લડત

(16)
  • 2.8k
  • 1
  • 516

વાર્તા વિષે... ઘણી વખત એવું બનતું હોય છે કે, અન્યાય અને ભ્રષ્ટાચાર સામેની લડત સામેની લડત ખરેખર લડત નથી હોતી, પરંતુ એક પ્રકારનું રાજકારણ હોય છે. આવી લડતની આગેવાની લેનારની નજર તો પૈસા ને સત્તા પર જ હોય છે. આવો આગેવાન પોતાના સ્વાર્થ ખાતર યુવાનોનો મહોરાં તરીકે ઉપયોગ કરે છે. નિર્દોષ યુવાનો આવી લડતમાં જોડાઈને પોતાના જીવને જોખમમાં મૂકે છે, પરંતુ લડતનો હેતુ સિદ્ધ થતો નથી. અન્યાય એ ભ્રષ્ટાચાર ઘટવાના બદલે વધે છે. આ નવલિકામાં આ વરવી વાસ્તવિકતાનો પરિચય કરાવવાનો પ્રયાસ કર્યો છે. એક ઝલક... ‘જે માણસને મતપેટી દ્વારા બહુમતીથી લોકોએ પોતાના નેતા તરીકે પસંદ કર્યો હોય, જે માણસનું ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હોય, ફૂલોના હારથી જે માણસ ઢંકાઈ ગયો હોય, જેના નામની શહેરમાં ધાક વાગતી હોય એ માણસને લોકો ચોર કહે, એની હાયહાય બોલાવે, એની નનામી બાળે, ત્યારે એ માણસ આઘાતથી ભાંગી ન પડે ’ પરંતુ, સુંદરલાલ આવાં વિઘ્નોથી ભાંગી પડે એવા નિર્બળ નહોતા. એ ચંપલના તળિયાથી લઈને માથે પહેરેલી ટોપીની અણિયાળી ટોચ સુધી પાક્કા રાજકારણી હતા. વિરોધી વાતાવરણ હોવા છતાંય એ માનતા હતા કે, ‘જે પ્રજા મારી હાય હાય બોલાવે છે એ જ પ્રજા ભવિષ્યમાં મારો જયજયકાર કરશે. રાજકારણની આ જ તો ખૂબી છે.’