Agyaat Sambandh book and story is written by Shabda Sangath Group in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Agyaat Sambandh is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અજ્ઞાત સંબંધ - Novels
by Shabda Sangath Group
in
Gujarati Fiction Stories
અત્યારે રાતનો સમય હતો, અને આજે પૂનમ હતી. ચાંદની પૂરબહારમાં એના રૂપને ધરતી પર ફેલાવી રહી હતી. બારેક વાગ્યા હતા. આખું ગામ ગાઢ નીંદરમાં પોઢી ગયું હતું. અચાનક કૂતરાના ભસવાનો અવાજ આવ્યો અને થોડી વાર પછી બંધ થઇ ગયો. પૂનમના સફેદ, દૂધ જેવા અજવાળામાં ચાર માનવઆકૃતિઓ દેખાઈ આવતી હતી. એ માનવઆકૃતિઓ દિવાનસિંહની એ બંધ પણ વિશાળ હવેલીની નજીક આવેલા બગીચા પાસે અટકી અને કંઈક ગુસપુસ કરવા લાગી. દિવાનસિંહની એ વર્ષો પુરાણી મસમોટી હવેલી ચાંદનીના ઝગમગાટમાં બિહામણી ભાસતી હતી
અત્યારે રાતનો સમય હતો, અને આજે પૂનમ હતી. ચાંદની પૂરબહારમાં એના રૂપને ધરતી પર ફેલાવી રહી હતી. બારેક વાગ્યા હતા. આખું ગામ ગાઢ નીંદરમાં પોઢી ગયું હતું. અચાનક કૂતરાના ભસવાનો અવાજ આવ્યો અને થોડી વાર પછી બંધ થઇ ગયો. ...Read Moreસફેદ, દૂધ જેવા અજવાળામાં ચાર માનવઆકૃતિઓ દેખાઈ આવતી હતી. એ માનવઆકૃતિઓ દિવાનસિંહની એ બંધ પણ વિશાળ હવેલીની નજીક આવેલા બગીચા પાસે અટકી અને કંઈક ગુસપુસ કરવા લાગી. દિવાનસિંહની એ વર્ષો પુરાણી મસમોટી હવેલી ચાંદનીના ઝગમગાટમાં બિહામણી ભાસતી હતી
રિયા નાનપણથી જ અનાથઆશ્રમમાં મોટી થઈ હતી. એની પાસે વારસામાં એનું નામ અને એક લોકેટ જ હતાં. એ લોકેટને એની મમ્મીની આખરી નિશાની સમજીને એ હંમેશા એના ગળામાં પહેરી રાખતી. એ ક્યારેય ક્યાંય બહાર ફરવા કે મજાક મસ્તી કરવા ...Read Moreજતી. એની એવી ખાસ બહેનપણીઓ નહોતી, પણ એ એની કવિતા નામની એક મિત્ર સાથે એક ફ્લેટમાં રૂમ રાખીને એની જોડે રહેતી હતી. કવિતા અને રિયા એક સાથે જ રહેતી. બને એકબીજાને પોતાની બધી જ વાતો કહેતી.
રિયાને નવાઈ લાગી. તે અરીસા પાસે ગઈ. અરીસામાં ખુદને જોઈને તે દંગ થઈ ગઈ. તેણે ગળા પર સ્પર્શ કર્યો અને હળવી ચીસ નીકળી ગઈ. હજુ રાત સુધી તો બધું બરાબર હતું, તો પછી અત્યારે કેવી રીતે આમ થઈ શકે ...Read More - તે મનોમન વિચારી રહી હતી અને અચાનક તેને રાત્રે જોયેલા સપનાની વાત યાદ આવી અને ફરી તે ડરી ગઈ. વનરાજે તેને ગળે લગાવી અને એના પૂછવા પર રિયાએ રાતે જોયેલા સપનાની વાત કરી. વાત કરતા કરતા પણ તે ધ્રૂજી રહી હતી. આખી વાત જાણ્યા બાદ વનરાજ ખડખડાટ હસવા લાગ્યો. રિયાને ન ગમ્યું.
એણે સતત પંદરેક મિનિટ સુધી ચાલ્યા જ કર્યું. અલબત્ત એણે ચાલવું પડતું હતું. એને કોઈક પરાણે ખેંચી રહ્યું હોય એવું લાગતું હતું. એ ક્યાં જતી હતી એ એને જ નહોતી ખબર. આખરે એ એક જગ્યાએ આવી પહોંચી. શરૂઆતમાં તો ...Read Moreધુમ્મસની પરત વચ્ચેથી કાંઈ દેખાયું નહિ, પણ પછી ધુમ્મસ એની મેળે ઓછું થવા લાગ્યું. અલબત્ત સાવ ગાયબ ન થયું. એણે જે દ્રશ્ય જોયું એનાથી એ કંપી ઉઠી. એ એક કબ્રસ્તાન હતું ! પોતે અહીં કેવી રીતે આવી ગઈ એનું એને કંઈ જ ભાન નહોતું. એણે આજુબાજુ નજર કરી. ક્યાંય કોઈ જ નહોતું. માત્ર શાંત વાતાવરણમાં ઘુવડનો ઘૂઉ... ઘૂઉઉઉ... અવાજ અતિ બિહામણો લાગતો હતો.
રિયાને એની આ ભાષા સમજાઈ નહીં. એ પ્રશ્નાર્થ નજરે ટેક્સીચાલકને પીઠ પાછળથી તાકી રહી. “માદડીયો કેડા આય ” એ વારંવાર યંત્રવત રીતે એક જ સવાલની લાઇન રિપીટ કરી રહ્યો હતો. ટેક્સી પુરપાટ વેગે દોડી રહી હતી. રિયા કંઈ ...Read Moreકોશિશ કરે કે ટેક્સીચાલકે શું પૂછ્યું એ પહેલાં તો એ માણસે રેડિયોનો અવાજ ફુલ કરી નાખ્યો. બધા જ દરવાજાને લોક કર્યા, બારીઓના કાચ ચડાવી દીધા અને ટેક્સી ફુલ સ્પીડમાં ભગાવી મૂકી. રિયાના ફ્લેટવાળો રસ્તો ક્યાંય પાછળ રહી ગયો.