Premno Vahem - 9 books and stories free download online pdf in Gujarati

પ્રેમનો વહેમ - ભાગ 9

પ્રકરણ 9



પ્રાર્થી સીધી પોતાનાં રૂમમાં ગઈ એને અપમાનિત થવાં કરતાં વધારે ભયંકર ગુસ્સો આવતો હતો.

ધીરજલાલને નવાઈ લાગી પ્રાર્થી હંમેશા બહારથી આવીને હાલચાલ પુછતી.જ્યાં કે નહીં દવા લીધી કે નહીં.

રૂમમાં જઈ પ્રાર્થી થોડીવાર એમ જ બેસી રહી પછી એને ખ્યાલ આવ્યો પપ્પાને તો જમવાનું પુછ્યું જ નહીં.એ ફટાફટ કપડાં બદલી બહાર આવી.ચહેરાનાં ભાવ સાવ સામાન્ય રહે એવી સભાનતાંપૂર્વક કોશીશ કરી ને એણે ધીરજલાલને જમવાનું પુછ્યું અને પીવાની બાકી રહેલી દવા આપી.

અચાનક એને અહેસાસ થયો જેમ મને મારાં પપ્પામાટે લાગણી છે એમ એને પણ હશે જ ને! હું એને હમણાં મળી એવામાં દેખીતાં જ એ એનાં પપ્પા જે કે તે માની જ લે ને!

*********□□□□□**********□□□□□□□
વિહાગ ગુસ્સામાં હતો સાથે થોડો અસમંજસમાં પણ, બીજા બધા સાથે પ્રેમ અને આદરથી હંમેશા રહેતી પ્રાર્થીએ પપ્પાનું અપમાન શા માટે કર્યું? એનો સારો વ્યવહાર નાટક હશે.

દિવસો વીતતાં ગયાં બે માંથી કોઈએ એકબીજાનો સંપર્ક કરવાની કોશીશ ન કરી, ન ઘરનાં સભ્યોને કંઈ વાત કરી. શ્રીકાંતને એમ થયું હાશ આપણું કામ પાર પડી ગયું.

પ્રાર્થીનું મન મક્કમ હતું એ ઉતાવળે નિર્ણય લેવામાં માનતી નહીં.મન જ્યારે કોઈ વાતનો ચુકાદો આપે પછી તે એનાં દરેક પાસાનો વિચાર કરતી એનાં પરિણામો પણ વિચારતી. આ બાબતે એણે સમય પર બધું છોડ્યું. હા સંબંધ તુટે તોય
શ્રીકાંત તો ખુલ્લો પડવો જોઈએ એવી એણે મનમાં ગાંઠ વાળી સાથે સાવ નેગેટિવ નથી વિચારવું એવું નક્કી કર્યું.

સુશીલાએ એકાદ વાર પુછ્યું પણ ખરું કે કેમ હમણાં ઘરે નથી ગઈ તો અસાઈમેન્ટ સબમીશનનું બહાનું આગળ ધરી દીધું.

માનસીએ પણ અલગ અલગ રીતે અમોઘાને પુછ્યું કે તેની અને વિહાગની વચ્ચે બધું બરાબર છે?સ્મિત આ સંબંધ જે રીતે અટકી અટકીને આગળ વધતો હતો એનાથી ખુશ હતો.

******□□□□□******□□□□□□********
વિહાગે ઓફીસમાં મગનકાકાને બોલાવીને કહ્યું" મગનકાકા તમે મમ્મીને બહેન સમાન માનો છો? મને દિકરો માનો છો?
મગનકાકા સહેજ મુઝાયાં " કેમ આમ પુછી છો નાના શેઠ?"
મારાથી કંઈ ભુલ થઈ? "

" કાકા બેસો" વિહાગે એનાં ટેબલ સામેની રીવોલ્વીંગ ચૅર ખેંચતા કહ્યું." હું જે પુછું એનો સ્પષ્ટ અને સાચો જવાબ આપજો." પ્રાર્થી આખરે કેવી છોકરી છે હું એને સમજી નથી શકતો ..ક્યારેક એ મને સ્વાર્થી અને અભિમાની લાગે તો ક્યારેક સાલસ ઓફિસમાં એનુ વર્તન બધાં સાથે કેવું હોય છે?

"બેટા તમે નસીબદાર છો કે તમને આટલી સાલસ સરળ અને મક્કમ મનની છોકરી મળી.તમારે શું જવાબ જોઈએ એ તો મને નથી ખબર પણ હા તમે તમારાં પુર્વાગ્રહ વિના એને સમજશો તો સમજાશે." મગનકાકા બોલ્યા " માફ કરજો કંઈ વધારે બોલાઈ ગયું હોય તો." અને ઓફિસમાં એનું વર્તન કેવું હતું એ જાણવું હોય તો બીજી બધી મહિલાઓનું વર્તન જોશો એટલે ખ્યાલ આવી જશે.

આટલું કહી નટુકાકા જતાં રહ્યાં. એમની વાતમાં કંઈ ગર્ભિત ઈશારો હતો એ તો વિહાગને સમજાયું પણ શું ! એ વિચારવા લાગ્યો.

********□□□□□********□□□□□*******
થોડાં દિવસ પછી સુશીલા પાછી આવી, આવતાવેંત એણે પ્રાર્થીને ફોન કર્યો " સાંજે આવ આપણે બહાર જશું ખરીદીમાં પછી ઘરે જમીને જજે." પપ્પાને જરા સરખું નથી તો આજે નહીં કાલે સવારે આવીશ.

એ સવારે જઈને શ્રીકાંત અને વિહાગ બંને ને અવોઈડ કરવાં માંગતી હતી.સુશીલાની વાત પરથી એ સ્પષ્ટ હતું કે વિહાગે એને હજી કંઈ કીધું નથી મતલબ એણે કોઈ નિર્ણય કર્યો નથી.નારાજગી જરૂર છે.

******□□□□□□*******□□□□□□□□
બહું દિવસે માનાં પાસે તેલ નખાવતાં વિહાગને માનાં આવવાથી શાંતિ મળી.સુશીલાએ એનાં વાંકડીયા વાતમાં આંગળી ફેરવતાં કહ્યું " હું નહોતી ત્યારે પ્રાર્થી કેમ નહોતી આવતી?શું થયું છે તમારી વચ્ચે? સાચું બોલશે છુપાવતો નહીં."

મા હું એને સમજી નથી શકતો "મને એવું લાગવા જ માંડ્યું હતું કે હવે હું એનો હાથ પકડી આગળ વધવા તૈયાર છું ત્યારે જ.." એણે તે દિવસની ની વાત કરી.

સુશીલા એકદમ સ્વસ્થ હતી એની આંગળીઓ પળભર ન થોભી.વિહાગ ચીડમાં એની બાજું ફરતાં બોલ્યો" તને જરાય
ફરક ન પડ્યો માં કોઈ છોકરી પપ્પાનું અપમાન કરે એ તું કેમ શાખી લે!

ઘણીવાર આંખો એક આખા ચિત્રમાંથી એટલું જ જુએ જેટલું મનમાં હોય .એવું જ તારુ છે.સમગ્ર ચિત્ર તું જોવા નથી માંગતો. જે વ્યકિત આપણાં માટે સારી હોય એ દરેક માટે સારી હોય એ જરૂરી નથી.

ચાલ હવે બહું ન વિચાર આ સંબંધને થોડો સમય આપ ને તારાં મનનું થોડું સાંભળ.

આ જ સમયે શ્રીકાંત કોરીડોરમાં ઉભા રહી બંને મા દિકરાની વાત સાંભળતો હતો..

ક્રમશ: