ જવાબદારીઓ થી ઘેરાયેલાં લોકો ભૂલી

જાય છે, કે

પોતાનાં માટે જીવવું તેમનો હક પણ છે અને ફરજ પણ.
●●●●●ચાંદની અગ્રાવત ●●●●●●
એક સ્ત્રી માટે મહાનતાનું

વ્યવહારુ હોવાનું બિરુદ મેળવવું આસાન છે,બસ તેનામાં

સ્વને ખોવાની આવડત હોવી જોઈએ .
●●●●●●ચાંદની અગ્રાવત ●●●●●●●

સબંધમાં લગામ પોતાના હાથમાં રાખતા લોકોએ એ પણ યાદ

રાખવું કે લગામ એટલી ન ખેંચાઈ કે સામે વાળી વ્યક્તિનાં

શ્ર્વાસ રૂંધાઈ જાય.
●●●●ચાંદની અગ્રાવત ●●●●●●
નજીકનાં સબંધ પર રોજ વાર કરીને ઘણીવાર આપણે

એટલો જીર્ણ બનાવી દઈએ કે ક્યારેક નાની ઠેસ પણ

મરણોતલ સાબિત થાય.
'●●●●●ચાંદની અગ્રાવત ●●●●●
ઘણીવાર પરિવારની બધી જવાબદારીઓ નિભાવતી

વ્યક્તિ એવી ખોવાઈ જાય છે કે જિવાતી જિંદગીમાં

ખુદની જ ગેરહાજરી અનુભવે.
●●●●●,ચાંદની અગ્રાવત ●●●●●●●,
કોઈપણ સબંધમાં બીજાનું

માન જાળવવાની સાથે

પોતાનું સ્વમાન જાળવવું પણ એટલું જ જરૂરી છે.
●●●●●●ચાંદની અગ્રાવત ●●●●●
સબંધ જ્યારે ઉમરલાયક થાય ત્યારે લાગણીનું સ્થાન

જરૂરિયાત લઈ લે છે, ચૂપચાપ .
●●●●●ચાંદની અગ્રાવત ●●●●
વર્તમાન જ્યારે સરળ અને સુખી હોય ત્યારેજ દુઃખદ

ભૂતકાળ ભૂલી શકાય છે.
●●●●ચાંદની અગ્રાવત ●●●●
ક્યારેક માફ કરવાથી મળતી

શાંતિ કરતા માફ કરવા પડ્યા તે અફસોસનો બોજ

વધારે હોય છે.
●●●●●ચાંદની અગ્રાવત ●●●●●

જિંદગી એ એક સફર છે, અંતિમ પડાવ નહી,આ સમજણ

જેટલી જલ્દી આવે,તેટલું જ રસ્તાનાં ઝાંઝવાતોનો સામનો

કરવો સરળ.
●●●●●ચાંદની અગ્રાવત ●●●●●●

મોટાભાગે જિંદગીની તકલીફમાં સૂફીયાણી સલાહ કરતા

મૌન સાથ વધારે મદદગાર થાય છે.
●●●●●ચાંદની અગ્રાવત ●●●●●●●●●

જ્યારે કોઈ તમને દિલ ખોલી ને ચાહે છે,ત્યારે એટલી જ

ચાહત ન આપો તો વાંધો નહી.બસ તમને ચાહવાનો

અફસોસ ન આપતા.
●●●●●ચાંદની અગ્રાવત ●●●●●●●

એકવીસમી સદીમાં પણ ,મોટાભાગની સ્ત્રીઓ માટે

લગ્નજીવન " વન વે" જેવું હોય છે, કારણકે સમાજની

અદાલતમાં પ્રેમપૂર્વક ગુનો સ્ત્રીનો જ હોવાનો.

●●●●●ચાંદની અગ્રાવત ●●●●●

સબંધોનું વરવું રૂપ સમય સાથે જ સામે આવે છે,

જેમ ઢોળ ચડાવેલ દાગીના પરથી વખત જતાં સોનાનો રંગ

ઉતરી જાય.
●●●● ચાંદની અગ્રાવત ●●●●●●●
તમારા મનમાં જ્યારે લાગણીઓનાં મહેલ ચણો તો એવી

કીલ્લે બંધી ન કરવી કે તેમાં ખૂદ જ ચણાઈ જાઓ.

●●●●●ચાંદની અગ્રાવત ●●●●●●

સ્ત્રીઓ માટે સ્વાભિમાન પણ બિનશરતી નથી હોતું.જો તે

સતત જાળવી રાખે તો અભિમાની.ન જાળવી શકે તો

અબળા..વચ્ચે વચ્ચે બાંધછોડ કરતી રહે તો વ્યવહારુ.

●●●●ચાંદની અગ્રાવત ●●●●●●