બહાદુર દીકરી

(43)
  • 3.2k
  • 3
  • 1.3k

  "પપ્પા, શુ કહ્યું ડોકટરે ? તમે કેમ સાવ ઉદાસ થઈ ગયા ? આવા સામાન્ય દુઃખાવા તો દવાથી સારા થઈ જ જાયને ?" સુચારુએ હોસ્પિટલથી આવ્યા પછી બેચેન બની ગયેલા તેના પપ્પાને હિંમત આપતા કહ્યું."હા, બેટા. ચોક્કસ સારું થઈ જ જાય.અને મારી સુચારુ તો હોનહાર અને હિંમતવાન દીકરી છે એને વળી કોઈ રોગ હરાવી શકે ?" સુરેશભાઈએ ડોકટરે કહેલી વાતને દિલમાં દબાવી દઈને હાસ્ય વેર્યું.પણ એમના ફિક્કા પડી ગયેલા વદનને વાંચતા સુચારુને આવડતું જ હતું. છતાં પપ્પાના દર્દને વધુ ખોતરવાનું એને ઠીક ન લાગ્યું. ખરેખર પોતાના વિશે કંઇક ગંભીર બાબત હોવી જોઈએ, નહીત્તર પપ્પા આમ અંદરથી ભાંગી ન પડે. "ભલે