લવ અફેર એટ ધ મરીન ડ્રાઈવ

(46)
  • 4.1k
  • 13
  • 773

લવી-ડવી ચેટ બાદ યોગેશે ભારે પ્રયત્ને ઓફિસ વર્કમાં મન પરોવ્યું. અડધો કલાક બાદ કોમ્પ્યુટર શટ ડાઉન કરતાં જ તેના વિચારો ટર્ણ્ડ ઓન થઈ ગયા. આજે ઘણા દિવસે તેની સાથે ‘મેક આઉટ’ કરવાનો ચાન્સ મળશે એ વિચાર સાથે જ આછી ઉત્તેજનાની ઝણઝણાટી તેના શરીરમાં પ્રસરી ગઈ. એણે સામેથી મેસેજ કરી ત્યાં બોલાવ્યો એ વિચારના આવેગથી ઉશ્કેરાઈ તેણે જલ્દીથી ઓફિસ બેગ ખભે કરી, કાંડા ઘડિયાળમાં ટાઈમ દેખ્યો. ઉતાવળા પગે ઓફિસની બહાર નીકળીને તેણે બાઇક મરીન ડ્રાઈવ પર મારી મૂક્યું.