હું આમતો મહુવાથી..બાપુના ગામથી.મહુવા નામ આવે અને હ્રદયમાં ઝણકાર ના થાય..એવું તો બને જ નહીં..હા મહુવામાં જન્મ થયો. મહમદઅલી જાફરઅલી રેડિયાવાળાને ત્યાં.માતા ગુલબાનુ શેરઅલી. બન્ને ખુદાને પ્યારા થઈ ગયાં.એ માતાને છ દીકરીઓ થઈ પુત્રની આશામાં અને ત્યારબાદ બે દીકરા.ખૂબ મોટાં પરિવારમાં ખૂબ પ્રેમ પામી.મા બાપનો ભરપૂર પ્રેમ પામ્યો જવાની સુધી..કન્યાશાળામાં પ્રાથમિક શિક્ષણ મળ્યું.અને એમ. એન. હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કર્યો.કે.વી પારેખ સાયન્સ કોલેજમાં ઈચ્છા વિરુધ કેમેસ્ટ્રી ભણી. મને સાહિત્યમાં પહેલેથી રસ.ગ્રંથાલયના ગ્રંથપાલ પણ મને ઓળખી ગયેલા.નવું પુસ્તક આવે તો અચૂક મારા માટે રાખતા.વાંચવામાં ખૂબ રસ..અને લખવામાં પણ..નાની બહેન ને કહેતી કે કોઈ શબ્દ આપ હું તેના ઉપર કવિતા બનાવીશ અને બનાવતી પણ ખરી..આ શોખ કોલેજકાળમાં વધારે વિકસ્યો..કોલેજકાળમાં ઘણાં કાવ્યો અને શાયરી બનાવતી પણ એને સાચવી રાખવાની અક્કલ ના હતી. એટલે એ કાવ્યો અને શાયરી અને શબ્દો હવામાં ઊડી ગયાં. એને હજું સુધી એ શબ્દો હવામાંથી પકડવાની કોશીશ કરું છું. મારી ચોથા નંબરની બહેન કૉઇના પ્રેમમાં હતી..લખવાનો એને ખૂબ શોખ હતો, ને દિલથી લખતી.પણ એ પ્રેમકહાની મંઝિલ સુધી પહોંચી નહી

  • (11)
  • 121
  • (29)
  • 287
  • (33)
  • 416
  • (29)
  • 295
  • (42)
  • 1.1k
  • (9)
  • 790
  • (5)
  • 1.6k
  • (14)
  • 0.9k
  • (77)
  • 2.5k
  • (117)
  • 3k