Brahmarakshas - 9 books and stories free download online pdf in Gujarati

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 9

"મારી દે ધક્કો એને એ મારી દુશ્મન છે...” સતત શ્રેયા ના કાને અથડાતાં આ શબ્દો કાલિંદી માટે એક નવો જ ખતરો લઈને આવી રહ્યા હતા.

શ્રેયા હવે કાલિંદીની નજીક પહોંચી ગઈ ફરી તેને એજ શબ્દો સંભળાયા“ મારી દે ધક્કો એને એ મારી દુશ્મન છે..” શ્રેયા એ પોતાનો હાથ લંબાવ્યો કાલિંદી ને ધક્કો મારવા. જોરથી ધકકો મારવા જતી જ હતી ત્યાં.....


“આઅઅઅઅઅ..... ”ભયંકર ચીસ પડી.........


“શ્રેયા.... ”કાલિંદી ના છેલ્લા શબ્દો હજી જંગલ માં ગુંજી રહ્યા હતા.....


શ્રેયા ની ચીસ સાંભળીને કાલિંદી એ પાછળની તરફ જોયું. તો શ્રેયા ની આસપાસ ભસ્મ ઉડી રહી હતી અને શ્રેયા પોતાના શરીર ને કોઈ સળગાવી રહ્યું હોય એવી રીતે જોર જોર થી ચીસો પાડતી હતી.અચાનક શ્રેયા એક જોરદાર ચીસ સાથે જમીન પર ઢળી પડી.


વિરમસિંહ અને નંદિની મા કાળી ના મંદિર પાસે આવી પહોચ્યાં હતાં ત્યાંજ અચાનક શ્રેયા ની ચીસ સાથે કાલિંદી નો અવાજ સંભળાયો.


“ આતો કાલિંદી નો અવાજ હતો.” વિરમસિંહ અને નંદિની એક સાથે બોલી ઉઠ્યા. બંને જણા એ ખાઈ તરફ ભાગ્યાં જ્યાંથી અવાજ આવ્યો હતો.


શ્રેયાને જમીન પર પડતા જોઈને કાલિંદી ગભરાઈ ગઈ. તેને કશું જ સમજાતું ન હતું કે આ શ્રેયા સાથે શું થયું? હજું કાલિંદી કંઈ કરે, એ પહેલાં જ છાડીઓ પાછળથી વિરમસિંહ અને નંદિની આવી પહોંચ્યા. કાલિંદીને આટલી ચિંતિત અને ગભરાયેલી જોઈને તે પણ ચિંતામાં પડ્યા. હજું તે કાલિંદી તરફ આગળ વધ્યા કે ત્યા જ તેનું ધ્યાન જમીન પર બેહોશ અવસ્થામાં પડેલી શ્રેયા તરફ પડે છે અને તે બંનેમાં મનમાં એક ફાળ પડી જાય છે. નંદીનીની ફાળ હૈયે સીધી જ શ્રેયાને બાહોમાં લઈ લીધી.


શિવમ તો હજુ એમ ને એમજ ઉભો હતો. તેને વિશ્વાસ નહોતો થતો કે આ જે નજર સામે ઘટના બની તે વાસ્તવિકતા છે. એ પવિત્ર ભસ્મ શ્રેયા પર નાખતાં જે કાળો ધુમાડો તેના શરીરમાંથી નીકળ્યો એ જોઈ ને તો શિવમ ના હોશ જ ઉડી ગયા. હજી શિવમ કઈ બોલે એ પેલાં જ કાલિંદી નું ધ્યાન એ અજાણ્યા બાઈક સવાર વ્યકિત ઉપર ગયું. તેને હેલ્મેટ પહેરેલું હોવાથી કાલિંદી તેનો ચહેરો ના જોઈ શકી. તેના હાથમાં એક નાનકડી થેલી હતી. કાલિંદી ને વિશ્વાસ આવી ગયો હતો કે એ બાઈક સવારે જ કઈક કર્યું છે. જેનાથી શ્રેયા ની આ હાલત થઈ છે.


શ્રેયા પાસે કાલિંદી ના મમ્મી- પપ્પા હતા ધ્યાન રાખવા વાળા એટલે કાલિંદી શ્રેયા પાસેથી ઉભી થઈ અને એ બાઈક સવાર વ્યકિત તરફ પોતાના પગ માંડવા માંડી.


“ કાલિંદી ક્યાં જાય છે. શ્રેયા ને તારી જરૂર છે.” આમ અચાનક કાલિંદી ને જતા જોઈને તેની મમ્મીએ પૂછ્યું.


