ઘવાયેલો ફરી ઘવાયો......!

(38)
  • 2.1k
  • 3
  • 440

ઘવાયેલો ફરી ઘવાયો......! ( વાર્તા ) @ વિકી ત્રિવેદી એક એવું દુઃખ છે જે સતાવ્યા કરે છે ઉપેક્ષિતને ,બાકી સુખો ન આવે એવો હું સાવ અકર્મી નથી ! હજારો સરિતા આવીને સમાઈ ગઈ સાગરમાં , કદીયે એના ઊંડાણની આગ પરંતુ સમી નથી ! - ઉપેક્ષિત "ઓહો આ કામવાળીને કેટલીવાર કહ્યું કે પૂજાના રૂમમાં તારે નહિ જવાનું......" હું જાગ્યો ત્યારે જ મારી ગોરાણી કઈક બડબડતી હતી. "કહું છું સાંભળો છો તમે પંડિત ?" એ મને પંડિત કહેતી, " આ કામવાળીને હવે છુટ્ટી કરવી પડશે. ખબર જ નથી પડતી કે બ્રાહ્મણના ઘરે ચોખ્ખા દેવ હોય એ ઓરડામાં ગમે તે નાતના પગ મૂકે એ