રેડલાઇટ બંગલો ૨૩

(428)
  • 13.5k
  • 19
  • 8.6k

વર્ષાબેન ઉપર તો આભ તૂટી પડ્યું હોય એવી સ્થિતિ હતી. જે ખેતરના પાક ઉપર આખું વર્ષ કાઢવાનું હતું એ આધાર પણ છીનવાઇ ગયો. એક પછી એક ફટકાથી તે ચિત્તભ્રમની સ્થિતિમાં પોક મૂકીને રડવા લાગ્યા. બાળકોને ભણાવવાની ચિંતા, હરેશભાઇની દયાજનક સ્થિતિ અને હવે આ અણધારી આગ પછી ખેતર પણ નકામું બની ગયું. વર્ષાબેન માનસિક રીતે પડી ભાંગ્યા હતા. હેમંતભાઇએ તેની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું: આમ ભાંગી ના પડ. તું જરા પણ ચિંતા ના કરીશ. મેં તને કહ્યું ને કે હું બેઠો છું ત્યાં સુધી તને દુ:ખનો અનુભવ થવા નહીં દઉં... બસ સુખ જ સુખ આપીશ... હેમંતભાઇનો હાથ પીઠ પરથી તેમની કમર ફરતે ક્યારે સાપની જેમ વીંટળાઇ વળ્યો એની ખબર જ ના રહી. વર્ષાબેન પણ જાણેઅજાણે વૃક્ષને વેલ વીંટળાઇ જાય એમ વળગી રહ્યા.