સત્ય અસત્ય - પ્રકરણ - 17

(1k)
  • 54.3k
  • 38
  • 37.1k

ચારે તરફ માણસો માણસોનાં ટોળા, સોનાલીબેનનો ઉત્સાહ, ઠક્કર સાહેબની ઘેલછા પણ સ્ત્ય્જીતના ચહેરા પર જાણે ઉદાસી થીજી ગઈ હતી. એ બધી જ પ્રવૃત્તિ કરતો રહ્યો. જેમ કહેવામાં આવ્યું તેમ કરતો રહ્યો. સોનાલીબેનનું મન રાખવા મહેંદીમાં ઉભો થઈને નાચ્યો પણ ખરો, પણ અમોલાના ગળામાં મંગળસૂત્ર પહેરાવતી વખતે એનો હાથ ધ્રૂજી ગયો. એક કાચી ક્ષણ માટે એને અમોલાની જગ્યાએ પ્રિયંકા દેખાઈ. મન કઠણ કરીને અમોલાની સેથીમાં સિંદુર ભરતી વખતે એણે જાતને કહી દીધું, “હવે આ જ મારી જિંદગીનું સત્ય છે. અગ્નિની સાક્ષીએ આની જવાબદારી લીધી છે મેં. એને સુખી ન કરી શકાય તો કંઈ નહીં, પણ એને દુઃખી તો નહીં જ કરું.” એની જિંદગીનો એક નવો અધ્યાય શરુ થઇ ગયો.