“ બસ આવી મમ્મી એક જ મિનિટ .” કાલિંદી એ જતા જતા તેની મમ્મી તરફ જોઈને કહ્યું.


કાલિંદી એ બાઈક પર બેઠેલા વ્યક્તિ તરફ વળી. શિવમ કાલિંદી ને પોતાની તરફ આવતા જોઈને એક નજર કાલિંદી તરફ કરી. હેલ્મેટ માંથી શિવમ કાલિંદી ને સ્પષ્ટ પણે જોઈ શકતો હતો.



કાળા ખુલ્લા વાળ અને ઉપરથી જંગલમાં થી આવી રહેલી ઠંડી હવાઓ સીધી જ કાલિંદી ના ગાલને સ્પર્શતી હતી. ઠંડી હવાઓ કાલિંદી ના ગાલને સ્પર્શ થતાં તેના બંને ગાલો આછા ગુલાબી રંગથી શોભી રહ્યા હતા. બંને ગાલો પરના ડિમ્પલ તેની સુંદરતા માં વધારો કરતાં હતાં. તેની ચાલ તો જાણે કોઈ સ્વર્ગની અપ્સરા જ ખુદ ધરતી ઉપર આવીને પોતાના પગલાં પાડતી હોય.


શિવમ તો કાલિંદી ના રૂપ થી અંજાઈ ગયો. કાલિંદી શિવમ ની એકદમ નજીક ગઈ. શિવમ ના હાથમાં રહેલી પોટલીમાં ભસ્મ જોતા જ કાલિંદી સમજી ગઈ આજ વ્યક્તિ ના કારણે શ્રેયા ની આ દશા છે.


“ શું હતું આ ભસ્મ માં જેનાથી શ્રેયા ની આ હાલત થઈ.” કાલિંદી એ ગુસ્સા ભર્યા અવાજે શિવમ ને કહ્યું.


શિવમ તો એકીટસે કાલિંદી સામે જોઈ રહ્યો. કાલિંદી બીલકુલ તેની નજીક હતી છતાં પણ કાલિંદી ના શબ્દો તે સાંભળી નહોતો રહ્યો. તેનું ધ્યાન તો ફક્ત કાલિંદી ના ફફડતા હોઠો તરફ જ હતું. એ ગુલાબી હોઠ અને ગુસ્સો ભરેલી આંખો કાલિંદી ના રૂપ માં વધારો કરી રહ્યા હતા.


“ તમને કહું છું તમે સાંભળતાં નથી કે શું..??” શિવમ કંઈ બોલ્યો નહિ એટલે કાલિંદી ને વધુ ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં શિવમ ના બાઈક ની પેટ્રોલ ટાંકી પર જોરથી હાથ પછાડતા કહ્યું.


જેવો પેટ્રોલ ટાંકી પર કાલિંદી એ હાથ પછાડ્યો તેવોજ અવાજ આવ્યો એ અવાજની સાથે શિવમ ખ્યાલોમાં થી બહાર આવ્યો.


શિવમ કઈ બોલે એ પેલા જ કાલિંદી બોલી ઉઠી..“મારી ફ્રેન્ડ ની જે હાલત છે એ નું એક માત્ર કારણ તમે જ છો. તેવું તો શું હતું આ ભસ્મ માં કે તે બેહોશ થઇ ગઇ. અને શું કામ તમે એ ભસ્મ તેના ઉપર નાંખી..??


કાલિંદી ના એકી સાથે આટલા બધાં પ્રશ્નો સાંભળી ને શિવમ થોડો મુંજાણ્યો. તેણે જે પોતાની આંખો સામે ઘટના બની તે કાલિંદી ને જણાવું ઉચિત ના સમજ્યું કેમ કે કોઈ પણ વ્યક્તિ જોયા વગર વિશ્વાસ ના કરે.


“ નાની સાચું જ કહેતા હતા. મે તેમની વાતનો ક્યારેય વિશ્વાસ ના કર્યો. અમરાપુર માં બનેલી એ ઘટના શાયદ સત્ય હશે. અને આજે મે જોયું એના પરથી તો તે ઘટના સત્ય જ લાગે છે. એ છોકરી નો પડછાયો...” શિવમ પોતાના મનમાં વિચારોનું વંટોળ ઉભુ કરે છે ત્યાંજ ભયંકર.......



દરેક ભાગના અંતમાં રેટિંગની સાથે પ્રતિભાવ આપશો તો ખુબ જ ગમશે...😊



બધાજ રહસ્યો જાણવા માટે બન્યા રહો બ્રહ્મરાક્ષસ:- તાંડવ એક મોતનું! ધારાવાહિક ઉપર....