Brahmarakshas - 10 books and stories free download online pdf in Gujarati

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 10

"નાની સાચું જ કહેતા હતા. મે તેમની વાતનો ક્યારેય વિશ્વાસ ના કર્યો. અમરાપુર માં બનેલી એ ઘટના શાયદ સત્ય હશે. અને આજે મે જોયું એના પરથી તો તે ઘટના સત્ય જ લાગે છે. એ છોકરી નો પડછાયો...” શિવમ પોતાના મનમાં વિચારોનું વંટોળ ઉભુ કરે છે ત્યાંજ ભયંકર.......


ત્યાંજ ભયંકર પવન ફૂકાવા લાગ્યો. અચાનક ધરતી કાંપવા લાગી. પવન એટલો જોરદાર ફૂંકાતો હતો જેનાથી આજુબાજુ ધૂળના ગોટે ગોટા ઉડી રહ્યા હતા. કશું પણ દેખાવું શક્ય નહોતું. ચારેબાજુ બાજુ ફક્ત ધૂળ જ દેખાઈ રહી હતી. હજુ બધાં સમજે કે આ શું થઈ રહ્યું છે એ પેલા જ એક ખુબજ ભયંકર જંગલી જાનવર ની ત્રાડ સંભળાઇ. ઝાડીઓ પાછળથી પગ પછાડતું કોઈ કદાવર જંગલી જાનવર આવી રહ્યું હતું. જેમ જેમ એ અવાજ નજીક આવતો ગયો તેમ તેમ ધરતી વધુ ને વધુ ધ્રુજી રહી હતી.


ધરતી ધ્રુજતા ની સાથે નંદિની ની બાહોમાં રહેલી શ્રેયા ના શરીરમાં હલનચલન થઈ. શ્રેયાના શરીરમાં હલનચલન થતાં નંદિની એ હાશકારો અનુભવ્યો. પણ નંદિની ને ક્યાં ખબર છે હજુ ખતરો ટળ્યો નથી. વિરમસિંહ ને ઝાડીઓ પાછળથી આવનારા ખતરાની ભનક લાગી ગઈ હતી. તેણે નંદિની ની બાહો માં રહેલી શ્રેયા ને જગાડવાનો પ્રયાસ કર્યો. શ્રેયાના શરીરમાં ફરી એકવાર હલનચલન થઈ. આખરે વિરમસિંહે શ્રેયાને હોશમાં લાવવાના પ્રયાસમાં સફળતા મેળવી. અને શ્રેયા બેહોશ હાલત માંથી પાછી ફરતા હોશમાં આવી.


હજી શ્રેયા એ પોતાની આંખો ખોલી ના ખોલી ત્યાતો અચાનક કાલિંદી ની ચીસ સંભળાઇ.


હેય...! આર યુ ઓકે..!? કાલિંદી ની નજીક બાઇક પર બેઠેલા શિવમે અચાનક કાલિંદી ની ચીસ સાંભળી ને પૂછ્યું.


“ મારી આંખમાં અચાનક ધૂળ પડવાથી કઈજ દેખાતું નથી અને અસહ્ય પીડા પણ થઈ રહી છે.” કાલિંદી એ પોતાની વાત સ્પષ્ટ પણે કહી.


“ હું મદદ કરું..!” શિવમે કહ્યું.


“ના તમે રહેવા દો.” કાલિંદી હજી પણ ગુસ્સામાં દેખાઈ રહી હતી.


(મનમાં) “જાણે હું તેની મદદ કરવા માટે મર્યો ના જતો હોવું.”

( મોટેથી...) “ ઓકે..! કંઈ વાંધો નઈ.” શિવમે નમ્રતા પૂર્વક કહ્યું.



“ આતો કાલિંદી...” નંદિની પોતાના શબ્દો પૂરા કરે એ પેલા જ વિરમસિંહ જમીન ઉપરથી ઉભા થઈ અવાજની દિશા તરફ ભાગવા લાગ્યા. ધૂળ ના કારણે આજુબાજુ શું થઈ રહ્યું છે તેની પણ ખબર પડતી નહોતી.


ધબબબબ.... અચાનક કોઈક ના પડવાનો અવાજ આવ્યો. મોટા થાંભલા જેવા પગ, મોટા મોટા નખ, શરીરમાં થી લોહીની દુર્ગંધ મારતી, મોઢા માંથી સતત લાળો પડતી હતી. એ લોહી અને માસની દુર્ગંધ મારતી લાળો કાલિંદી તરફ ભાગતા જતાં વિરમસિંહ ધબબબબ.. કરતા અવાજ સાથે જમીન ઉપર પડી ગયા હતા. ત્યાંજ એ સામે ઉભેલા જંગલી જાનવરની લાળો વિરમસિંહ ના મોઢા ઉપર પડી.


