Kasak - 38 books and stories free download online pdf in Gujarati

કસક - 38

કવન અને તારીકા બંને ઈન્ટરવ્યુ પતાવી ને બહાર ગયા એમ પણ તારીકાની શિફ્ટ પતી રહી હતી.તારીકા કાર ચલાવી રહી હતી.કવન તારીકા ની બાજુની શીટપર બેઠો હતો.

તારીકા કવનના વખાણ કરી રહી હતી કે તે આજે ઈન્ટરવ્યુ માં સારા પ્રશ્નો ના જવાબ આપ્યા.કવન ચૂપ હતો બસ તે તેની દરેક વાતમાં હસીને માથું હલાવી રહ્યો હતો.

તે થોડી વાર રહીને બોલ્યો જ્યારે તારીકા ચૂપ હતી.

"તારીકા ખરેખર હું હવે એક પ્રેમકથા લખવા માંગુ છું."

તારીકા એ કારને બ્રેક મારીને રસ્તાની બાજુમાં ઉભી રાખી.

કવન અચાનક કાર ઊભી રાખવાથી વિચારમાં પડી ગયો અને પૂછ્યું "શું થયું કાર કેમ રોકી?"

"તું સાચેજ પ્રેમકથા લખવા માંગે છે?"

કવનને પણ સહજતાથી કહ્યું "હા"

તારીકાએ કાર ફરીથી શરૂ કરી અને પાછી રોડ ઉપર કાર લાવી.આતો તારા દરેક વાંચકો માટે એક ખુશ ખબર છે.

"તું આ નવલકથા સૌ પ્રથમ મને વંચાવ જે"તારીકા એ ઉત્સાહ માં કહ્યું.

કવને પણ હસીને તેની સામે હકારમાં જવાબ આપ્યો.

તારીકા હવે અમદાવાદ રહેતી હતી કારણકે તેની રેડિયો જોકી ની જોબ તે અમદાવાદ માં કરતી હતી.

તેણે કવનને તેના ઘરે ઉતારી દીધો.

જ્યાં કવનની મમ્મી અને તેના પપ્પા તેને આવવાની રાહ જોઈ રહ્યા હતા.તેમની પાસે કવનને કહેવા જેવું કઈંક હતું.

કવન ઘરમાં આવ્યો અને હાથ મોં ધોઈને જમવા બેઠો.આજે તેના પપ્પા પણ જમવામાં હાજર હતા.

કવનની મમ્મી તેના પપ્પા ને કઈંક ઈશારો કરી રહી હતી.જે કવને જોયું પણ ધ્યાનમાં ના લીધું.ધ્યાનમાં ના લેવું એ જાણે કવનની આદત હતી.

થોડીવાર બાદ તેની મમ્મી જ બોલી.

"કવન તારે કાલ લગ્ન માટે એક છોકરી ને જોવા જવાનું છે. જો તું તૈયાર હોય તો હું તેમને ફોન કરીને જણાવી દઉં છોકરી સારી છે અને સારા ઘરની છે.

તમે મળ્યા છો તે છોકરી ને?” કવને કહ્યું

ના હું તેને મળી નથી પણ મે તેને એક વાર કોઇકના લગ્નમાં જોઈ હતી.તે ખુબ સુંદર છે.

મમ્મી હું હમણાં લગ્ન કરવાની ઈચ્છા નથી રાખતો.

જો તને તારિકા પસંદ હોય તો પણ અમને કોઈ વાંધો નથી.તે છોકરી પણ સારી છે.

કવન હસવા લાગ્યો.

મમ્મી મારે લગ્ન નથી કરવા એનો મતલબ એમ થાય છે કે મારે કોઇની સાથે અત્યારે લગ્ન નથી કરવા.કવન હજી હસી રહ્યો હતો.

કવન ના પપ્પા જે ક્યારેય આવી વાતો માં બોલતા નહીં તે બોલ્યા.

કવન તારી ઉંમર હવે લગ્ન યોગ્ય થઈ ગઈ છે.અમે તને ૨૦ કે ૨૧ વર્ષે લગ્ન કરવાનું નથી કહેતા.તારી ઉંમર લગ્ન માટે શ્રેષ્ઠ છે

પણ, અત્યારે હું એક પ્રેમકથા ઉપર કામ કરવા માંગુ છું.હું લગ્ન કરીશ તો હું મારા કામ પર ધ્યાન નહીં આપી શકુ.

પણ તને લગ્ન કરવાનું કોણ કહે છે.તું છોકરી જો,તને ગમે તો આપણે એકાદ વર્ષ પછી લગ્નનો પ્રસ્તાવ રાખીશું. ત્યાં સુધી તું માત્ર સગાઈ કરીલે જે. તારી નવલકથા પતે એટલે લગ્ન નક્કી કરી દઈશું.

