ગલ્લો : એક હ્રદયસ્પર્શી લઘુકથા

(56)
  • 3.9k
  • 3
  • 703

આરતી આશિષ અને કૃપા કરતા મોટી હતી. એના લગ્ન થયા ત્યારે આશિષ બાર વર્ષનો હતો. વિદાય વખતે એણે ગલ્લો ફોડીને બહેનને આપવા કહ્યું પણ આરતીએ એને રોક્યો અને કહ્યું હતું, આ જમાનામાં મારા લગન તો ઓછા ખર્ચે થઈ ગયા છે. પણ કૃપાના લગન સમયે ખર્ચ વધારે આવશે એ માટે પપ્પાને ક્યાંય ઓસીયાળા ન થવું પડે એની જવાબદારી હવે તારા ઉપર છે. આ ગલ્લો રાખ અને રોજ ગલ્લો જોઈને દીદીની વાત યાદ રાખજે... પણ કૃપા માટે તો કોઈ ખર્ચ જ ક્યાં કરાવાનો આવ્યો? એ કોલેજમાં કોઈ છોકરા જોડે ભાગી ગઈ. આશિષ ગલ્લાનાં ટુકડા અને સિક્કા જોતો રહ્યો. એની આંખોમાંથી આંસુ પડતા રહ્યા.