મિસિંગ-ધી માફિયા સ્ટોરી - (૯)

(100)
  • 3.5k
  • 24
  • 2.1k

ગયા મહિને મુંબઈના ખાનગી પોર્ટમાં ગોલ્ડથી ભરેલું કન્ટેનર મળ્યું હતું. જેમાં મુંબઇ પોલીસે આજે મોટો હાથ માર્યો હતો. તેમણે આર્યનના કન્ટેનર યાર્ડમાંથી તેની ઓફિસમાંથી ફોન,લેપટોપ મળ્યા હતા તો ત્યાં જ મૂર્છિત અવસ્થામાં રવિને પોલીસે હોસ્પિટલમાં સારવાર માટે મુક્યો! પણ રવિ હોશમાં નોહતો આવી રહ્યો! તેના હાથનો એક અંગુઠો નોખો થઈ ગયો હતો.તેના શરીરમાં વિવિધ જગ્યાએ ઉંડા ઘાવના નિશાનો હતા. તેના માથાના અને આંખના ભાગથી પણ લોહી વહી રહ્યું હતું. તે જોઈને સી.બી.આઈ ઓફિસર જેવાં શાંત માણસ પણ ભડકી ગયા.... ક્યાં જતી રહી છે માનવતા ?એક માણસ, માણસની સાથે જ આટલી હેવાનીયતથી કેવી રીતે વર્તી શકે, આ જે કોઈનું પણ કામ હશે, હું તેને એટલો કષ્ટ આપીશ કે બીજી વખત આવું કરતા પહેલા હજાર વાર વિચારવું પડે... પટેલ સાહેબના અવાજમાં ગુસ્સો હતો.