ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 16

(88)
  • 2.8k
  • 6
  • 1.3k

માટે, ડૉક્ટર નીચે ગયા. વહાણ ખરેખર અદ્ભુત હતું. બધા પ્રાણીઓ પેલા નાના રૂમના દરવાજા પાસે ટોળે વળી, અંદર શું હશે તેના તર્ક-વિતર્ક-અનુમાન કરતા ચર્ચા કરી રહ્યા હતા. ડૉક્ટરે હેન્ડલ ઘુમાવ્યું પણ દરવાજો ખૂલ્યો નહીં. પછી, તે બધા દરવાજાની ચાવી શોધવા લાગ્યા. તેમણે ગાલીચા નીચે જોયું, ચટાઈ નીચે જોયું, બધા કબાટમાં અને ખાનાઓમાં જોયું અરે, ડાઈનિંગરૂમમાં ગોઠવેલી મોટી પેટીઓમાં પણ જોયું, છતાં, ચાવી ન મળી. આ શોધખોળ દરમિયાન તેમને બીજી અનેક વસ્તુઓ મળી. તેમાં કાશ્મીરી બનાવટની શાલ હતી જે કરોળિયાના જાળા જેટલી હલકી હતી. તેના પર સોનાના તારથી ભરતકામ થયેલું હતું. એ સિવાય જમૈકામાં મળે તેવી ઊંચી જાતની તમાકુ, હાથીદાંતમાં કોતરણી કરી બનાવવામાં આવેલા રશિયન ચાના ડબ્બા, તૂટી ગયેલા તારવાળું જૂનું વાયોલિન, ચેસ-બોર્ડ અને કૂકરીઓ, પરવાળાં તથા....