એકાએક વિરમસિંહે પોતાનું માથું ઊંચું કર્યું. તેની આંખો ની સામે ઊભેલા બ્રહ્મરાક્ષસ નું આટલું ખુંખાર સ્વરૂપ જોઈને વિરમસિંહ ડઘાઈ ગયા. હજુ વિરમસિંહ જમીન ઉપરથી ઉભા થયા નહોતા. ત્યાં તો નંદિની શ્રેયા ને પોતાના ખભા વડે ટેકો આપીને આવી રહી હતી. હજુ તે વિરમસિંહ સુધી પહોંચે તે પેલા જ વિરમસિંહે નંદિની ને ત્યાંજ અટકાવતા કહ્યું..“ નંદિની ત્યાંજ થોભી જા. એક ડગલું પણ આગળ ભર્યું તો તને કાલિંદી ની કસમ...!! ” વિરમસિંહ ને તેના કરતાં પોતાના પરિવારની વધુ ચિંતા હતી


નંદિની એક ઝાટકે જ્યાં હતી ત્યાં જ ઊભી રઈ ગઈ. હજી નંદિની કંઈ બોલે કે કંઈ સમજે એ પેલા જ શિવમે પોતાનું બાઇક ચાલુ કર્યું.


ધૂળની ડમરીઓ થોડી ધીમી પડી. બ્રહ્મરાક્ષસ વિરમસિંહ ઉપર હુમલો કરવાનો જ હતો ત્યાં જ શિવમ પોતાનું બાઇક ફૂલ સ્પીડ માં લઈને આવી પહોંચ્યો. શિવમે તેની આંખોની સામે જે જોયું તેનાથી તેની આંખો ફાટી જ રહી ગઈ.


જેવો બ્રહ્મરાક્ષસે પોતાનો પગ જમીન પર પડી ગયેલા વિરમસિંહ ઉપર મૂકવા ગયો ત્યાંજ શિવમે પોતાના હાથમાં રહેલી નાનકડી થેલી માંથી પવિત્ર ભસ્મ બહાર કાઢી અને બ્રહ્મરાક્ષસ તરફ ફેંકી.બ્રહ્મરાક્ષસ ના શરીરે ભસ્મ અટકતા જ તે એકાએક ચીસ પાડી ઉઠ્યો. તે પવિત્ર ભસ્મ મા કાળી ના મંદિરમાં આવેલો હવનકુંડ છે તેની હતી. એ પવિત્ર ભસ્મ કોઈ પણ શૈતાની તાકાતને થોડા સમય સુધી શાંત કરી દેતી.


બ્રહ્મરાક્ષસ નું એ પવિત્ર ભસ્મ દ્વારા પોતાનું શરીર બળી રહ્યું હતું.બ્રહ્મરાક્ષસ ત્યાંથી ભાગ્યો સીધો જ જંગલ ભણી. શિવમે વિરમસિંહ ને જમીન ઉપરથી ઉભા કરી કાલિંદી તરફ જવાનો ઈશારો કર્યો.


“ પણ નંદિની અને શ્રેયા તે હજુ ત્યાંજ અટવાયેલી છે.” વિરમસિંહે એ અજાણ્યા બાઇક સવારને કહ્યું.


“ તમે ચિંતા નાં કરો હુ તેમને સહી સલામત તમારી પાસે લઈને આવું. બસ તમે ત્યાં એ છોકરી પાસે જાવો. તેની આંખમાં કઈક ચાલ્યું ગયું છે જેના કારણે તે કંઈ પણ જોઈ શકતી નથી. મે મદદ માટે હાથ લંબાવ્યો હતો પણ એ .....” શિવમ પોતાની વાત પૂરી કરે એ પેલા જ સામેથી નંદિની અને શ્રેયા આવતાં હતાં તેમને જોઈને વિરમસિંહે કહ્યું “ લો..! એ પણ આવી ગયા. પણ બેટા ધ્યાન રાખજે જે તે હમણાં અહી જોયું એ વાત મારા પરિવાર સામે ના આવવી જોઈએ.” વિરમસિંહે પોતાનું વાક્ય પૂરું કર્યું ના કર્યું ત્યાંજ નંદિની અને શ્રેયા આવી પહોંચ્યા.


“ પરંતુ.....” પણ પરંતુ નો આ સમય નથી આપણે તરજ જ કોઈ સુરક્ષીત જગ્યાએ પહોંચવું પડશે. શિવમ ને અધવચ્ચે જ અટકાવતા વિરમસિંહે કહ્યું.


શ્રેયા ની હાલત હજુ પણ નાજુક હતી. તે સીધી રીતે ચાલી પણ નહોતી શકતી. નંદિની તેને ટેકો આપીને માંડ આટલા સુધી લઈને આવી હતી. વિરમસિંહે તરત જ શ્રેયા ને સંભાળી અને તેઓ ઝડપભેર કાલિંદી તરફ જવા લાગ્યા.


હજી કાલિંદી પોતાની આંખો ચોળી રહી હતી. તેની આંખોમાં ધૂળ પડવાના કારણે તે કઈ પણ જોઈ શકતી નહોતી.


