શ્રી પ્રફુલ્લ કાનાબાર સન ૨૦૦૨ થી લેખન ક્ષેત્રે કાર્યરત છે.તેમની અત્યાર સુધીમાં ૧૭૫ નવલિકાઓ તથા દસ લઘુનવલ દેશ વિદેશના અખબારો તથા મેગેઝીનોમાં પ્રકાશિત થઇ ચૂકેલ છે.જેમાં ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર,સંદેશ,મિડ-ડે,મુંબઈ સમાચાર,ગુજરાત સમાચાર (UK), ગુજરાત ટાઈમ્સ(USA),ચિત્રલેખા,અભિયાન, અખંડઆનંદ,જનકલ્યાણ, નવચેતન,ગુજરાત,ઉત્સવ,કોકટેલ ઝિંદગી, ફીલીંગ્સ, સ્ત્રી પારિજાત, માર્ગી તથા લાવણ્ય નો સમાવેશ થાય છે. અમદાવાદ આકાશવાણીમાં તેમની અનેક નવલિકાઓને સ્થાન મળી ચૂકેલ છે.ગુજરાતની વિવિધ મેગા વાર્તાસ્પર્ધાઓમાં તેમની કુલ ચાર નવલિકાઓ અનુક્રમે “પતિવ્રતા” “કન્ફેશન” “આક્રોશ” અને “અજંપો” ઇનામ વિજેતા ઘોષિત થઇ ચૂકેલ છે. તેમના પ્રથમ પુસ્તક “રમત આટાપાટાની” ને આણંદની લયપ્રલય સંસ્થાન ધ્વારા ૨૦૧૫ ના શ્રેષ્ઠ નવલિકા સંગ્રહ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે. ૨૦૧૭ માં તેમના બે પુસ્તકો કહાની મેં ટ્વિસ્ટ” અને “મેઘધનુષ નો આઠમો રંગ” પ્રકાશિત થયેલ છે. શ્રી પુનીત સેવા ટ્રસ્ટ ધ્વારા “મેઘધનુષ નો આઠમો રંગ” ની પાંત્રીસ હાજર નકલો કરવામાં આવેલ છે જેમાં સમાજને વિવિધ સંદેશ આપતી ૨૫ વાર્તાઓનો સંગ્રહ છે. ભારતીય જીવન વીમા નિગમે પરિચય પત્રિકાના માધ્યમ ધ્વારા શ્રી પ્રફુલ્લ કાનાબારની ત્રણ વાર્તાઓને હિન્દીમાં રૂપાંતરીત કરીને ઓલ ઇન્ડિયા લેવલે પ્રકાશન કરેલ છે.જેમાં શ્રદ્ધાંજલિ(૨૦૧૪),અસ્તિત્વ (૨૦૧૬) તથા આધાર (૨૦૧૭ )નો સમાવેશ થાય છે. માર્ચ ૨૦૧૮ થી દર શુક્રવારે “સંદેશ” ની પૂર્તિમાં (ફિલ્મી કલાકારો પર આધારિત) પ્રકાશિત થતી તેમની કોલમ “ મૂડ મૂડ કે દેખ” ખાસ્સી લોકપ્રિય છે.

  • 134
  • 134
  • 262
  • (11)
  • 250
  • 304
  • 228
  • 286
  • (11)
  • 344
  • (11)
  • 321
  • (18)
  • 444