Kasak - 26 books and stories free download online pdf in Gujarati

કસક - 26

થોડીવાર ત્યાં ઉભા રહીને બધા પાછા ટ્રકમાં ગોઠવાઈ ગયા.જેમાં કવન હવે આગળ બેઠો હતો અને તે બીજો પાતળો લાગતો ભાઈ પાછળ સુઈ ગયો હતો.

કવન ચૂપ બેસી રહ્યો હતો.તેને ચૂપ જોઈને તે રમુજી લાગતા ભાઈએ કહ્યું

"આપકા નામ કયા હે ભાઈ?,ઓર એક ખાસ બાત ટ્રક ચલાને વાલે કે બાજુ મે કભી ભી ચૂપ નઈ બેઠના બાતે કરતે રહેની ચાહીએ ઓર કુછ ના યાદ આયે તો એક ગાના ગા દેના તાકી મુજે નીંદ ના આજાએ”

આટલું બોલીને તે હસવા લાગ્યા અને એક બીડી સળગાવી.


તેમને જોઈને કવન પણ હસવા લાગ્યો અને પછી વાતો ની શરૂઆત થઈ. તેમનું નામ મોહન હતું.જે તેમના પર જરા પણ શૂટ નહોતું થતું.ધીમે ધીમે તે બંને ને સારું એવું ફાવી ગયું.તેમણે કવને વિશે જાણ્યું તે કેમ અહીંયા ફરી રહ્યો છે તે બધું.

આ બધી વાર્તા સાંભળ્યા બાદ તે રમુજી લાગતો મોહન તેની યુપી ની ભાષામાં બોલ્યો

"યે લડકી કે ચક્કર મેં સાલા એસા હી હોતા હૈ ભૈયા, કભી હમ ભી પડે થે ઉસમે જો આજ તક ભુગત રહે હૈ."

કવન હસવા લાગ્યો અને પછી તે ભાઈ એ તેમની આખી લવ સ્ટોરી યુપી ની ભાષામાં કહી.

જેમાં તે જ જૂની વાર્તા હતી જે ૮૦ કે ૯૦ ના દાયકાની દરેક ફિલ્મોમાં જોવા મળતી.

મા બાપ ના માન્યા કારણકે છોકરો ગરીબ હતો તેથી છોકરીને બીજે લગ્ન કરવી દીધા કોઈ પૈસાવાળા ના ઘરમાં.અને તેના પ્રેમમાં સમય પસાર કરીને ભણવાની ઉંમર છૂટી ગઈ ના છોકરી મળી ના તો વિધા અને બસ આજે આ ટ્રક ચલાવી પડે છે.


કદાચ દરેક સમયના દાયકામાં લોકો જોડે કહેવાની એક જ પ્રેમવાર્તા હોય છે ખાલી પાત્રો બદલાય છે પણ વાર્તા તો તેજ રહે છે.

કવન અને તે રમુજી મોહનભાઈ એક બીજાની વાતો થી ખુશ હતા.


એકબીજાની વાતોથી લોકો ત્યારેજ ખુશ રહી શકે છે. જ્યારે વાતો બંને ના હિતની હોય.જ્યારે કોઈ એક ના હિતની વાત થતી હોય તો એક જણ વાતો ને નીરસ ગણાવે છે.


સવાર પડવાની તૈયારી હતી, પણ બનારસ હજી ઘણું દૂર હતું.


બીજા દિવસે આરોહી અને આરતી બહેન દિલ્હી જવા માટે તૈયાર થઈ ગયા હતા.તે એકાદ કલાક માં નીકળવાના હતા.અમદાવાદમાં તેમની છેલ્લી કલાક હતી.તે અહીંની બધી યાદો અને તે બધું જ મુકીને જતા હતા જે તેમને અહિયાં માંગ્યા વગર મળ્યું હતું.

પોતાના શહેર ને છોડી ને જવું તે દુઃખ ની વાત છે પણ તેનાથી વધુ દુઃખની વાત છે તે લોકો ને છોડીને જવું જેમના હોવાથી તે શહેર વધુ સારું લાગતું હતું.

ક્યારેક વિચિત્ર લાગે છે તે વિચારીને કે ક્યારેક તે એક ઓરડા માં બેસી ને વાંચતા, સાંજે મોટી બાલ્કની માં બેસીનેસાથે ચા પીતા સાથે ફરતા સાથે હસતાં તથા આ દુનિયામાં તેમના હોવાથી તે એકબીજા ને લાગતું તે દુનિયા ની શ્રેષ્ઠ વાર્તા જીવી રહ્યા છે જે કોઈ દિવસ લખાઈ નથી,તે તેમજ જીવે છે જેમ તેમણે હમેશાં ધાર્યું કે મારી વાર્તા નું પાત્ર આવી રીતે જ જીવવું જોઈએ અને તે એવુંજ વિચારતા કે આ વાર્તા નો કોઈ દિવસ અંત ના આવે પણ હકીકત માં તેમણે કયાં ધાર્યું હતું કે એક સુંદર મજાની વાર્તા ના બે પાત્ર ની જેમ વર્તતા તે લોકો નો એક દિવસ એવો પણ આવશે કે તે બંને એકબીજા ને કોઈ દિવસ મળી નહીં શકે તથા કઇંક એવા વિખૂટા પડે જેમ દરિયાકિનારે ચાલતા પવનમાં તેમની લખાયેલી વાર્તા ના તે પાનાં તેનો લેખક વિધાતા હસતાં હસતાં તેમને એવા હવા માં ઉડાવી દે અને બંને પાત્રો મથે તે તેમની વાર્તા ના પાનાં ભેગા કરવા પણ છતાંય તેમનો વિશ્વાસ એ હદે તૂટી જાય કે તેમને લાગી જાય કે આ આપણી વાર્તા ના પાનાં ક્યારેય ભેગા નઈ થાય બસ ત્યારે તેમને ખબર પડે કે એક વાર્તા અને હકીકતમાં શું અંતર છે.


બધું વિધાતા ના હાથ માં છે.તેના પર કોઈની બસ નથી ચાલતી.કોઈ ગમે તેટલું જ્ઞાની માણસ હોય કે કોઈ ગમે તેટલા સર્વ શ્રેષ્ઠ હોદા પર કેમ ના બેઠો હોય. તે માણસ ને પણ જીવનમાં એક સમય તેવો આવે છે કે જ્યારે આ સતા તે સત્તાધારી ને વ્યર્થ લાગવા લાગે છે.તે જ્ઞાની ને તેનું જ્ઞાન વ્યર્થ લાગવા લાગે છે ઉદાહરણ તરીકે દશરથ રાજા ને જ્યારે તેમના પ્રિય પુત્ર રામ ને વનવાસ મોકલવા માટે રાજી થવું પડ્યું હતું ત્યારે તેમને પોતાનું રાજ્ય પોતે મેળવેલી કિર્તી બધું વ્યર્થ છે તેની લાગણી થઈ હતી.

ક્રમશ

આપને વાર્તા કેવી લાગી તે જરૂરથી જણાવશો તથા વાર્તા ને લોકો સુધી પહોંચાડશો.. માતૃભારતી,ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે માં સ્ટોરી સ્વરૂપે શેર કરશો....અને આગળની વાર્તા માટે જોડાઈ રહો તથા ફોલોવ કરો.