અજ્ઞાત સંબંધ - ૧૯

(139)
  • 6.7k
  • 8
  • 2.3k

દિવાનગઢ તરફ જવાના રસ્તા પર એક ગાડી ઊભી હતી. એ ગાડીની પાસે જીન્સ અને ટી-શર્ટમાં સજ્જ એક યુવતી ઊભી હતી. એ યુવતીએ પોતાના ગળાની આસપાસ એક સ્કાર્ફ વીંટાળેલો હતો. તેની આંખોમાં એક નિરાશા હતી. તેનો સુંદર ચહેરો કરમાઈ ગયેલો હતો. ગાડી આ જંગલી સ્થળે બંધ પડી હોય તેમ લાગી રહ્યું હતું. થોડીવાર પછી એક બીજી ગાડી તે રસ્તા પરથી પસાર થઇ. એ ગાડી એક યુવાન ચલાવી રહ્યો હતો. એ યુવાન છેલ્લા દસેક કલાકથી સતત ગાડી ચલાવી રહ્યો હતો. પેલી યુવતીએ તે યુવાનની ગાડી ઊભી રાખવા હાથ ઊંચો કર્યો. યુવાનને જલ્દી દિવાનગઢ પહોંચવું હતું. તે જાણતો હતો કે તે જલ્દી દિવાનગઢ નહીં પહોંચે તો ઘણા લોકો મૃત્યુ પામવાના હતા.