મોનિકા ૫

(118)
  • 14k
  • 5
  • 7.7k

રેવાને હોલમાં આવીને મોનિકાના બંને હાથ પકડી લીધા. અને પરીક્ષા પૂરી! મજા ભૈ મજા! કહી તેને ગોળ ગોળ ફેરવવા લાગ્યો. મોનિકાએ પણ તેની સાથે ફુદરડી ફરવી પડી. નાના બાળકની જેમ તે ફુદરડી ફરી રહ્યો હતો. રેવાને તેને એટલી ગોળ ગોળ ફેરવી કે ચક્કર આવી ગયા. અને પડી જતી હતી ત્યાં રેવાને તેને પકડી લીધી. મોનિકાના નાજુક અંગો તેના શરીર સાથે ઘસાયા. મોનિકાને અસહજ લાગ્યું. રેવાને જાતને સંભાળી અને પછી મોનિકાને પડી જતી અટકાવી સોફામાં બેસાડી. પછી એ પણ હાંફતો સોફામાં બેસી ગયો. મોનિકા વધારે હાંફી રહી હતી. તેનો છાતીનો ભાગ ઝડપથી ઊંચો નીચો થઇ રહ્યો હતો. તેણે છાતી પર હાથ મૂકી દીધો. રેવાન તેને જોઇ જ રહ્યો હતો. તેની નજરમાં નિર્દોષતા હતી કે બીજું કંઇ એ શોધી રહી.