ગંગા સ્વરૂપ ગંગા

(30)
  • 2.5k
  • 6
  • 501

સમાધિસ્થ એવી વિદાય પામતા ચોમાસાના આખરી માસની શરદપૂનમની એ નીરવ રાત્રિને ક્વચિત્ ક્વચિત્ ખલેલ પહોંચી રહી છે, દૂર ગામમાંથી આવતા ભસતાં શ્વાનના અવાજો અને વગડાનાં શિયાળવાંની હૂકીહૂ એવી દીર્ઘ લાળી થકી. તો વળી ક્વચિત્ નિશાચર પક્ષીઓના ભેંકાર અવાજો વચ્ચે કોયલનો કર્ણપ્રિય મધુર ટુહૂ…ટુહૂ રવ ચહુદિશે પડઘાઈ જાય છે. નિરભ્ર આકાશમાંથી વેરાતી ચાંદનીની રજતરજ થકી દેદીપ્યમાન લાગતી આજની આ ખુશનૂમા રાત્રિએ વિશાળ ખેતબંગલામાં સંયુક્ત કુટુંબનાં એ જમાનામાં એમ.એ. સુધીનું શિક્ષણ પામેલાં કૌટુંબિક વડાં સૂરજદાદી અને બી.એ. સુધી ભણેલી ડાહી અને સમજદાર સૌથી નાની પુત્રવધૂ ગં.સ્વ. ગંગા એમ બેઉ જણ જ હાજર છે અને બાકીનાં વીસેક જેટલી સંખ્યામાંનાં નાનાંમોટાં કુટુંબીજનો એસ્ટેટેની વોલ્વો લક્ઝરી બસમાં વહેલી સવારે અંબાજી જવા માટે નીકળી પડ્યાં છે. અંબાજીમાં પૂજાઅર્ચના, માતાજીના ગરબા અને પૂનમની આહ્લાદક રાત્રિની મજા લૂંટીને બીજા દિવસથી તેઓ માઉન્ટ આબુની સહેલગાહ પછી ઉત્તર ભારતની ટુર માટે નીકળી પડવાનાં છે. વહેલી સવારે છેક છેલ્લી ઘડીએ નાદુરસ્ત તબિયતના કારણે કે એવા બહાના હેઠળ સૂરજદાદીએ ટુરમાં ન …