Lagnina Pavitra Sambandho - 6 in Gujarati Short Stories by Mausam books and stories PDF | લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 6

The Author
Featured Books
Categories
Share

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 6

પ્રારબ્ધ ગુલાટી સરના સ્વભાવ વિશે અજાણ હતો. તેણે તો તરત સર પાસે જઈ કહ્યું, " મને બોલાવ્યો સર..! "

ગુલાટી સરે કોઈ જવાબ આપ્યો નહીં. તેઓ તેમના કોઈ ગાણિતિક કોયડોના ઉકેલમાં વ્યસ્ત હતા. પ્રારબ્ધને થયું કદાચ સરે મારો અવાજ સાંભળ્યો નથી. તેણે ફરીથી જોરથી કહ્યું,"મને બોલાવ્યો સર..મારુ કોઈ કામ હતું..?" ગુલાટી સરે પ્રારબ્ધની સામે ગુસ્સાથી જોયું અને ગુસ્સાથી બોલવા લાગ્યા.

" ડફોળ..! દેખાતું નથી..? હું મારા કામમાં વ્યસ્ત છું.છતાં બુમો પાડીને બોલે છે..?આજકાલના છોકરાઓને સહેજે કોઈ મેનર્સ જ નથી. અત્યારે હું તને કેમ બોલાવીશ..? તને કોણે કહ્યું કે હું તને બોલવું છું..? " ગુસ્સામાં બોલતા થૂંક પણ ઉડવા લાગેલું. આ બાજુ પ્રારબ્ધની નજર ગુલાટી સર જે ગાણિતિક કોયડો ઉકેળતા હતા તેના પર ગઈ. ગુલાટી સરના ગુસ્સાભર્યા શબ્દો સાંભળી દરવાજા બહાર પ્રકૃતિ અને પ્રીતિ એકબીજા સામે જોઈ હસતા હતા.
પ્રારબ્ધએ ગુલાટી સરના ગુસ્સાને અવગણી તરત કહ્યુ," સર આ કોયડાને બીજી રીતે ગણશો તો તરત ઉકેલ મળી જશે.તમે જે રીતથી ગણો છો તે યોગ્ય જ છે પણ તેમાં ઉકેલની કોઈ ચોક્કસતા નહીં આવે."

પ્રારબ્ધના શબ્દો સાંભળી ગુલાટી સરનો બધો ગુસ્સો શાંત થઈ ગયો. તેમણે કહ્યું," બીજી રીતે..? લે આ નોટ પેન...! તું આનો કોઈપણ રીતે ઉકેલ લાવે તો ખરો." આમ કહી સરે તેની તરફ નોટ પેન ખસેડયા. બે જ મિનિટમાં પ્રારબ્ધએ તે કોયડાનો ઉકેલ લખી ગુલાટી સર સામે ધર્યા.ગુલાટી સરના આશ્ચર્યનો પાર ન રહ્યો. જેના ઉકેલ માટે તે કલાકથી મથતા હતા તેનો ઉકેલ આ છોકરાએ બે જ મિનિટમાં લાવી દીધો.

ગુલાટી સરે પ્રારબ્ધને પોતાની પાસે બેસાડ્યો. તેનું નામ પૂછ્યું. તેનું ગામ પૂછ્યું.ને ઘણી બધી વાતો કરી. તે દિવસથી પ્રારબ્ધ ગુલાટી સરનો સૌથી પ્રિય વિદ્યાર્થી બની ગયો.આ બધું જોઈ પ્રકૃતિ અને પ્રીતિ તો સ્તબ્ધ જ રહી ગયા.પ્રકૃતિ તો વિચારવા લાગી કે અહીં પણ આપણી બાજી ઉલટી પડી. આ બાજુ પ્રારબ્ધ ને પણ ઘીમે ધીમે સમજાય છે કે આ બધું પ્રકૃતિ જ કરે છે. આથી હવે પ્રારબ્ધએ પણ નક્કી કર્યું કે કંઈ પણ કરે પ્રકૃતિ..! તેની કોઈ ચાલને સફળ થવા દેવી નથી.