“ કાશ..!! એ અજાણ્યા બાઇક સવાર વ્યક્તિની મદદ લઇ લીધી હોત તો......” હજુ કાલિંદી મનો મન બબડતી જ હતી ત્યાં....


“ કાલિંદી ચાલ..!! અહીંયા એક મિનિટ માટે પણ રોકવું મુશ્કેલી ભર્યું છે.” કાલિંદી ની મમ્મી નો અવાજ કાલિંદી ના કાને અથડાયો.


“ મમ્મી તું ઠીક તો છે ને..! પાપા અને શ્રેયા એ ક્યાં છે. તે ઠીક તો છે ને..!?” કાલિંદી તેની બાજુમા કોણ ઉભેલું છે એ પણ જોઈ શકતી નહોતી. ફક્ત તેની મમ્મીનાં અવાજ ઉપરથી તેણીએ જાણી લીધું હતું તેની મમ્મી અહીં જ છે.


“ બેટા બધાજ ઠીક છીએ પણ જલ્દી કોઈ સુરક્ષીત જગ્યાએ નહિ પહોંચ્યા ને તો ભગવાન જ જાણે શું થશે.” વિરમસિંહે કહ્યું.


“ પણ પાપા એ અવાજ...” ત્યાંજ શિવમે કાલિંદી નો હાથ પકડ્યો અને મા કાળી ના મંદિર તરફ ચાલતાં બન્યા.આ છોકરી કેટલું બડબડ કરે છે શિવમ મનમાં બોલી રહ્યો હતો.


“ એય..! મારો હાથ પકડવાની તમારી હિંમત કેવી રીતે થઈ.” કાલિંદી આટલું બોલી ત્યાં તો પાછળથી ફરી એ ખુંખાર જાનવરનો અવાજ સંભળાયો.


“ લાડલી આ સમય ઉચિત નથી ઝગડો કરવાનો. અને આ છોકરો તો આપણી મદદ કરી રહ્યો છે. " વિરમસિંહના કહેવાથી કાલિંદી એકદમ ચૂપ થઇ ગઇ.


દૂર જંગલોમાંથી ફરી એજ જંગલી જાનવર ની ત્રાડ સંભળાઈ . બધાં જલ્દી થી મા કાળી ના મંદિર પાસે આવી પહોંચ્યા.


મંદિર પાસે પહોંચતા જ વિરમસિંહે રાહતનો શ્વાસ લીધો.

વાતાવરણ ભયંકર રૂપ ધારણ કરી રહ્યું હતું. કાળા દિમાંગ વાદળોથી ઘેરાયેલું આકાશ એક આવનારા ખતરાનો સંકેત કરી રહ્યું હતુ. બધાં જલ્દીથી મા કાળી ના મંદિરની દાદરો ચડવા લાગ્યા.


આ મા કાળી નું એજ મંદિર છે જ્યાંથી શરૂઆત અને અંત બંને એકી સાથે પ્રગટી ઉઠ્યા હતા. જેમ જેમ મંદિરની ઉપરની તરફ ચાલતાં જાય છે તેમ તેમ નંદિની, કાલિંદી, શિવમ અને વિરમસિંહ ના મનમાં એક અલગ જ પ્રકારની લાગણીઓ ના વિચારો વંટોળે ચડે છે.


કાલિંદી અને શિવમ નો તો આ મંદિરની સાથે પોતાના જન્મ પહેલાનો નાતો છે. દરેક પગથિયે ચડતાં એક નવો જ શ્લોક તેમના કાને અથડાય છે. બંને ને ખબર નથી કે આ શું થઈ રહ્યું છે. તો બીજી બાજુ નંદિની અને વિરમસિંહ ના પણ એજ હાલ છે.


એ જાણીતા અને હસતાં ચહેરા નંદિની ની આંખોની સામે ભમી રહ્યા છે. એ પવિત્ર ગ્રંથો ના શ્લોકો હજુ પણ ગુંજી રહ્યા છે. એ રાતે બનેલી ઘટના.....


એ રાતે બનેલી ઘટના હજુ સુધી વિરમસિંહ ભૂલ્યા નથી. અને સમય તેને ભુલવા પણ નથી દેતો. એ માસૂમ બાળક આ દુનિયામાં આવીને પોતાની આંખો ખોલો તે પેલા જ....... વિરમસિંહ ની આંખો માંથી આંસુઓ ટપકવા માંડ્યાં.






( આગળના ભાગમાં મંદિર સાથે જોડાયેલા કાલિંદી, શિવમ, નંદિની અને વિરમસિંહ ના અજાણ્યા સબંધો ના સફર ની એક નવી શરૂઆત....✍️



મંદિર સાથે જોડાયેલા રહસ્યને જાણવા માટે બન્યા રહ્યો

બ્રહ્મરાક્ષસ:- તાંડવ એક મોતનું! ધારાવાહિક ઉપર.. )