મિસિંગ-ધી માફિયા સ્ટોરી (૮)

(99)
  • 3.9k
  • 4
  • 2.2k

પોલીસ સ્ટેશનમાં ફોનની રિંગ રણકતા, પોલીસ સ્ટાફમાં  દોડા-દોડી થઈ ગઈ...પીચોલા પાસે ફરી એક કિડનેપિંગ થઈ છે. પોલીસ વેન સાથે સિંઘ પણ જાતે જ તપાસ કરવા માટે નીકળ્યા, ફરી એક વખત પોલીસના નાક નીચેથી કિડનેપિંગ થયું હતું. આ પણ એક પ્રીપ્લાન કિડનેપિંગ હતું. સિંઘના ચેહરા પર પસીનો છૂટી રહ્યો હતો.લોકલ સમાચાર પત્રોથી લઈને નેશનલ ન્યુઝ ચેનલ તમામમાં ખબરો ફેલાઈ રહી હતી. પી.આઈ. સિંઘને હવે ગૃહ મંત્રાલય તરફથી પ્રેશર હતું. આખરે અચાનક ઉદયપુર જેવા શાંત શહેરમાં શુ થઈ રહ્યું છે? આજથી પેહલા પી.આઈ.સિંઘ આવ્યા ત્યારે પછી ઉદયપુરમાં સિંઘના નાક નીચેથી કોઈ અપરાધી બચ્યો ન હતો. પોલીસે ઉદયપુરમા લોકોને રાતના  કામ વગર બહાર