કવન તેના માતા પિતા નો ઉત્સાહ જોઈ શકતો હતો.

ઠીક છે હું આપને કાલ સવાર સુધીમાં વિચારીને કહીશ.

જમ્યા બાદ કવન તેના રૂમમાં ચાલ્યો ગયો.તેના મમ્મી અને તેના પપ્પા ત્યાં જ ડાઈનીગ ટેબલ પર બેસી ને વિચારી રહ્યા હતા કે કવન હા કહેશે કે ના?

ભારત ના દરેક ઘરમાં છોકરા અને છોકરીના લગ્નની વાત કદાચ આમ જ થતી હશે અને તે છોકરા અને છોકરીના માં બાપ કદાચ આવી રીતે તેમના સંતાન ના જવાબની રાહ જોતાં હશે.આ વાત માત્ર એરેન્જ મેરેજ વાળા માટે લાગુ પડે છે.

કવન પોતાના રૂમમાં જઈને વિચારી રહ્યો હતો કે શું તે તેની મમ્મી અને પપ્પા નો પ્રસ્તાવ સ્વીકારી લે.જો હ્રદયથી વિચારીએ તો કવનના મતે તેના મમ્મી પપ્પાની વાતસાચી હતી.તેમણે કવન પાસે ક્યારેય કાંઈ ખાસ માંગ્યું નહોતું.તથા વાત જો ઉંમર ની જ હોય તો જોવા જઈએ તો હવે તે લગ્ન યોગ્ય ઉંમર નો થઈ ગયો હતો.આ સર્વે વિચારો બાદ જ્યારે તે નિર્ણય લેવામાં અસક્ષમ બન્યો ત્યારે છેલ્લે તેનો વિચાર ત્યાં આવીને અટકી ગયો કે શું તે છોકરી ને મળવા માટે હા કહી દે?


દુનિયા કેમ નથી સમજી શકતી કે લગ્ન કરવા એટલે એક માંથી બે થવું. જે સમસ્યા સાથે તમે એકલા લડી રહ્યા છો તે સમસ્યા ને કોઈકની સાથે વહેચવી અને તેને પણ તે સમસ્યા સાથે લડતા શીખવવું તે જાણ્યા વગર કે તે નવો જીવ તે સમસ્યા સાથે લડવા માટે તૈયાર છે કે નહીં.

જયાં સુધી કેટલીક સમસ્યા ને આપણે પોતે પહોંચી વળતાં તે સમસ્યાનો ભાગ કોઈબીજાને બનાવવું તે યોગ્ય ના કહેવાય.

આમ તો કવનને હા કહી દેવું યોગ્ય લાગ્યું કારણકે હજી માત્ર છોકરી ને મળવાનું હતું, લગ્ન થોડી કરી લેવાના હતા.જો તેને ઠીક ના લાગે તો તેની માટે એક ના કહેવાનો ઓપ્શન બચતો હતો અને યોગ્ય લાગે તો પણ કાંઈ વાંધો નહોતો.આમેય હવે લગ્ન યોગ્ય ઉંમર તો હતી જ વિશ્વાસ પણ હમણાં લગ્ન કરી રહ્યો છે તો કવન પણ નવલકથાનું કામ પૂર્ણ કર્યા બાદ લગ્ન કરી લેશે.

તો તેણે છેલ્લો નિર્ણય તે ફાઇનલ રાખ્યો કે તે કાલ છોકરી જોવા જશે.તેણે તેના માતા પિતા ને પણ સવારે જણાવી દીધું.જોવા જેવી વાત તો તે હતી કે હવે તેના લગ્નના વિચારો માંથી તે છોકરી ક્યાંક જતી રહી હતી જે ક્યારેક હતી.

જીવનમાં પણ કેટલીક વસ્તુઓ મળ્યા ની ખુશી અને ગુમાવ્યાનું દુખ પણ તે ખુશી કે દુખના આંશુઓ ની સાથે જતી રહે છે.


જીવનરૂપી વાર્તા ના પણ કેટલાક પાત્રો માત્ર પ્રેમકહાની માટે બન્યા હોય છે લગ્ન માટે નહિ.

જોવાનું તો તે છે કે હવે કોઈ સંજોગ એવો થવાનો બાકી છે જેથી કવન અને આરોહી મળી શકે.


ક્રમશ

વાર્તા ને અનહદ પ્રેમ આપવા બદલ આભાર....

આ વાર્તા આપને કેવી લાગી તે જરૂર થી જણાવશો. તથા આપના વોટ્સએપ,માતૃભારતી,ફેસબુક,ઈન્સ્ટાગ્રામ વગેરે માં શેર કરશો.

વાર્તા ના અમૂલ્ય પ્રતિભાવો જણાવશો

મો નંબર ૭૬૭૭૩૫૨૫૦


આપનો આભાર...