પ્રકૃતિ અને પ્રારબ્ધ એકબીજાને સરખી રીતે ઓળખતા પણ ન હતા. પરંતુ પ્રકૃતિના પ્રારબ્ધને નીચું દેખાડવાના પ્રયત્નો એકબીજાની લાઈફમાં દખલગીરી કરતા હતા. કોલેજનો સૌથી હેન્ડસમ અને બુદ્ધિશાળી છોકરો તથા કોલેજની સૌથી સુંદર અને નટખટ છોકરી વચ્ચે અહમ યુદ્ધ શરૂ થયું. પ્રકૃતિને પ્રારબ્ધ પહેલાં દિવસથી ગમતો પણ પ્રારબ્ધ તેને કોઈ ભાવ ન આપતો. આથી પ્રકૃતિ બહુ ખિજાતી.

પ્રકૃતિ રોજ નવા નવા નુસખાઓ અજમાવતી પ્રારબ્ધને નીચું દેખાડવા માટે..પરંતુ પ્રારબ્ધ તેની સુજબૂઝ અને ચાલક બુધ્ધિથી પ્રકૃતિને સફળ થવા દેતો નહીં. આથી પ્રકૃતિ ખૂબ અકળાઈ જતી.

* * * * *

કોલેજ છૂટવાનો સમય થઈ ગયો હતો. આકાશમાં ઘનઘોર વાદળો છવાયા હતા. ઠંડો પનવ વાઈ રહ્યો હતો. પ્રારબ્ધ મિત્રની રાહ જોતો પોતાના બાઇક પર બેઠો હતો. તેની નજર પ્રકૃતિ પર પડી. પ્રકૃતિ અને પ્રીતિ કોલેજના કેમ્પસમાંથી બહાર આવી ઘર તરફ જઈ રહ્યા હતા. પ્રકૃતિનું ફ્રોક પવનથી ઉડી રહ્યું હતું. તે વારે ઘડીએ પોતાના ફ્રોકને સરખું કરી રહી હતી. તેના લાંબા ખુલ્લા વાળ મસ્ત ઠંડી હવામાં ઝૂમી રહયા હતા. પ્રકૃતિને વારે ઘડીએ પોતાનું ફ્રોક સરખું કરતા જોઈ પ્રારબ્ધ મનમાં વિચારવા લાગ્યો," ક્યાં આવા શોર્ટ ફ્રોક પહેરવાની જરૂર છે..? પ્રકૃતિ એમ પણ સુંદર જ લાગે છે." પ્રારબ્ધએ આજુબાજુ નજર કરી, બધા જ છોકરાઓ પ્રકૃતિને ધારી ધારીને જોઈ રહ્યા હતા. પ્રારબ્ધને આ બિલકુલ ન ગમ્યું.

વરસાદી મૌસમે પણ રૂખ બદલ્યો...! છમછમ વરસી વરસાદે ધરતીની સાથે સાથે યુવાન હૈયાઓને પણ ભીંજવી નાંખ્યા. પ્રકૃતિ પણ વરસાદી મૌસમમાં ગાંડી બની મસ્તી કરવા લાગી. આજ પહેલી વાર પ્રારબ્ધએ પ્રકૃતિનું આવું બાળક જેવું નિર્દોષપણું જોયું. ઝરમર વરસતા વરસાદમાં પલળતા પલળતા બધાએ એક એક કરી કોલેજનું કેમ્પસ છોડ્યું. કેમ્પસના લીલાંછમ લાગતા ઝાડવાં અને ભીની માટીની ખુશ્બુ પણ જાણે પ્રકૃતિ વગર સુના પડી ગયા. તે પણ જાણે પ્રકૃતિ સાથે મસ્તી કરવા માંગતા હતા.


😊 મૌસમ😊