અજ્ઞાત સંબંધ - ૧૮

(136)
  • 7k
  • 9
  • 2.3k

કચ્છના નાના રણમાં અત્યારે જોરદાર પવન ફૂંકાતો હતો. વંટોળ જેવી સ્થિતિ હતી. રેતીના ઢુવા બનતાં અને તૂટી જતાં હતાં. એવામાં એક જગ્યાએ અચાનક જ અસામાન્ય ઝડપે પવન ફૂંકાવાનો ચાલુ થયો અને ત્યાં એક ખાડો બની ગયો. ખાડામાં એક હાડપિંજર પડ્યું હતું. એ જ ક્ષણે આકાશમાંથી પવન કરતાં પણ વધારે ઝડપે એક પ્રકાશપુંજ એ હાડપિંજર પર રેલાયું અને હાડપિંજર માનવ શરીરમાં બદલાવા લાગ્યું. એ હાંડપિંજરે જે માનવ શરીર ધારણ કર્યું હતું એ ખૂબ જાણીતો ચહેરો હતો. એના મુખ પર એક ભયાનક સ્મિત આવ્યું અને જોરજોરથી એ હસવા લાગ્યો. રિયા અચાનક જ કંઈ થયું હોય એમ ડરી ગઈ. એને કંઈક દેખાયું હતું. કંઈક ભયાનક... જે કદાચ એના જીવનમાં બનવાનું હતું.